Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/005932/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ का सारवास नामानारयाता याकिंडरगा। इणकारदामाऊंडवरन વ્યવહાર ચિત્ય, - વિનાય— વૈયાવસ્થ ચિત્ય | શ્રમણ ઔચિત્ય શિક્ષા | આહાર ઔચિત્યા Anारनामातम्यानबहानवममणाकडधाशाहायडया NARमाहिरा संघामवासघातलगाववासघाधादरा मकवाचवायनाचामलबासाथमाधवाचावापवास हावाममावासियातासासहबार सवक्षिासवणवश्व HMIोदाववियरजम्यपान सयमदिमाएका सलमानगरवासवानवानगरयातापरतापवश्य याकिंडरगालाचाथसाहााणकारखाचारा कारहामाइंडवरनारसाज्ञान तरवाहित्या वारनातिरयाणवणबहावय radहिरवासवासघन सुकवासनावीयवाससमलव हारवामनावासमातकणसासह mपदावदिगिरजप्रपात जासागरयावासदादानगरह यभरममावाचावासाह कारटामाकडवरनगरसाशा વિહોર ઔચિત્ય n यत्य शिक्षा SIC નેહાર ઓચિ ઉપકરણ ઔચિત્ય પંન્યાસ મુક્તિવલ્લભવિજય ISIGIANSavsaas JOUS3CSTIGIR JEESHASSAGE HOOSINGER Pelassie Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ઔચિત્યશિક્ષા આશીર્વાદ-પ્રેરણા-માર્ગદર્શન-સંશોધન પૂ. આચાર્યદેવશ્રીવિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજા પંન્યાસ મુક્તિવલ્લભવિજય :પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા Page #3 -------------------------------------------------------------------------- ________________ :પ્રાપ્તિસ્થાનઃ દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, કલિકુંડ તીર્થ ધોળકા-૩૮૭૮૧૦ વિ. સં. પ્રકાશન વર્ષ: વીર સં ૨પ૩ર ઈસ્વીસનું ૨૦૦૬ ૨૦૬ ૨ : મુદ્રકઃ ભરત ગ્રાફિક્સ ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. R. ફોન: ૦૭૯-૨૨૧૩૪૧૭૬, (મો) ૯૯૨૫૦૨૦૧૦૬ ૭ CS..! Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છત્રછાયામાં As અમારી શ્રી સંઘ સુંદર ધર્મ-આરાધના કરે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય શિખરબદ્ધ જિનાલય અને શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથના જિનમંદિરમાં દિવસભર ભક્તોની ભીડ જામે છે. વિશાળ આરાધના પ્લોટ, ઉપાશ્રય, આયંબીલભુવન તથા પાઠશાળા જેવા ધર્મસ્થાનોમાં પંચાચારની મનોહર રંગોળીઓ પૂરાય છે. અનેક પૂજ્ય ગુરુવર્યોની ઉપકારવર્ષોથી આ સંઘ ભાવિત અને પ્રભાવિત બનેલો છે. પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોના ચારિત્ર-ઉદ્યાન માટે વાસંતી વાયરા સમા આ પુસ્તકનું અમારા શ્રી સંઘના જ્ઞાનનિધિમાંથી પ્રકાશન કરતા હર્ષ અનુભવીએ છીએ. શ્રી ગીતાંજલિ . મૂ. જૈન સંઘ 6 સાંઈબાબા નગર, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨ S કિડ : પ્રકાશન વર્ષ : વિ.સં. ૨૦૬૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ ઔચિત્ય : ધર્મનો પ્રાણ છે s _ _ _ પૂ. ગચ્છાધિપતિ પૂ.આ.દે. શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા. આ પુસ્તકનું નામ છે - શ્રમણ ઔચિત્ય શિક્ષા. શિક્ષાના અનેક અર્થો થાય છે. પ્રસ્તુતમાં શિક્ષા એટલે જ્ઞાન અને અનુભવનું આદાન-પ્રદાન. જ્ઞાન અને અનુભવ મેળવવાના અનેક ઉપાયો છે. માતા-પિતા, વડીલો કે ગુરુ ભગવંતો આદિ દ્વારા જે પદ્ધતિપૂર્વક આપવામાં આવે અથવા તેમની પાસેથી જે વિનયાદિ વિધિપૂર્વક મેળવવામાં આવે તે ગુરુગમ શિક્ષા છે. મૌખિક કે લેખિત સ્વરૂપમાં જે અનુભવ કે જ્ઞાન પીરસવામાં આવે તેનું નામ ગ્રહણશિક્ષા. ફક્ત જ્ઞાનરૂપ જે શિક્ષણ અપાય તે ગ્રહણશિક્ષા. અને, પ્રવર્તન કરીને કે કરાવીને જે શીખવવામાં આવે તેનું નામ-આસેવન શિક્ષા. પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ આચરણની કુશળતા પ્રાપ્ત કરાવવી તેનું નામ આસેવન શિક્ષા. આચારવિષયક આ પુસ્તક પ્રહણ-શિક્ષાસ્વરૂપ છે. પરંતુ, વિકસિત અને પ્રબુદ્ધ કક્ષાના, આચારમાં વિશેષ આદર ધરાવનારા શ્રમણો માટે આ પુસ્તક આચરણવિષયક આસેવન શિક્ષાનું કાર્ય પણ કરશે. પ્રારંભિક કક્ષાવાળા માટે આ પુસ્તકનાં વાંચન અને સમજણ માટે ગુરુગમ કે યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન જરૂરી રહેશે. આચારશુદ્ધિની અત્યંતર રુચિ હશે તેને આ પુસ્તક ખૂબ ઉપયોગી નીવડશે. જીવનવ્યવહાર જ્ઞાન અને ક્રિયાથી ચાલે છે. તેથી શિક્ષાના બે પ્રકાર બતાવ્યા છે. ગ્રહણશિક્ષા એટલે જ્ઞાન અને આસેવનશિક્ષા એટલે ક્રિયા. ગ્રહણ અને આસેવન બંને પ્રકારની શિક્ષામાં વ્યવસ્થિત અને અનુભવી બનવાનું છે. ગ્રહણશિક્ષાના બે પ્રકાર છે : ૧. શેયવિષયક ગ્રહણશિક્ષા. ૨. હેયોપાદેયવિષયક ગ્રહણશિક્ષા. Page #6 -------------------------------------------------------------------------- ________________ શેયવિષયક ગ્રહણશિક્ષાનાં ચાર ફળ છે : ૧. સમ્યક શ્રદ્ધામાં દઢતા. ૨. અન્ય દર્શનની કે કપોળકલ્પિતવાતોની ભ્રમણામાંથી નિવૃત્તિ. ૩. સત્ય પ્રરૂપણા - સમ્યક પ્રરૂપણા ૪. સત્ય ચિંતન - સમ્યફ ચિંતન હેય અને ઉપાદેય બાબતોના અનેક ભેદો પડી શકે. ૧. સામાન્ય ભેદો, ૨. વિશેષ ભેદો, ૩. ભૂમિકાજન્ય ભેદો, ૪. અનુકૂળ કે પ્રતિકૂળ દ્રવ્યાદિને કારણે પડતા ભેદો, ૫. વિવિધ સંયોગો કે અવસ્થાઓને કારણે પડતા ભેદો. આ વિવિધ ભેદોના સંદર્ભમાં હેય-ઉપાદેય બાબતોને વસ્તુરૂપે કે ક્રિયારૂપે જણાવવી તે ગ્રહણશિક્ષા છે. વિવિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંદર્ભમાં કઈ બાબત ક્યારે મુખ્ય બને અને કઈ બાબત ક્યારે ગૌણ બને તેની સમજણપૂર્વકની આચરણની સૂઝ એ આસેવતશિક્ષા છે. આચરણ કરતા કરતા, આચરણવિષયક ચિંતન કરતા કરતા અથવા અનુભવીઓનાં સાનિધ્યમાં રહેતા રહેતા આ કુશળતા પ્રાપ્ત થાય છે. કાર્મિકી બુદ્ધીવાળાને અશ્રુત નિશ્ચિતતાથી અને આચરીને અનુભવ કરનારને કૃતનિશ્ચિતતાથી આસેવનશિક્ષા વ્યવસ્થિત પ્રાપ્ત થાય છે. વગર શીખે પણ ક્ષયોપશમ વિશેષથી કે પારિણામિક બુદ્ધિથી પણ આસેવનશિક્ષા પ્રાપ્ત થઈ શકે છે. ઔચિત્ય એક અત્યંત જરૂરી મહાન ગુણ છે. ઔચિત્ય એટલે વિવેકબુદ્ધિ. દરેક કાર્યમાં આ ઔચિત્ય નિયામક પરિબળ છે. • દરેક પ્રવૃત્તિમાં દ્રવ્યાદિની ન્યૂનતા કે અધિકતા ઔચિત્યગુણથી નિયંત્રિત થાય છે. • કઈ ક્રિયા કે પ્રવૃત્તિ માટે કયો અવસર છે અને ક્યો અનવસર છે તેની સૂઝ ઔચિત્યગુણથી આવે છે. • ક્યારે કઈ ક્રિયા ગુપ્ત કરવાની અને ક્યારે કઈ ક્રિયા પ્રગટ કરવાની તે વિવેક પણ ઔચિત્યથી આવે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ • કયા સંજોગોમાં કઈ આરાધનામાં ફેરફાર-વધઘટ કેટલા કરવાના તે વિવેક આપનાર પણ ઔચિત્ય છે. જો કે, આ ઔચિત્ય અને તેની શિક્ષાનો વિષય સર્વ ધર્મક્રિયાઓ અને સર્વ વ્યવહારો છે. પરંતુ, સર્વ રીતે પ્રરૂપણા કરી શકાય તેમ નથી માટે આંશિક બુદ્ધિ પરિકર્ષિત કરવાનો આ પ્રયાસ છે. આમાં લખેલ બાબતો પણ પરિસ્થિતિ અનુસાર ફેરવવાની હોય છે. માટે આ વાતો પ્રધાનરૂપે તથા રાજમાર્ગની જેમ ઔચિત્ય આચરણ માટેની સમજવી. આ બધી વાતો ઉપસ્થિત કરવાથી, અનુભવમાં મૂકવાથી અને અવસરોચિત આચરવાથી સ્વ-પરને અનેક લાભ થવા સંભવ છે. કેટલીક બાબતો વિશેષ પ્રસંગને અનુલક્ષીને કહેવામાં આવેલી છે. તે બાબતો તે તે પ્રસંગે આચરણમાં મૂકાય તો ઔચિત્યપૂર્ણ કહેવાય, તે સિવાય કરીએ તો અનુચિત કહેવાય. ઔચિત્યગુણ અપુનર્બલક દશાથી માંડીને ધર્માત્માને સર્વત્ર હોય છે. કેટલાક અજ્ઞાનને કારણે ઔચિત્ય ચૂકે છે તો કેટલાક રાગ-દ્વેષની ઉત્કટતાને કારણે ઔચિત્ય ચૂકે છે. અજ્ઞાનને કારણે જે ઔચિત્યભંગ થતો હોય છે તેનું નિવારણ કરવું તે આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ છે. આ પુસ્તકનાં વારંવારના પરિશીલનથી આચરણ શક્ય અને સાહજિક બનશે. ઔચિત્યગુણ એ ધર્મનો પ્રાણ છે. તે પ્રારંભથી હોવો જોઈએ. તે વિના વ્યવહારધર્મ ગુણપ્રાપક નથી બનતો. તે માટે આ પુસ્તક અને આવા પુસ્તકો જે ધ્યાનપૂર્વક વાંચે અને જીવનમાં ઉતારવાની ગરજથી વાંચવા ઈચ્છે તેવા જીવો આને યોગ્ય છે અને એવા જીવોને આ પુસ્તકનાં વાંચનથી જરૂર લાભ થશે. આ ઔચિત્યશિક્ષા લખીને લેખકે ઘણો લાભ મેળવ્યો છે અને વાંચનાર પણ આ શિક્ષા વાંચીને ઘણો લાભ પ્રાપ્ત કરશે. તેથી આ પુસ્તકને અપેક્ષાએ વિશેષ ઉપયોગી પુસ્તક કહી શકાય. લેખકની ભાવના અને પ્રયત્ન સાર્થક થાય એ જ અભિલાષા. શ્રમણ ઔચિત્ય શિક્ષાની જેમ શ્રાવક ઔચિત્યશિક્ષા પણ તૈયાર કરવી જોઈએ. લેખક હવે તે પણ તૈયાર કરે તેવી ભલામણ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભ-મુનિસુવ્રત-શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ૐ નમઃ સિદ્ધમ્ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરિભ્યો નમઃ અંતરના ઉદ્ગાર પૂ. પંન્યાસ શ્રી અજિતશેખરવિજય મ.સા. શ્રીસિદ્ધાંતમાં સાધુ અંગેની એક ચતુર્થંગી બતાવી છે. ચાંદીનો સીક્કો એમાં દૃષ્ટાંત છે. (૧) સીક્કો સાચો અને ઉપર છાપ ખરી. (૨) સીક્કો ખોટો પણ ઉપર છાપ ખરી. (૩) સીક્કો સાચો પણ છાપ વિનાનો. (૪) સીક્કો ખોટો અને છાપ પણ નહીં. સંયમ ગુણસ્થાનકોમાં રમતા અને સાધુવેશ વગેરેના ધારકો પ્રથમ નંબરમાં આવે. જેઓ સાધુવેશમાં છે, પણ સંયમના પરિણામો નથી ભાવથી સંયમભ્રષ્ટ થયા છે તેઓ બીજા નંબરે આવે. ભાવથી સંયમમાંસંવેગમાં રમતો હોય, પણ બાહ્ય વેશ વગેરેથી સાધુપણું ન હોય એ ત્રીજા નંબરમાં છે અને મિથ્યાત્વથી વાસિત તાપસ વગેરે ચોથા નંબરે છે. ત્રીજા નંબરમાં રહેલો સારો છે પણ પ્રથમ નંબરે રહેલો શ્રેષ્ઠ છે. બીજા નંબરે રહેલા વેશથી સાધુને પ્રથમ નંબરે-વાસ્તવિક સાધુ બનવા માટે અને વાસ્તવિક સાધુને પણ સંયમપર્યાયોને વિશુદ્ધ કરવા માટે આચાર સંપન્ન બનવું જરૂરી છે. આચારસંપન્ન બનવા આ ચાર અંગે વિશેષ જાગૃતિસાવધાની-ઉલ્લાસ અપેક્ષિત છે. - (૧) ગુરુસમર્પણ (૨) સહવર્તી સાધુસેવાસહાય-સ્નેહભાવ (૩) સૂક્ષ્મ સંયમ-સુવિશુદ્ધ સંયમ માટેની સાવધાનીસાવચેતી-સમજણ. અને (૪) સતત સ્વાધ્યાયમાં સુસ્થતા. વર્તમાનકાળમાં પ્રભુના (૧) દેહને પડતું દરેક દુઃખ આત્મા માટે મહાલાભકારી નીવડે છે (૨) કષાયો સંસારરૂપી વૃક્ષને લીલોછમ રાખવા સિંચનનું કામ કરે છે - દુઃખમય સંસાર વધારવાનું કામ કરે છે. (૩) સુખી થવા માટે (A) સામે ચાલીને આતાપના વગેરે કષ્ટ ઉઠાવવા જોઈએ (B) સુખશીલતા-સગવડ-અનુકૂળતાથી દૂર ભાગવું જોઈએ (c) કામના 7 Page #9 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વાકાંક્ષા-ઈચ્છાઓ-અપેક્ષાઓ રાખવી નહીં. (D) રાગ-દ્વેષ ન થાય, એની સાવધાની રાખવી જોઈએ. ઈત્યાદિ વચનો પર શ્રદ્ધા જે તીવ્રભાવે હોવી જોઈએ તે મંદ પડતી જાય છે. (૨) સંવેગ-વૈરાગ્ય દીક્ષાના દિવસે જે ઉછળતો હોય છે તે ઘસાતો જાય છે. (૩) શારીરિક શક્તિ સંઘયણબળ નબળું હોવાથી તથા પ્રદૂષિત આહાર-પાણી-હવા વગેરે કારણથી ઘસાતી જાય છે. (૪) અનુકૂળતા અને પ્રતિકૂળતા સામે ટકી જનારું સત્ત્વ પણ ઘટતું જાય છે. સામે પક્ષે બહારની દુનિયામાં (૧) અર્થસંજ્ઞા અને કામસંજ્ઞા પુરબહારમાં ખીલ્યા છે. કોઈપણ જાતના છોછ-શરમ-મર્યાદા વિના ચોતરફ એ લોકમાન્ય બન્યા છે. (૨) ઉપભોગના વિવિધ સાધનોની એક જબરી આકર્ષક દુનિયા ઊભી થઈ છે. મોબાઈલ જેવા સાધનો તો સાધુથી સાડા ત્રણ હાથ દૂર પણ રહ્યા નથી. (૩) હવે સાધુઓનો વાસ ગૃહસ્થોની વસતીની ખૂબ નજીક થઈ ગયો છે. (૪) ધર્મની અપેક્ષાએ શ્રાવક ગણાતા ગૃહસ્થોના પણ જીવનવ્યવહાર, વાતોનો ઝોક, વિચારધારા ખૂબ જ બહિર્મુખ થઈ ગયા છે. આની સીધી અસર સાધુજીવન પર પડી રહી છે. તો હવે સાધુના જીવનમાં પણ (૧) દોષિત વસતિ, શય્યા, વસ્ત્ર, આહાર વગેરે સહજ થવા માંડ્યા છે. (૨) છાપા-મેગેઝીન વગેરેના વાંચન ટેવની કક્ષા સુધી ફેલાવા માંડ્યા છે. (૩) સંઘોને સાચવવા માટે ચોમાસું, મૌન એકાદશી, દેરાસરની પ્રતિષ્ઠાના દિવસ, નવપદની ઓળી, વર્ષીતપનાં પારણાં વગેરે નિમિત્તે સતત અલગ ટુકડીમાં વિચરવાનું બાહ્ય પ્રવૃત્તિઓમાં પડવાનું વગેરે થવા માંડ્યું છે. (૪) ભક્ત શ્રાવકોનો પરિચય વધારવો, એમની આગ્રહભરી ઉત્કૃષ્ટ ભક્તિ વગેરે સ્વીકારવી વગેરે પરિસ્થિતિઓ આકાર લેવા માંડી છે. પરિણામે ગારવ, ઈર્ષ્યા, સ્પર્ધા વગેરે વધે એવી સ્થિતિ નિર્માણ થવા માંડી છે. સ્વાધ્યાય માટેના પ્રત-પુસ્તકાદિ સાધનો વધ્યા પછી ગોખવાનું ઘટે અને ભણવાનો રસ સુકાવા માંડે, વસ્ત્ર, પાત્રાદિ અત્યંત સુલભ થવા માંડ્યા પછી સંયમની કાળજી ઘટવા માંડે, શ્રાવકો તરફથી વંદન-સત્કાર-ભક્તિ વધતી જાય અને સાધના નબળી પડતી જાય વગેરે વિચિત્રતાઓ સર્જાય ત્યારે બુદ્ધિજીવી-નાસ્તિક-ધર્મષી ગુરુવિરોધી પરિબળોને દેવ-ગુરુ-ધર્મવિરુદ્ધ બોલવાના ભયંકર પાપનો મોકો મળી જાય છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ આવી પરિસ્થિતિ વચ્ચે પણ ઊંચા કુળના, ભણેલા, સંપન્ન યુવાનયુવતિઓ વગેરે સંસારની બધી અનુકૂળતાઓ છોડી પરમ વૈરાગ્યભાવે દીક્ષા લઈ આત્મકલ્યાણના માર્ગે આગળ વધી રહ્યા છે એ જોઈને હૈયું ઠરે છે ને ઉદ્ગાર નીકળી જાય છે પ્રભુ તુજ શાસન અતિ ભલું ! આવા ઉત્તમ મુનિવરોનું સંયમઉદ્યાન સંવેગ-વૈરાગ્ય-સાધનાથી સતત લીલુંછમ રહે, તે માટે ઉપકારી ગુરુભગવંતો વારંવાર વાચના પ્રસાદી દ્વારા પ્રેરણા સુધાનું સિંચન કરતા રહે છે. વિદ્વાન ચિંતક લેખક ગણિવર્યશ્રી મુક્તિવલ્લભવિજયજી મહારાજે શિષ્યોને વાચના આપતા-આપતા વર્તમાનકાળના પરિપ્રેક્ષ્યમાં ઉત્તમ સાધુજીવન માટે ઉપયોગી ઘણી-ઘણી વાતોને શાસ્ત્રોના આધારે અને ચિંતનના પ્રભાવે મુદ્દારૂપે ટપકાવી. આમાં સંયમની ચિંતા છે, સમર્પણભાવ માટેની ખેવના છે, સ્વાધ્યાયનો રસ ટકી રહે-વધે એના ઉપાયો વિચારાયા છે. સાધુઓ પ્રત્યે સ્નેહ-સહાયક ભાવ ઊભો રહે તેના માર્ગો બતાવાયા છે, શાસનની હીલના ન થાય એની સાવધાની દર્શાવી છે, ગ્રુપ, સમુદાય, ગચ્છ વચ્ચેના સૌહાર્દભાવ જળવાયેલા રહે તે અંગે ધ્યાન દોર્યું છે. ગુરુ, વડીલ સાધુ, ગ્લાન સાધુ, મહેમાન સાધુ વગેરે પ્રત્યેના ઔચિત્યભાવ અંગે માર્ગદર્શન છે, શ્રાવકવર્ગ વગેરે પણ દુર્ભાવના બદલે સદ્ભાવ પામે એ અંગે રસ્તા દોર્યા છે. પચીસમા તીર્થંકર સમાન સંઘ પ્રત્યે અહોભાવ વધતો રહે તે માટે દિશાસૂચનો કર્યા છે. એક હજારથી વધુ મુદ્દાઓ સર્વતોભદ્ર યંત્ર સમાન છે. આ સંકલન ઉપકારી ગુરુભગવંતોને શિષ્યોને સુંદર વાચના પ્રેરણા માટે સહાયક બનશે, સંયમ માર્ગે ઉછળતા ભાવે આગળ વધવા માંગતા સાધુ `માટે પાંચેય આચાર અંગે માર્ગદર્શિકા બનશે. મહાપુરુષોની ડાયરીમાં પ્રેરક સુવાક્યો હોય છે જે તેઓને સતત ઊર્ધ્વગામી બનવા પ્રેરક બનતા હોય છે. આ પુસ્તક ઊંચા ગુણસ્થાનકો-અધ્યવસાયો તરફ આગળ વધવા ઈચ્છતા અને ખરેખર ‘મહાત્મા’ બિરુદને શોભાવવા ઈચ્છતા સાધુઓ માટે સતત પ્રેરક બનતા સુવાક્યોની ડાયરીરૂપ છે. આના વાંચન-ચિંતનથી 9 Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીદસવૈકાલિક ગ્રંથની કિં મે કડ... વગેરે રૂપે આત્મચિંતન કરવાની સલાહનો ઉચિત અમલ થશે. મહારાજ સાહેબ ઈગ્લીશમાં શોર્ટ ફોર્મમાં M.S. કહેવાય છે. લેખક ગણિવર્યશ્રી ખરેખર સાધુજીવનને સ્પર્શતી બાબતો અંગે માસ્ટર ઓફ સર્જરી બની M.s. બન્યા છે. એમ આ મુદ્દાઓને વાંચતા સહજ લાગવા માંડે. દરેક નૂતન દીક્ષિત કે પર્યાવૃદ્ધ સાધુભગવંત આ પુસ્તકનું વારંવાર વાંચનપરિશીલન કરી પરમેષ્ઠી પદને શોભાવે એવી શુભેચ્છા છે. