________________
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
આદિને પામે છે. વિદ્યા, વિવેક, ઔદાર્ય, ગાંભીર્ય, ચાતુર્ય, વૈર્ય, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા આદિ ગુણોનું મૂળ વિનય છે. વિનય હોય તો જ પ્રાયઃ તેઓનો = ઉપર જણાવેલા ગુણોનો સંભવ છે અને વિનય ન હોય તો તે ગુણોનો અસંભવ છે. તેથી કહ્યું છે કેखंती सुहाण मूलं, कोहो मूलं दुहाण सयलाणं । विणओ गुणाण मूलं, माणो मूलं अणत्थाणं ॥१॥
સઘળાય સુખોનું મૂળ ક્ષમા છે અને સઘળાય દુ:ખોનું મૂળ ક્રોધ છે. સઘળાય ગુણોનું મૂળ વિનય છે અને સઘળાય અનર્થોનું મૂળ માન છે. વળી– ધર્મનું પણ મૂળ વિનય જ છે. કારણ કેविणओ सासणे मूलं, विणीओ संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवो ? ॥ १ ॥ [विशेषा.भा.३४६८ ]
વિનય શાસનનું = જૈન ધર્મનું મૂળ છે. વિનીત હોય તે જ સંયત થઈ શકે છે. વિનય વિનાનાને ધર્મ ક્યાંથી હોય અને તપ ક્યાંથી હોય? અર્થાત્ ન હોય. - જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગ સૂત્રમાં પણ કહ્યું છે કે- હજાર પરિવ્રાજકના પરિવારવાળા, પરિવ્રાજકમાં મુખ્ય, વ્યાસમુનિના પુત્ર શુકભટ્ટારકે = શુક નામના પરિવ્રાજક જેનું મૂળ શૌચ છે એવો પોતાનો ધર્મ સૌગંધિકાપુરીના રહેવાસી સુદર્શન શેઠને ગ્રહણ કરાવ્યો. તે સુદર્શન શેઠને પ્રતિબોધ કરવા માટે શ્રી નેમિજિનેશ્વર પાસે દીક્ષા લેનાર, હજાર શિષ્યથી પરિવરેલા, ચૌદપૂર્વના ધારક થાવગ્ગાપુત્ર આચાર્ય ભગવંતનું વચન આ પ્રમાણે છે- હે સુદર્શન ! ધર્મ વિનય મૂળવાળો કહેલો છે, અર્થાત્ ધર્મનું મૂળ વિનય છે અને પ્રાયઃ કરીને સર્વધાતુઓમાં પણ સુવર્ણની જેમ સત્યકૃતિવાળાને જ વિનયની પ્રાપ્તિ થાય છે. તેથી કહ્યું છે કેको कुवलयाण गंधं, करेइ महुरत्तणं च उच्छृणं । लीलं वरहत्थीणं, विणयं च कुलप्पसूआणं ? ॥१॥ [उपदेशपद-१००५] - કમળોમાં સુગંધ કોણ કરે છે? અને શેરડીમાં મધુરતા કોણ કરે છે? શ્રેષ્ઠ હાથીઓની લીલા કોણ કરે છે? અને ઉત્તમકુલમાં ઉત્પન્ન થયેલાઓમાં વિનય કોણ કરે છે? केनाजितानि नयनानि मृगाङ्गनानां, को वा करोति रुचिराङ्गहान् मयूरान् । कश्चोत्पलेषु दलसञ्चयमातनोति, को वा करोति विनयं कुलजेषु पुंस्सु ? ॥२॥
મૃગલાઓની આંખોને કોણે આંજી? અથવા તો મોરલાઓને સુંદર પીંછાવાળા કોણ