________________
૪૮
આચારપ્રદીપ
કરે છે ? કમળોમાં દલનો સંચય કોણ કરે છે ? અથવા તો ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા પુરુષોમાં વિનય કોણ કરે છે? શ્રુત જ્ઞાનના અર્થીએ વિશેષ કરીને ગુરુ આદિના વિનયમાં પ્રવર્તવું જોઈએ. કારણ કે
ज्ञानामृतं गुरोः कूपा-दादातुमतलस्पृशः ।
धत्ते विनय एवायं, पादावर्त्तप्रगल्भताम् ॥१॥ ગુરરૂપી ઊંડા કૂવામાંથી જ્ઞાનરૂપી અમૃતને ગ્રહણ કરવા માટે આ વિનય જ અરઘટ (= રોંટ)ની ચતુરાઈને ધારણ કરે છે. તથા–
विणया नाणं नाणाओ दंसणं दंसणाओ चरणं पि ।
चरणहितो मुक्खो, मुक्खे सुक्खं अणाबाहं ॥१॥ વિનયથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનથી દર્શનની પ્રાપ્તિ થાય છે, દર્શનથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે, ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને મોક્ષમાં અવ્યાબાધ સુખ છે.
વિનયપૂર્વક જ ગ્રહણ કરેલું શ્રુત તરત જ સમ્યફ ફળને આપનારું થાય છે પણ વિનય વિના ગ્રહણ કરેલું શ્રત સમ્યફ ફળને આપતું નથી. અહીં આ દષ્ટાંત છે–
વિનય ઉપર શ્રેણિકરાજાનું દષ્ટાંત રાજગૃહ નગરમાં શ્રેણિક નામનો રાજા હતો. કોઈક વખત શ્રી વીર ભગવંતના મુખથી ચલ્લણાદેવીના સતીત્વ નિર્ણય આદિ ગુણોને જાણવાથી ખુશ થયેલા શ્રેણિક રાજાએ ચલ્લણાદેવીને કહ્યું કે- બીજી રાણીઓથી અતિવિશિષ્ટ એવો તારો મહેલ કેવો બનાવું ? તેણીએ કહ્યું કે– એક થાંભલાવાળો મારો મહેલ બનાવો. રાજાએ તેવો મહેલ બનાવવા માટે અભયકુમારને આદેશ કર્યો. અભયકુમારે સુથારોને આદેશ કર્યો અને તેઓ તેવા મહેલને યોગ્ય વિશિષ્ટ લાકડા માટે અટવીમાં ભમતા સુલક્ષણવાળા, મોટી છાયાવાળા, ઊંચા, પુષ્યવાળા, ફળવાળા, મહાશાખાવાળા, મોટા થડવાળા એક મોટા વૃક્ષને જોઈને આનંદિત થયા અને વિચાર્યું કે આ વૃક્ષ દેવ સહિત છે, અર્થાત્ દેવથી અધિષ્ઠિત છે. કારણ કે -
यादृशं तादृशमपि, स्थानं निर्दैवतं नहि ।
વિંદ પુનર્નક્ષણોપેતા, મહીયાંતો મહીડા? જેવું તેવું પણ સ્થાન દેવતા વિનાનું નથી હોતું તો પછી લક્ષણોથી યુક્ત મોટા વૃક્ષોની તો શું વાત કરવી ?
તેથી તે વૃક્ષને છેદવામાં અમારા સ્વામીને વિઘ્ન ન થાવ એમ વિચારીને તે વૃક્ષના