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્. મહાસુદ-૨, સંવત ૨૦૬૦ - અજિતશેખર વિજય... થાણા 10 Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનો ભેખ પરમતારક ચારિત્રધર્મનું આરાધન કરતા કરતા જૈન શ્રમણ' અંગે કેટલાક વિશિષ્ટ ખ્યાલો મનમાં સહજ રીતે પ્રસ્થાપિત થયા : ૧. લોકોત્તર એવા ચારિત્રધર્મનું પાલન કરનાર જૈન શ્રમણનું વ્યક્તિત્વ પણ લોકોત્તર છે. લૌકિક વ્યવહારો કરતાં લોકોત્તર વ્યવહારો સ્વાભાવિક રીતે જ ઊંચા હોવા ઘટે. લોકોત્તર ઔચિત્યની ઊંચાઈ લૌકિક ઔચિત્ય કરતાં ઘણી ઊંચી હોય. શિષ્ટ અને પ્રાજ્ઞ જનોની પ્રવૃત્તિ લૌકિક વ્યવહારનું મુખ્ય આલંબન છે. જ્યારે સર્વજ્ઞનાં વચનો અને સુવિહિત પરંપરા લોકોત્તર ઔચિત્યનાં કેન્દ્રમાં છે. તેથી સ્વાભાવિક રીતે જ તેનું સ્તર ઘણું ઊંચું હોવાનું. ૨. શ્રમણ એટલે સર્વજ્ઞપુત્ર. સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માનાં શાસનના વિરાટ ભાવ-વૈભવનો બડભાગી વારસદાર એટલે જૈન શ્રમણ. તેથી, જૈનશ્રમણ જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ હોય તે અપેક્ષા સહજ રહે. તેની સૂઝના આકાશની ક્ષિતિજો દૂર-સુદૂર વિસ્તરેલી હોય. તેથી તેનો વ્યાવહારિક ક્ષયોપશમ પણ અતિ તેજ હોય. ૩. પ્રભુશાસનની પરંપરા આગળની પેઢીઓ સુધી આગળ વધે છે : વ્યવહાધર્મના આચરણથી અને પ્રભુશાસનની પરંપરા તેના આરાધકને આગળના ભવોમાં પણ સંપ્રાપ્ત થાય છે ઃ નિશ્ચયધર્મના સેવનથી. તેથી આ બન્નેમાંથી એકેય ધર્મની ઉપેક્ષા ન ચાલે. : ૪. વ્યવહારધર્મના આસેવનથી નૈૠયિક ભાવધર્મની પ્રાપ્તિ અને શુદ્ધિ થાય છે. તેથી આચારધર્મનું ઉત્સાહપૂર્ણ પરિપાલન એ ભાવધર્મ ભણી પહોંચવાનો રાજમાર્ગ છે. આ રાજમાર્ગ ક્યારેય છોડાય નહિ. તેમ, માત્ર વ્યવહારધર્મમાં અટકી ન જવાય. નૈૠયિક ગુણપ્રાપ્તિનું લક્ષ્ય, જાગૃતિ અને તે માટેનો સક્રિય પ્રયાસ અનિવાર્ય છે. તેથી પળાતા આચારોમાં એવો પ્રાણ પૂરવો જોઈએ અને ભાવનાનાં રસાયણનો 11 Page #13 -------------------------------------------------------------------------- ________________ એવો સુંદર પુટ આચારને આપવો જોઈએ કે તે ભાવનાભાવિત આચાર વિશિષ્ટ ભાવનો જનક બની રહે. જિનોક્ત આચારોનાં પાલનમાં જેટલો ઉત્સાહ વધારે હોય, જિનેશ્વરદેવ સાથેનું અનુસંધાન જેટલું ગાઢ હોય, ચુસ્તતા, નિયમિતતા, વિધિકુશળતા, વિધિનિષ્ઠા, વિધિતત્પરતા, ઉપાદેયબુદ્ધિ અને ખેદાદિદોષરહિતતા વગેરે ગુણ જેટલા વધુ ભળેલા હોય તેટલા તે આચાર વધુ ગુણકારી બને. મોક્ષમાર્ગમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની સાપેક્ષતા ખૂબ જરૂરી છે. ભણવાનો અવસર હોય, સ્વાધ્યાયકાળ હોય અને તે વખતે શ્રમણ પ્રમાદ કરેકે સ્વાધ્યાયયોગની ઉપેક્ષા કરે તો જ્ઞાનાચારની અવજ્ઞા છે. પરંતુ, કોઈ ગ્લાન મુનિશ્રીની સેવાનો અવસર હોય અને તે અત્યંત જરૂરી કર્તવ્ય હોય ત્યારે પણ સ્વાધ્યાયયોગને પ્રધાન કરે અને ગ્લાનની ઉપેક્ષા કરે તો ભણતા ભણતા દર્શનાચારની અવજ્ઞા છે. તેથી કોઈપણ પ્રવૃત્તિની વિચારણા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને નજરમાં રાખીને કરવાની છે. દીક્ષા પૂર્વે કોઈ પણ મુમુક્ષુને પૂછો કે દીક્ષા શા માટે લેવી છે? તો તે કહેશેઃ મોક્ષ મેળવવા માટે... મોહનો નાશ કરવા માટે કર્મનો નાશ કરવા માટે.. દોષોના ક્ષય માટે... ગુણોની પ્રાપ્તિ માટે... સંસારની સમાપ્તિ માટે. કોઈ મુમુક્ષુ એમ નહિ કહે કે - • ભણી-ગણીને વિદ્વાન બનવા દીક્ષા લઉં છું. • મોટા પ્રવચનકાર બનવા દીક્ષા લઉં છું. • મહાન શાસન-પ્રભાવક બનવા દીક્ષા લઉં છું. તેથી, દીક્ષાનો મુખ્ય ઉદ્દેશ મોહનીયકર્મનો ક્ષયોપશમ છે. આ ઉદ્દેશ સતત નજર સામે રહેવો જોઈએ. સંયમધર્મની કોઈપણ પ્રવૃત્તિ કરતી વખતે પોતાના દોષાયનું પ્રણિધાન જરાય ખસવું ન જોઈએ, નબળું ન પડવું જોઈએ. 12 Page #14 -------------------------------------------------------------------------- ________________ ૮. મોક્ષમાર્ગ ઉત્સર્ગ-અપવાદમય છે. ગીતાર્થબુદ્ધિ વડે કે ગીતાર્થનિશ્રા વડે કોઈપણ અવસર ઉત્સર્ગનો અવસર છે કે અપવાદનો તે ઓળખતા આવડવું જોઈએ. અને, તે તે અવસરે કરણીયઅકરણીયનો ભેદ પારખીને જે યોગ્ય જણાય તેમ આચરણ કરવું. આજ્ઞાનિરપેક્ષ ઉત્સર્ષાતિરેકી કે અપવાદ પ્રચુર જીવન ન બની જાય તે જાગૃતિ ખૂબ જરૂરી છે. સંયમજીવનના અનેક યોગો છે. વ્યક્તિએ વ્યક્તિએ રુચિ અને ક્ષયોપશમ ભિન્ન ભિન્ન પ્રકારના હોવાથી દરેક શ્રમણનો દરેક યોગમાં સરખો ઉત્સાહ કે આવડત ન હોય. કોઈને સ્વાધ્યાય યોગમાં વિશેષ રસ હોય તો કોઈને વૈયાવચ્ચ યોગમાં વિશેષ રસ હોય. કોઈ યોગમાં વિશેષ રસ હોય તે દોષરૂપ નથી. પરંતુ આ રસ અન્ય યોગની અરુચિ, ઉપેક્ષા કે અનાદર લાવનારો ન બનવો જોઈએ. દરેક યોગ પ્રત્યે રુચિ અને આદર કેળવવા જોઈએ. ૧૦. ક્રિયાકુશળતા એ સમ્યકત્વનું એક ભૂષણ છે. જૈન શ્રમણ તો આ ગુણનો સ્વામી હોય જ. સાધુધર્મ કે શ્રાવકધર્મના તમામ આચારો અને ક્રિયાની જાણકારી મુનિને હોય. નિત્ય-આરાધનાની બાબતમાં તો તે વિશારદ હોય જ, નૈમિત્તિક આરાધનાની બાબતમાં પણ તે નિષ્ણાત હોય. જૈન શ્રમણ એ આચાર અને આરાધનાના ક્ષેત્રની ઓથોરિટી કહેવાય. ભક્ષ્યાભઢ્યની બાબત હોય, કધ્યાકષ્યની બાબત હોય, આવશ્યક ક્રિયાની બાબત હોય, પર્વોપાસનાની બાબત હોય, તપ-ત્યાગનો વિષય હોય કે તેવી જ અન્ય કોઈ બાબત હોય સાધુ ભગવંત આ દરેક બાબતના જાણકાર હોય. ૧૧. આજે શરીરબળ અને સત્ત્વબળ ખૂબ નબળા પડેલા છે. સાથે મનના ઉત્સાહને ટકાવી રાખવાનું પણ ખૂબ કપરું છે. ક્યારેક કોઈ વિશેષ આરાધના માટે મન ઉત્સાહિત થતું હોય ત્યારે શરીરબળ સાથ ન આપે. અને ક્યારેક શરીરબળને કોઈ બાધા ન હોય પણ મન પાંગળું બને. આ સ્થિતિમાં “યથાશક્તિ' શબ્દના મર્મને પ્રામાણિકતાથી સાચવવાનું મુશ્કેલ છે છતાં ખૂબ જરૂરી છે. 13 Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨. નબળા અને પડતા નિમિત્તો પુષ્કળ છે. જિનાજ્ઞાસાપેક્ષતા, ગુજ્ઞાપારતંત્ર્ય, શાસ્ત્ર સ્વાધ્યાય અને આચારચુસ્તતાની સખત કિલ્લેબંધી જ નબળા નિમિત્તોથી બચાવી શકે. ૧૩. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રમણ માટે એક સુંદર શબ્દ પ્રયોજાયો છે ? અસમાન. સાધુનું જીવન ગૃહસ્થનાં જીવનથી અસમાન હોય, ભિન્ન હોય. ગૃહસ્થ કરતાં તેની ભાષાશૈલી જુદી, આહારશૈલી જુદી, વસ્ત્રશૈલી જુદી, જીવનશૈલી જુદી અને વિચારશૈલી પણ જુદી. વિવિધ પરિસ્થિતિઓમાં ગૃહસ્થ જે રીતે વિચારે તેવી જ વિચારની દિશા જો સાધુ પણ પકડે તો તેના ચારિત્રને દૂષિત કરી નાંખે. ગૃહસ્થની વિચારણા મોટે ભાગે દેહકેન્દ્રિત, આલોકકેન્દ્રિત કે ભૌતિક સુખલક્ષી હોય છે. શ્રમણની વિચારદિશા તેનાથી જુદી હોય. ૧૪. તારકતત્ત્વો અને તારકયોગો પ્રત્યેનો ઉછળતો અહોભાવ નબળી આરાધનાને પણ સબળી બનાવી દેવા સમર્થ છે. તેથી અંતરમાં સદ્ભાવ અને અહોભાવ વધુને વધુ ઘુંટાય તે લક્ષ્ય ખાસ કેળવવા જેવું છે. ૧૫. મૂલગુણો રત્નતુલ્ય છે. તો ઉત્તરગુણો મંજૂષાતુલ્ય છે. રત્ન જેટલા કિંમતી હોય તેટલી તિજોરી પણ મજબૂત જોઈએ. ઉત્તરગુણોમાં જેટલી ચોકસાઈ અને ચુસ્તતા વધુ, તેટલી મૂલગુણની સુરક્ષા વધુ. આ બધા ખ્યાલોને આધારશિલા બનાવીને સંયમજીવન આચારસમૃદ્ધ, ભાવસમૃદ્ધ અને ઔચિત્યપૂર્ણ બનાવવા શું શું કાળજી રાખવી જોઈએ તેની વિચારણા કરતા કરતા આ સેંકડો મુદ્દાઓની એક નોંધપોથી તૈયાર થઈ. આજના વિષમકાળમાં ઘણ અત્યંત કડક ચરિત્રવાલન કરનારા સંયમીઓનાં દર્શન થાય છે ત્યારે હૈયું અહોભાવથી તે પૂજ્યોનાં ચરણોમાં ઝૂકી પડે છે. જેમનું શરીરબળ, સત્ત્વબળ અને મનોબળ તેવા ઉત્કૃષ્ટ કોટિના નથી તેવા આરાધકોને મુખ્યત્વે લક્ષ્યમાં રાખીને આ શિક્ષાપોથી તૈયાર કરાઈ છે. વર્તમાન દેશ-કાળને પણ નજરમાં રાખ્યા છે. આ મુદ્દાઓ એ ઉપરની સરહદરૂપ નથી પણ મોટેભાગે નીચેની લક્ષ્મણરેખા જેવા છે. 14 Page #16 -------------------------------------------------------------------------- ________________ કોઈક મુદ્દાઓ પાછળ સંયમ વિરાધનાથી બચવાનો હેતુ છે, કોઈકમાં આત્મવિરાધનાથી તો કોઈકમાં પ્રવચન વિરાધનાથી બચવાનો હેતુ છે. હેતુ સમજાઈ જાય તેવા છે તેથી મોટેભાગે હેતુઓની સ્પષ્ટતા કરી નથી. આ મુદ્દાઓ લખતી વખતે ઓનિર્યુક્તિ, પિંડનિયુક્તિ, દશવૈકાલિકસૂત્ર, પાક્ષિકસૂત્ર, પંચવસ્તુક ગ્રન્થ, ધર્મસંગ્રહ વગેરેમાં કંડારાયેલ શ્રામણ્યપથને ખ્યાલમાં રાખ્યો છે. સ્વ. પૂજ્યપાદ પ્રદાદાગુરુદેવ વર્ધમાન તપોનિધિ પૂ.આ.દે. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પૂ.આ.દે. શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા., પૂ. દાદા ગુરુદેવ શ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મ.સા., શ્રી સૂરિમંત્રસાધક પૂ. આ.દે. શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મ.સા., ભવોદિધતારક પૂ. ગુરુદેવ શ્રી વિજયજગવલ્લભસૂરીશ્વરજી મ.સા. આદિના સાન્નિધ્યમાં રહેતા તેઓશ્રીની વાચનાઓ, હિતશિક્ષાઓ અને જીવનચર્યામાંથી સંયમજીવનનો ખરો અર્ક મળ્યો. તે અર્ક આ શિક્ષાપોથીનું હાર્દ છે. આ સંપૂર્ણ શિક્ષાપોથી ગીતાર્થમૂર્ધન્ય પૂ. આ.દે. શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાએ, અનેકવિધ વ્યસ્તતાઓ વચ્ચેથી ખાસ સમય ફાળવીને ધ્યાનથી તપાસી છે. તેઓશ્રીએ ખૂબ મહત્ત્વના સુધારા સૂચવ્યા હતા, તે મુજબ પરિમાર્જન કર્યું છે. તદુપરાંત, પરમોપકારી પૂ. પંન્યાસ પ્રવર શ્રી પદ્મસેનવિજય મ.સા. એ પણ આ મુદ્દાઓ તપાસ્યા છે. વિદ્વદ્વર્ય આત્મીય પૂ. પંન્યાસ પ્રવર શ્રી અજિતશેખરવિજય મ.સા. એ પણ આ તમામ મુદ્દાઓનું ધ્યાનથી અવલોકન કર્યું છે અને એક સુંદર પ્રસ્તાવના દ્વારા આ શિક્ષાપત્રીને મંડિત કરી છે. સહવર્તી આત્મીય મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી અને મુનિરાજશ્રી હ્રદયવલ્લભવિજયજીએ પણ આ મુદ્દાઓનું અવલોકન કર્યું છે અને તેનાં સંકલનકાર્યમાં અનેક રીતે સહયોગી બન્યા છે. આ તમામના ઉપકાર અને સહકારનું કૃતજ્ઞભાવે સ્મરણ કરૂં છું. 15 Page #17 -------------------------------------------------------------------------- ________________ દેશ-કાળ, તૂટતા સત્ત્વબળ વગેરે અનેક પરિબળોને સાપેક્ષ રહીને આ મુદ્દાઓ લખાયેલા છે. તેથી તે સંદર્ભ નજર સમક્ષ રાખીને આ શિક્ષાપોથી વાંચવા વિનંતી. આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડ. પ્રચંડ પુણ્યાનુબંધી પુણ્યના યોગથી અને અનંત અનુગ્રહના પ્રભાવથી મળેલું આ અણમોલ ચારિત્ર જીવન સ-રસ બને, સફળ બને અને સાનુબંધ બને તે જ માત્ર ઝંખના. - મુક્તિવલ્લભવિજય 16 Page #18 -------------------------------------------------------------------------- ________________ ; : - ક .. ૧ •ાાાાાાાાાાાા . છે .......... ••• ૩૫ • ૫૧ અનુક્રમણિકા વિનય-વૈયાવૃત્ય ઔચિત્ય .. વ્યવહાર ઔચિત્ય. . ૩. આહાર ઔચિત્ય .... ૪. વિહાર ઔચિત્ય. ૫. નિહાર ઔચિત્ય. ૬. ઉપકરણ ઔચિત્ય.... ૭. પ્રતિલેખના-પ્રમાર્જના ઔચિત્ય.... ૮. પ્રતિક્રમણ ઔચિત્ય. ... ૯. સ્વાધ્યાય ઔચિત્ય સામાન્ય જ્ઞાન ઔચિત્ય. ૧૧. તપ-ત્યાગ ઔચિત્ય . ૧૨. ભાષા ઔચિત્ય .... ૧૩. પ્રભુભત્યાદિ આરાધના ઔચિત્ય... ૧૪. શરીરસંયમ ઔચિત્ય ૧૫. સંયમમર્યાદા ઔચિત્ય ... ૧૬. ઉપયોગ ઔચિત્ય ૧૭. પરિણતિલક્ષી ઔચિત્ય ... ........... ૬૫ iાત To ૧૦, સાચા , ઇ ... ઇ છે ૧૦૮ ૧૧૧ ૧૧૯ • ૧ ૨૪ પરિશિષ્ટો (હિતશિક્ષા પત્રસંપુટ) કારતક ચાતુર્માસી હિતશિક્ષાપત્ર ફાગણ ચાતુર્માસી હિતશિક્ષાપત્ર.. અષાઢ ચાતુર્માસી હિતશિક્ષાપત્ર.... ૪. સાંવત્સરિક હિતશિક્ષાપત્ર ૧૩૬ ૧૩૮ ૧૩૯ ૧૪૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ औचित्यमेकमेकत्र गुणानां राशिरकतः । । विषायते गुणग्राम औचित्यपरिवर्जितः -ધર્મબિન્દુવૃત્તિ ') એક બાજુ ઔચિત્યગુણ... અને, એક બાજુ ગુણોનો મોટો સમૂહ ! ઔચિત્ય વગરનો મોટો ગુણસમૂહ પણ વિષ રૂપ પરિણમે છે. आसन्नसिद्धियाणं लिंगं सुत्ताणुसारओ चेव । उचियत्तणे पवित्ति सव्वत्थ जिणम्मि बहुमाणा ।। -ઉપદેશપદ નિકટ મોક્ષગામી જીવોનું લક્ષણ છે સૂત્રોનુસારે સર્વત્ર ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિ (એટલે કે તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને અનુરૂપ પ્રવૃત્તિ). સૂત્રમાં આવા ઔચિત્યનું પ્રતિપાદન જોઈને તેના પ્રતિપાદક એવા શ્રી જિનેશ્વર ભગવંત ઉપર અત્યંત બહુમાનવાળો થાય છે અને ભગવદ્ બહુમાનથી ઔચિત્ય પ્રવૃત્તિ થઈ કહેવાય Page #20 -------------------------------------------------------------------------- ________________ 3 વિનય-વૈયાવૃત્યઔચિત્ય, ગચ્છાધિપતિ, આચાર્ય ભગવંત કે મુખ્ય વડીલ ગુરુ ભગવંત ઉપાશ્રયમાં પધારે, પોતાના આસન પરથી ઊઠીને બહાર પધારે અથવા તમારા આસનની બાજુમાંથી પસાર થાય ત્યારે તરત ઊભા થઈ જવું કોઈ પણ રત્નાધિક પોતાની જગ્યા પર પધારે તો તરત પોતાનાં આસનેથી ખસી જવું અને પોતાનું આસન પ્રદાન કરવું. નાના સાધુ મહારાજ વંદનાર્થે આવે ત્યારે અન્ય કાર્યમાં વ્યસ્ત ન રહેવું. સામે જોઈ બે હાથ જોડીને “મFએણ વંદામિ' કહેવું, હાથ મૂકવો, શાતા પૂછવી, અધ્યયન-આરાધના આદિના સમાચાર પૂછવા, યથાયોગ્ય ઉપબૃહણા કરવી. અન્ય મહાત્મા કોઈ વિશેષ પ્રયોજનથી પોતાની પાસે આવ્યા હોય તો અન્ય કાર્યની વ્યગ્રતા છોડી તેમનો આદર કરવો. ધ્યાનથી તેમની વાત સાંભળવી. પ્રતિક્રમણ માંડલી, ગોચરી માંડલી વગેરેમાં વડીલ પધારે તે પહેલાં પહોંચી જવું. માંડલીમાં મોડા પહોંચવું તે અવિનય છે. વિશેષ કારણથી માંડલીમાં પહોંચતા મોડું થાય તેવું હોય તો વડીલની અનુમતિ વાચી લેવી. ચોમાસામાં પાટ પર સુવાનું હોય ત્યારે વડીલો - રત્નાધિકો હજુ નીચે બેઠા હોય ત્યારે પાટ પર ચડી ન જવું સૂતી વખતે જ પાટ પર ૬. Page #21 -------------------------------------------------------------------------- ________________ s છે ચડવું. સ્વાધ્યાય-જાપ નીચે બેસીને કરવા. વડીલ નીચે બેઠા હોય અને કારણે વહેલા પાટ પર સૂવું હોય તો વડીલને પોતાની પાટ પર પધારી જવા વિનંતી કરી શકાય અથવા અનુમતિ લઈને પાટ પર સૂવું ૭. પોતે એક પ્યાલામાં માતરું કર્યું કોઈ વડીલ મહાત્માને પણ માતરું કરવું છે તો તેમને માતરું કરવા માટે અલગ ખાલી પ્યાલો આપવો. નાના મહાત્માના પણ પાતરા, તાપણી, દોરો, પેન, આસન વગેરે કોઈ પણ ઉપકરણ પોતાના વ્યક્તિગત કે માંડલીના પ્રયોજનથી લેવા હોય તો પૂછીને જ લેવા. ગોચરી ગયેલા મહાત્મા ગોચરી વહોરીને મકાનમાં પધારે ત્યારે થાકેલા જણાય તો તેમનાં કપડાં સૂકવી દેવાં. ૧૦. વિહાર કરીને પ્રાણૂર્ણક (મહેમાન) મહાત્મા પધારતા હોય તો સામે લેવા જવું વિહાર કરીને કોઈ મહાત્મા પધારે તો આવકાર આપવો. દોરી બાંધવી. તેમનાં કપડાં સૂકવવાં. ગોચરી માટેના ઘર બતાવવા. અથવા ગોચરી લાવીને વાપરવા વિનંતી કરવી. ૧૧. કોઈ મહાત્મા વિહાર કરીને જતાં હોય તો તેમને વળાવવા માટે થોડે સુધી જવું ૧૨. ગોચરી માંડલી, પ્રતિક્રમણ માંડલી, પ્રવચનસભા, જાહેર કાર્યક્રમ વગેરેમાં રાધિકનો ક્રમ જાળવવો. ૧૩. સામૈયા-વરઘોડા વગેરેમાં પણ વિશેષ વડીલોથી આગળ કે વડીલોની હરોળમાં ન ચાલવું. ૧૪. કોઈ સાધુ ભગવંતને ઓળી કે મોટી તપશ્ચર્યાનું પારણું હોય તો પારણું કરાવવા અવશ્ય હાજર રહેવું ૧૫. પોતાને નવી ઓળી આદિ કોઈ પણ તપશ્ચર્યાનો પ્રારંભ કરવાનો હોય, ઓળી આદિ મોટી તપશ્ચર્યાનું પારણું હોય, વિશિષ્ટ અધ્યયનનો Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૬. જિનાલય, રત્નાધિક મહાત્મા, સ્થાપનાજી, પુસ્તકો વગેરેને પગ ન થાય તે રીતે સંથારો કરવો. ૧૭. પ્રારંભ કરવાનો હોય... વગેરે વિશેષ પ્રસંગે તમામ રત્નાધિકને વંદન કરીને આશીર્વાદ મેળવવા. ૧૮. સ્થાપનાજીથી ઊંચા ન બેસવું. વિશેષ રત્નાધિકથી ઉચ્ચાસને ન બેસવું. જાડા આસને ન બેસવું. ચોમાસામાં રત્નાધિકથી ઊંચી પાટ પર ન સૂવું. વિહાર દરમ્યાન સ્થાપનાચાર્યજી પાકીટ વગેરેમાં રાખ્યા હોય તો, નાભિથી ઉપર રહે તે રીતે રાખવા. ૧૯. પુસ્તકને સાપડા, ટેબલ, વીંટીયા કે કામળી પર રાખવું, નીચે ન મૂકવું. ૨૦. પુસ્તક ખોળામાં રાખીને વાંચવું-લખવું હોય તો એક ચોખ્ખું કપડું ખોળામાં રાખી તેના પર પુસ્તક રાખવું. ૨૧. પુસ્તક-પેન વગેરે પડી ન જાય કે તેને પગ ન અડે તેનું ધ્યાન રાખવું. જમીન પર નીચે ન મૂકવા. ૨૨. કાપ કાઢતી વખતે વડીલોનો અને પોતાનો કાપ સાથે હોય તો પહેલાં રત્નાધિકનાં કપડાં લેવા, પછી જ પોતાના કપડાં લેવા. પોતાનાં કપડાંની પાછળ વડીલોનાં કપડાં તે જ પાણીમાં લેવા નહિ. જ ૨૩. લૂણાંનાં કાપમાં પણ પહેલાં વડીલોનાં લૂણાં લેવા. ૨૪. પહેલી તથા બીજી પોરિસીનું પાણી સમયસર લઈ આવવું . બીજી પોરિસીના પાણીની જરૂર મોડી પડવાની છે તેથી જ્યારે જરૂર પડશે ત્યારે લઈ આવશું તેવું ન રાખવું. વર્તમાન દેશ-કાળ-સંઘયણને ખ્યાલમાં રાખવા. ૨૫. માંડલીનું દરેક કાર્ય તેના સમયે કરવું. અવિલંબ તે વિનયનું ચિહ્ન છે. ૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૬. કામ ગમે તેમ પતાવી દેવું તે વેઠ કહેવાય. કામ વ્યવસ્થિત સમયસર કરવું તે કર્તવ્ય બજાવ્યું કહેવાય અને ખૂબ ઉલ્લાસ-અહોભાવથી કાર્ય કરવું તે ભક્તિ કહેવાય. માંડલીના કાર્યને પણ ભક્તિમાં કન્વર્ટ કરતાં શીખી જવું જોઈએ. ૨૭. માંડલીનું કાર્ય તે કર્તવ્ય છે, ફરજ છે. તેનાથી છટકવાનો પ્રયાસ ક્યારેય નહિ કરવો. વિશેષ કારણથી પોતાને સોંપાયેલું કાર્ય કોઈ દિવસે કરવાની અનુકૂળતા ન હોય તો વ્યવસ્થાપકને સમયસર વિનમ્રભાવથી જણાવવું ૨૮. બીજાને માંડલીનું કોઈ કાર્ય સોંપાયેલું હોય અને તે કાર્યની કોઈ દિવસે પ્રતિકૂળતા હોય તો તેવું કાર્ય કરવાનો ખૂબ ઉલ્લાસ અને તત્પરતા દાખવવા. વ્યવસ્થાપક મહાત્માને વારંવાર વિનંતી કરવી કે કોઈને પણ કોઈ પણ કાર્યની પ્રતિકૂળતા હોય તો માંડલીનાં તે કાર્યનો લાભ મને