________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
શાસનની મહાન ઉન્નતિથી સંઘ અત્યંત સંતોષ પામ્યો. ક્રમે કરી સૂરીન્દ્ર દક્ષિણ દિશામાં રહેલા પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. પોતાના આયુષ્યનો અંત જાણીને અનશન આદિ વિધિથી સ્વર્ગલોકને અલંકૃત કર્યું. અર્થાત્ મૃત્યુ પામ્યા.
૮૭
સંઘે તેમના ગચ્છને તે વૃત્તાંત જણાવવા માટે બોલવામાં ચતુર એવા એક ચારણને ચિત્રકૂટ મોકલ્યો. ત્યાં તેમના ગચ્છની આગળ શ્લોકનો પૂર્વાર્ધ વારંવાર બોલ્યો. જેમકે— ફવાની વાવિઘોતા, દ્યોતન્ને ક્ષિળાપથે । ‘હમણાં દક્ષિણ દેશમાં વાદી રૂપી ખજુઆ ઉદ્યોત પામે છે’ ત્યારે સરસ્વતી જેને સિદ્ધ થઈ છે એવી સિદ્ધસેન સૂરિની સિદ્ધશ્રી નામની બહેને કહ્યું કે, નમસ્તે તો વાવી, સિદ્ધસેનવિવારઃ ॥ ↑ ॥ નક્કી વાદી સિદ્ધસેન દિવાકર અસ્ત પામ્યા છે. અર્થાત્ મૃત્યુ પામ્યા છે. પછી ચારણે પણ બધી હકીકત જણાવી કે વાદી સિદ્ધસેન સૂરિ દેવલોક થયા છે.
આ પ્રમાણે વ્યંજનોને અન્યથા કરવામાં શ્રી સિદ્ધસેન સૂરિનો પ્રબંધ પૂર્ણ થયો. હવે વ્યંજનો ઓછા ભણવામાં દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે
વિદ્યાધરનું દૃષ્ટાંત
રાજગૃહ નગરમાં સમવસરેલા ભગવાન શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા માટે દેવોવિદ્યાધરો અને મનુષ્યનો સમૂહ અને પુત્ર સહિત શ્રેણિક રાજા આવેલા છે. ત્યાર પછી ભગવાન પાસે ધર્મ સાંભળીને પર્ષદા પાછી ફરે છતે કોઈક વિદ્યાધરને ગગનગામિની વિદ્યા સંબંધી એક અક્ષર વિસ્મરણ થયું અને તે વિસ્તૃત થયે છતે તે વારંવાર આકાશમાં કંઈક ઊડી ઊડીને નીચે પડે છે અને આ પ્રમાણે કરતા તેને જોઈને શ્રેણિક રાજાએ ભગવાનને પૂછ્યું કે, આ વિદ્યાધર કપાયેલી પાંખવાળા પક્ષીની જેમ આકાશમાં કંઈક ઊડી ઊડીને ફરી ફરી નીચે કેમ પડે છે ? ભગવાને વિદ્યાના અક્ષરનું વિસ્મરણ થયું છે એ વ્યતિકર તેને જણાવ્યો. ભગવાન વડે જણાવાતા તે વ્યતિકરને સાંભળીને અભયકુમારે વિદ્યાધર પાસે આવીને આ પ્રમાણે કહ્યું: હે વિદ્યાધર ! જો તું મને સમાનવિદ્યાસિદ્ધિક કરે = તારી પાસે જે વિદ્યા છે તે વિદ્યા મને આપે તો તારી વિદ્યાના અક્ષરને જાણીને તને કહું. અને વિદ્યાધરે તેનું વચન સ્વીકાર્યું. પદાનુસારિપ્રજ્ઞાવાળો હોવાના કારણે અભયકુમારને એકપદ જાણવાથી અનેક પદ જાણવાની શક્તિ છે. બાકીના અક્ષરોને અનુસારે તે ભૂલાયેલો અક્ષર જાણીને અભયકુમારે વિદ્યાધરને જણાવ્યો. સંપૂર્ણ વિદ્યાવાળો થયેલો અને ખુશ થયેલો વિદ્યાધર અભયકુમારને વિદ્યા સાધવાનો ઉપાય કહીને પોતાના સ્થાને ગયો.
હવે વ્યંજન અધિક લખવામાં કથાનિકા આ પ્રમાણે છે—