________________
૬૬
આચારપ્રદીપ
આદિથી સુખી થયો. હવે એક દિવસ તે પોતાની અતિરૂપાળી કન્યાને ગાડામાં આગળના ભાગે બેસાડી ઘી વહેંચવા માટે નગર તરફ ચાલ્યો. તેની સાથે બીજા ઘણા આભીર યુવાનો પણ ચાલ્યા. તે કન્યાના રૂપને જોવામાં પરવશ થયેલા તે યુવાનો પોતપોતાના ગાડાઓને ઉન્માર્ગે લઈ ગયા. તેથી તે ગાડાઓ ભાંગી ગયા. રૂપમાં આસક્ત થયેલાઓને આ તો કેટલું માત્ર છે? જેથી પરમઋષિનું વચન છે કેरूवेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअं पावइ से विणासं । રીરે સે નદ વાપર્યો, માત્નોમનોને મુવેરૂ મળ્યું છે ? AI[૩ત્તરારૂ૨:૦૨૪].
જેવી રીતે રાગમાં આતુર = ઉજ્વળ પ્રકાશમાં આસક્ત બનેલો અને જોવામાં લોલુપ થયેલો પતંગિયો મૃત્યુ પામે છે. તેવી રીતે જે જીવ રૂપ વિષે આસક્ત બને છે તે અકાળે વિનાશ પામે છે.
તેથી દુઃખી થયેલા તેઓએ તે કન્યાનું અશકટા એ પ્રમાણે અપનામ (ખરાબ નામ) આપ્યું અને તેના પિતાનું અશકટાપિતા એવું અપનામ આપ્યું. તેથી વૈરાગ્ય પામેલા તે આભીરે પોતાની પુત્રી કોઈકને આપીને (= પરણાવીને) દીક્ષા લીધી. એટલામાં ઉત્તરાધ્યયનના ત્રણ અધ્યયન સુધી ભણ્યો અને અસંખ્યય નામના ચોથા અધ્યયનનો ઉદ્દેશો કર્યો તેટલામાં પૂર્વના જ્ઞાનાંતરાય કર્મનો ઉદય થવાથી બે દિવસ આયંબિલ કરીને ભણવા છતાં પણ એક પદ માત્ર પણ હૃદયમાં સ્થિર ન થયું. અર્થાત્ એક પદ પણ આવડ્યું નહીં. તેથી ગુરુએ કહ્યું કે (= હે વત્સ ! યત્ન કરવા છતાં પણ તને આ અધ્યયન આવડતું નથી તેથી આ) અસંખ્યય અધ્યયનની અનુજ્ઞા આપીએ? તેણે પૂછ્યું કે, અહીં મુખ્ય વિધિ શું છે? ગુરુએ કહ્યું કે, જ્યાં સુધી આ અધ્યયન ન આવડે ત્યાં સુધી આયંબિલ તપ કરાય છે. અર્થાતુ ત્યાં સુધી આયંબિલ તપ કરવો જોઈએ. તેણે ઉત્સાહપૂર્વક તે પ્રમાણે જ કર્યું. આ પ્રમાણે બારવર્ષ સુધી આયંબિલ કરતા તેમણે બાર શ્લોક ભણ્યા. ત્યાર પછી તે જ્ઞાનાંતરાયકર્મ ક્ષય થવાથી બાકીનું સંપૂર્ણ પણ શ્રુત સુખેથી ભર્યું. આ પ્રમાણે સાધુઓએ સારી રીતે યોગવિધિનું આરાધન કરવું જોઈએ. હવે શ્રાવકોના ઉપધાન વિષયમાં દાંત આ પ્રમાણે છે
શ્રાવકોના ઉપધાન વિષે બે ભાઈઓનું દષ્ટાંત ચંપા નામની નગરીમાં પરમ શ્રાવક એવા અજિતદાસ શ્રેષ્ઠીના ઋષભદત્ત અને અજિતદત્ત નામના બે પુત્રો હતા. પિતાએ બાળપણમાં પણ નવકાર આદિ સૂત્રોનો પાઠ કરાવ્યો. અર્થાત્ નવકાર આદિ સૂત્રો ભણાવ્યા. જ્યારે પૌષધતપ કરવાને યોગ્ય થયા ત્યારે પિતાએ કહ્યું કે વત્સૌ ! સારી રીતે સૂત્રની આરાધના કરવા માટે એકાગ્રચિત્તથી ઉપધાનતપ