આપવાનો અનુગ્રહ કરશો. ૨૯. માંડલીનાં કાર્યમાં ક્યારેય પોતાની પસંદગી ન રાખવી. વ્યવસ્થાપક જ્યારે, જે અને જેટલાં કાર્ય સોપે ત્યારે, તે અને તેટલાં કાર્યો ખૂબ જ ઉત્સાહથી સ્વીકારવા-કરવા. માંડલીનાં કાર્યનો લાભ મળે તેની ખૂબ ધન્યતા અનુભવવી અને કોઈ કાર્યની વિનંતીનો અસ્વીકાર થાય અથવા મનગમતું કાર્ય ન મળે તો મનમાં ખેદ ન લાવવો. પરસ્પર મનદુઃખ થાય તેવી કાર્ય માટેની ખેંચાતાણી ન કરવી. ૩૦. માંડલીનાં કાર્યમાં કયારેય બીજાનો વાદ નહિ કરવો. બીજાને ઓછું કામ, મને વધારે કેમ? બીજાને વધારે કામ, મને ઓછું કેમ? બીજાને અમુક કામ, મને અમુક કામ કેમ? વગેરે. ૩૧. રત્નાધિક મહાત્મા ઊભા હોય, વ્યગ્ર હોય, ઉતાવળમાં હોય, વ્યસ્ત હોય કે વિક્ષિપ્ત હોય ત્યારે વંદન ન કરવા, તે સિવાયના સમયે વંદન કરવા. ૩૨. પદસ્થ મહાત્માઓને દિવસમાં બે વાર વંદન કરવા. અન્ય રત્નાધિક Page #24 -------------------------------------------------------------------------- ________________ મહાત્માઓને એકવાર તો અચૂક કરવા. સાંજે સૂર્યાસ્ત પહેલા વંદન કરી લેવા. પ્રતિક્રમણના સમયે છેલ્લી ઘડીએ વંદન કરવા ન નીકળવું ૩૩. મહેમાન મહાત્માને લેવા-મૂકવા જતી વખતે તેમની ઝોળી વગેરે ઊંચકી લેવી. ૩૪. ભિક્ષા આદિ કોઈ પણ પ્રયોજનથી બહાર જતી વખતે ગુરુ ભગવંતની રજા લઈને જવું. ગોચરી માટે કઈ તરફ જાઓ છો તેનો પણ ખ્યાલ આપવો. ૩૫. કોઈ પણ પ્રયોજનથી બહાર જઈને આવ્યા પછી ગુરુ ભગવંતને વડીલને આવી ગયાની જાણ કરવી. ૩૬. ગુરુ ભગવંતે-વડીલ મહાત્માએ કોઈ કાર્ય સોંપ્યું હોય તો તે તહત્તિ પૂર્વક સહર્ષ સ્વીકારવું અને કાર્ય પૂર્ણ થતાં તેઓશ્રીને તેની જાણ કરવી. ૩૭. ગુરુ ભગવંત અથવા વડીલ મહાત્મા બોલાવે અથવા કાંઈ પૂછે તો પોતાના આસન પર બેઠા બેઠા પ્રત્યુત્તર ન વાળવો. પરંતુ આસન પરથી તરત ઊભા થઈ તેમની પાસે તરત પહોંચી જવું અને વિનયપૂર્વક કાર્ય પૂછવું પ્રત્યુત્તર આપવો. ૩૮. રત્નાધિક સાધુભગવંતોને ગુરુવંદન વિધિપૂર્વક વ્યવસ્થિત કરવા. વંદનના ખમાસમણ ઊભા ઊભા દેવા. ઈચ્છકાર અને અભટ્ટીઓ સૂત્રના પાઠ સ્પષ્ટ અને ગદ્ગદ હૈયે બોલવા. ફટાફટ વંદન પતાવી ન દેવા. અહોભાવ સાથે વંદન કરવા. સામૂહિક ગુરુવંદનમાં અભુટ્ટીઓ એટલી ઝડપથી ન બોલવો કે વિશ્વમાન વડીલ પૂજ્યશ્રી બધાના હાથ ઉપર હાથ પણ ન મૂકી શકે. ૪૦. નાના સાધુ ભગવંત અભુટ્ટીઓ ખામે ત્યારે રત્નાધિકે અહમવિ ખામેમિ તુમ બોલવાનો અભ્યાસ પાડવો. ૪૧. ભક્તિભાવનાથી પ્રેરાઈને કોઈ સાધુ ભગવંત ગોચરીના કોઈ દ્રવ્ય આદિનો લાભ આપવાની વિનંતી કરે ત્યારે પ્રતિકૂળતા-ત્યાગ જેવું Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪૨. ૪૪. ૪૩. રત્નાધિક, ગ્લાન, વૃદ્ધ, બાળ, શૈક્ષક વગેરેના વસ્ત્ર-પાત્રાદિનું પડિલેહણ કરવું તે ભક્તિ છે. ખૂબ આદરપૂર્વક ભક્તિ કરવી. ધડાધડી ન કરવી. ખેંચાખેંચ ન કરવી. ૪૫. ૪૬. ૪૭. ૪૮. ૪૯. કોઈ વિશેષ કારણ ન હોય તો બને ત્યાં સુધી તેમની વિનંતીનો અનાદર ન કરવો. કારણવશાત્ વિનંતી સ્વીકારી ન શકાય તો પણ ખૂબ આદર અને વિનયપૂર્વક નિષેધ કરવો. ૫૦. સાધુ ભગવંત પડિલેહણની ભક્તિ કરવા આવે તો પણ તેમની વિનંતીનો અનાદર ન કરવો. નિષેધ કરવો હોય તો પણ તેમની ભાવનાનું બહુમાન કરવા પૂર્વક આદરસહિત નિષેધ કરવો. વડીલ મહાત્મા કોઈ કાર્ય સોંપે તો તે કાર્ય તરત કરવું, સરસ કરવું, સહર્ષ કરવું, વ્યવસ્થિત કરવું, પૂર્ણ કરવું એ કામ પૂર્ણ કરીને જણાવવું. અન્ય મહાત્માના સ્વાધ્યાય-ભક્તિ આદિનો ઉત્સાહ વધારવો, તોડવો તો ક્યારેય નહિ. ગ્લાનસેવા-વૈયાવચ્ચ માટે સદા તત્પરતા દાખવવી. દેરાસરમાં પાછળ વડીલ સાધુભગવંતો બેઠા હોય તો તેમની આગળ જઈને ઊભા ન રહેવું. ચૈત્યવંદન કરવા પણ તેમની પાછળ બેસવું. આમ કરવાથી આજ્ઞાપાલન દ્વારા પ્રભુની ભક્તિ જ થાય છે. બને ત્યાં સુધી ગુરુ ભગવંત-વડીલ મહાત્માની સાથે જિનાલયે જવું. સમૂહ ચૈત્યવંદનમાં પણ રત્નાધિકનો ક્રમ જાળવવો. સામૂહિક ચૈત્યવંદનમાં વિશેષ લાભ છે. વડીલ-રત્નાધિક મહાત્મા દેરાસરમાં ચૈત્યવંદન કરવા બેઠા હોય તો તેમની આગળથી પ્રદક્ષિણા ન કરવી, તેમની પાછળથી કરવી. ગાથા લેવી-આપવી હોય, વાચના લેવી હોય, શંકા પૂછવી હોય, પચ્ચક્ખાણ લેવું હોય, આલોચના લેવી હોય... વગેરે પ્રસંગે પહેલા વંદન કરવા. ε Page #26 -------------------------------------------------------------------------- ________________ પર. ૫૩. ૫૧. વાચના પૂર્ણ થયા પછી પણ વિદ્યાગુરુને વંદન કરવા. ગુરુ કે વિદ્યાગુરુ વડીલ મહાત્મા વાચના આપતા હોય અથવા કોઈ ખાસ વાત કરતા હોય ત્યારે વચ્ચે ન બોલવું. ગુરુ ભગવંતની રજા વગર એક પણ કાર્ય કરવું નહિ. ઉચ્ચ કોટિનો સમર્પણભાવ કેળવવો. વિશેષ આરાધનાના લોભથી પણ સમર્પણભાવ ન મૂકવો. ૫૪. રોજ પ્રવચન સાંભળવા જવાનું થતું હોય તો પણ પર્યુષણ, ચોમાસી ચૌદસ, ચાતુર્માસ પ્રવેશ, ચાતુર્માસ પરિવર્તન, જ્ઞાનપંચમી, મૌન એકાદશી જેવા પર્વો કે વિશિષ્ટ પ્રસંગોએ પ્રવચનમાં અવશ્ય જવું. વડીલોની શોભા વધે તેમ કરવું કોઈ જાહેર સ્થાનમાં વિશેષ પ્રવચન હોય ત્યારે સાથે જવું. ૫૫. વડીલ મહાત્માને કારણ વિશેષથી બહાર જવાનું થાય તો એક-બે મહાત્માએ અવશ્ય સાથે જવું. કોઈ મહાત્માને ડોકટર-વૈદ્યને બતાવવા જવાનું થાય ત્યારે વિશેષ | બિમારી ન હોય તો પણ એક મહાત્માએ તો સાથે અવશ્ય જવું. આવા પ્રસંગે ઉત્સાહથી જાય તેને વિશેષ આરોગ્યનું પુણ્ય-બળ મળે પ૬. છે. ૫૭. વરઘોડા-સામૈયા-ધામધૂમનો રસ કેળવવો નહિ. તેમ, વરઘોડા સામૈયા-પૂજા-પૂજન વગેરમાં જવાનો કંટાળો પણ ન રાખવે, શાસનની શોભાનું કાર્ય છે. વડીલની ઈચ્છા જાણીને તે મુજબ ભાગ લેવો. ૫૮. વિનય, સમર્પણ, પ્રજ્ઞાપનીયતા આદિ ગુણો કેળવવા દ્વારા ગુરુજનોની નીતરતી કૃપાદૃષ્ટિને ઝીલવી. ૫૯. વડીલોની આપણી ઉપર વિશેષ કૃપાદૃષ્ટિ હોય તો તેનો ગેરલાભ ઉઠાવવો નહિ. વડીલોનાં અંતરમાંથી બીજાનું સ્થાન ખસે તેવા પ્રયત્નો ક્યારેય કરવા નહિ. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૬૦. ૬૧. ૬૨. ૬૩. ૬૪. ૬૫. ૬૬. સાધુ ભગવંતોને સહાયક બનવાની એક પણ તક ચૂકવી નહિ. રોજ સવારે ઊઠીને ઉપયોગ મૂકો કે - કયા મહાત્માને વિશિષ્ટ તપ ચાલે છે ? - કયા મહાત્મા ગ્લાન છે ? કયા મહાત્મા સેવ્ય અને વિશેષ પૂજ્ય છે ? - કોની વિશેષ સેવા આજે કરવા યોગ્ય છે ? - કયા મહાત્મા ગુરુનિર્દિષ્ટ કોઈ વિશિષ્ટ કાર્યમાં રોકાયેલા છે ? તેથી, કોના પ્રતિલેખનાદિ વૈયાવચ્ચ આજે મારે વિશેષ કર્તવ્ય છે ? વિહારમાં માતરું કરવું હોય ત્યારે ખભે ઊંચકેલ પોથી કે પાકીટ ઉતારવાનો ખાસ ઉપયોગ રાખવો. પોથી-પાકીટ વગેરેમાં દવા-ઔષધિ વગેરે હોય તો તે પોથી-પાકીટ દેરાસરમાં પ્રવેશ કરતા પૂર્વે બહાર ઉતારવાનો ખાસ ઉપયોગ રાખવો. ખાસ કરીને, ચાલુ વિહાર દરમ્યાન વચ્ચે કોઈ દેરાસરમાં દર્શન કરતી વખતે આ ભૂલ થવાની સંભાવના છે. કોઈ મહાત્માએ વિશેષ તપ પૂર્ણ કર્યો, વિશેષ ગ્રન્થ પૂર્ણ કર્યો, સારું સ્તવન બોલ્યા, સારી અજિતશાંતિ બોલ્યા, પ્રથમવાર પક્ષીસૂત્ર બોલ્યા, ગ્લાનની જોરદાર સેવા કરી, સરસ પ્રવચન આપ્યું... વગેરે પ્રસંગોમાં સરસ ઉપબૃહણા કરવી. ગુરુ મહારાજ કે વડીલ મહાત્મા પર્યુષણમાં પ્રવચન, પ્રતિક્રમણ, જન્મવાંચન માટે અથવા અન્ય મહાત્માના સંઘાટક તરીકે કોઈ સંઘમાં આરાધના કરવા જવાનું કહે તો ઉલ્લાસથી સ્વીકારી લેવું, ના ન પાડવી. સંઘ આપણી આરાધનામાં આપણને અનેક રીતે સહાયક છે. આપણી ખૂબ કાળજી અને ભક્તિ કરે છે. સંઘનું ઋણ અદા કરવાની આ અણમોલ તક છે. પોતાની વ્યક્તિગત આરાધના થોડી ગૌણ કરીને પણ સંઘની આરાધનામાં સહાયક બનવું. કોઈ ગ્લાનની સેવા માટે ક્યાંય રોકાવું પડે કે હોસ્પીટલમાં સાથે રહેવા જવાનો અવસર આવે ત્યારે સહર્ષ તે અવસરને વધાવી લેવો. ८ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૬૭. ૬૮. ૬૯. ૭૦. ૭૧. ૭૨. ૭૩. ૭૪. વિહારમાં કે દેરાસર વગેરે સ્થળે જતા-આવતા કોઈ પણ સાધુ મહાત્મા સામે મળે ત્યારે મસ્તક નમાવીને બે હાથ જોડીને ભત્થએણ વંદામિ’ કહેવું. ૭૫. રત્નાધિકના-વડીલ પૂજ્યોનાં કપડાં, લૂણાં, પાતરી, ટોકસી વગેરે ભૂલથી પણ વપરાશમાં ન આવી જાય તેનો ઉપયોગ રાખવો. કોઈ મહાત્મા કોઈ ચીજ વાપરવા માંગે તો તરત ઉલ્લાસથી આપવી. મહાત્માનો લાભ મળ્યાની ધન્યતા અનુભવવી. કદાચ તે ચીજ તેમનાથી તૂટે, ફૂટે, બગડે તો પણ મન ન બગાડવું. ગુરુ મહારાજ વડીલ વગેરેના અભ્યુત્થાનાદિ વિનય બરાબર સાચવવા. બહારથી પધારે ત્યારે દાંડો-કામળી, કપડાં વગેરે લઈ લેવા તથા વસ્ત્રો સૂકવવા. નાના સાધુ મહારાજને પણ ‘તું’ કારથી બોલાવવા નહિ. કોઈ સાધુ-ભગવંતને બીજાની પડિલેહણ વગેરેની ભક્તિ નહિ લેવાની ટેક કે તેવી જ તીવ્ર ઈચ્છા હોય તો તેમને નારાજ કરીને પણ ભક્તિ કરવાનો આગ્રહ ન રાખવો. સવારે ઊઠતાંની સાથે અને રાત્રે સૂતી વખતે ગુરુદેવનાં ચરણોમાં મસ્તક રાખી આશીર્વાદ મેળવવા. સ્થાપનાચાર્યજી જ્યાં હોય ત્યાં જઈને ક્રિયા કરવી. વિશેષ કારણ સિવાય સ્થાપનાજી ખસેડવા નહિ. સ્થાપનાચાર્યજી પર તડકો આવતો હોય, ઉજેહી આવતી હોય તો આદરથી બાજુમાં પધરાવવા અથવા તડકો-ઉજેહી ન આવે તેમ કરવું. ૭૬. સ્થાપનાચાર્યજીનું પડિલેહણ કરતી વખતે મુખનો ઉચ્છ્વાસ ન લાગે તેનું ધ્યાન રાખવું અને હાથ સહેજ પાણીથી સ્વચ્છ કરીને પછી જ સ્થાપનાજીનું પડિલેહણ કરવું. ૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૭૭. ૭૮. ૭૯. વિહારમાં વડીલ મહાત્માની સાથે ચાલવું તેમ વૃદ્ધ કે ગ્લાન મહાત્માની સાથે કોઈએ અવશ્ય ચાલવું. એકલા ન મૂકવા. સવારે પડિલેહણ બાદ સજ્ઝાય કરીને ઉપયોગના આદેશ વડીલ ગુરુ ભગવંત પાસે માંગવા. વડીલ કે રત્નાધિક હાજર હોય તો જાતે મનમાં ન માંગી લેવા. ગુરુ ભગવંત કે વડીલ પૂજ્યશ્રી સવારે રાઈ પ્રતિક્રમણ કે જાપ કરતા હોય ત્યારે તેઓશ્રી પાસે સજ્ઝાયના આદેશ માંગવા ઉચિત નથી. ક્રિયામાં વિક્ષેપ ન કરવો. ૮૦. વિદ્યાગુરુનો વિશેષ વિનય કરવો. વસ્ર-પ્રતિલેખન, પાત્ર પ્રતિલેખન આદિ ભક્તિ કરવા તત્પર રહેવું. ૮૧. ગોચરી વાપરવાનું શરૂ કરતા પૂર્વે ‘વાપરું છું તેમ કહીને વડીલશ્રીની રજા લેવી. ૮૨. લોચ પછીની ક્રિયા બાદ તમામ રત્નાધિકને અવશ્ય વંદન કરવા. ૮૩. પોતાની દરેક દીક્ષાતિથિએ પૂજ્ય વડીલોના આશીર્વાદ લેવા, હિતશિક્ષાની વિનંતી કરવી. ૧૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર ઔચિત્ય છે ૧. જે છે ગૃહસ્થની હાજરીમાં ગોચરી સંબંધી વાતચીત બને ત્યાં સુધી કોડભાષામાં પણ ન કરવી, કરવી જ પડે તો કાનમાં ધીમેથી કરવી. સમૂહમાં બેઠા હો ત્યારે બે વ્યકિતએ અંદરોઅંદર ખાનગીમાં ધીમા અવાજે કોઈ ચાલુ વાત પણ કરવી નહિ. ઠલ્લા-માત્રા સંબંધી ડિલભૂમિ વગેરે બાબતની વાતચીત બને ત્યાં સુધી ગૃહસ્થની હાજરીમાં ન કરવી. જુગુપ્સા વગેરે દોષો સંભવિત છે. ગૃહસ્થની હાજરીમાં ક્યારેય કોઈ બાબતની ચર્ચામાં પરસ્પર ઉતરવું નહિ. ફાવે તો મકાનમાં આખો દિવસ પાંગરણી ઓઢીને જ બેસવું. ગૃહસ્થોની સામે તો પાંગરણી અવશ્ય ઓઢવી. વિજાતીયની હાજરીમાં અચૂક ઓઢેલી રાખવી. આગેવાનો, ટ્રસ્ટીઓ, અજેન વ્યક્તિઓ, કોલેજીયન યુવાનો, શિક્ષિતો કે હાઈ સોસાયટીના માણસો સામે પાંગરણી ઓઢ્યા વગર ન જ રે બેસવું છે બેસતી વખતે ઢીંચણ નીચેના પગ ઢંકાઈ જાય તે રીતે ચોલપટ્ટાથી પગ ઢાંકેલા રાખવા. પ્રવચનસભામાં જાહેરમાં કે ગૃહસ્થોની હાજરીમાં ખેળીયાનો ઉપયોગ કરવાનું બને ત્યાં સુધી ટાળવું. ઉપયોગ કરવો જ પડે તો બીજાને જુગુપ્સા ન થાય તે રીતે ઉપયોગ કરવો. s Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ૯. જાહેરમાં - અન્યની હાજરીમાં અધોભાગમાં ખંજવાળવું નહિ. ૧૦. વાતો કે સ્વાધ્યાય અન્યને વિક્ષેપ થાય તે રીતે મોટા અવાજે ન કરવા. ૧૧. દિવસના સમયે પણ અન્ય મહાત્મા આદિશ્રમ વગેરે કારણથી સૂતેલા હોય તો તેમની ઊંઘમાં વિક્ષેપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ૧૨. કોઈ મહાત્મા ગ્લાન હોય તો આપણી વાતચીત-સ્વાધ્યાય તેમને વિક્ષેપક ન બને તેનું ખાસ ધ્યાન રાખવું. ૧૩. કોઈ પણ કાર્ય સોપતી વખતે સામેની વ્યક્તિનો મૂડ બરાબર જાણી લેવો. ૧૪. કોઈને કોઈ સૂચન, ઠપકો, પ્રેરણા કરવા હોય ત્યારે મૂડ બરાબર તપાસી લેવો. યોગ્યતા અને અવસર જોઈને જ સૂચનાદિ કરવા. કોઈ ગૃહસ્થને દવા વગેરે કોઈ ચીજનો લાભ આપવાનો હોય ત્યારે તેની શક્તિ અને ભાવનાનો પૂરો અંદાજ મેળવીને પછી જ કાર્ય સોપવું. આ કાર્ય અધિકૃત વડીલ મહાત્માનું છે, તેમણે ચોકસાઈ કરીને પછી જ ગૃહસ્થને કાર્ય ભળાવવું. ૧૬. ખૂબ ભાવિક અને શક્તિસંપન્ન હોય તો પણ એકના એક ગૃહસ્થને આર્થિક ઘસારો પહોંચે તેવા લાભ વારંવાર ન આપવા. ૧૭. દાનના સુત્યો કરવાની પ્રેરણા પ્રવચનમાં જનરલ કરી શકાય, પરંતુ વ્યક્તિગત પ્રેરણા કોઈને ન કરવી. સામેથી દાનની ભાવના વ્યક્ત કરે તો તેની ભાવના અને રુચિનો અંદાજ મેળવીને, સાધુજીવનની મર્યાદામાં રહી યોગ્ય માર્ગદર્શન આપી શકાય. ૧૮. જેની આર્થિક ચિંતા પોતે કરવી પડે તેવું કોઈ પણ કાર્ય ઉપાડવું નહિ. કોઈ પણ પ્રકારના આર્થિક કારભારમાં પડવું નહિ. ૧૯. જે ઔષધ-ઉપકરણાદિનો ખપ પડે તે વસ્તુનો સીધો લાભ ગૃહસ્થને આપવો પણ પૈસા રાખવા કે રખાવવા નહિ. ન્ય ૧૨ - ૧૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ગોચરી વહોરવા આદિ પ્રયોજનથી બહાર જતી વખતે ઉપર અતિમેલો કપડો ઓઢીને ન જવું. ૨૧. કપડાનો કાપ જલ્દી નહિ કાઢવો તેમ વર્તમાન દેશ-કાળની અપેક્ષાએ કપડાં અતિશય મેલાં પણ નહિ થવા દેવા. મેલાં કપડાં સાધુનું ભૂષણ છે તે છતાં મેલાં કપડાં વર્તમાન વિષમ કાળમાં નિંદા-જુગુપ્સાનું કારણ ન બને અને કોઈ અધર્મ ન પામે તે પણ ખ્યાલમાં રાખવું. ૨૨. ૨૩. ૨૪. ૨૫ ૨૭. કોઈની વિશેષ વાત ચાલતી હોય, તો તે વખતે ત્યાં વચ્ચે જવું નહિ. બીજાની વાતમાં પૂછ્યા વગર વચ્ચે બોલવું નહિ. ૨૮. વાતવાતમાં પૂછ્યા વગર પોતાનો અભિપ્રાય આપવો નહિ અને બીજાના અભિપ્રાયને તોડવો નહિ. વિશેષ નુકસાનકારક બાબત હોય તો શાંતિથી વિનયપૂર્વક જણાવી શકાય. ૨૬. સમૂહમાં કોઈ વિષયની વાત-ચર્ચા ચાલતી હોય ત્યારે વચ્ચે કોઈની સાથે વાર્તાલાપનો પોતાનો અલગ દોર ચાલુ ન કરવો. અંદરોઅંદર ગુપસુપ ન કરવી. કોઈ ગૃહસ્થ વંદન કરે ત્યારે ધર્મલાભ આપવો. ખૂબ મોટા અવાજે બોલવું નહિ, ખૂબ ઝડપી ન બોલવું, ખૂબ ઉતાવળથી ચાલવું નહિ, ઘાંઘાં થઈને કામ કરવું નહિ. કોઈ અજાણી વ્યક્તિ ઉપાશ્રયમાં આવે ત્યારે તેમને સંકોચ થાય રીતે તેમની સામે જોયા ન કરવું. કદાચ કોઈ અજ્જૈન, અજાણ્યા અથવા ધર્મક્ષેત્રમાં નવા હોય તો તેમને સંકોચ ટળે તે માટે તેમના આગમનનું પ્રયોજન પૂછવું. વડીલ ગુરુભગવંતને કે અન્ય કોઈ સાધુ ભગવંતને મળવા માટે કોઈ ગૃહસ્થ આવ્યા હોય અને જેમને મળવા આવ્યા છે તે મહાત્મા હાજર ન હોય તો પણ આવનાર ગૃહસ્થને સંતોષકારક વ્યવસ્થિત જવાબ આપવો. ૧૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૯ કોઈ અજેન સંત, મોટા રાજકીય નેતા કે અન્ય ક્ષેત્રની પ્રતિષ્ઠિત વ્યક્તિ મળવા આવે ત્યારે શાસનનું અને શ્રમણપદનું પૂરેપુરું ગૌરવ જળવાય અને આવનારનું પણ ઔચિત્ય સચવાય તેવો વ્યવહાર કરવો. પોતાના માટે અથવા અન્ય સાધુ ભગવંત સાથે હોસ્પીટલ કે દવાખાને જવાનું હોય તો સામાન્ય સ્વચ્છ-ચોwાં કપડાં ઓઢીને જવું. ૩૧. મકાનની ઉપયોગમાં લેવાની બધી જગ્યા સ્વચ્છ રાખવી. કોઈ ગૃહસ્થ સાથે મિત્ર-સ્વજનનો વ્યવહાર ન કરવો. “આવો-પધારો જેવા આવકારવાચક શબ્દો ન પ્રયોજવા. જાય ત્યારે “આવજોપધારજો જેવા શબ્દોથી વ્યવહાર ન કરવો. હાથ મીલાવવા, ખભે હાથ મૂકવો વગેરે ગૃહસ્થોચિત વ્યવહાર ન કરવો. ૩૩. કયા સમયે કયો યોગ - કયો વ્યવહાર પ્રધાન છે તે પારખતા આવડવું જોઈએ. – ૪ - ૧૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ આહાર-ઔચિત્ય ૩. કોઈના ઘરે ભિક્ષાર્થે ગયા, કોઈ ચીજ પ્રથમ નજરે જ દોષિત લાગી, દોષિતનો નિર્ણય થઈ ગયો. દોષિત છે માટે તે ચીજ વહોરવાની નથી તો હવે તે ચીજ માટે લાંબી પૂછપરછમાં પડવું નહિ, તે ચીજ વહોરવી નહિ. વાપરીને પોતાની જગ્યા લૂછ્યા વગર ઊભા થઈ જતા ન રહેવું. કોકમ, પાંદડા વગેરે ગોચરીમાં આવ્યા હોય તે શક્ય બને તો વાપરી જ લેવા. કદાચ ન જ વપરાય તો વાપરીને ઊઠતી વખતે જાતે લઈને રાખમાં ચોળીને વિધિપૂર્વક પરઠવી દેવા, રાખના પ્યાલામાં રાખી ન મૂકવા. કોઈ પણ ગામમાં જૈનનો લત્તો, જૈનોના ઘર વગેરે બરાબર યાદ રાખવા. કોઈ એક બિલ્ડીંગ-સોસાયટીમાં અમુક જૈનોનાં અને અમુક અજૈનોના ઘર હોય તો જૈનોનાં ઘર ક્યાં છે તે યાદ રાખવા. ગોચરીમાં કઈ ચીજ કયા ઘરેથી વહોરી તેનો પણ શક્ય બને ત્યાં સુધી ખ્યાલ રાખવો. ક્યારેક કોઈ એક ચીજની