Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ધ.ધૂ. આચાર્ય શ્રી પુરુચાofટસૂરીશ્વ2જી મ.સા. Wલ્ટા થન આચાર્યદેવેશ શ્રીમદવિજય જયંતસેન સુરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્નવિજયજી મ.સા. વંદના સુખશાતા પૃચ્છા જાણશોજી. શ્રી અભિધાનરાજેન્દ્રકોષ' ગુજરાતી શબ્દાર્થમાં પ્રકાશિત કરો છો, જાણી આનંદ, ગુર્જરભાષી જનોને અત્યંત આવકાર ભર્યું થશે. તમારો શ્રમ પ્રશંસનીય છે. પૂ. વિદ્વર્ય આચાર્યદેવ જયંતસેનસૂરીશ્વરજી મહારાજને વંદના. સુખશાતા જણાવશો. દેવ-દર્શનમાં યાદ કરશો. ધર્મારાધનામાં અપ્રમત્ત રહેશો. પૂ. મુનિશ્રી વૈભવરત્નવિજયજી દ્વારા ભવિષ્યમાં પણ ઋતભક્તિ આગળ વધતી રહે એ જ શુભકામના પાઠવીએ છીએ. | પ.પૂ. આચાર્યશ્રી સૂચસૂરીશ્વરજી મ.રા. શશ પત્ર છે. 1.આ.શ્રી વિ. જયંતસેન સુરીશ્વરજી મ.સા. પૂ. મુનિ શ્રી વૈભવરત્નવિજયજી મ.સા. આદિ. વંદન સુખશાતા પૃચ્છા શ્રી જિનશાસનના ગગનાંગણે વિક્રમની ઓગણીસમી સદીમાં છવાઈ ગયેલ અનેક શાસનશણગાર પુણ્યપુરુષોની નામાવલિમાં તેજસ્વી તારલાની જેમ ચમકતા પૂજ્યપાદ આ.ભ. શ્રી રાજેન્દ્રસૂરિશ્વરજી મ.સા ના જ્યોર્તિમય જીવનનું ચિરંજીવ યશસ્વી સર્જન એટલે સાત ખંડમાં પથરાયેલ “શ્રી અભિધાન રાજેન્દ્રકોષનું ભગીરથ સર્જન !! શ્રી જીનાગમોમાં ઉપલબ્ધ હજારો પ્રાકૃત શબ્દોના અર્થો તથા તેના આગમાદિ સાહિત્યમાં મળતાં પાઠોનાપ્રચુર ઉલ્લેખો સાથેનો આ મહાગ્રન્થ 10560 પેજનું વિરાટ કદ, સાડા ચાર લાખ શ્લોક પ્રમાણ શબ્દકદ અને સાઠ હજારથી અધિક શબ્દોનો અર્થવિસ્તાર ધરાવે છે. જે દિવંગત આચાર્યશ્રીના તીવ્ર ક્ષયોપશમ, પ્રચંડ પુરુષાર્થ અને સક્ષમ શ્રુતસાધનાનો પરિચાયક છે. સાંપ્રત સમયની જરરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને જરૂરી સંક્ષેપ સાથે એને વધુ સરલ બનાવીને, હિન્દી તથા ગુજરાતી ભાષામાં એની પ્રસ્તુતિ કરવાનું જે ઉત્તમ કાર્ય તમે આવ્યુ છે તેની ખૂબ ખૂબ અનુમોદના સાથે એ જ અંતરઅભિલાષા કે આ કાર્ય સવાથી સફળતા સાથે વહેલી તકે પરિપૂર્ણ થાય અને અનેક જિજ્ઞાસુ-અભ્યાસુ આત્માઓ એના દ્વારા શ્રુતલાભ-સમાધિલાભ અને સિદ્ધિલાભ પ્રાપ્ત કરે. લિ.આ.રાજરત્નસૂરિ