________________
આચારપ્રદીપ
રતું વા સારૂપ્નતિ, તં નહીં-પુન્નાર્ સંજ્ઞા, પદ્ઘિમાણ્ માળ્યે, અડુત્તે । (ઉ. ૧૯. સૂ. ૮) જે સાધુ ચાર સંધ્યાએ સ્વાધ્યાય કરે છે અને કરતાની અનુમોદના કરે છે... તે આ પ્રમાણેદિવસની પૂર્વની સંધ્યા, પશ્ચિમની સંધ્યા, મધ્યાહ્ન અને અર્ધરાત્રી. નિશીથચૂર્ણિમાં પણ કહ્યું
૩૪
પવનથી ઉડેલી વ્યવહારથી સચિત્ત રજ. તે વર્ણથી કાંઈક લાલ હોય અને દૂર દૂર દિશાઓમાં દેખાય. આ સચિત્ત રજ પણ જો સતત વરસે, તો ત્રણ દિવસ પછી સર્વ સ્થાનો પૃથ્વીકાયમય બની જાય છે. ૩અકાયની વૃષ્ટિ- તેના ત્રણ પ્રકારો છે-(૧) બુર્બુદ્ વર્ષા, (૨) બુદ્ધહિત અને (૩) ફૂસિઆ. તેમાં બુર્બુદ્ એટલે જે વરસાદમાં નીચે પાણીમાં પરપોટા (પાણીની સળીઓ) થાય, તે જો આઠ પ્રહર સુધી (અન્ય મતે ત્રણ દિવસ સુધી) સતત વરસે, તો તે પછી અસ્વાધ્યાય. બીજા પ્રકારનો બુર્બુદ્ (પરપોટા)રહિત વરસાદ સતત જો પાંચ દિવસ વરસે, તો તે પછી અસ્વાધ્યાય. ત્રીજા પ્રકારનો ફૂસિકા (ઝીણી ફૂસિ). તે સતત જો સાત દિવસ વરસે, તો સર્વત્ર અકાયમય બની જાય, માટે તે તે સમય પછી અસ્વાધ્યાય સમજવો. (આ અસ્વાધ્યાય જ્યારે આર્દ્રાથી ચિત્રા નક્ષત્રનો સૂર્ય હોય ત્યારે ગણાય છે. શેષકાળે જો અલ્પ વરસાદ પડે, તો તે બંધ થયા પછી ત્રણ પ્રહર અસ્વાધ્યાય છે.) વળી આ સંયમઘાતિકનો પરિહાર સ્વાધ્યાયમાં દ્રવ્યાદિ ચાર ભેદે કહ્યો છે. તેમાં દ્રવ્યથી-ઉપર્યુક્ત મહિકા, સચિત્ત રજ અને વર્ષાનો સ્વાધ્યાય કરતાં ત્યાગ કરવો તે. ક્ષેત્રથી- જે ગામ-શહેર આદિમાં વરસે, તે ક્ષેત્રનો સ્વાધ્યાયમાં ત્યાગ, કાળથી-તે તે.કાળ પછી જ્યાં સુધી તે વરસે, ત્યાં સુધી (તેટલા કાળનો) ત્યાગ. (૪) ભાવથી-નેત્રસ્ફૂરણ-શ્વાસોચ્છ્વાસ સિવાયની સઘળી ચેષ્ટાનો ત્યાગ કરવો, ઉપરાંત જવું-આવવું-પડિલેહણ કરવું વગેરે કાયિક પ્રવૃત્તિ પણ વર્જવી, વિનાકારણ લેશ પણ પ્રવૃત્તિ નહિ કરવી. જો બિમારી વગેરે આવશ્યક કારણે ક૨વી પડે, તો હાથ-આંખ કે આંગળીના ઈશારાથી કામ લેવું, જો બોલવું પડે તો મુખવિસ્રકાથી મુખ ઢાંકીને બોલવું અને જો જવું-આવવું પડે, તો વર્ષાકલ્પ(કામળી) થી શરીરને ઢાંકીને જવું-આવવું.
૨-ઔત્પાતિક-૨જસ્, માંસ, રૂધિર, કેશ અને પાષાણનો જો વરસાદ થાય, તો ઔત્પાતિક અસ્વાધ્યાય જાણવો. તેમાં અચિત્ત રજ વરસે તે ૧-૨જોવૃષ્ટિ, માંસના કકડા આકાશમાર્ગેથી પડે તે ૨-માંસવૃષ્ટિ, રૂધિરના બિન્દુઓ પડે તે ૩-રૂધિરવૃષ્ટિ, ઉપરના ભાગથી કેશ પડે તે ૪-કેશવૃષ્ટિ અને કરા વગેરે પત્થરનો વરસાદ પડે તે ૫-પાષાણવૃષ્ટિ સમજવી. તથા રોદ્ઘાત-જ્યારે દિશાઓ રજવાળી હોય, ત્યારે સૂત્ર નહિ ભણવું, બીજી સઘળી પ્રવૃત્તિ કરી શકાય. તેમાં માંસ અને રૂધિરની જો વૃષ્ટિ થાય, તો એક અહોરાત્ર સુધી અસ્વાધ્યાય અને શેષ રજોવૃષ્ટિ વગેરેમાં તે તે વૃષ્ટિ જ્યાં સુધી થાય, ત્યાં સુધી ‘નન્દી’ વગેરે સૂત્રો ન ભણવાં, શેષકાળે ભણવા. ઉપર્યુક્ત રજોવૃષ્ટિ અને રજોદ્ઘાતમાં એ ભેદ છે કે-ધૂમાડા જેવા આકારે કંઈક સફેદ અચિત્ત ધૂળ વરસે તે રજોવૃષ્ટિ અને સર્વ દિશાઓ અચિત્ત ધૂળથી છવાઈ જતાં સર્વત્ર અંધકાર જેવું દેખાય તે રજોદ્ઘાત જાણવો. એ બંને પવનસહિત કે પવનરહિત જ્યાં સુધી વરસે, ત્યાં સુધી સૂત્ર નહિ ભણવું.
૩-સદૈવ-દેવાદિથી થયેલ અસ્વાધ્યાયિકને સદૈવ અથવા (સાદિવ્ય) કહેવાય છે. તે આ પ્રમાણે છે૧-ગાધવનગર-આને ચક્રવર્તી વગેરેના નગરમાં ઉત્પાતનું સૂચક કહ્યું છે, સંધ્યા સમયે તે તે નગર ઉપર કિલ્લા, અટારી વગેરે આકારસહિત બીજું નગર દેખાય તે ગાન્ધર્વનગર અવશ્ય દેવકૃત હોય. ૨દિગ્દાહ=કોઈ એક દિશામાં ઊંચે મોટું શહેર સળગતું હોય તેવો પ્રકાશ દેખાય અને નીચે અંધકાર દેખાય તે. ૩-વિજળી=સ્વાતિથી મૃગશીર નક્ષત્ર સુધીનો સૂર્ય હોય તે દિવસોમાં વિજળી થાય તે. ૪-ઉલ્કાપાત=તારો પડે, તેમજ પાછળ રેખાવાળી અથવા પ્રકાશયુક્ત ઉલ્કા (મોટી પ્રકાશની રેખા) પડે તે. ૫-ગર્જિત=વાદળાંની