કપ્યતા બાબત - ગુર્વાજ્ઞાથી વિશેષ ચોકસાઈ કરવી પડે ત્યારે ઘર ખ્યાલ હોય તો કામ લાગે. કોઈ એક ઘરે અમુક ચીજની વિનંતી કરી પણ ખપ ન હોવાથી ન લીધી. તો પણ તે ઘર ખ્યાલ રાખવું પાછળથી, તેની બિમાર વગેરેના કારણે) આવશ્યક્તા જણાય તો જઈ શકાય. -૧૫ ~ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૬. ૭. ૮. ૯. રસ્તા, બિલ્ડીંગ, ઘર યાદ રાખવા માટે કોઈ બોર્ડ, દુકાન, મંદિર વગેરેની નિશાનીથી ધારણા કરી લેવી. કોઈ એક ગામમાં ચાતુર્માસ કે માસકલ્પ જેવી મોટી સ્થિરતા હોય ત્યારે નીચેની બાબતો સામાન્યથી ખ્યાલમાં રાખી લેવી. - વહેલી રસોઈ થઈ જતી હોય તેવા ઘર. - બપોરે બીજા ઘરો કરતાં જમવાનો સમય જે ઘરમાં મોડો હોય તેવા ઘર. - સામાન્યથી જૂદા જૂદા ઘરની રસોઈની પ્રણાલિકા. - બપોરે કે સાંજે ગરમ દૂધ સ્વાભાવિક ઉપલબ્ધ હોય તેવા ઘર. - કોરી રોટલી સ્વાભાવિક ઉપલબ્ધ હોય તેવા ઘર. - ચોપડ્યા વગર ખાખરા સેવાનો રિવાજ હોય તેવાં ઘર. - રાત્રીભોજન ત્યાગવાળાં ઘર - ઉકાળેલું પાણી વાપરતા હોય તેવાં ઘર. - વરસીતપ જેવી તપશ્ચર્યા ચાલતી હોય તેવાં ઘર. - સ્વાસ્થ્ય આદિના કારણે મોળી રસોઈ વાપરતા હોય તેવા ઘર. - · ગ્લાન કે તપસ્વી મહાત્માને યોગ્ય ચીજો સ્વાભાવિક રીતે ઉપલબ્ધ થતી હોય તેવા ઘર. ગોચરી જનાર સાધુ-ભગવંતોએ આવી બધી માહિતી વ્યવહારિક સૂઝથી જાણી લેવી જોઈએ. સવાર-સાંજની ગોચરી માટે નજીકના વિશેષ ઘરો ખાસ ખ્યાલ રાખવા. બપોરની ગોચરી માટે બને ત્યાં સુધી દૂરના ઘરો પસંદ કરવા. દૂરના લત્તામાં ગોચરી જવાથી નિર્દોષતા પણ વિશેષ જળવાય અને ભાવ પણ વિશેષ હોય. તે રીતે, ઉપરના માળો પર રહેતા ઘરોમાં જવાનો અનેરો ઉત્સાહ રાખવો. ૧૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ગોચરી માટે ઘરોનું વિભાગીકરણ એવી રીતે કરવું કે એકના એક ઘર જલ્દી રિપીટ ન થાય. ભક્તિઘેલાં ઘરોમાં ગોચરી વહોરતી વખતે વિશેષ સાવધાની રાખવી. નિષ્કારણ દોષિત વહોરાવી ન દે તેની કાળજી રાખવી. વધારે વહોરાવી દે તેની પણ કાળજી રાખવી. ન સંસારી સ્વજનો-ભક્તો વગેરેનાં ઘરોમાં પણ વહોરવામાં વિશેષ સાવધાની રાખવી. નિષ્કારણ દોષિત થવાની વિશેષ સંભાવના છે. શહેરમાં નિર્દોષની વૃત્તિથી દૂર વહોરવા જતા હોઈએ પણ ત્યાં નજીકમાં અન્ય ઉપાશ્રય હોય તો ત્યાં કોઈ સાધુ-સાધ્વીજી બિરાજમાન હોય તો દૂર ત્યાં જવાનો હેતુ સચવાય નહિ. માટે ખાત્રી કરી લેવી. ત્યાં વારંવાર ન જવું. કોઈ વિશિષ્ટ ચીજની સહુથી પહેલાં વિનંતી કરે, અથવા અત્યંત આગ્રહપૂર્વક તે ચીજની વિનંતી કરે તો તે ચીજની નિર્દોષતા નક્કી કરવા વિશેષ ચોકસાઈ કરવી. ૧૫. એકના એક ઘરોમાં રોજ જવાથી દોષિત થવાની સંભાવના છે. ૧૬. ચાતુર્માસ કે માસકલ્પ જેવી લાંબી સ્થિરતામાં ગોચરી માટે લત્તા પાડેલા હોય અને નિયમિત ક્રમથી તે તે લત્તાનો વારો રાખો તો પણ દોષિત થવાની સંભાવના છે. દા.ત. આપણા લત્તામાં દર મંગળવારે આવે છે તેવો ખ્યાલ હોય તો ગૃહસ્થ મંગળવારે વિશેષ તૈયારી રાખે. ૧૭. વસ્તુની નિર્દોષતાને પકડવા માટે ઈન્દ્રિયોનો ઉપયોગ બરાબર મૂકવો. દા.ત. (A) બીજી કોઈ રસોઈ બનેલી દેખાતી નથી પણ માત્ર ૩-૪ ગરમાગરમ રોટલી જ છે અને તેનો ખૂબ આગ્રહ રાખે છે. તો સંભવિત છે કે, તમને આજુબાજુનાં ઘરમાં આવેલા જોઈ, બીજું કાંઈ તૈયાર ન હોવાથી ફટાફટ ૪-૫ રોટલી કરી દીધી હોય. ૧૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ (B) મહાત્માને આવતા જોઈને ગેસ બંધ કર્યો હોય તો, તાજો બંધ કરેલો છે તે ગંધથી ખ્યાલ આવી જાય. (C) મહાત્માને બાજુમાં આવેલા જોઈ ફટાફટ પાપડ શેક્યા હોય તો પાપડ તાજા શેકેલા છે તે ગંધથી ખ્યાલ આવી જાય. (D) ઘરના સભ્યો કોઈ ચીજ માટે અંદરોઅંદર ગુસપુસ કરે તો તેનાથી પણ થોડો અણસાર આવી જાય. (E) વગર પૂછ્યું કોઈ ચીજ માટે વારંવાર એવો પરિચય આપે છે કે, મહારાજ સાહેબ! આ તમારા માટે નથી બનાવ્યું તો તે વસ્તુની ખાસ ચોકસાઈ કરવી. ૧૮ કેટલાક ચાલાક ભક્તો, સાધુને ઉદ્દેશીને બનાવેલી વિશિષ્ટ ચીજ, પોતાના ઘરે સાધુ મહારાજને શંકા આવી જશે તે ખ્યાલથી છૂપી રીતે પડોશીના ઘરે વહોરાવવા મોકલી દેતા હોય છે. આવી ચાલાકીથી સાવધાન રહેવું ૧૯ બિલ્ડીંગમાં નીચેથી વહોરતા વહોરતા ઉપર જવું જેથી - (A) ચડવામાં શ્રમ ઓછો લાગે. (B) સીધા ઉપર ચડો તો નીચેવાળાને ખ્યાલ આવી જાય અને લાભાકાંક્ષી હોય તો વસ્તુ ગરમ કરવા જેવી કોઈ ગરબડ કરી નાંખે. ગૃહસ્થ લાભાકાંક્ષી હોય અને કેસર-બદામવાળા દૂધની વિનંતી કરેઆગ્રહ કરે અને તેનું પ્રમાણ થોડું હોય તો સાદુ દૂધ જ વહોરવું. મોટું ગ્રુપ હોવાથી બે-ત્રણ ઝોળી ગોચરી માટે નીકળતી હોય તો એકના એક એરિયામાં બે ઝોળી ભેગી ન થાય તે રીતે વ્યવસ્થા ગોઠવવી.. કોઈ બિલ્ડીંગમાં કે એરિયામાં અન્ય કોઈ સાધુ-સાધ્વીજી વહોરવા ગયાનો ખ્યાલ આવે તો બને ત્યાં સુધી ત્યાં જવાનું ટાળવું. - ૧૮ ૨૦. ૨૨. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૩. કોઈ ઘરમાં પ્રવેશ કરતા ખ્યાલ આવે કે, અંદર અન્ય કોઈ સાધુસાધ્વીજી મહારાજ વહોરે છે તો અંદર ન જવું પણ તે ઘર જો અત્યંત ભાવિક હોય તો તે ઘર છોડીને જતા ન રહેવું. બહાર એક ખૂણામાં ઊભા રહેવું. સાધુ-સાધ્વીજી વહોરીને નીકળી જાય પછી લાભ આપવો. અથવા ૨-૪ ઘરે જઈ ફરી ત્યાં આવી લાભ આપવો. ૨૪. કોઈ પ્રસંગ વિશેષે કોઈ શ્રાવકનાં ઘરે પગલાં હોય, ચાતુર્માસ પરિવર્તન કરેલું હોય, અતિથિ સંવિભાગના તપસ્વીને ત્યાં વહોરવા જવાનું થાય, ક્ષીરસમુદ્રનું પારણું હોય વગેરે પ્રસંગે ગોચરી દોષિત થવાની શક્યતા છે. વિવેકથી કાળજીથી વહોરવું. ૨૫. સાધુ-મહારાજની તપશ્ચર્યા-પચ્ચકખાણની બને ત્યાં સુધી ગૃહસ્થને ખબર પડવા ન દેવી. ગોચરી જનાર સાધુ ભગવંતે બધા મહાત્માનું આહાર-પ્રમાણ, પચ્ચકખાણ, ત્યાગ, વિશેષ અભિગ્રહ, રુચિ, સ્વાથ્યની અનુકૂળતા -પ્રતિકૂળતા વગેરે બાબતોનો સંપૂર્ણ ખ્યાલ રાખવો. ગોચરી ગણતરીપૂર્વક લાવવી, આડેધડ ન લાવવી. ગોચરી વહોરતી વખતે ચીજનું પ્રમાણ અને વહોરાવનારનો ભાવોલ્લાસ ખ્યાલમાં રાખીને વિવેકપૂર્વક વહોરવું. ૨૯. કોઈ ઘરમાં પ્રવેશ કરતાં અંદર કલહ જેવું વાતાવરણ લાગે તો તે ઘરમાં ન જવું. ૩૦. ક્યારેક કોઈ ચીજનો ખાસ ખપ હોય અને અમુક ઘરથી મળવાની પૂરી સંભાવના હોય તો - સામાન્ય ઉદીરણાથી તેમને સ્મૃતિ થઈ જાય તો ઠીક, નહિતર સીધી વાંચા કરી લેવી. બીજું શું છે? બીજું શું છે? આવા પ્રશ્નોથી મૂંઝવી નહિ નાખવા. ૩૧. ગ્લાન માટે ફળ વગેરે વિશેષ ચીજની આવશ્યક્તા હોય અને સૂચના કરવાની હોય તો ઘર ભાવવાળું છે તેટલું જ માત્ર નહિ જોવું સંપન્નતા જોઈને સૂચના કરવી. ૧૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨. દૂધ, શાક, ફળ, મીઠાઈ, મેવા જેવી વિશિષ્ટ ચીજો નિર્દોષ હોય, પ્રમાણ પણ પૂરતું હોય અને વહોરાવનારનો ભાવોલ્લાસ પણ ખૂબ હોય તો પણ, એક ઘરેથી વધારે નહિ વહોરવી. વિવેક જાળવીને વહોરવું ૩૩. બહારથી “ધર્મલાભ' બોલીને જ ઘરમાં દાખલ થવું બને ત્યાં સુધી, અંદરથી પ્રતિસાદ મળે પછી જ ઘરમાં પ્રવેશ કરવો. બાલમુનિ જેવા કોઈ ખાસ મહાત્માના ઉદ્દેશથી વહોરાવે તો તે ઉદ્દેશથી ન વહોરવું કોઈ પણ વાપરશે તેવી ચોખવટ કરીને વહોરવું. વહોરતી વખતે એવું કોઈ નિમિત્ત નહિ આપવું કે, આપણા નીકળ્યા પછી આપણા નિમિત્તે ઘરમાં કોઈ વિખવાદ થાય. ૩૬. ગોચરી માટે નીકળતા રસ્તામાં કોઈ ઘરમાંથી વિનંતી કરે તો બને ત્યાં સુધી પહેલી વિનંતીનો અનાદર નહિ કરવો. નમસ્કાર મહામંત્ર, ગૌતમસ્વામીનું નામસ્મરણ વગેરે મંગલ કરીને ગોચરી માટે નીકળવું. ગોચરી વગેરે ભક્તિનો ખૂબ ઉલ્લાસ દાખવવો ઉત્સાહથી લાભલબ્ધિ વિકસે છે. વધઘટની ગોચરી લાવવા માટે તત્પરતા દાખવવી. ગોચરી વહોરવા જતી વખતે મનમાં નેગેટીવ વિચારણા ન લાવવી, ગોચરી મળશે તો ખરી ને? નહિ મળે તો શું કરીશું? આવા વિકલ્પો મનમાં ન લાવવા. ૪૦. સંયોગોવશાતુ ગોચરી ન મળે, અનુકૂળ ન મળે, પૂરતી ન મળે તો મનમાં જરા પણ દીનતા ન લાવવી. “મળે તો સંયમવૃદ્ધિ, ન મળે તો તપોવૃદ્ધિ - એ સૂત્રથી આત્માને ખૂબ ભાવિત કરવો. ૪૧. બને ત્યાં સુધી દાબડીયા પદ્ધતિ ન રાખવી. ઝોળીનો ઉપયોગ કરવો. ૪૨. ચેતના ચુસ્ત ઢાંકણાવાળા રાખવા. ૪૩. નિર્દોષની ખેવના સાથે મહાત્માઓની ભક્તિનો પણ ખૂબ ખ્યાલ - ૨૦ - ૨૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪૪. ૪૫. ૪૬. ૪૭. ૪૮. ૪૯. ૫૦. ૫૧. કરવો. વહોરેલી વસ્તુ એવી રીતે લાવવી કે, ગ્લાનાદિની ભક્તિ થાય. દા.ત. ઉષ્ણ પ્રવાહી દ્રવ્ય ઉપલબ્ધ થયું હોય તે ચેતના જેવા માપસરના સાધનમાં વહોર્યું હોય તો ઉષ્ણ રહે. પ્રવાહીદ્રવ્ય રસ્તામાં છલકાય નહિ અને તરપણીનો દોરો, ઝોળી, કપડા વગેર ખરડાય નહિ તેની કાળજી રાખવી. ગોચરી વહોરતા-વહોરીને લાવતા દોરો, ઝોળી, પલ્લા, કપડો વગેરે બગડ્યા હોય તો આવીને તરત તેનો કાપ કાઢી લેવો. ગોચરીનાં દ્રવ્યથી ઝોળી-કપડો વગેરે રસ્તામાં વધારે પડતા બગડ્યા હોય તો પછી તેવી હાલતમાં ગોચરી માટે વધારે ન ફરવું. તરત મકાને પાછા આવી જવું. ગોચરી જતા પૂર્વે લઘુનીતિ-ગુરુનીતિની શંકા હોય તો ટાળીને પછી જ નીકળવું. ગોચરી જતી વખતે લૂણું અને પરસેવાનો ટુકડો અવશ્ય સાથે લેવા. ગોચરી દરમ્યાન પરસેવો થાય તો તરત લૂછી નાંખવો. ઉનાળાની ઋતુમાં ખૂબ પરસેવો થતો હોય ત્યારે કોઈ પણ ઘરમાં પ્રવેશ કરીને પહેલાં મુખનો પરસેવો લૂછીને પછી જ ઝોળીમાંથી પાતરું બહાર કાઢવું. મકાનમાં આવ્યા બાદ પણ પહેલા મુખનો પરસેવો લૂછીને પછી જ ઝોળીમાંથી પાતરા બહાર કાઢવા. ગોચરી નીકળતી વખતે ઝોળીની ગાંઠ બરાબર બાંધવી. બાંધેલી હોય તો બરાબર ચેક કરી લેવી. ગોચરી નીકળતી વખતે તમામ પાતરા-તરપણી-ચેતનાનું દૃષ્ટિપડિલેહણ કરી લેવું. ચેતના-તરપણીમાં લૂણું. નવકારવાળી, દોરો વગેરે કોઈ ચીજ પડેલી ન હોય તે તપાસી લેવું. ૫૨. બને ત્યાં સુધી, પાતરાનું પડિલેહણ કર્યા બાદ તેમાં નવકારવાળી, દોરો વગેરે મૂકી રાખવાની આદત ન પાડવી. ૨૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ૩. પાણીના ખાલી ઘડામાં પુસ્તક, લૂણું નવકારવાળી જેવી કોઈ પણ વસ્તુ મૂકવાની આદત ન પાડવી. ૫૪. વહોરીને આવ્યા બાદ ગોચરી વડીલ મહાત્માને અચૂક બતાવીને પછી જ મૂકવી. વડીલ માંડલીમાં પધારવાના જ છે તેથી ગોચરી જોવાના જ છે તે પદ્ધતિ ન રાખવી. ગોચરી વાપરવા આવવાના હોય તો પણ બતાવીને જ મૂકવી. દરેક ચીજ ઉપર-નીચે કરીને બતાવવી. માત્ર નામ જણાવી ન દેવા. ૫૫. ગોચરી વહોરતી વખતે પણ ચેતના સરપણી વગેરેમાં દૃષ્ટિ કરીને પછી વહોરવું પદ. સાકર, સુંઠ, પીપરામૂળ, જીરું વગેરે વસ્તુ ઢાંકણામાં કઢાવી, બરાબર જોવડાવીને પછી જ વહોરવી. તેવી કોઈ પણ ચીજ અલગ નાના પાત્રમાં ટોકસી વગેરેમાં લેવી. સીધી દૂધ વગેરેમાં ન નખાવવી. મકાને આવ્યા બાદ ધ્યાનથી ચેક કરીને પછી જ તેનો ઉપયોગ કરવો. પ૭. દૂધ વગેરે મીઠું-મોળું જેવું હોય તેવું વહોરવું. દૂધમાં સાકરની અપેક્ષા ન રાખવી. કદાચ જરૂરી હોય તો પણ ખાંડ વહોરવી, બુરું (દળેલી ખાંડ) બને ત્યાં સુધી ન લેવું. ખાંડનો ડબ્બો હાથવગો હોય, બુરું શોધવું પડે. , કોઈ એક ઘરમાંથી વહોરીને નીકળ્યા બાદ ગૃહસ્થને કોઈ વિશેષ ચીજ યાદ આવે અને તેની વિનંતી કરે તો, બને ત્યાં સુધી તે ચીજ માટે પાછા ન ફરવું. ૫૯. શ્રાવક ઉપાશ્રયે ગોચરીની વિનંતી કરવા આવે અને વાનગીનું નામ દઈને પધારવાની વિનંતી કરે તો હળવાશથી તેને વિવેક આપવો કે આ રીતે વાનગીના નામ આપીને વિનંતી નહિ કરવી. ૬૦. ગોચરીવહોરીને સાધુમહારાજ મકાનમાં આવે ત્યારે આવતાની સાથે તેમને કોઈ પણ બાબતનો ઉપાલંભન આપવો. દા.ત. કેમ આટલું બધું મોડું થઈ ગયું? કેમ આટલી બધી ગોચરી લઈ આવ્યા? વગેરે. - ૨૨ - ૫૮. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૬૧. ૬૨. ૬૩. ૬૪. ૬૫. ૬૬. ૬૭. ૬૮. ૬૯. ૭૦. ૭૧. ૭ર. ગોચરી વહોરીને મકાનમાં પ્રવેશ કરતી વખતે નિસીહિ નમો ખમાસમણાણું મત્થએણ વંદામિ’ બોલવું. ગોચરી માંડલીમાં જ વાપરવી. કારણ વિશેષથી અલગ વાપરવી પડે તો ગુરુ મહારાજની-વડીલની અનુમતિ લઈ લેવી. ગોચરી વહેંચવાનું કાર્ય વડીલે અથવા વડીલે નીમેલા અનુભવી મહાત્માએ કરવું. ગોચરી વહેંચવામાં સામાન્યથી વડીલ-રત્નાધિકનો ક્રમ જાળવવો. ગોચરી વહેંચતી વખતે વાપરનાર મહાત્માઓની અનુકૂળતાપ્રતિકૂળતા, સ્વાસ્થ્ય, અભિગ્રહો, તપશ્ચર્યાનાં ઉત્તરપારણાં-પારણાં, માંદગી વગેરેનો ખ્યાલ કરીને વહેંચવું. એકાસણાવાળા મહાત્માઓને ગોચરી વહેંચવામાં વધુ વિલંબ ન થાય તેનું ધ્યાન રાખવું. ગોચરી માંડલી બેસે તે પૂર્વે પાણીના ઘડા, લૂછણીયું વગેરે લાવી રાખવું. માખીઓ ઘણી હોય તો ચૂનો પણ બાજુમાં લાવી રાખવો. ગોચરી માંડલીમાં સહુથી પહેલાં પહોંચીને તરપણીના દોરા છોડી દેવા, આ પણ માંડલીની ભક્તિનો એક પ્રકાર છે. ગોચરી માટે જેમની તર૫ણી લઈ ગયા હો, તે તરપણીના દોરા આવીને તરત તે મહાત્માને આપી દેવા. પોતાના પાત્રમાં વહેંચાયેલી ચીજવસ્તુમાંથી થોડું ચોખ્ખું રાખવું અને લાભ આપવા માટે અન્ય મહાત્માને વિનંતી કરવી. થિયરી રૂપે ગોચરીના દોષોનું બરાબર જ્ઞાન મેળવવું. અને, અનુભવીની સાથે સંઘાટ્ટક તરીકે રહી પ્રેક્ટીકલ જ્ઞાન મેળવવું. માંડલીમાં આવેલા ગોચરીના પાત્રમાં શું શું આવ્યું છે ? તે જોવાની ઉત્સુક્તા ન રાખવી. ૨૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૭૩. વહેચાતું હોય ત્યારે કે વાપરતી વખતે અન્ય મહાત્માનાં પાત્રમાં નજર ન કરવી. ૭૪. વાપરવાની બાબતમાં બને ત્યાં સુધી કોઈને કોઈ વણમાંગી સલાહ ન આપવી. વિનંતીરૂપે કહેવામાં વાંધો નહિ. ૭પ. વાપરતી વખતે ભક્તિભાવથી કોઈ મહાત્મા કોઈ ચીજની વિનંતી આગ્રહ કરે કે પાત્રમાં મૂકી દે તો નારાજ ન થવું ઉશ્કેરાટ ન કરવો. ત્યાગ કે વિશેષ પ્રતિકૂળતા ન હોય તો મહાત્માની આગ્રહપૂર્ણ વિનંતીનો આદર કરવો. ૭૬. ત્યાગ કે પ્રતિકૂળતાને કારણે મહાત્માની વિનંતીનો સ્વીકાર ન થઈ શકે તેવો હોય તો પ્રેમથી, સૌમ્યતાથી, મૃદુતાથી, આદરપૂર્વક, વિનયપૂર્વક ના પાડવી. ૭૭. ગોચરીને વખાણવી નહિ, વખોડવી નહિ. ભોજનકથા ન કરવી. ૭૮. એંઠા મુખે બોલાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી. અનાભોગથી પણ એંઠા મુખે બોલાઈ જાય તો દશખમાસમણ વગેરેનો દંડ રાખવો. ૭૯. બને ત્યાં સુધી બીજીવાર ન મંગાવવું મંગાવવું જ પડે તો ગુરુ-વડીલને પૂછીને મંગાવવું અને આવશ્યક દ્રવ્ય જ મંગાવવા. વિશિષ્ટ ચીજ ખાસ લાવવા માટે બીજી વાર ન જવું અન્યને ન મોકલવા. કારણે છુટું પચ્ચખાણ હોય તો પણ ત્રણથી વધુ ટંક ન થાય તે લક્ષ્યમાં રાખવું ઔષધ વગેરે પણ તે ટંક વખતે જ લઈ લેવા. એક આસને બેસીને જ વાપરવું. ગોચરી માંડલીમાં વાતો કરવી જ નહિ. ગોચરી સંબંધી જરૂરી પૂછપરછ, વહેંચવાની પ્રક્રિયા વગેરે માટે જરૂરી બોલવું પડે તે પણ ખૂબ ધીમા અવાજે બોલવું ૮૨. ગોચરી કે અન્ય કોઈ પણ બાબતથી વિવાદ, વિખવાદ, મનદુઃખ, ઉગ્રતા ન થાય તે ખાસ લક્ષ્યમાં રાખવું. ૮૦. ૨૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૮૩. ગોચરી એવી રીતે વાપરવી કે ખાખરા જેવી કડક વસ્તુનો પણ અવાજ ન થાય. સબળકા, ઘૂંટડા વગેરેનો અવાજ ન થાય. ૮૪. તે તે ક્ષેત્રના લોકોના જમવાના સમયને ખ્યાલમાં રાખી ગોચરી વહોરવા માટે નીકળવું ૮૫. પોતે ગોચરી લાવ્યા અને કદાચ વધારે ઓછું આવ્યું અકથ્ય આવ્યું પ્રતિકૂળ આવ્યું તો પણ પોતે લાવ્યા તે બરાબર લાવ્યા છે તેવું પુરવાર કરવા આયાસ ન કરવો. ચર્ચામાં ન ઊતરવું. ૮૬. બધા સાધુ મહાત્મા ગુણીયલ છે, સંસારત્યાગી છે, આત્મસાધક છે, પરમેષ્ઠિપદે બિરાજમાન છે તે ખ્યાલમાં રાખી કોઈ સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર ન કરવો. ગોચરી વહેંચતી વખતે ઉપરથી ફેંકવી નહિ. નીચે નમીને ધીમેથી, ખૂબ જ ભક્તિભાવ અને આદરથી ગોચરી સાધુ ભગવંતના પાત્રમાં મૂકવી. ૮૮. ગોચરી વહેંચતી વખતે બને ત્યાં સુધી બોલવું નહિ, જેથી પાત્રમાં ઘૂંક ન ઊડે. લૂણું કે કોઈ પણ ચીજ અન્યને આપવી હોય તો હાથોહાથ આપવી. ફેંકવી નહિ. પાત્ર લૂછવા માટેનાં લૂણાં ચોકખાં રાખવાં, કધોણાં થાય તો બદલી નાંખવાં ૯૧. અલગ રૂમમાં કે પડદો કરીને ગોચરી વાપરતા હોય ત્યારે અંદર બેઠાં બેઠાં બહારના કોઈની સાથે વાત ન કરવી. ૯૨. પચ્ચકખાણ છૂટું હોય તો પણ ગોચરી વાપરતા વાપરતા અતિ વિશેષ કારણ વગર ઊઠવું નહિ. ૯૩. કારણવિશેષથી ગોચરી-માંડલીમાં પહોંચવામાં વિલંબ થાય તેમ હોય તો ગુરુ ભગવંતની-વડીલની અનુમતિ લઈ લેવી. ૯૦. ૨૫. