________________
આચારપ્રદીપ
धर्मलाभ इति प्रोक्ते, दूरादुच्छ्रितपाणये ।
સૂર સિદ્ધનાથ, રત વોર્દિ ઘરદિપ: ૨ દૂરથી જ ઊંચો હાથ કરીને ધર્મલાભ એ પ્રમાણે બોલેલા સિદ્ધસેન સૂરિને રાજાએ ક્રોડ સોનૈયા આપ્યાં.
હવે વિહાર કરતાં ક્રમે કરી તે સૂરિ આશ્ચર્યકારક અદ્ભુત કૂટવાળા ચિત્રકૂટ (ચિતોડગઢ)માં આવ્યાં. ત્યાં ચિરંતન ચૈત્યમાં એક મોટા સ્તંભને જોઈને કોઈને પૂછ્યું કે, આ કયો સ્તંભ છે? શેનો બનેલો છે? તેણે કહ્યું કે, પૂર્વાચાર્યોએ અહીં રહસ્યમય વિદ્યાના પુસ્તકો મૂકેલાં છે અને સ્તંભ તો તે તે ઔષધદ્રવ્યોથી બનાવેલો છે. જાણે વજથી બનાવેલ ન હોય તેમ પાણી અને અગ્નિ વિગેરેથી ભેદી શકાય તેમ નથી. તે સાંભળી બુદ્ધિશાળી એવાં તેણે તે થાંભલાની ગંધને સુંઘીને જે જે ઔષધિ લગાવી હતી તેની વિરુદ્ધ ઔષધિના રસથી તે થાંભલાને છંટકાવ કર્યો, અર્થાત્ પક્ષાલ કર્યો અને પાકેલાં ચિભડાની જેમ ઉઘાડ્યો. ત્યારપછી તેમાંથી એક પુસ્તક કાઢીને વાંચતા પ્રથમ પત્રમાં પ્રથમ ઓલ્યામાંથી બે મહાવિદ્યાને પ્રાપ્ત કરી. એક સર્ષપ વિદ્યા અને બીજી ચૂર્ણના યોગથી થતી હેમ (સુવર્ણ) વિદ્યા. તેમાં જે સર્ષપ વિદ્યા છે તે વિદ્યાથી કોઈ કાર્ય ઉત્પન્ન થયે છતે માંત્રિક જેટલાં સર્ષપને મંત્રીને જળાશયમાં નાંખે તેટલાં બેતાલીશ યુદ્ધના ઉપકરણોથી સહિત ઘોડેસ્વારો નીકળીને શત્રુસૈન્યને જીતીને અદશ્ય થાય છે. જે હેમવિદ્યા છે તે વિદ્યાથી ચૂર્ણના યોગથી કોઈપણ ધાતુમાંથી ક્લેશ વિના કરોડો જાત્ય સુવર્ણ બનાવી શકાય છે. આ બે વિદ્યાને સારી રીતે ગ્રહણ કરીને જેટલામાં આગળ વાંચે છે તેટલામાં પત્ર અને પુસ્તકને શાસન દેવતાએ ઝુંટવી લીધું. પુસ્તક જેમાં છે તે થાંભલો પણ બારણાના બે દરવાજાની જેમ ભેગો થઈ ગયો. અર્થાતું બંધ થઈ ગયો અને આકાશમાં વાણી થઈ કે, તું આવા પ્રકારના પૂર્વગત રહસ્યોને જાણવા માટે અયોગ્ય છે માટે તું ચપળતા ન કર = વગર વિચાર્યું ન કર અને ફોગટ જીવિતના સંશયને ધારણ ન કર. તેથી ભય પામેલા તે અટકી ગયા.
હવે પૂર્વદેશની ભૂમિનું જાણે અપૂર્વ ઝાંઝર ન હોય એવા કર્મારપુરમાં તે સૂરિએ વિહાર કર્યો. ત્યાં દેવપાલ નામના રાજાને સરસ અમૃત સમાન દેશનાથી આકર્ષાને પરમ શ્રાવક કર્યો. કોઈક દિવસ તેના રાજ્યને ગ્રહણ કરવાની ઈચ્છાથી સીમાળાના રાજાઓ ભેગા થઈને ત્યાં આવ્યા અને તેથી ભય પામેલા મનવાળા તે રાજાએ ગુરુને તે સ્વરૂપ જણાવ્યું. તેથી અલ્પ ભંડારવાળા અને અલ્પ સૈન્યવાળા, દીનતાને પામેલા, નવા નવા ધર્મને પામેલા આને ધર્મમાં સ્થિર કરવા માટે સાન્નિધ્ય કરવું જોઈએ એ પ્રમાણે વિચારીને કાર્યને જાણનારા તે આચાર્યે . સુવર્ણ સિદ્ધિના યોગથી અગણ્ય સુવર્ણ બનાવીને અને સર્ષપવિદ્યાથી વૈરિને ત્રાસ પણ પમાડ્યો. તેથી અતિ આનંદિત થયેલા તે રાજાએ તે રાજાઓનું સર્વસ્વ ગ્રહણ કરીને વિજયંઢક્કાને