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૯૭. ૯૪. ગોચરીમાં કોઈ ચીજ માટે ગૃહસ્થ ખૂબ આગ્રહ કરે અને ખપ ન હોય તો સૌમ્ય ભાષામાં વિવેકથી નિષેધ કરવો. ગુસ્સે થઈને કર્કશતાથી નિષેધ નહિ કરવો. ગૃહસ્થનાં ઘરમાં ક્યારેય ગુસ્સો ન કરવો ૯૬. ગોચરી વહોરવા ગયા હોઈએ ત્યારે ગૃહસ્થનાં ઘરમાં વાતો કરવાના બેસી જવું ગોચરી વહોરવા ગયા હોઈએ ત્યારે વિશેષ કારણ સિવાય ગૃહસ્થનાં ઘરમાં ઉપદેશ આપવા પણ ન લાગવું. ૯૮. ગૃહસ્થના ઘરે વહોરવા જવા માટે અથવા કોઈ ખાસ વસ્તુ વહોરવાના તેમના આગ્રહની સામે “તમે આ અભિપ્રાહ લો તો જ વહોરું” આવી કોઈ દાન-સહાય કરવાની કે અભિગ્રહ લેવાની શરત ન કરવી. પૈસા ખર્ચવાની શરત તો ન જ મૂકવી. ૯૯. તરપણી વગેરે માંડલીના પાત્ર ધોવા એ પણ ભક્તિનો એક પ્રકાર છે. આ ભક્તિ માટે ખૂબ ઉલ્લાસ દાખવવો. ૧૦). જે ચેતના વગેરેમાં આગલા દિવસે દહીં-કઢી જેવાં ખટાશવાળા દ્રવ્યો આવ્યા હોય અને તેથી ખાટી વાસ આવતી હોય તેમાં દૂધ જેવાં દ્રવ્યો નહિ લાવવા, ફાટી જવાની સંભાવના છે. ૧૦૧. વાપરતી વખતે ગોચરીનાં કણ-છાંટાં નીચે પડે નહિ તેની કાળજી રાખવી. વહેચતી વખતે પણ આ કાળજી રાખવી. વાપરતા કે વહેંચતા ઢોળાય તો નજીક રહેલાએ તરત લઈ લેવું સાફ કરી લેવું. ૧૦૨. મૂછ વગેરે કારણથી વાપરતા છાંટા નીચે પડતા હોય તો ખોળામાં લૂણું પાથરીને બેસવું. ૧૦૩. વાપરતી વખતે આગળથી આસન થોડું વાળીને બેસવું ૧૦૪. કોઈને કોઈ ચીજ અણભાવતી હોય તો તે ચીજ ખાસ આગ્રહ કરીને વપરાવવી નહિ. અને તે નિમિત્તે તેમની મશ્કરી પણ કરવી નહિ. | ૨૬ - Page #46 -------------------------------------------------------------------------- ________________ દરેકે પોતે દરેક ચીજ વાપરતા શીખી જ લેવું જોઈએ. ભાવતાઅણભાવતાનો ભેદ સંયમ જીવનમાં કલંક છે. ૧૦૫. વપરાઈ ગયા પછી કાજો લેવામાં જરા પણ વિલંબ ન કરવો. ૧૦૬. વાપરીને ઊઠ્યા બાદ પોતાની જગ્યા સહેજ સાબુ ઘસીને લૂછવાની પદ્ધતિ ખૂબ સારી છે. ૧૦૭. કીડીઓ ન થાય તે રીતે ગોચરી-માંડલીની વ્યવસ્થિત કાજો લઈને સફાઈ કરવી. ૧૦૮. કીડીઓ આવી ગઈ હોય તો કાજો લેતી વખતે, જગ્યા લૂછતી વખતે ખૂબ સાવધાની રાખવી. ન ૧૦૯. કીડીઓ ન હોય તેવી જગ્યાએ ગોચરી-માંડલી બેસાડવી. આખા મકાનમાં કીડીઓ ઊભરાતી હોય તો નિર્દોષ ઉપાય કરવો. ૧૧૦. ગોચરી વહોરાવનાર શ્રાવકોના ઉછળતા ભાવોલ્લાસના જે અનુભવો થાય તે અન્ય મહાત્માઓને પણ જણાવવા. તે સંવેગવૃદ્ધિ અને સંયમસ્થિરતાનું કારણ બની શકે. ૧૧૧. સંયોજના એ ગ્રાસેષણાનો દોષ છે તેથી, સંયોજના ટાળીને વાપરવાનો અભ્યાસ પાડવો. સંપૂર્ણસંયોજનાત્યાગશક્ય ન હોય તો સેમીસંયોજના ત્યાગ કરવો. એક રોટલી વાપરી, પછી થોડું શાક, પછી થોડી દાળ તે રીતે. રોટલી-દાળ-શાક વગેરે મીલાવટ કરીને વાપરવુંતે સંયોજના. પ્રત્યેક દ્રવ્ય અલગ અલગ વાપરી જવા તે સંપૂર્ણ સંયોજના-ત્યાગ અને ઉપર જણાવ્યું તે મુજબ વચ્ચે વચ્ચે અન્ય અન્ય દ્રવ્યો મીલાવટ કર્યા વગર અલગ અલગ વાપરવા તે સેમી સંયોજના. ૧૧૨. ભોજનમાં ઉણોદરી અચૂક રાખવી. પ્રમાણાતીત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ૧૧૩. કોઈ વાર ગોચરીમાં વૃદ્ધિ હોય અને પ્રતિકૂળતા થાય તેવું ન હોય તો સહાયક બનવું. ૨૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. મેવા, મિઠાઈ, ફુટ, ફરસાણ વગેરે વિશિષ્ટ દ્રવ્યોનો યથાશક્ય ત્યાગ કરવો. ત્યાગ ન હોય તો પણ પ્રમાણોપેત જ વાપરવા. ૧૧૫. વર્તમાનકાળ ખૂબ વિષમ છે. ગૃહસ્થના ઘરમાં અને રસ્તા પર પુષ્કળ કુનિમિત્તોની સંભાવના છે. ભિક્ષાર્થે ગૃહસ્થનાં ઘરમાં જવાનું થાય ત્યારે ખૂબ સાવધાની રાખવી. દૃષ્ટિસંયમ ખૂબ રાખવો. ૧૧૬. ગોચરી વહેંચાયા બાદ અને પોતે વાપરીને ઊઠ્યા બાદ અન્ય સાધુ ભગવંતોને કાંઈ હજુ આવશ્યક્તા હોય તો તે લાવવાનો લાભ આપવાની અચૂક વિનંતી કરવી. સાધુ ભગવંતોને પૂછવુંઃ આપને કાંઈ લાવવું છે? કેટલાક સાધુ ભગવંતને આવશ્યક્તા હોય તો પણ બીજી વાર મંગાવતા સંકોચ થતો હોય તો આ રીતે વિનંતી કરવાથી તેમનો સંકોચ ટળી જાય. કેટલીકવાર સાધુ ભગવંતો બીજી વાર મંગાવવાની આવશ્યક્તા હોય ત્યારે મનમાં એવી ધારણા કરતા હોય છે કે, કોઈ વિનંતી કરશે તો મંગાવીશ. પૂછવાથી લાભ મળી જાય. ૧૧૭. સવારે સઝાય પછીના આદેશમાં ગુરુ ભગવંત શય્યાતરનું ઘર જે જણાવે તે નામ બરાબર ધારી લેવું અને શય્યાતરના ઘરના ગોચરી પાણી આદિ ન લેવાનો ખાસ ઉપયોગ રાખવો. ૧૧૮. ગોચરીના ૪૨ દોષો અવશ્ય ખ્યાલમાં હોવા જોઈએ. ગોચરી વહોરતી વખતે દોષ પકડતા આવડવું જોઈએ. દોષ નિવારવાની ખૂબ ખેતના રાખવી. ૧૧૯. માંડલીના પાંચ દોષ યાદ રાખવા અને પૂરી કોશિશથી ટાળવા. ૧૨૦. પાણી મોટે ભાગે દોષિત વાપરવું પડે છે. તેથી હૃદયમાં દોષનો ખટકો રાખીને તેનો ઉપયોગ ખૂબ સંયમથી કરવો. ૧૨૧. ગ્લાન આદિ માટે આધાકર્મી ગોચરી જે પાત્રમાં લાવ્યા હોય તે પાત્રને વિધિપૂર્વક શુદ્ધ કર્યા વિના બીજા ઉપયોગમાં લેવું નહિ. ગ્લાનાદિ માટે વારંવાર દોષિત લાવવું પડતું હોય તો તેનું પાત્ર જૂદું રાખવું. —- ૨૮ - Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨. ગોચરીના સમયે આવશ્યક પૂછતાછ રૂપે ભોજન સંબંધી વાત કરવી પડે તે સિવાય ભોજનસંબંધી કોઈ વાત ન કરવી. સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચેના સમયમાં તો કદાપિ ન કરવી. ૧૨૩. અન્ય સાધુ ભગવંતોને વાપરવાનું નથી અને માત્ર એક વડીલ મહાત્માએ જ વાપરવાનું છે અને પોતે જ પોતાની ગોચરી વહોરવા ગયા તો આવીને પોતાની ગોચરી પોતાનાથી બીજા નંબરના મહાત્માને બતાવીને પછી વાપરવું. ૧૨૪. શક્ય હોય તો બે સંઘાટક સાથે ગોચરી વહોરવા જવાની શાસ્ત્રીય મર્યાદા જાળવવા જેવી છે. ૧૨૫. કારણસર ઔષધિ-દવાનો સંનિધિ રાખવો પડે તો પણ ગૃહસ્થ પાસે વાચીને વાપરવાનો સાપેક્ષભાવ જાળવી શકાય. અથવા વડીલના હાથે લેવી. દવા વડીલને બતાવીને પૂછીને-જણાવીને વાપરવી. ૧૨૬. માંડલીમાં જ ગોચરી વાપરવી. કારણ વિશેષથી જુદી વાપરવી પડે તો વડીલની અનુમતિ લઈ લેવી. ૧૨૭. સંપૂર્ણ સંયોજના ત્યાગ ન થઈ શકે તો છેવટે એક લૂખી રોટલી અને એક કોળિયો ભાત સંયોજના વગર વાપરવાનો અભ્યાસ કેળવવો. ૧૨૮. ગોચરી માંડલીમાં નિયત દ્રવ્યો સિવાય કોઈ વિશેષ દ્રવ્ય સામેથી માંગવા નહીં. વહેચનાર આપે ત્યારે ખપ હોય તો લેવા. અન્યની ભક્તિ કરવા માટે પહેલેથી વધારે લેવું અને પછી તેમાંથી ભક્તિ કરવી - તે પદ્ધતિ ન અપનાવવી. પોતાના માટેના દ્રવ્યમાંથી અન્ય મહાત્માને વિનંતી કરી શકાય. નિયત દ્રવ્યો પણ પોતાની જાતે નહિ લેવા. ૧૨૯. વિહારના ગામોમાં જ્યારે ગોચરી દોષિત જ લેવી પડે તેમ હોય ત્યારે પરિમિત ટંક, પરિમિત દ્રવ્યો અને સાદા દ્રવ્યો દ્વારા સાપેક્ષભાવ જાળવી રાખવો. - ~-ન ર૯ ] ૨૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. ઘડામાંથી પાતરીમાં પાણી કાઢીને વાપર્યા બાદ ફરી તે જ પાતરીમાં બીજી વાર પાણી લેવું હોય તો પાતરી લૂણાંથી લૂછીને પછી જ લેવું. ૧૩૧. બહારગામથી આવેલા ભક્તો-શ્રાવકોને કે સ્થાનિક ગામમાંથી પણ ઉપાશ્રયે સામેથી વહોરાવવા લાવેલ કોઈ પણ ખાદ્યપદાર્થનો લાભ આપવો નહિ. વિશેષ કારણથી વહોરવું પડે તો ગુરુ ભગવંતની રજા લઈને જ વહોરવું જેથી સાવધાની રહે અને કાળજી વધે. ૧૩૨. કોઈ પણ મહાત્માના એંઠા પાતરામાં ભક્તિના આશયથી પણ કોઈ વસ્તુ મૂકવી નહિ. ૧૩૩. ગોચરી વાપરતી વખતે પાતરીમાં પાણી લઈને બેસવું ૧૩૪. આયંબીલ ન હોવા છતાં, તબિયત આદિના વિશેષ કારણ વિના નિષ્કારણ માત્ર સ્વાદના હેતુથી આયંબીલશાળાના ઢોકળાં વગેરે વાપરવા નહિ. ૧૩૫. ગોચરી વાપરવામાં વધુ પડતો સમય ન લગાડવો. એકાસણું પણ બે ઘડીમાં પૂરું થાય તેવો ખટકો રાખવો. ૧૩૬. કાકડી, ટીડોડા વગેરે શાક કોઈવાર પૂરા સીઝેલા હોતા નથી, કાચા પાકા હોય છે. શાક પૂરું ચડી ગયેલું છે તેની ખાત્રી કરીને પછી જે વહોરવું. અનાભોગથી ગોચરીમાં આવી જાય તો વાપરી ન જવું, ગુરુભગવંતને પૂછીને જેમ કહે તેમ કરવું. ૧૩૭. ગૃહસ્થોની હાજરીમાં પાણી વાપરવું હોય તો આડું લૂણું રાખવું ૧૩૮. કાચું દૂધ બને ત્યાં સુધી ન જ વહોરવું. કાચા દૂધ-દહીં-છાશ કારણે વાપરવા પડે તો કઠોળ સાથે દ્વિદળ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. બેઠક, પાત્ર, પાણી, લૂણું અને લુછણીયું પણ અલગ રાખવું. તે લૂણાનો કાપ પણ અલગ કાઢવો. ૧૩૯ સંખડીના દોષથી બચવા જમણવારમાં વહોરવા જવાનું ટાળવું. વ્યક્તિગત ધોરણે ગુરુદેવને પૂછીને જમણવારના રસોડાની ગોચરી નહિ વાપરવાનો નિયમ કરી શકાય. 4 0 - Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩. ૪. ૬. ૭. ૪ વિહાર-ઔચિત્ય વિહાર કરતી વખતે લૂછણીયું, માતરીયું, સાબુ, ચૂનો, પ્યાલો, ઢાંકણું, કાપની દોરી, લૂણું, પરસેવાનો ટુકડો, ટોકસો, ટોકસી વગેરે ઝીણી ચીજો ખાસ યાદ કરીને લઈ લેવી, ભૂલાઈ ન જાય. વિહાર કરતી વખતે મકાનમાં બધે ફરીને નજર નાંખી લેવી. કોઈ મહાત્માની કોઈ પણ ચીજ રહી ગઈ હોય તો ખ્યાલ આવે. લૂણાં, લૂછણીયાં, કપડા-કાગળના ટુકડા વગેરે લઈ લેવા. સામા મુકામે પહોંચ્યા પછી તે જેમના ભૂલાઈ ગયા હોય તેમને આપી દેવા. વધારાના હોય તેને પરઠવવા વગેરેની વ્યવસ્થા કરવી. મુકામે પહોંચીને મકાનમાં ઊતરતા પૂર્વે શ્રાવક પાસેથી અવગ્રહ યાચીને પછી ઊતરવું. ઉપાશ્રયમાં અન્ય કોઈ મહાત્માઓ બિરાજમાન હોય તો તેમની અનુજ્ઞા લઈને ઊતરવું. અવગ્રહ યાચ્યા વગર ઊતરવું નહિ. મકાનમાં જઈને સહુ પહેલાં તરત કાજો લઈ લેવો. ગોચરી-સ્વાધ્યાય વગેરે કાર્યમાં જે જે જગ્યાનો ઉપયોગ કરવાનો હોય તે દરેક જગ્યાનો કાજો લેવો. કાજો લીધા બાદ તરત કપડાં સૂકવવાની દોરી બાંધવી. પરસેવાથી ભીનાં થયેલાં કપડાં સૂકવી દેવા. બપોરના વિહારમાં ઘડામાં પાણી પૂરતું લેવું. પાણીના ઘડામાંથી વડીલોને તથા અન્ય મહાત્માઓને પાણી માટે વિનંતી કરવી. લાભ ૩૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૮. ૯. ૧૦. ૧૧. ૧૩. ૧૪. લેવો. તે માટે વડીલોની સાથે વિહારમાં રહેવું. જેમની પાસે પાણીનો ઘડો ન હોય તેમનો ખાસ ખ્યાલ રાખવો. ૧૫. ગામમાં પ્રવેશ કરતાં અને નીકળતા પગ પૂંજવાનો ખાસ ઉપયોગ રાખવો. ન ૧૨. રોડની ધારે ચાલવું, વચ્ચે ન ચાલવું. બાજુમાં કેડી હોય તો કેડી પર જ ચાલવું. ગ્રુપમાં ગુરુ મહારાજ કહે તે એકાદ મહાત્મા પાસે સોય, કાતર, નેઈલકટર રાખવા. પરંતુ તેને ખૂબ સાચવવા. ખોવાઈ જાય અને ગૃહસ્થના હાથમાં આવે તો અધિકરણ બને. વિહારમાં કાંટો વાગે તો કાઢવા માટે સોય-ચીપીયો સાથે રાખવા તથા કાંટો કાઢતા શીખી લેવું. વિહારમાં ફર્સ્ટ એઈડની કીટ, ગુરુ ભગવંતો કહે તે કોઈ પણ એકાદ મહાત્મા પાસે રાખવી. વિહારમાં કોઈને કાંઈ ઈજા થાય તો ઉપયોગી બને. વિહારમાં શક્ય બને ત્યાં સુધી બધાએ સાથે રહેવું. છેવટે બે-ત્રણના ગ્રુપમાં તો રહેવું જ. સાવ એકલાં ન ચાલવું. એક હરોળમાં ન ચાલવું, આગળ-પાછળ ચાલવું. રોડની જમણી બાજુના છેડે ચાલવું જેથી સામેથી આવતા વાહનો દેખાય અને પાછળના વાહનો તો ડાબી બાજુથી દોડતા હોય. છતાં ઓવરટેક કરનાર પાછળના વાહનોથી પણ ખૂબ સાવચેતી રાખવી. બહુ અંધારામાં વિહાર ન કરવો. વાહનને કારણે રોડની ધાર પરથી નીચે ઊતરવું પડે ત્યારે ખાસ જોઈ લેવું. ક્યારેક મોટો ખાડો હોય તો તકલીફ થાય. અંધારામાં ખાસ કાળજી રાખવી. રોડ ઉપર ક્યારેક પાળી વગરના ખુલ્લા પુલ હોય છે. તેથી ખૂબ સાવધાની રાખવી. વિહારમાં ક્યાંય પણ માતરું-સ્થંડિલ કરતાં પૂર્વે ‘અણુજાણહ જસુગ્ગહો’ બોલવાનું ન ભૂલવું. ૩ર Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. માર્ગમાં ક્યાંય વૃક્ષ નીચે કે અન્યત્ર પાણી વાપરવા કે વિસામો કરવા બેસવાનું હોય ત્યારે તે જગ્યાના માલિકને પૂછીને બેસવું. તે વૃક્ષ નીચે કોઈ બેસેલું હોય તો તેમની પણ રજા લેવી. કોઈ ન હોય તો અણુજાણ જસુગ્ગહો બોલીને બેસવું. વિહાર શરૂ કરતાં પૂર્વે જિનદર્શન, પ્રદક્ષિણા, ૧૨ કે ૩ નવકાર આદિ યથાશક્ય મંગલ કરીને પ્રયાણ કરવું. વિહારમાં રસ્તો ચોક્કસપણે ખ્યાલ ન હોય તો પૂછીને જ આગળ વધવું. નવો ફાંટી પડતો હોય ત્યાં પૂછીને ખાત્રી કરી લેવી. રસ્તો બને ત્યાં સુધી કોઈ દુકાનદારને પૂછવો. જનરલ સ્ટોર, કરીયાણાંની દુકાન, કાપડની દુકાન જેવી દુકાનમાં પૂછવું. હોટલગલ્લાં વગેરે સ્થાનોમાં બને ત્યાં સુધી ન પૂછવું. ઊભેલી રીક્ષા-ટેક્સી વગેરેના ડ્રાઈવરને પણ પૂછી શકાય. બસસ્ટોપ જેવાં સ્થાને ઊભેલા ભદ્ર જણાતા વ્યક્તિને પૂછી શકાય પણ નિરાંતથી ઊભા હોય, વ્યગ્ર કે વ્યસ્ત ન હોય તેને જ પૂછવું. જરૂર પડે ચાલતા રાહદારીને પણ ઊભા રાખીને પૂછી શકાય. પરંતુ, ઉતાવળમાં હોય તેને ન પૂછવું. જે સહજ રીતે હાથ જોડે, આદર દર્શાવે તેમને પૂછી શકાય. બને ત્યાં સુધી સ્કુટર, મોટરસાયકલ, સાયકલ વગેરે ઊભા રખાવીને ન પૂછવું. બને ત્યાં સુધી ભાઈઓને જ રસ્તો પૂછવો. કોઈને રસ્તો પૂછ્યો પણ તેમણે સંદિગ્ધ જવાબ આપ્યો અથવા તેમના જવાબ પર એકદમ ભરોસો ન બેઠો તો બીજાને પૂછી ફરી ચોકસાઈ કરી લેવી પડે, પણ તેમની સામે જ અથવા તેમની નજર પડે તે રીતે બીજાને ન પૂછવું. થોડા આગળ જઈને પછી પૂછવું. ૨૧. રસ્તાઓ બરાબર યાદ રાખવા. માર્ગમાં બીજા ફાંટા પડતા હોય, બીજા રસ્તાઓ મળતા હોય તો ક્યો ફાંટો - ક્યો રસ્તો ક્યાં જાય છે તેની જાણકારી રાખવી. ૨૨. એક વિહારની ડાયરી રાખવી. તેમાં દીક્ષાદિવસથી માંડીને વિહારોની ૩૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૪. નોંધ કરવી. ગામનું નામ, અંતર, દેરાસર, મૂળ નાયકનું નામ, જૈનોના ઘરની સંખ્યા, ઉતારાનું સ્થાન, મુખ્ય વ્યક્તિનું નામ વગેરેની વ્યવસ્થિત નોંધ કરવી. કોઈ પણ ગામમાં-નગરમાં દેરાસર-ઉપાશ્રયનો રસ્તો બરાબર યાદ રાખી લેવો. વિહાર કરતી વખતે ઝોળી-પોથી-પાકીટની ગાંઠ બરાબર ચેક કરી લેવી. વિહાર કરીને પહોંચ્યા બાદ પરસેવાનાં ભીનાં કપડાં, ઓઘા બંધન વગેરે સૂકવી દેવા. અને તે સૂકાઈ ગયા બાદ તરત લઈ લેવા. ઓઘાબંધન વગેરે વિહારની સામગ્રી એકત્ર કરીને, ગડી કરીને એકસાથે વ્યવસ્થિત પોટકી કરીને રાખવી. તેમ કરવાથી જીવજંતુ અંદર ન જાય. ઓઘો ભીનો ન થાય તે માટે કદાચ પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરવો પડે તો તે થેલી સંભાળીને રાખવી. ખોવાઈ ન જાય તેનું ધ્યાન ૨૫. ૨૬. રાખવું ૨૭. સામાન્ય રીતે વિહારમાં મૌનપણે ચાલવું પરંતુ વિહાર વખતે અંધારું હોય તો વાતો કરતાં કરતાં ચાલવું. સામેથી કોઈ વાહન, સાયકલ કે કોઈ વ્યક્તિ આવતી હોય તો અવાજને કારણે તેમને ખ્યાલ આવી જાય. વિહાર કરતી વખતે મકાનના ખોલેલાં બારી-બારણાં બંધ કરવા તથા દરેક ચીજ વ્યવસ્થિત મૂકવી. બાલદી-પરાત-તપેલાં વગેરે વસ્તુઓ તથા મકાન અધિકૃત વ્યક્તિને ભળાવી દેવું કોઈ ગૃહસ્થના ઘરેથી કોઈ વસ્તુ મંગાવેલી હોય તો તેમને બરાબર પહોંચાડી દેવી. ૨૮. ૩૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ { નિહાર ઔચિત્ય ૧. ઠલ્લે જવા માટેનું પાણી ગૃહસ્થની હાજરીમાં ન ભરવું. ગૃહસ્થો શૌચક્રિયામાં બીનજરૂરી વધારે પાણી ઢોળવા ટેવાયેલા હોય છે. પરિમિત પાણી જોઈને કદાચ તેમને અરુચિ થાય. ગૃહસ્થને ખબર પડે તે રીતે ઠલ્લે જવા માટે તરપણી લઈને નીકળવું નહિ. ઠલ્લે જઈને આવ્યા બાદ ગૃહસ્થની હાજરીમાં તે તરપણી પાત્રાઆસન પર રાખવી નહિ. આંખના પીયાં, કાનનો-નાકનો મેલ, નખનો મેલ વગેરે ગમે ત્યાં, ગમે તે રીતે ફેંકવો નહિ. બેઠાં બેઠાં નખ દાંતથી કાતર્યા કરવાની ટેવ ન રાખવી. નખ વધે ત્યારે જયણાપૂર્વક ઉતારીને અંદર મેલ હોય તો રાખમાં ચોળીને એક કપડાંની ચીંદરડીમાં બાંધીને યોગ્ય જગ્યાએ વિધિપૂર્વક પરઠવવી. નખ ઉતારીને ગમે ત્યાં ન ફેંકવા. બેઠા બેઠા પગ વગેરેની ચામડી ખોતર્યા કરવાની કુટેવ ન પાડવી. ખરેલી ચામડી ગમે ત્યાં ન ફેંકવી, વિધિપૂર્વક પરઠવવી. ખોતરવામાંઉખેડવામાં સચિત્ત ચામડી પણ ઊતરે માટે મકાનમાં આગમસૂત્રો વગેરેનાં અધ્યયન ચાલતા હોય તેથી ૧૦૦ડગલાની બહાર પરઠવવી. દાંત પડી જાય તો ગમે ત્યાં ફેંકવો નહિ. વિધિપૂર્વક યોગ્ય જગ્યાએ ૧૦૦ ડગલાંથી દૂર જઈને પાઠવવો. માતરું પરઠવ્યા પછી પ્યાલો માતરીયાથી લૂછીને મૂકવાનો આગ્રહ ૭. ૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ છે રાખવો. માતરીયું એવી રીતે બાંધવું કે ભીનું થતાં તરત સૂકાઈ જાય અને હવામાં ઊડે પણ નહિ. માતરું કર્યા બાદ તરત જ માતરંપરઠવી દેવું પ્યાલો મૂકી ન રાખવો. કદાચ કોઈ કારણસર બે-પાંચ મિનિટ પછી પરઠવવા જવાનું હોય તો ત્યાં સુધી પ્યાલો ઢાંકેલો રાખવો. વર્તમાન દેશ-કાળને ખ્યાલમાં રાખીને, મકાનની સ્થિરતા દરમ્યાન, માતરું કરવા માટે પ્યાલાનો ઉપયોગ અવશ્ય કરવો. ક્યારેક ખુલ્લામાં સીધું ભૂમિ ઉપર માતરું કરવાનો પ્રસંગ આવે ત્યારે ચારે બાજુ નજર કરી લેવી. કોઈની દૃષ્ટિ પડતી નથી તેવી ખાત્રી થયા પછી જ માતરું કરવું. ૧૦. શહેરોમાં કેટલાંક ઉપાશ્રયોમાં અગાસીમાં મારું પરઠવવાની વ્યવસ્થા રાખી હોય છે. તેવા સ્થાનોમાં, અગાસીમાં જે જગ્યાએ પરઠવવા માટે કુંડી બનાવી હોય કે રેતી નાંખેલી હોય ત્યાં જ મારું પરઠવવું ગમે ત્યાં માતરું પરઠવવાથી ક્ષારને કારણે મકાનને નુકસાન થાય, ગૃહસ્થોને અપ્રીતિ થાય વગેરે અનેક ભયસ્થાનો છે. ૧૧. મારું પરઠવવા જતી વખતે પ્યાલાને ઢાંકણું ઢાંકીને જ જવું ગૃહસ્થોની નજર ન પડે તે રીતે માતરું પરઠવવા જવું અને નજર ન પડે તે રીતે જ પરઠવવું. ૧૩. મોટા માણસો, ઘણાં માણસો, યુવાનો, બહેનો, શિક્ષિતો વગેરે બેઠાં હોય તેમની વચ્ચેથી માતરાનો પ્યાલો લઈને પણ પસાર ન થવું. ૧૪. માતરું ગમે ત્યાં ન પરઠવવું. માતરા માટે નિયત કરેલી જગ્યા કે કુંડીમા જ પરઠવવું. માતરું રસ્તા પર ન પરઠવવું ૧૫. રાત્રે મારું પરઠવવાની વસતિ સાંજે અજવાળામાં બરાબર જોઈ લેવી. દિવસે પણ ભૂમિ બરાબર જોઈને પછી જ પરઠવવું. ક્યારેક માતરાની કુંડીમાં નિગોદ, કીડીઓ, ઈયળો વગેરેની અચાનક ઉત્પત્તિ થઈ જાય છે. ૩૬ - ૧૨. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૬. માતરાની કુંડીની પાળી જો સીમેન્ટના પ્લાસ્ટરવાળી કે માત્ર ઈટોની હોય તો ચોમાસામાં નિગોદ થવાની સંભાવના છે. પાળી રંગથી રંગેલી હોય તો તે સંભાવના રહેતી નથી. ૧૭. માતરું પરઠવવાની કુંડીમાં નાંખેલી રેતી રોજ અથવા બે દિવસે એકવાર ઊંચી-નીચી કરાતી હોય અને થોડા-થોડા દિવસે તે રેતી બદલાતી રહે તો જયણા વિશેષ સચવાય છે. અધિકૃત વ્યક્તિને આ ખ્યાલ આપવો. ૧૮. ચાતુર્માસમાં વરસાદ શરૂ થાય તે પૂર્વે, નિગોદાદિ જીવોત્પત્તિ માતરાની કુંડીમાં કે ત્યાં જવાના રસ્તા પર ન થાય તે માટેની યોગ્ય જયણા કરવા ગૃહસ્થોને અગાઉથી સૂચના કરી દેવી. સાંજે વસતિ જોતી વખતે પરઠવવાની કુંડી સુધી જવાનો રસ્તો પણ બરાબર જોઈ લેવો. તેમાં વચ્ચે ક્યાંય કીડી-નિગોદ-વનસ્પતિ વગેરે ન હોય તે ખાસ જોઈ લેવું તેમ, કોઈ ખાડા-ટેકરા-પગથીયાં આવતા હોય તે પણ બરાબર ધ્યાનમાં લેવું. ૨૦. માતરું પરઠવવાની કુંડીમાં લૂણાના કાપનું પાણી, પાતરા ધોયેલું પાણી, કાજો કે ઊલટી ન પરઠવવા. કાપનું પાણી પણ અવરજવરવાળા રસ્તે ન પરઠવવું ૨૨. માતરું કે કાપનું પાણી પરઠવ્યા બાદ વહીને ગટરમાં કે ક્યાંય નિગોદવાળી ભૂમિ ઉપર ચાલ્યું ન જાય તેનો ખ્યાલ કરીને પરઠવવું ટોકસા વડે કાપના પાણીની બાલદી ખાલી કરવાથી આ જયણા બરાબર પળાશે. માતરું, કાપનું પાણી વગેરે નીચા નમીને ધીમેથી પરઠવવું. ઊંચેથી જોરથી ઘા ન કરવો. ૨૪. મોટો સાધુ-સમુદાય હોય અને મકાનથી માતરું પરઠવવાની જગ્યા વચ્ચે ગૃહસ્થોની વસતિ, ઉપસ્થિતિ કે અવરજવર હોય તો, ગૃહસ્થોની નોંધમાં આવે તે રીતે ઉપરાઉપરી કતારબંધ માતરું પરઠવવા ન જવું - ૩૭ - ૨૩. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૫. ૨૮. એક મહાત્મા ગયા પછી વચ્ચે થોડું અંતર પાડવું. વિહાર દરમ્યાન પણ એક સાથે કતારબદ્ધ માતરું કરવા ન બેસી જવું ઉપાશ્રયના વહીવટદારોએ કે મકાનમાલિકે નિષેધ કરેલો હોય તેવી જગ્યામાં માતરું ન પરઠવવું. ૨૬. માતરું પરઠવ્યા બાદ પ્યાલો બરાબર નીતારી દેવો જેથી, પ્યાલો મૂકો ત્યાં રેલા ન ઉતરે અને લૂછવાથી માતરીયું લચપચ ન થઈ જાય. ૨૭. મોટી બિમારી જેવા કારણ સિવાય બને ત્યાં સુધી પોતાનું મારું પોતે જ પરઠવવું માતરીયું ન હોય તો માતરાનો પ્યાલો મૂકવા માટે ઈટ ગોઠવવી અને તે ઈટ ઉપર પ્યાલો ભીંતને ટેકવીને આડો મૂકવો. તે ઈટ ઉપર અક્ષરો નિગોદ, કંથવા, જીવાત વગેરે ન હોય તે બરાબર જોઈ લેવું ૨૯. માતરું કરવા માટેનું સ્થાન અને પ્યાલો મૂકવાનું સ્થાન નિયત રાખવું. માતરું પરઠવીને મરજી પડે તે જગ્યાએ પ્યાલો મૂકી ન દેવો પણ તે નિયત કરેલા સ્થાને મૂકવો જેથી રાત્રે અંધારામાં બીજાને શોધવામાં તકલીફ ન પડે. માતરું પરઠવવાનો પ્યાલો ખુલ્લામાં ન રાખવો. ઉજેહી આવે તેવી જગ્યાએ ન રાખવો. ઠલ્લે જવા માટે શક્ય બને ત્યાં સુધી બહાર ખુલ્લામાં જ જવું વાડાનો ઉપયોગ ટાળવો. ૩૧. ઠલ્લે બહાર જવામાં-નિષેધવાળી જગ્યાએ ન જવું. ખૂબ વસતિ કે અવરજવર હોય તેવી જગ્યાએ ન જવું. હલના થાય તે રીતે ન જવું. અન્યને અપ્રીતિ થાય તેવી જગ્યાએ ન જવું. અવરજવરની કેડી રસ્તા ઉપર ન બેસવું. ૩૨. મોટા શહેરોમાં ઠલ્લે જવા માટે રેલ્વે પાટા ઉપર જગ્યા મળતી હોય તો ખૂબ સંભાળીને જવું. જરા પણ જોખમ ન ખેડવું. પાટાથી દૂર રહેવું બને ત્યાં સુધી, પાટા ક્રોસ ન કરવા પડે તેવી જગ્યા પસંદ – ૩૮ - ૩૦. ઇલ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૩. ૩૬. કરવી. પાટા ક્રોસ કરવા પડે તો આગળ-પાછળ બરાબર જોઈને ક્રોસ કરવા. અંધારા જેવું હોય તો વિશેષ ધ્યાન રાખવું. નિર્દોષ અંડિલભૂમિ ન જ મળે તો ન છૂટકે જયણાપૂર્વક વાડાનો ઉપયોગ કરવો. પરંતુ પરઠવવાનો વિધિ કાયમી ન બનાવવો. તેમાં ખૂબ હલનાની સંભાવના છે. સાધ્વીજી ભગવંતો-બહેનો વગેરે જે દિશામાં અને જે સ્થાનમાં ઈંડિલ જતા હોય, તે બાજુ ન જવું. ૩પ. શક્ય બને તો બે સાધુ મહાત્માએ સાથે બહાર ઠલ્લે જવું સવારે આછા ઉજાસમાં ઠલ્લે બહાર જવાનું થતું હોય તો તે જગ્યા એક્વાર દિવસે પ્રકાશમાં બરાબર જોઈ લેવી. ત્યાં લીલોતરી, નિગોદ, જીવાત વગેરે ન હોય તેની ખાતરી કરવી. ૩૭. કોઈ પણ દેવસ્થાનની નજીકમાં સ્પંડિલ-માતરુંન પરઠવવું વિહારના ગામોમાં ગામના પાદરે, શાળા વગેરે સાર્વજનિક સ્થાનમાં ઉતારો હોય ત્યારે રાત્રે માતરું કે ચંડિલ તે શાળાના સંકુલમાં ન પરઠવવા. થોડે દૂર જવું. ક્યારેક આ બાબતમાં અવિવેક થાય તો અનેકને અપ્રીતિ ઉપજે અને ભવિષ્યમાં તે સ્થાન ઊતરવા માટેના મળે. સ્પંડિલમાં કૃમિ નીકળે તો ઉપર રાખ નાંખવી નહિ, તે સ્પંડિલ પરઠવવો નહિ. બે ઘડી સુધી તેની ઉપર તડકો ન આવે તેમ કરવું કાજો-માતરું-સ્થડિલ વગેરે પરઠવવા પૂર્વે “અણુજાણહ જસુગ્રહો અને પરઠવ્યા બાદ વોસિરે વોસિરે વોસિરે બોલવાનો ઉપયોગ ન ભૂલવો. માતરાનો પ્યાલો નીચે મૂકીને પછી “અણજાણહ જસુગ્ગહો’ વગેરે બોલવું કાજોબારી ઉપરઅથવા મકાનમાં ગમેત્યાંપરઠવવો નહિ. ઢગલીઓ કરવી નહિ.મકાનની બહારયોગ્ય જગ્યાએવિધિપૂર્વકકાજોપરઠવવો. ૪૨. કોઈ કારણસર થોડું પણ દાળ-દૂધ જેવું પ્રવાહી પરઠવવું પડે તો લૂણાના સાબુનાં પાણીમાં ભેળવીને પરઠવવું Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૩. મકાને આવ્યા પછી ગોચરીનું કોઈ દ્રવ્ય અભક્ષ્ય કે અકથ્ય જણાય તો વાપરી ન જવું. વડીલ પૂજ્યશ્રીને પૂછી તેઓશ્રીની સૂચના અનુસાર યોગ્ય વિધિ કરવો. ૪૪. ફાટેલું-બગડેલું દૂધ પરઠવવું પડે તો માટીના ઠીબડામાં મૂકી બહાર જંગલમાં છાંયડામાં કીડીઓ થાય નહિ અને પશુ પંખી બોટે નહિ તેવા સ્થાનમાં તે ઠીબડી મૂકી દેવી. ૪૫. કોઈ કારણસર રોટલી-શાક-ભાત જેવાં ઘન પદાર્થ પરઠવવા પડે તો અત્યંત ઝીણો ભૂકો કરી એકમેક થઈ જાય તે રીતે રાખમાં ચોળીને પરઠવવા. ૪૯. સ્નિગ્ધ અને રૂક્ષ બેમાંથી એક પરઠવવું પડે એવું હોય તો પહેલાં રૂક્ષ પરઠવવું. બને ત્યાં સુધી સ્નિગ્ધ ન પરઠવવું. ૪૭. મારું કરતાં પહેલાં મતરાના પ્યાલાનું દૃષ્ટિ પડીલેહણ અવશ્ય કરી લેવું. પ્યાલો ભીનો ન હોય અને તેમાં કીડીઓ ન હોય તે ખાસ જોઈ લેવું પ્યાલો પૂંજવા માટેની ચરવળી રાખવી અને તે ચરવળીથી પ્યાલો પૂજી લેવો. ૪૮. માતરાનો પ્યાલો હાથમાં રાખીને બોલવું નહિ. ૪૯. માતરાના પ્યાલા પર અક્ષર લખેલા ન હોય તે ખાસ ખાત્રી કરીને પછી જ તેમાં માતરું કરવું કપડાં, કાગળ વગેરે જ્યારે પરઠવવાના હોય ત્યારે જ તેનાં ટુકડાં કરવા. ટુકડા કર્યા પછી વધારે દિવસો સુધી ન રાખી મૂકવા. ટુકડાઓમાં કીડી-જીવાત પેસી જાય તો તેની જયણા મુશ્કેલ બને. એ ટુકડામાં કંથવા વગેરે ઉત્પન્ન થાય. પરઠવવા માટે રાખી મૂલા કપડા વગેરેનું ટુકડા કરતા પૂર્વે દૃષ્ટિ પડિલેહણ કરી લેવું. કાગળના ટુકડા કરતી વખતે કોઈ મનુષ્ય વગેરેની આકૃતિ ફાટી ન જાય તેની કાળજી રાખવી. ૫૦. ૪O. Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણ ઔચિત્ય છે દિવસના સમયે દંડાસણ ખીંટીએ લટકાવવું અથવા ખૂણામાં વ્યવસ્થિત મૂકવું. આડું અવળું અસ્તવ્યસ્ત પડેલું ન રાખવું. તે રાત્રિના સમયે વાપરવાનું ઉપકરણ છે. દિવસે કાજા માટે અથવા કારણે જયણા માટે ઉપયોગમાં લેવાનું હોય છે. પરંતુ, માત્ર ઈરિયાવહિયા બચાવવા માટે આખો દિવસ મકાનમાં દંડાસણ લઈને ફરવું અને બાજુમાં લઈને બેસવું. તેમાં ઉપકરણનો અવિનય થવાની સંભાવના છે. લૂછણીયાં, પરાત, બાલદી, ઘડા, ટોકસા, પાતરા, દોરા વગેરે ચીજો મકાનમાં આડી અવળી, અસ્તવ્યસ્ત પડેલી ન રાખવી. તેનાં નક્કી કરેલા સ્થાને વ્યવસ્થિત મૂકવી. આ ચીજો વચ્ચે પડેલી નજરે પડે તો યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત મૂકી દેવી. કોણે વચ્ચે મૂકી છે તે જાણવાની માથાકૂટમાં ન પડવું માતરું કરવાની હૂંડી (પ્યાલા) ખૂણામાં ગુપ્ત સ્થાને રાખવી. જાહેરમાં ન મૂકવી. માતરાનો પ્યાલો લૂછવાનું માતરીયું પણ જાહેરમાં ન લટકાવવું માતરાનો પ્યાલો લૂછવા માટે માતરીયું બાંધીને રાખવું બે-ત્રણ દિવસે માતરીયાનો કાપ કાઢી લેવો. માતરીયું મેલું કે દુર્ગધવાળું ન રહેવું જોઈએ. માતરીયું રખડતું ન રાખવું તેનો કાપ અલગ કાઢવો, અલગ સૂકવવું અને સૂકાઈ ગયા બાદ તરત જ ફરી બાંધી દેવું. s ર Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬. ૭. ૮. ૯. પોતાનું લૂણું અલગ રાખવું અને પોતાનું લૂણું જ પોતે વાપરવું. લૂણાં બે રાખવા અને દરેક પાતરું બે લૂણાંથી લૂછવું. બધા પાતરાં ત્રણ વાર પાણીથી સ્વચ્છ કરવા. લૂણાનો લૂણા તરીકે જ ઉપયોગ કરવો. માથાબંધન વગેરે અન્ય સ્વરૂપે લૂણાનો ઉપયોગ ન કરવો. ૧૦. લૂણાનો કાપ રોજ વ્યવસ્થિત ચોક્ખો કાઢવો. પોતાના લૂણાનો કાપ પોતે જ કાઢવાનો આગ્રહ રાખવો. ૧૨. ૧૧. લૂણાં-લૂછણીયાં ભીનાં મૂકી ન રાખવા. વાપરીને તરત સૂકવી દેવા. રોજ લૂછણીયાં પણ એકવાર બાલદીમાં પલાળીને સૂકવી દેવા. ગોચરી બાદ જગ્યા લૂછીને તરત લૂછણીયું સૂકવી દેવું, પહોળું કરી દેવું. ૧૩. ૧૫. ૧૪. ભીનું લૂછણીયું નીચે પડેલું દેખાય તો લઈને તરત સૂકવી દેવું. કોઈ ખાદ્યપદાર્થ-પ્રવાહીપદાર્થ ઢોળાયો હોય તો સીધેસીધું તેના પર લૂછણીયું ન ફેરવવું. લૂણાથી લૂછી પાણીથી સાફ કરી પછી જ લૂછણીયું ફેરવવું. ૧૭. ૧૬. લૂછણીયાં કામળીમાંથી ન બનાવવા. પતલા ચોલપટ્ટા અથવા કપડાપાંગરણીમાંથી બનાવવા. ઘણાં વખતથી ભીનાં પડેલાં હોય કે ભેજવાળાં હોય તેવા લૂછણીયાંથી ન લૂછવું. કોરા સૂકા લૂછણીયાથી જ લૂછવું. ૧૮. લૂછણીયાં પૂરતા રાખવા, ઓછા ન રાખવા. તેમ જરૂર કરતાં વધારે પડતા લૂછણીયાનો ભરાવો ન કરવો. ૧૯. નવું લૂછણીયું વાપરવા કાઢતી વખતે જૂના બીનજરૂરી લૂછણીયાનો નિકાલ કરી દેવો જોઈએ. ૪ર Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. લૂછણીયાં ગમે ત્યાં રખડતાં ન રહે, ઊડ્યા ન કરે, નીચે પડી ન જાય, ઊડીને પાણીની પરાત વગેરેમાં ન પડે તે રીતે લૂછણીયાનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. શેષકાળમાં દરેક મહાત્માએ એક પ્યાલો, લૂછણીયું ચૂનાની ડબ્બી, કાપની દોરી, જરૂરી સાબુ-પાવડર વગેરે રાખવા. વિહાર કરીને મકાને પહોંચ્યા બાદ તરત પોતાનો પ્યાલો છોડી માત કરવા માટેની જગ્યાએ મૂકવો. લૂછણીયા વગેરે પણ ઉપયોગ માટે બહાર કાઢી તેના ઉપયોગની જગ્યાએ મૂકી દેવા જોઈએ. ગ્રુપમાં અમુક પ્યાલા ચોખા પણ રાખવા જોઈએ. અવસરે ચૂનાનું પાણી કાઢવા વગેરેના કામમાં લાગે. પોતાની માતરાનો પ્યાલો, લૂછણીયું કે અન્ય ચીજો વગેરે જેટલા વધારે વપરાય તેટલો વધુ લાભ છે. આવી લાભબુદ્ધિ રાખવી. પોતાની વસ્તુ માંડલીના ઉપયોગમાં મૂકવાની બાબતમાં કૃપણ ન બનવું. આળસ ન કરવી. વાપરી લીધા બાદ-ગોચરી માંડલી ઊઠી ગયા બાદ પોતાના પાતરા તરત લઈ લેવા, પડ્યા ન રાખવા. પાતરા લાવતા-લઈ જતા એક સાથે આડેધડ ઊંચકીને ન લઈ જવા. ધક્કો વધારે થાય તો તેની આળસ ન કરવી. પરંતુ, પાતરાં પડે-ફૂટે તેવું જોખમ ન ખેડવું. જગ્યા પર પાતરાં ખૂલ્લાં ન રાખવાં. એકમાં એક ગોઠવીને ઝોળીમાં ઢાંકીને મૂકવાં. વાપરીને જગ્યાએ લાવ્યા પછી પાતરાં ઢાંકીને મૂકતી વખતે એકવાર તપાસી લેવા, કોઈ પાતરું ભીનું કે એઠું ન રહ્યું હોય. પાતરા પડિલેહણ કરતી વખતે બારીકાઈથી જોઈ લેવું ક્યાંય ગોચરીનો ડાઘ ન રહી ગયો હોય. ૨૫. ૨૬. ૨૯. ૪૩. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ગોચરી વાપરવા જતી વખતે વાપરવાના બધા પાતરાનું દૃષ્ટિ પડિલેહણ કરી લેવું. કદાચ કીડીઓ ચડી ન ગઈ હોય. ૩૧. તરપણી-પાતરી વગેરે ઊભા ઊભા ક્યારેય લૂછવા નહિ. ૩૨. તરપણીમાં દોરો નાંખવાનું કાઢવાનું કાર્ય ઊભા ઊભા કરવું નહિ, ૩૩. ઓઘો, ઓઘારીયું, દંડાસણ, મુહપત્તિ વગેરે અતિશય મેલાં ન રાખવા. ૩૪ ૩૫. ૩૬. ૩૭. ૩૮. ૩૯. દંડાસણ ખોલીને તેની દસીનો કાપ કાઢવો, છોડ્યા વગર સીધેસીધો કાપ ન કાઢવો. દંડાસણ બાંધતા, ઓઘો ટાંકતા, પાતરા રંગતા શીખી લેવું જોઈએ. દાંડો વ્યવસ્થિત ખૂણામાં રાખવો. ખૂણાં વગર ભીંતે ન ટેકવવો. પડી જાય તે રીતે ન રાખવો. તેવું વ્યવસ્થિત સ્થાન ન મળે તો દાંડાને સૂવાડીને રાખવો. દાંડો-કપડાં વગેરે બદલાઈ જવાની શક્યતા જણાય તો નિશાની રાખવી. કોઈ વાર કારણ વિશેષથી દાંડો વગેરે ઉપકરણ અન્યના વાપરવા પડે તો પૂછીને લેવા. બહારથી આવ્યા પછી દાંડો તેના ચોક્કસ ખૂણામાં જ મૂકવો. તે રીતે, કપડો વગેરે અન્ય ઉપકરણો પણ વ્યવસ્થિત સ્થાને મૂકવા. ગમે ત્યાં મૂકવાથી અયતના થાય, શોધવા પડે અને કયારેક પડિલેહણ પણ ભૂલાઈ જવાની શક્યતા રહે. ૪૦. વરસાદ શરૂ થતાં પૂર્વે દાંડો તથા દંડાસણનો કાપ કાઢી લેવો. ૪૧. ચોમાસું શરૂ થતાં પૂર્વે વિહારનો સામાન, પોટલાબંધન વગેરેનો વ્યવસ્થિત કાપ કાઢીને બાંધીને મૂકી દેવા, જેથી નિગોદ ન થઈ જાય. ૪૨. જરૂરી ચીજો મર્યાદિત રાખવી. બોક્સ-પોટલાં ન ભરવા. વિશેષ ૪૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૪. ? કારણથી બોક્સ-પોટલાં રાખવા પડે તો પણ દર પંદર દિવસે દરેક ચીજનું પડિલેહણ કરવું. બોક્સ ચાતુર્માસમાં મળે તે રીતે રખાવ્યા હોય તો ચોમાસું શરૂ થતાં પૂર્વે એકવાર બધાં પોટલાં ખોલી તેમાંની દરેક ચીજનું પડિલેહણ કરી લેવું. ૪૩. અમુક સાબુમાં નિગોદ થવાની સંભાવના છે. તેથી ચોમાસામાં બધા સાબુ રાખમાં મૂકી રાખવા. દવા-ઔષધનો સંનિધિ ન રાખવો. દવા રાખવી પડે તો ગૃહસ્થ થકી રાખીને ગૃહસ્થ પાસે યાચીને વાપરવાથી સાપેક્ષભાવ જળવાય. રાખેલી દવાઓ, ચૂર્ણો, અણાહારી દવાઓ વગેરે ચોમાસામાં વારંવાર તપાસતા રહેવું તેમાં જીવાત-ફૂગ થવાની સંભાવના છે. દવા-ઔષધ રાખવા પડે તો જરૂર પૂરતા પરિમિત રાખવા. એકસાથે વધુ સ્ટોક ન રાખવો. ૪૫. શિયાળા વગેરે પ્રયોજનથી વધારાની કામળી-આસન રાખ્યા હોય તો તેમાં ઘોડાવજ જેવું નિર્દોષ સંરક્ષક દ્રવ્ય મૂકી રાખવું. ૪૬. પુસ્તકોનું પણ અવારનવાર પડિલેહણ કે વપરાશ ન થાય તો તેમાં પણ ફગ-ઉધઈ જીવાત વગેરે થવાની શક્યતા છે, પડિલેહણ કરતાં રહેવું ૪૭. ઝીણી જીવાત-કીડી વગેરે પુસ્તકનાં પાનાઓમાં ઘુસી ન જાય તેનું પુસ્તક વાંચતી વખતે ખાસ ધ્યાન રાખવું સ્થિરતામાં પણ રોજ સાંજે બધા પુસ્તકોને એક ચોકખા કપડામાં બાંધીને મૂકવા. ખુલ્લા ન રાખવા. પુસ્તક ખુલ્લું રાખીને ઊઠવું નહિ. પ્રતના પાનાં પણ ખુલ્લા મૂકીને ઊઠવું નહિ. વાંચવાનું પૂર્ણ થતાં બંધ કરીને પાનાં પોથીમાં મૂકી દેવા. ૫૦. પેન-બોલપેન ખુલ્લા રાખવા નહિ. લખવાનું કાર્ય પૂર્ણ થતાં તરત ઢાંકણું બંધ કરી દેવું. • ૪૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૧. જરૂરથી અધિક ઉપકરણો ન રાખવા. ઉપકરણની પસંદગીનો માપદંડ આકર્ષકતાને ન બનાવવો. જયણા સચવાય અને ઉપયોગનો હેતુ બરાબર જળવાય તેવા ઉપકરણો પસંદ કરવા. વસ્ત્ર-પાત્ર આદિમાં પણ શક્ય તેટલા નિર્દોષના ખપી બનવું આકર્ષક પેન, ફ્રેમ, લેટરપેડ વગેરેની ઈચ્છા ન કરવી. સાદગીના આગ્રહી બનવું. પર. પુસ્તક-તમાં લીટા-નિશાની-રિમાર્ક લખવા નહિ. કાંઈક અશુદ્ધિ હોય અને તેનો સુધારો લખવો જરૂરી લાગે તો પણ પેન્સીલથી કરવો. પ૩. જરૂરી પરાત, બાલદી, તપેલાં, છીબા, પાટ-પાટલાં, ટેબલ વગેરે ગૃહસ્થ પાસેથી યાચીને વાપરવા. વિહાર કરતાં પૂર્વે તે બધી ચીજવસ્તુઓ વ્યવસ્થિત ભળાવી દેવી. બહારથી, અન્ય સંઘમાંથી કે ગૃહસ્થોનાં ઘરેથી જે ચીજો આવી હોય તે યાદ રાખીને પહોંચાડવી. ૫૪. કાપ કાઢેલા કપડાં સૂકવતી વખતે હાથ ચોખા જોઈએ. મેલાં હાથથી કપડાં ન સૂકવવા. પપ. શાહીની પેન કે રિફીલ બદલી શકાય તેવી પેન વાપરવી. એક કે બેથી વધુ પેન ન રાખવી. ઈન્ડપેનમાં બને ત્યાં સુધી શાહીની ભૂકીમાંથી શાહી બનાવીને વાપરવી. ભૂકીમાંથી શાહી બનાવવી હોય તો પાણીમાં ચૂનો નાંખીને બનાવવી અને ૭૨ કલાક પહેલાં પેન કોરી કરવાનો ઉપયોગ રાખવો. પ૯. રજોહરણને ગમે ત્યાં મૂકવું નહિ, ગમે તેમ મૂકવું નહિ. ખૂબ જ આદરથી રાખવું. સાડા ત્રણ હાથના અવગ્રહમાં જ રાખવું. રજોહરણ અને પોતાની વચ્ચે કોઈની આડ ન પડે તેનું ધ્યાન રાખવું. ગૃહસ્થની ચીજો બને ત્યાં સુધી વાપરવી નહિ. વાસણ, ધાબળા, ચપ્પ કાતર જેવી ચીજ લેવી પડે તો કાર્ય પૂર્ણ થતાં તરત પરત કરવાનો ઉપયોગ રાખવો. ૫૮. શિયાળા માટે વધારાની કામળી રાખવી પડે તો પણ અતિશય મૂલ્યવાળી ન વાપરવી. ૫૭. ૪૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૪. ૫૯. ઓઘાની દસ ગરમ ઊનની વાપરવાનો આગ્રહ રાખવો. ૬૦. ઘડિયાલ આરંભ-સમારંભવાળું સાધન છે. અનિવાર્યપણે રાખવું પડે તો આખા ગ્રુપ વચ્ચે એકાદ જ રાખવી. દરેકે પોતાની અલગ ઘડિયાલ રાખવાનો મોહ ન રાખવો અને ઘડિયાલ સેલવાળી તો ન જ વાપરવી. ૬૧. કપડાં વગેરે પર બીનજરૂરી પરિકર્મન કરાવવું ૨૨. કપડાં પર દોરા નંખાવવા નહિ. ડીઝાઈન કરાવવી નહિ. બીનજરૂરી પરિગ્રહ વધતો ન જાય તેની ખાસ સાવધાની રાખવી. અત્યંત આવશ્યક સિવાય કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો. અત્યંત જરૂરી વસ્તુઓ માટે બોક્સ કે પોટલાં રાખવા પડે તો તેની સંખ્યા વધે નહિ તેનું ધ્યાન રાખવું. તેમ, ઊંચકવામાં તકલીફ પડે તેવા મોટા અને વજનદાર પોટલાં ન કરવા. ૬૫. પોટલાંની બીનજરૂરી હેરફેર ન કરાવવી. પોટલાં કે બોક્સ ક્યાં મૂકાવ્યાં છે, કેટલાં મૂકાવ્યા છે તેની વ્યવસ્થિત નોંધ રાખવી. ૬૬. પોટલાં કે બોક્સ નંબર આપી દેવા અને ક્યા પોટલા કે બોક્સમાં શું મૂકયું છે તેની નોંધ રાખવી. ૬૭. વસ્ત્ર-કામળી વગેરે જ્યારે જરૂર પડે ત્યારે ઉપલબ્ધ થાય છે તેથી હાલની જરૂર પૂરતાં જ રાખવા. જ્યારે જરૂર પડે ત્યારે વડીલ પાસે માંગી લેવા. પોતાની આવશ્યક્તા વડીલને-ગુરુ મહારાજને જણાવવી. બારોબાર ગૃહસ્થ પાસેથી ન મંગાવવી, ન યાચવી. બને ત્યાં સુધી પુસ્તકો માટે પોથી જ રાખવી. પાકીટ રાખવાનું ટાળવું પાકીટ રાખવાનું થાય તો પણ અંદર ખાનાંઓ હોય તો પડિલેહણ મુશ્કેલ બને, તેવું દુષ્પતિલેખ્ય પાકીટ તો ન જ રાખવું વળી પાકીટ ૪૭. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૭૦. ૭૧. ૭૨. ૭૩. ૭૪. ૭૫. ૭૬. ખુલ્લું ન રાખવું, ઉપરનું કવર ઢાંકીને રાખવું. જ્યારે ખોલવાની જરૂર પડે ત્યારે કાર્ય પૂર્ણ થતાં તરત ઢાંકણું ફરી ઢાંકી દેવું. ૭૮. કંદોરો સૂતરની દોરીમાંથી બનાવેલો સાદો વાપરવો. કંદોરામાં લાલપીળા દોરા ગૂંથાવવા નહિ. દોરા ગૂંથેલા કંદોરા વાપરવા નહિ. ઓઘારીયું ગરમ જ વાપરવું. સ્થાપનાચાર્યજી વ્યવસ્થિત ફીટ બેસે, ઠવણી પરથી પડી ન જાય તેવી પહોળી ઠવણી રાખવી. લેટરપેડ, પેન, કવર વગેરે મોંઘા અને આકર્ષક નહિ વાપરવા. સામાન્ય વપરાશમાં કે કામચલાઉ નોંધ માટે એક બાજુ લખેલા બીનઉપયોગી કાગળોનો ઉપયોગ કરવાની ટેવ પાડવી પણ અતિ મહત્ત્વના પ્રયોજન માટે અથવા પૂ. ગચ્છાધિપતિશ્રી કે અન્ય આચાર્ય ભગવંત જેવા વિશિષ્ટ વ્યક્તિઓનાં પત્ર આદિમાં તેવા અર્ધલખેલા કાગળો ન વાપરવા. ઉપકરણોની સાચવણ પૂરેપૂરી રાખવી. તે તૂટે નહિ, ફૂટે નહિ, ખોવાય નહિ તેનું ધ્યાન રાખવું. પણ, આસક્તિ નહિ કરવી. દોરી પરથી કે ખીંટી પરથી કપડાં લેતી વખતે નીચે બેઠાં બેઠાં ખેંચીને ન લેવા. ૭૭. ભક્તિભાવથી ગૃહસ્થ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ વહોરાવવા લાવે ત્યારે ખરેખર આવશ્યક્તા હોય તો જ તે ચીજવસ્તુઓ જોવી. જરૂર ન હોય તો પણ જોવા બેસી જવું અને પછી જે ગમી જાય તે રાખી લેવું તે ઉચિત નથી. નવકારમંત્ર આદિનો જાપ બને ત્યાં સુધી માળા કે હાથ પર ગણવો, કાઉન્ટર ન વાપરવું. ૭૯. સ્ટેપલર, ટાંકણી વગેરે સાધનોનો ઉપયોગ ન કરવો. સ્ટેપલરની પીન, ટાંકણી ખોવાઈ જાય, કોઈને વાગે, સ્ટેપલરની પીન કાઢ્યા પછી ૪૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ બીજી વાર ઉપયોગમાં આવતી નથી અને તે પીન પરઠવવાની સમસ્યા મોટી છે. જ્યાં નાખે ત્યાં અધિકરણ બને. કવર પેક કરવા માટે ગુંદરનો વિકલ્પ છે જ. ૮૦. પ્લાસ્ટીકના ઘડા, ટોક્સા વગેરે વાપરવા નહિ. ૮૧. સૂતી અને ઊઠતી વખતે રજોહરણને નમસ્કાર કરવા. જ્ઞાનનાં ઉપકરણને પગ લાગે કે પડે તો પાંચ અથવા પાંચથી અધિક ખમાસમણનો દંડ રાખવો. આલોચના લેવી. સ્થાપનાચાર્યજીને પગ અડે કે પડી જાય તો ૧૨ કે અધિક ખમાસમણનો દંડ રાખવો. આલોચના લેવી. ૮૪. વડીલના આસનને પગ લાગે તો તે જ રીતે દંડ મનમાં નક્કી કરવો. ૮૫. વસ્ત્રાદિ કોઈ પણ ઉપકરણ નવું કાઢતી વખતે, કોઈ મહાત્માની પાસેથી લેતી વખતે, અન્ય મહાત્માને આપતી વખતે, કોઈની સાથે ઉપકરણ અદલાબદલી કરવી હોય તો અથવા જીર્ણ થવાથી વસ્ત્રાદિ પરઠવવા હોય તો ગુરુ ભગવંતની રજા લેવી. ૮૬. ઉપકરણો પ્રમોણોપેત અને લક્ષણોપેત વાપરવા. ૮૭. કામળીકાળમાં બહારથી આવીને કામળીની ગડી ન વાળવી, દોરી પર કામળી પહોળી કરવી. સામાન્ય રીતે કપડાં ખુલ્લામાં સૂકવવા નહિ. કામળીકાળ દરમ્યાન તો ન જ સૂકવવા. અતિશય પવનમાં કે તડકામાં કપડાં ન સૂકવવાં. ગૃહસ્થની બાંધી રાખેલી દોરી પર કપડાં સૂકવવાં નહિ. ૯૦. ચઢાઈનો ઉપયોગ ન કરવો. પોતાની માલિકીના ટેબલ, ઘોડા વગેરે રાખવા નહિ. સૂતી વખતે સંથારો અને ઉત્તરપટ્ટો સિવાય બીજું કાંઈ પાથરવું નહિ. ઉત્તરપટ્ટો અવશ્ય પાથરવો, એકલા સંથારા પર ન સૂવું માથે વીંટીઓ ૪૯ ~ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૯૩. મૂકવાની ટેવ ન પાડવી. ગ્લાનિ આદિના કારણથી સંથારામાં આસન આદિ પાથરવાની જરૂર પડે તો ગુરુ ભગવંતને પૂછીને પાથરવું કોઈ પણ ઉપકરણ ખોવાય નહિ તેનું ધ્યાન રાખવું ઉપકરણ ખોવાઈ જાય તો તેને માટે કાંઈક ત્યાગનો દંડ રાખવો તેમ અનુપયોગથી પાત્ર કે ઘડો ફૂટી જાય તો તેને માટે પણ સ્વેચ્છાએ કાંઈક દંડ ધારવો. આલોચના પણ લેવી. ૯૪. પર્વતિથિ, ઓળી, પર્યુષણ આદિ પર્વેમાં કાપ કાઢવો નહિ. ૫. આસન હોય કે દંડાસણ, લૂણું હોય કે લૂછણીયું... કોઈ પણ ઉપકરણ પગથી ન ઊંચકવું નીચા નમીને હાથથી લેવું. 0. Page #70 -------------------------------------------------------------------------- ________________ { પ્રતિલેખનાપ્રમાર્જનાઔચિત્ય અંધારામાં પાટ, તાપણી, તપેલાં વગેરેનો અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું અવાજ થાય તે રીતે દંડાસણ ઉપરથી ન મૂકવું દરેક પ્રવૃત્તિ ખૂબ ધીમેથી અવાજ ન થાય તે રીતે કરવી. બારી-બારણાં પણ ધડાક દઈને ખોલબંધ ન કરવા. દિવસે પણ કોઈ પણ ચીજ લેતાં-મૂકતાં, બારી-બારણાં બંધ કરતાં, કોઈ ચીજવસ્તુ અન્યને આપતા, ઉપકરણનું પડિલેહણ કરતાં, કાપ કાઢતાં, કપડાં સૂકવતાં, કપડાં નીચોવતા દરેક બાબતમાં જડ પદાર્થો સાથે પણ જડ-વ્યવહાર ન કરવો. ખૂબ મૃદુતાથી વ્યવહાર કરવો. ચોમાસામાં રાત્રે નીચે ન સૂવું પાટ પર સૂવું. વિશેષ કારણથી નીચે સૂવું હોય તો વડીલની રજા લઈને સૂવું. પાટ લેવા-મૂકવાનું જાતે જ કરવું. ગૃહસ્થને ન ભળાવવું. ફેરવવાની આળસથી પાટો મકાનમાં વચ્ચે પડેલી ન રાખવી. રાત્રે પાટ મૂક્યા બાદ સંથારો પાથરવાની વાર હોય તો તરત જ એક સફેદ કપડું પાટ પર પાથરી દેવું જેથી કોઈ પાર્ટી સાથે અથડાઈ ન જાય. ચોમાસામાં રાત્રે સૂવા માટેની પોતાની પાટનું પ્રતિલેખન દરેકે પોતે કરી લેવું જોઈએ. કદાચ પાટનું પ્રતિલેખન કરવાની જવાબદારી કોઈ એક મહાત્માએ સંભાળી લીધી હોય તો તે મહાત્માએ ઉપયોગ રાખીને જવાબદારી વહન કરવી. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૮. ૯. ૧૦. ૧૧. ગોચરીરૂમ વગેરે સામુદાયિક વપરાશની જગ્યાનો કાજો લેવાનું ભૂલવું નહિ. ભૂલ ન થાય તે માટે વડીલે એક મહાત્માને જવાબદારી સોંપી દેવી. ૧૩. પાટ બે બાજુ બે જણે ઊંચકીને ફેરવવી. ઘસીને ન ફેરવવી. પાટ વજનમાં હલકી હોય તો પણ એકલાએ ઉપાડવાની કોશિશ ન કરવી. ૧૨. પ્રતિક્રમણ-માંડલી બેસવાની હોય તે જગ્યાનો કાજો લઈ લેવાનો ઉપયોગ રાખવો. ૧૪. પાટ જ્યાં મૂકવાની હોય તે જગ્યા, પાટ મૂકતાં પહેલા પૂંજી લેવી. ચોમાસામાં કાળનો કાજો દરેકે ઉપયોગ રાખી પોતાની જગ્યા પરથી લઈ લેવો. કાળનો મજો બપોરે ગોચરી વહોરવા નીકળતા પહેલાં - ગોચરી વાપરતાં પહેલાં લઈ લેવો. ૧૬. માંડલીના કોમન ટોક્સા વગેરેના પ્રતિલેખનની જવાબદારી કોઈ એક મહાત્માએ સંભાળી લેવી. બને ત્યાં સુધી આવા કોમન ટોક્સા રાખવા જ નિહ. પાટ લેતાં-મૂકતાં અવાજ ન થાય, કે અજયણા ન થાય તે રીતે ધીમેથી અને મૃદુતાથી પાટ ઉપાડવી. ૧૫. પરાતોનું પડિલેહણ કરતાં, પાણી ઠારતાં કે પાણી ગાળતાં પરાતનો બહુ અવાજ ન થાય, પરાતો પછડાય નહિ તેનું ખાસ ધ્યાન રાખવું. પાણી ઠારવામાં વાયુકાય વગેરેની અયતના - ઠંડા પાણીની અપેક્ષા વગેરે દોષો રહેલા છે. તેથી સત્ત્વ પહોંચતું હોય તો ઠાર્યા વગરનું પાણી વાપરવાનો અભ્યાસ પાડવો. શિયાળા અને ચોમાસામાં ઠાર્યા વગરનું પાણી વાપરવામાં વિશેષ મુશ્કેલી ન પડે. ૧૭. પાણી ઠારતાં પહેલાં પરાતો મૂકવાની જગ્યા દંડાસણથી પૂંજી લેવી. બને ત્યાં સુધી પાટ ઉપર પાણી ઠારવું જયણા વિશેષ સચવાય. પાણી ભરેલા ઘડા પણ પાટ પર રાખવા. પરાતો ચરવળીથી બરાબર પૂંજી લેવી. પર Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૮. ઠારેલાં પાણીને કારણે પરાત નીચે કીડીઓની કે પરાતમાં પડવાથી માખી, કંથવા વગેરેની વિરાધના ન થાય તેની ખાસ કાળજી રાખવી. ૧૯. પાણી ઠારવું જ પડે તો પણ ઠારવા માટે એલ્યુમિનિયમનીપરાતોનો ઉપયોગ ટાળવો.તેપરાતોનું પાણી આરોગ્યને માટે હાનિકર નીવડે છે. ૨૦. વર્તમાન દેશકાળમાં મોટેભાગે આયંબિલખાતાં કે પાણીખાતામાં ઉકાળેલાં પાણીનો ઉપયોગ કરવો પડે છે. આ સ્થાનો પગારદાર માણસોના ભરોસે મોટેભાગે રહેતા હોવાથી જયણા અને ચોકસાઈમાં ખામી હોઈ શકે છે. આવી કોઈ ખામી જોવા મળે તો જવાબદાર વ્યવસ્થાપક વ્યક્તિનું વિવેકપૂર્વક ધ્યાન દોરવું શ્રાવકોના ઘરેથી પાણી લાવવાનું શક્ય બનતું હોય તો તે વધારે ઈચ્છનીય. કદાચ નિર્દોષ ન મળે તો કરાવેલું પાણી પણ ઘરમાંથી લાવવું વધારે સારું. અલગ અલગ ઘરે એક કે બે ઘડાનો લાભ આપી શકાય. છેવટે પીવાનું પાણી ઘરોમાંથી લાવવું. શુદ્ધિ, જયણા વધારે રહે. ૨૧. મોડા પડશું તો પાણી નહિ મળે - તેવો ભય રાખવાની જરૂર નથી. સૂર્યોદય થઈ ગયો છે તેની ખાત્રી થયા પછી જ ઘડા-પ્રતિલેખન આદિ પાણી વહોરવાની કાર્યવાહી કરવી. અજવાળામાં બરાબર અંદર નજર કરીને તથા ચરવળીથી પૂંજીને ઘડાનું પ્રતિલેખન કાળજીથી કરવું. રાત્રે ઠંડકથી આકર્ષાઈને કીડી, કંથવા, વાંદા વગેરે જીવજંતુએ ઘડામાં આશ્રય કર્યો હોય તેવી સંભાવના છે. ર૩. જેનો રોજ નિયમિત ઉપયોગ ન થતો હોય તેવા ઘડામાં કરોળિયાનાં જાળાં વગેરે થવાની શક્યતા છે. તેથી ઉપયોગ વગરના વધારાના ઘડાના મોઢાં પર ચોકખું કપડું બાંધીને યોગ્ય સ્થાને મૂકી રાખવા. ૨૪. ચૂનાનું પાણી કરતી વખતે તપેલાનો-પરાતનો અવાજ બહુ ન થાય તેની કાળજી રાખવી. ૨૨. ૫૩. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૯. ૨૫. ચૂનાનાં પાણીના કાળનો ઉપયોગ રાખવો. પાણીમાં ચૂનો નાખ્યા પછી ૭૨ કલાક પહેલાં તે પાણી પૂરું થઈ જાય તે ધ્યાનમાં રાખવું. ચોમાસામાં પહેલા કાળનાં પાણીમાં ચૂનો જે તપેલામાં નાંખ્યો તે જ તપેલામાં બીજા કાળનું પાણી નાંખો તો ફરી તે બધાં પાણીમાં ચૂનો નાંખવો પડે અને ચૂનાના પાણીનો કાળ પહેલાં કાળનું પાણી કાઢ્યું ત્યારથી ગણાય. ૨૭. ચૂના માટેનું પાણી નાંખતા પહેલાં તપેલું વગેરે વાસણ બરાબર પૂંજી લેવું ૨૮. તપેલું વગેરે વાસણ આગળનાં ચૂનાનાં પાણીવાળું ભીનું હોય તો તેમાં પાણી ન કાઢવું કોરા વાસણમાં જ પાણી કાઢવું ૨૯. ચૂનાનું પાણી જે વાસણમાં કાઢો તે વાસણને બરાબર ઢાંકણ ઢાંકેલું રાખવું. કાપનું મેલું પાણી નાંખવા માટે રાખેલી ડોલને ચોક્ના પાણીથી વ્યવસ્થિત સાફ કરીને કોરી કર્યા બાદ પણ તેમાં ચૂનાનું પાણી ન કાઢવું. જરૂર પડે કાઢવું પડે તો રાખ વગેરેથી બરાબર ઘસીને સાફ કરી ડોલ ધોવી-કોરી કરવી. ૩૧. ચૂનાનું પાણી ખાલી થયા પછી તપેલું નીતારી દેવું. ૩૨. ચૂનાની ચોકસાઈ કરી લેવી. ઊતરી ગયેલો ચૂનો ન ચાલે. ક્યારેક ચૂનો ખરાબ હોય છે. તેથી ચૂનાનાં પાણીમાં પોરાં ઉત્પન્ન થઈ જાય છે. કળીચૂનો વપરાય. છીપકોડીનો ચૂનો હલકો હોય છે. ૩૩. ચૂનાનાં પાણીમાં પોરાં ઉત્પન્ન થઈ જાય તો પોરાની વિરાધના ન થાય તે રીતે વિધિ ગુરુગમથી જાણીને જયણા કરવી. ૩૪. ઉકાળેલું પાણી ચૂલા પરથી કેટલા વાગે ઉતરેલું છે તેનો ખ્યાલ કરીને કાળ પહોંચે તે પહેલાં ચૂનો નાખી દેવો. ખાસ કરીને સાંજના વિહાર દરમ્યાન સાંજે મકાને પહોંચવામાં મોડું થાય તેવું હોય ત્યારે રસ્તામાં ૩૦. ૫૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૫. ૩૮. ૩૬. દાંડાનું પડિલેહણ કરતી વખતે અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું. લૂણાંનો કાપ કાઢતા કે કપડાંનો કાપ કાઢતા પરાત-બાલદી વગેરેનો બહુ અવાજ ન થાય તેની કાળજી રાખવી. ૩૭. ૩૯. ૪૦. ૪૧. ૪૨. જ કાળ પહોંચે તે પહેલાં ચૂનો નાંખી દેવાનો ઉપયોગ રાખવો. ખાસ કરીને શિયાળામાં ચાર પ્રહરનો કાળ હોય છે ત્યારે આ ઉપયોગ રાખવો વિશેષ જરૂરી બને છે. ૪૩. પાણી ઠારીને ગાળી લીધા પછી પરાતો ભીંતના ટેકે આડી ટેકવીને એક ખુલ્લી પરાતમાં નીતારી દેવી. પરાત ટેકવવાના સ્થાનને પૂંજી લેવું. જે પરાતમાં નીતરેલું પાણી ભેગું થયું હોય તેને પણ છેવટે નીતારીને કોરી કરવી. ૧૦-૧૫ મિનિટમાં બધી પરાતો કોરી થઈ જવી જોઈએ. બારી-બારણાં પવનથી ખૂબ ખખડતા હોય તો કડી બંધ કરવાનો ઉપયોગ રાખવો. ઊભા ઊભા લૂછણીયાથી જમીન લૂછવી નહિ. નીચે જમીન પર બરાબર નજર ફેરવીને કીડી વગેરે નથી તેની ખાત્રી કરીને પછી જ જમીન લૂછવી. લૂછણીયાનો ઉપયોગ કરતાં પૂર્વે બન્ને બાજુ ફેરવીને લૂછણીયાનું પણ બરાબર દૃષ્ટિ પડિલેહણ કરી લેવું. કોઈ પણ કપડાનો-લૂણાનો કાપ કાઢતાં પૂર્વે તેને બન્ને બાજુ ફેરવીને બરાબર દૃષ્ટિ પડિલેહણ કરી લેવું. રાત્રે દંડાસણ જમીનને અડાડીને બન્ને બાજુ વ્યવસ્થિત ફેરવતાં ફેરવતાં ચાલવું. દંડાસણ અદ્ધર ન રાખવું. દાંડો કે દંડાસણ ઓઘાથી પૂંજ્યા વગર ન લેવા. ૪૪. ૪૫. ભીંતનું પ્રમાર્જન કરીને પછી જ દાંડો ટેકવવો. નીચે જમીન ઉપર દાંડો જે સ્થાને મૂકો તે જગ્યા પણ પૂંજી લેવી. ૫૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૬. અતિ ખાસ કારણ સિવાય દાંડો ટેકવીને ન ચાલવું ૪૭. અતિ ખાસ કારણ સિવાય કઠેડો પકડીને કે હાથથી ઘસતા ઘસતા દાદરા ચડવા-ઊતરવા નહિ. ૪૮. સવારનું પાત્ર પ્રતિલેખન પાદોન પોરિસીના સમયે વખતસર કરવું આગળ-પાછળ ન કરવું. કેટલાક સમુદાયમાં છ ઘડીની પરંપરા છે. ૪૯. કયારેક વરઘોડો-સામૈયું વ્યાખ્યાન વગેરેને કારણે પાત્રપ્રતિલેખન વધારે પડતું મોડું થવાની શક્યતા હોય તો, ગુરુ ભગવંતને પૂછીને રજા આપે તો પાત્ર-પ્રતિલેખન થોડુંક વહેલું કરવું કેટલાક સંજોગોમાં પાત્ર-પ્રતિલેખન વહેલું કરવું અને પછી પોરિસી તેના સમયે ભણાવી લેવી. એવા વિશેષ સંજોગોમાં ગુરુ-વડીલને પૂછીને તેઓ જેમ ફરમાવે તેમ કરવું. ૫૦. કાપ કાઢતા પૂર્વે તે જગ્યામાં દંડાસણ ફેરવી દેવું. કોઈ જીવજંતુ ન હોય તેની ખાત્રી કરી લેવી. કાપ કાઢવા માટે કપડાં ગરમ પાણીમાં કે ફીણમાં બોળ્યાં હોય તો બે ઘડીથી વધારે સમય ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. પર. કાપમાં ઉપયોગમાં લેવાતા પરાત, બાલદી, ટોકસો વગેરે બરાબર પૂંજી લેવા. પ૩. કાપ કાઢતી વખતે ચૂનો કે રાખ બાજુમાં લઈને બેસવું. કદાચ માખી પાણીમાં કે ફીણમાં પડે તો તરત બહાર કાઢી ઉપર ચૂનો કે રાખ , ભભરાવવાથી, તેની ઉષ્માને કારણે તે બચી જાય છે. ૫૪. કાપ એવી રીતે કાઢવો કે પરાતની બહાર પાણી ન ઢોળાય. ૫૫. કાપ બે ઘડીમાં પતી જાય તેમ કરવું. કદાચ, કાપ લાંબો ચાલે તો થોડી થોડી વારે આજુબાજુમાં છાંટા ઊડ્યા હોય તે લૂછી નાંખવા. ચાલુ કાપમાં વચ્ચે ઈન્ટરવલ ન પાડવો. ૫૧. પદ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૦. પ૬. કાપ પૂર્ણ થતાં મેલું પાણી તરત પરઠવી દેવું. કાપ લાંબો ચાલે તો પરઠવવાનું પાણી કટકે કટકે પરઠવતા રહેવું ૫૭. અડધા કાપથી ચાલે તો આખો કાપ ન કાઢવો. કુલ ત્રણ કપડા એટલે અડધો કાપ. ત્રણથી વધારે કપડાં એટલે આખો કાપ. ૫૮. કાપ કાઢવાનો શરૂ કરતાં પૂર્વે કપડા સૂકવવા માટે દોરી બાંધી દેવી. પ૯ કપડા સૂકવવાની દોરી ચોખ્ખી રાખવી. તેનો પણ ૨-૪ મહિને કાપ કાઢવો. કપડાં સૂકાઈ જતાં તરત લઈ લેવા. હવામાં ઊડવા ન દેવા. ૬૧. કપડાં સૂકવવાની દોરી હોલની વચ્ચે ન બાંધવી, સાઈડમાં બાંધવી. દોરી મકાનમાં વચ્ચે બાંધવાથી જતાં-આવતાં કપડાં વચ્ચે આવ્યા કરે. સ્પર્શ થવાથી કપડાં મેલાં થાય. વડીલો ઢંકાઈ જાય તે રીતે કપડાં ન સૂકવવા. કપડાં સૂકાઈ ગયા બાદ તરત કપડાં લઈને દોરી છોડી દેવી. ૬૩. કામળી કાળ દરમ્યાન બહાર જઈ આવ્યા બાદ અથવા પરસેવાવાળાં કપડાં તરત સૂકવી દેવા. ડૂચો ન વાળવો. ગડી ન કરી દેવા. જાજમ કે કારપેટ પર ચાલવું નહિ. પગલૂછણીયાથી પગ લૂછવા નહિ. ભીના કે માટીવાળા પગ લઈને આસન પર બેસવું નહિ. પગ માટીવાળા થયા હોય તો યોગ્ય જગ્યાએ ખંખેરવા. પરસેવાવાળાં કપડાં સૂકવવા માટે દોરી દિવસે બાંધી હોય તો તે સાંજે સૂર્યાસ્ત પહેલાં અચૂક છોડી દેવી. ૬૭. જેમાંથી પાણી ટપકે તેવા આસન-કામળી વગેરે સાઈડમાં સૂકવવાં અને નીતરેલું પાણી થોડી થોડી વારે લૂછી નાંખવું. ૬૮. ૫ડાં સૂક્વવાની પદ્ધતિ અનુભવી મહાત્મા પાસેથી બરાબર શીખી લેવી, જેથી કપડાં ચડી ન જાય. ૬૨. ૬૪. ૬૫, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૧. ૬૯. ગરમ કપડાં ગરમ પાણીમાં બોળવા નહિ, ગરમ પાણી તેના કાપમાં વાપરવું નહિ. કાપ અત્યંત જરૂર પૂરતો અને ઓછા પાણીથી કાઢવાની ટેવ પાડવી. પ્રવચન વિરાધના કે સંયમ વિરાધનાથી બચવાના ઉદ્દેશથી કાપ કાઢવાનો છે. વિભૂષાના હેતુથી જલદી જલદી કાપ કાઢવાની ટેવ ન પાડવી. કાપ કાઢવા માટે ખેળીયું લૂછણીયું માતરીયું પરાતમાં ઘસવું નહિ. ખેળીયું-લૂછણીયું બાલદીમાં ઘસી નાંખવું. માતરીયું પ્યાલામાં (કુંડીમાં) ફીણ બનાવીને તેમાં કાઢવું ૭૨. લૂણાં કે કપડાંનો કાપ કાઢ્યા બાદ પરત વ્યવસ્થિત સાફ કરીને મૂકવી. ૭૩. લાંબી સ્થિરતા હોય ત્યાં શક્ય બને તો લૂણાંનાં કાપની પરાત અલગ રાખવી. લૂણાં માટે થાળી ચાલે તો થાળી વાપરવી. ૭૪. પાણી પરઠવ્યા બાદ બાલદી નીતારીને ચોક્ક લૂછણીયાથી લૂછીને મૂકવી. ૭૫. ભીની બાલદીપરાત વગેરે નીતારીને પછી આડી મૂકવી જેવી બાલદી ભીની ન રહે. ૭૬. પાણી ગાળતી વખતે એટલો ઉપયોગ રાખવો કે ગળણું વચ્ચેથી જ ભીનું થાય. આખું ગળણું લચપચ ન થવું જોઈએ. ૭૭. ભીનું ગળણું એક કોરા છેડેથી પકડીને સહેજવાર પરાતમાં નીતારી દોરી પર સાઈડમાં સૂકવવું. પાણી ટપક્યાં ન કરે તે રીતે સૂકવવું પાણી નીતર્યું હોય તો તરત લૂછી લેવું. ગળણું નીચોવવું નહિ. ૭૮. પાણીના ઘડા પરાતમાં વ્યવસ્થિત મૂકવા. દરેક ઘડા પર ટોકસા ઢાંક્વા. ઘડા ખુલ્લા ન રાખવા. પરાત કે ગળણું ઢાંકવાની પદ્ધતિ પણ ન રાખવી. ટોકસો, ટોકસી, ડીસ, પાતરી ઢાંકવી. છેવટે એક ચોકખું Page #78 -------------------------------------------------------------------------- ________________ ૮૧. ૮૩. સફેદ કપડું પરાતમાં મૂકેલા બે-ત્રણ ઘડા એક સાથે ઢંકાય તે રીતે ઢાંકવું પણ ઘડા ખુલ્લા ન જ રાખવા. પાણી લેવા માટે ઘડો ખુલ્લો કરવો પડે ત્યારે પાણી લઈને ફરી તરત ઘડો ઢાંકી દેવો. ઘડો ખુલ્લો પડેલો દેખાય તો ઉપેક્ષા ન કરવી. તરત જ તેને ઢાંકી દેવો. કોણે ખુલ્લો મૂકયો તેની ચર્ચામાં ન ઊતરવું ૭૯. ઘડામાંથી પાણી કાઢતા પાણી ઢોળાય નહિ તેનું ખાસ ધ્યાન રાખવું ૮૦. ઘડા એકદમ છલોછલ ન ભરવા. થોડાંક ઊણા રાખવા, જેથી પાણી લેવાનું ફાવે. પાણી ભરેલો ઘડો કાંઠેથી ન ઊંચક્યો. દોરો બાંધેલો હોય તો દોરાથી ઊંચકવો. નહિંતર, બે હાથ વડે નીચેથી ઊંચકવો. પાણી ઠારતી કે ગાળતી વખતે બિલકુલ બોલવું નહિ. ખાંસી-છીંકન આવે તેની કાળજી રાખવી. મુખમાંથી ઘૂંક ન ઊડે તે ખાસ જોવું. ગરમ પાણી ભરેલો ઘડો લાવતી વખતે અને પાણી ઠારતી વખતે ઉતાવળ ન કરવી. સાવધાની રાખવી. બને ત્યાં સુધી ગરમ પાણી ન લાવવું ૮૪. બે ઘડા ઊંચકવાનું રાખવું ધક્કો વધારે થાય તો વાંધો નહિ, આળસ ન કરવી. પાણી ગરમ હોય ત્યારે તો આ વાત ખાસ લક્ષ્યમાં લેવી. ૮૫. પાણી ગરમ હોય અને ઠારવું પડે તો પડિલેહણ કરેલી પરાતમાં જ ઠારવું. પાણી ઠારવા માટે પહેલા કાજો લીધેલો હોય તો પણ ફરીથી દંડાસણ ફેરવીને પરાતો પાથરવી. અને, તે વખતે પરાતો પૂંજી લેવી. ૮૬. પાણી ઠારવાની પરાતનું પડિલેહણ કરતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે ખૂણે-ખાંચરે ક્યાંય ભીની ન હોય, કાચા પાણીવાળી ન હોય. ક્યાંય ખાંચામાં નિગોદ કે ચીકાશ બાઝી ગઈ ન હોય. ૮૭. પાણી ઠરી જતાં તરત ગાળી લેવું. બીનજરૂરી પરાતમાં ખુલ્લું રાખી ન મૂકવું. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૯૦. ૮૮. માખીઓ ખૂબ ઊડતી હોય કે કીડીઓ ખૂબ ફરતી હોય તો ઠારેલા પાણીમાં માખી પડે નહિ અને કીડી ગરમ પાણીની પરાત પાસે આવે નહિ, તે ખાસ ધ્યાન રાખવું. પક્ષીઓ કે કૂતરાં-બિલાડાં પાણી બોટે નહિ તેનું ધ્યાન રાખવું. ૮૯. પાણીનો કાળ ચાર કે પાંચ પ્રહરનો હોય ત્યારે પણ પ્રથમ પ્રહરમાં વહોરેલું પાણી ત્રીજા પ્રહર સુધી જ પીવાના ઉપયોગમાં લેવાય તે આચારમર્યાદા સાચવવી. તેમ, ગોચરી પણ પહેલાં પ્રહરમાં વહોરેલી ત્રીજા પ્રહરથી આગળ ન રાખવી. સૂર્યોદય પહેલાં ગોચરી-પાણી વહોરાય નહિ, તે આચારમર્યાદાના પાલન માટે સૂર્યોદય થઈ ગયો છે તેની ખાસ ચોકસાઈ કરી લેવી. પાણી લાવવાની ઉતાવળમાં આ ચોકસાઈ ચૂકાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી. ઘડા-ટોકસા-દોરાનું પ્રતિલેખન પણ સૂર્યોદય પછી જ કરવું ચોમાસામાં પાણીનો કાળ ત્રણ જ પ્રહરનો હોવાથી પહેલા કાળનું પાણી વધ્યું હોય તો કાળ થતાં પૂર્વે તેમાં ચૂનો નાખી દેવો અને પરાત ઘડો-ટોકસા જગ્યા વગેરે લૂછી નાંખવા. ૯૨. છાશની આશ જેવું દેખાવમાં પાણી થાય તેટલો ચૂનો નાંખવો. ૯૩. ચૂનો નાંખીને પાણી હાથ વડેન હલાવવું ટોક્સી વડે અથવા લાકડાની દાંડીથી ચૂનો હલાવી દેવો. ટોક્સી કે દાંડી છેડેથી પકડવા. ચૂનો ભેળવવા હાથનો ઉપયોગ કરવો પડે તો હાથ પાણીથી એકદમ સ્વચ્છ કરીને કોરા કરેલા જોઈએ તથા નખ એકદમ કાપેલાં ચોખ્ખા જોઈએ. ૯૪. ચૂનાનું પાણી કાઢ્યા પછી ઘડા નીતારી દેવા. ત્યારબાદ તે ઘડા બહારથી ચોખ્ખા લૂછવાના કપડાથી લૂછી નાંખવા. ૫. ઘડા લૂછવાના કપડાથી પરાતો પણ વ્યવસ્થિત લૂછી લેવી. ૯૬. જ્યાં જ્યાં ઘડા-પરાતો વગેરે પડેલું હોય તે બધી જગ્યાએ પાણી લુછણીયાથી લૂછી લેવું. ૯૧. | 0 | Page #80 -------------------------------------------------------------------------- ________________ ૯૭. ૯૮. ૯૯. પરાતો, ઘડા, બાલદી, પાટ, તપેલાં, છીબાં, પાટલા અથવા ઉપકરણો જમીન પૂંજીને જ મૂકવા. ઊંચકીને સ્થાનાન્તર કરવું, ક્યારેય ઘસડવા નહિ. બારી-બારણાં, ખોલતા બંધ કરતી વખતે બન્ને બારણાંની ચારેય સાઈડ વ્યવસ્થિત પૂંજી લેવી. બારી-બારણાં ખોલતા-બંધ કરતાં પૂર્વે સહેજ ખટખટાવવા જેથી ગરોળી વગેરે ત્યાં હોય તો દૂર ખસી જાય. ૧૦૦. વિહારમાં પાણી વાપરવા માટે છાપરા નીચે અથવા ઘટાદાર વૃક્ષ નીચે બેસવું. ખુલ્લામાં ન બેસવું. વૃક્ષ કે છાપરું ન જ મળે અને ખુલ્લામાં જ બેસવું પડે તો ઉપરથી કામળીની આડસ કરીને ઘડો ખોલવો, ટોકસામાં પાણી ભરવું અને વાપરવું. પાણીનો ઘડો કે ટોકસો ખુલ્લો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. કામળી કાળ દરમ્યાન આ ઉપયોગ અચૂક રાખવો. ૧૦૧. વિહાર દરમ્યાન કે કામળીકાળ દરમ્યાન બહાર જતી વખતે આસન કે અન્ય કપડાં વગેરે કામળીની અંદર રાખવા, બહાર ન રાખવા. ભૂલથી આસન બહાર રહી ગયું હોય તો કામળીકાળ વીત્યાને બે ઘડી ન થાય ત્યાં સુધી તે આસનનો ઉપયોગ કરવો નહિ. ૧૦૨. પ્રવચનના સમયે હજુ કામળીકાળ ન થયો હોય અને ખુલ્લામાં ચાલીને પ્રવચનખંડમાં જવું પડતું હોય તો આસન કામળીમાં ઢાંકીને લઈ જવું. ખુલ્લું હાથમાં ન લઈ જવું. ૧૦૩. પગથીયાં સડસડાટ ચડવા-ઊતરવા નહિ. ૧૦૪. દોડતાં-દોડતાં ગિરિરાજ ન ઊતરવો, સહજ ગતિએ ઉતરવો. ૧૦૫. કામળી કાળ દરમ્યાન વિશેષ પ્રયોજન વગર કામળી ઓઢીને પણ બહાર નીકળવાનું ટાળવું. કામળીકાળમાં કામળીનો ઉપયોગ અચૂક રાખવો. ૧૦૬. મકાનમાંથી ૧૦૦ ડગલાંથી અધિક બહાર જવું હોય ત્યારે, ૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ કામળીકાળ ન હોય તો પણ અવશ્ય કામળી ખભા પર સાથે લઈને જવું તે રીતે, દાંડો પણ અવશ્ય સાથે રાખવો. ૧૦૭. ઉજેણીમાં કામળી ઓઢીને પણ ચાલવાનું ઊભા રહેવાનું બેસવાનું ટાળવું. ન છૂટકે જવું પડે ત્યારે કામળી ઓઢવાનો ઉપયોગ અવશ્ય રાખવો. ૧૦૮. કામળીકાળ કે ઉજેણી દરમ્યાન કામળી એવી રીતે ઓઢવી કે મસ્તક તથા શરીર વધુમાં વધુ ઢંકાય. ૧૦૯ કામળી સુતરાઉ કપડાં સહિત ઓઢવી. એકલી કામળી ન ઓઢવેં. કામળી એવી રીતે ન વાળવી કે કામળી નીચે આવી જાય અને સુતરાઉ કપડો બહાર રહે. ૧૧૦. કામળી જીવરક્ષા માટેનું ઉપકરણ છે. ગરમ કામળીથી જ આ પ્રયોજન સરે માટે કામળી ઊનની ગરમ જ રાખવી. ૧૧૧. ઉજેડી હોય ત્યાં દંડાસણ જમીન પર ન ફેરવવું ૧૧૨. મકાનમાં દાંડો, દંડાસણ, પાતરા આદિ કોઈ પણ ઉપકરણ પર ઉજેણી ન પડે તેવી રીતે તે મૂકવા. ૧૧૩. શેષકાળ વિહારકાળ હોવાથી ઝોળી પર ગુચ્છા અવશ્ય બાંધવા. આળસ ન કરવી. ૧૧૪. કાજો લીધા વગરની જગ્યાએ સ્વાધ્યાય, પ્રતિક્રમણ, ગોચરી, સંથારો, કાપ આદિ કોઈ પ્રવૃત્તિ કરવી નહિ. ૧૧૫. કાજો લેવામાં વેઠ વાળવી નહિ. દંડાસણ ઉપર ઉપરથી ફેરવવું નહિ. દંડાસણ બહુ ઘસવું પણ નહિ. કાજો સૂપડીમાં ભર્યા વગર પરઠવવો નહિ. કાજો અજવાળામાં બરાબર જોઈને જ પરઠવવો. કાજો લેતાં પૂર્વે અને કાજો પરઠવવીને ઇરિયાવહિયા કરવી. ૧૧૬. મકાનમાં ખૂણે-ખાંચરે કાજો લઈને મકાન સ્વચ્છ રાખવું ગૃહસ્થ પાસે કચરા-પોતાં કરાવવા નહિ. ૨૨. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭. કામળીકાળ-ઉજેણીમાં જતી વખતે તરપણી વગેરે ખુલ્લાં ન રાખવા. તરપણી ખુલ્લી હોય તો કામળીકાળ કે ઉજેણીમાં બહાર નીકળતી વખતે કામળીમાં ઢાંકી દેવી. ૧૧૮. ચશ્મા પહેરતી વખતે પહેલાં મુહપત્તિથી ચશ્મા બરાબર પૂંજીને પછી દાંડી ખોલવી. ૧૧૯. જેનું પ્રતિલેખન-પ્રમાર્જન સરળતાથી સરસ રીતે થઈ શકે તેવા ઉપકરણ વાપરવા. ૧૨૦. રાત્રે મચ્છરદાની બાંધી હોય તો સવારે અજવાળું થતાં બરાબર દૃષ્ટિ પડિલેહણ કરીને પછી વાળવી અને બંધનમાં બાંધવી. અંધારામાં ખંખેરીને બાંધી ન દેવી. ૧૨૧. વીંટીયા, વધારાની ઉપધિ, બોક્સ વગેરે ખોલીને દર ચૌદસે તેનું પ્રતિલેખન કરતાં રહેવું ૧૨૨. પોથી-પાકીટનો કાપ કાઢતા પૂર્વે ઉલટસુલટ કરીને ખૂણેખૂણાં બરાબર તપાસી લેવા. ૧૨૩. કોઈ પણ કપડું શરીર પર ઓઢતા પૂર્વે અને કાપ કાઢતાં પૂર્વે અચૂક તેનું દૃષ્ટિ પડિલેહણ કરી લેવું ૧૨૪. શરીર પર ખંજવાળ આવે ત્યારે ઓઘા કે મુહપત્તિથી અથવા લૂણા જેવા કોમળ કપડાના ટુકડા વડે કોમળતાથી શરીરનો તે ભાગ પૂંજીને પછી જ ખંજવાળવું ૧૨૫. પડિલેહણના ૫૦ બોલ બરાબર ઉપસ્થિત રાખવા. વસ્ત્ર-પાત્ર મુહપત્તિ-દાંડો-દંડાસણ-ઓઘો વગેરેનાં પડિલેહણ વખતે યથાયોગ્ય બોલ ઉપયોગપૂર્વક બોલવા. ૧૨૬. ખીંટી, ખીલ્લી કે દોરી ઓઘાથી પૂંજીને પછી જ તેના પર કપડાં મૂક્યાં સૂકવવાં. ૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭. પ્રતિલેખન કરતાં બોલવું નહિ. કોઈ વિશેષ કારણથી બોલવું પડે તો ફરીથી ઈરિયાવહિયા કરી લેવા. ૧૨૮. પડો કે કામળી ધીમેથી ઓઢવા. જોરથી ઝાપટ ન લાગે તેની ખાસ કાળજી રાખવી. ૧૨૯. આસન પાથરતાં પહેલાં જમીન પૂંજી લેવી. સ્થિર આસન પાથરવાની ટેવ ન પાડવી. પાથરેલા આસન પરથી ઊભા થઈને થોડીવાર બાદ ફરી બેસવું હોય તો આસન ઊંચું કરીને ફરી જમીન પૂંજીને પાથરવું ૧૩૦. પડિલેહણ કરતા પૂર્વે બધી ઉપાધિ ભેગી કરીને રાખવી. ૧૩૧. દરરોજ બંને ટકે ઓઘો બાંધવો. સવારનાં પડિલેહણમાં પાંચ વાનામાં જ ઓઘો છોડી પડિલેહણ કરીને બાંધી લેવો. કોઈ વિશેષ કારણથી તે વખતે બાંધવાનો બાકી રહે તો પછી અવસર મળતાં થોડી વારમાં જ બાંધી લેવો, મોડું ન કરવું. સાંજના પડિલેહણમાં ઓઘો છેલ્લે ખોલવો. ૧૩૨. પડિલેહણ દરમ્યાન જૂ નીકળે તો કપડાના ટૂકડામાં મૂકીને સુરક્ષિત સ્થાને મૂકી દેવી. માંકડ નીકળે તો લાકડામાં સુરક્ષિત રીતે મૂકવા. અન્ય જંતુને પણ તે રીતે યોગ્ય સ્થાને મૂકવા. ૧૩૩. પડિલેહણ કરતી વખતે પ્રતિલેખિત અને અપ્રતિલેખિત વસ્ત્રો ભેગાં ન થાય તેની કાળજી રાખવી. ૧૩૪. અસ્થિર પાટ-ટેબલ વગેરેનો ઉપયોગ ન કરવો. હલતા હોય તો પાયા નીચે કાંઈક આધાર મૂકીને સ્થિર કરવા. ૧૩૫. ધુમસ ફેલાયેલું હોય ત્યારે મકાનની બહાર નીકળવું નહિ, વિહાર કરવો નહિ, હલનચલન કરવું નહિ. કામળી સંપૂર્ણ ઓઢીને બેસી જવું. મુખેથી કાંઈ બોલવું પણ નહિ. માનસજાપ વગેરે કરી શકાય. - ૬૪ ૬૪ - Page #84 -------------------------------------------------------------------------- ________________ { પ્રતિક્રમણ-ઔચિત્યા પ્રતિક્રમણમાં સૂત્રો બોલતી વખતે કે પ્રવચન કરતી વખતે સભાનું પ્રમાણ ખ્યાલમાં રાખીને તે મુજબ અવાજનું પ્રમાણ રાખવું. બધા સુધી અવાજ ન પહોંચે તેવો ધીમો અવાજ પણ ન ચાલે અને વધારે પડતો મોટો અવાજ પણ ન ચાલે. પ્રતિક્રમણમાં સૂત્રો ઉચ્ચારશુદ્ધિ અને સંપદા સાચવીને એટલા સરસ ભાવયુક્ત થઈને બોલવા જોઈએ કે પોતાનું અને પ્રતિક્રમણ કરનાર દરેકનું હૈયું ગદ્ગદ બને. તે તે સૂત્રના અર્થને અનુરૂપ ટોનથી સૂત્રો ૨. બોલવા. સમૂહમાં પ્રતિક્રમણ ભણાવતી વખતે સૂત્રશુદ્ધિ અને ભાવવાહિતાની સાથે સમયનો વિવેક અને સમૂહની સ્થિરતાને પણ ખ્યાલમાં રાખવા. સામાન્ય રીતે સુત્રો એકદમ ઉતાવળથી ગબડાવી ન જવા અને અત્યંત ધીમી ગતિએ પણ પ્રતિક્રમણ ન ભણાવવું. પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં આ વિવેક વિશેષ રાખવો. પરંતુ, ઉચ્ચારોની શુદ્ધિ, સ્પષ્ટતા અને ભાવવાહિતા ન તૂટે તેનું ખાસ ધ્યાન રાખવું. પ્રતિક્રમણ દરમ્યાન વિધિપાલન માટે મુદ્રાઓ બદલવાની હોય, તેમાં ક્યારેક બેઠેલી અવસ્થામાંથી ઊભા થવાનું હોય.. ક્યારેક ઊભેલી સ્થિતિમાંથી નીચે અથવા ઊભડક પગે બેસવાનું હોય. ક્યારેક મુહપત્તિ પડિલેહણ કરવાની હોય. વાંદણાંમાં આવર્ત સાચવવાના હોય... આવી મુદ્રાઓ બદલવાની હોય ત્યારે આગળનું સૂત્ર એકદમ Page #85 -------------------------------------------------------------------------- ________________ શરૂ કરી દેવું. નવી મુદ્રામાં આખો સમૂહ જોડાઈ જાય તેટલો સમયાવકાશ આપવો. ગૃહસ્થોનો સામાયિક લેવાની વિધિ ચાલતો હોય ત્યારે પ્રતિક્રમણ ભણાવવાનો આદેશ મોટેથી ન માંગવો. તેમ કરવાથી વિક્ષેપ ઊભો થાય. પ્રતિક્રમણ વિધિ દરમ્યાન બોલાતા થાય, સૂત્રો, સ્તવન, સજઝાય આદિ આદેશો પ્રતિક્રમણ શરૂ થતાં પહેલાં આપી દેવાની વ્યવસ્થા એક અપેક્ષાએ સારી છે. તેવી પદ્ધતિ ન હોય તો પણ પ્રતિક્રમણ દરમ્યાન વિધિ કે સૂત્ર ચાલું હોય ત્યારે વચ્ચે આદેશ ન માંગવા. વચ્ચે સહેજ વિરામ આવે ત્યારે જ માંગવા. પ્રતિક્રમણનાં સૂત્ર-સ્તવન વગેરે બોલતાં બોલનાર વચ્ચે જરા અટકે ત્યારે તરતજ તેને યાદ ન કરાવવું. આપમેળે યાદ આવે તે માટે ક્ષણવાર રાહ જોવી. ક્યારેક શ્વાસ લેવા બોલનાર અટક્યા હોય છે, વિસ્મૃતિને કારણે નહિ. સૂત્ર-સ્તવન આદિમાં બોલનારની કોઈ અલના થાય તો મોટેથી કે કર્કશ ટોનથી ભૂલ ન કાઢવી. ધીમા અવાજે અને ખૂબ મૃદુતાથી ભૂલ બતાવવી. નવુંગોખેલું હોવાનાં કારણે, કાચું ગોખેલું હોવાનાં કારણે કે ગભરાટ આદિ કારણથી કોઈને સૂત્ર આદિમાં વધારે ભૂલો પડવાની સંભાવના જણાતી હોય તો તેમની ભૂલ સુધારવાની જવાબદારી તેમની બાજુમાં રહેલા એક ચોક્કસ વ્યક્તિએ સંભાળી લેવી જોઈએ. અનેક જણ ભૂલો કાઢવા માંડે તો ભૂલો વધારે પડે. ૧૦. બને ત્યાં સુધી ચાલુ પ્રતિક્રમણમાં વચ્ચે માત્રુ આદિ કારણસર ઊઠવું ન પડે, તેનું ખાસ ધ્યાન રાખવું. દૈનિક પ્રતિક્રમણમાં તો આ નિયમન સહેલાઈથી થઈ શકે. પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં નીકળવું પડે તો પણ કોઈને આડ ન પડે અને વિક્ષેપ ન થાય તે રીતે નીકળવું. શક્ય બને - ૬૬ - Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ૧૩. ત્યાં સુધી શ્રાવકના અતિચાર જેવાં સમયે નીકળવું જેથી ક્રિયામાં માંડલીની સાથે સહેલાઈથી જોડાઈ શકાય. ગ્રુપના સાધુઓએ અલગ અલગ સજઝાયો ગોખેલી હોય તો વૈવિધ્ય, નવીનતા અને સઝાય બોલવાનો ઉત્સાહ જળવાયેલા રહે. જો કે, આત્મપરિણતી વિશોધક વિશિષ્ટ સઝાયો તો અન્યને આવડતી હોય તો પણ પોતે ગોખવી જોઈએ. ક્ષયોપશમની મંદતા કે સક્ઝાયવિષયક અનુત્સાહ આદિ કારણથી કોઈ સાધુ ભગવંતને મર્યાદિત બે-ત્રણ પાંચ-સઝાયો જ આવડતી હોય તો, તેમને આવડતી સઝાય, બને ત્યાં સુધી બીજાએ પ્રતિક્રમણમાં બોલવી નહિ, જેથી પેલા મહાત્માનો સક્ઝાય બોલવાનો ઉત્સાહ ટકેલો રહે. સર્વસામાન્ય રીતે દરેક મહાત્માએ ઓછામાં ઓછા ૧૫ ચૈત્યવંદન, ૧૦ થોયનાં જોડાં, ૨૦ સક્ઝાય અને ૩૦સ્તવનો તો ગોખી જ લેવા જોઈએ. રસ અને ક્ષયોપશમ વિશેષ હોય તો ચૈત્યવંદન-થોય-સ્તવન સઝાયનો શક્ય તેટલો મોટો સ્ટોક કંઠસ્થ રાખવો જોઈએ. ૧૪. પ્રતિક્રમણ-માંડલીમાં સમૂહ મોટો હોય અને વર્ગ નવો હોય ત્યારે સામાન્યથી બહુ લાંબા સ્તવન-સઝાય પસંદ ન કરવા. લાંબા હોય તો યથાયોગ્ય ટુકડા પાડી બે-ત્રણ દિવસે પૂરા કરવા. એક જ દિવસે આખી લાંબી સઝાય સંભળાવી દેવાનો આગ્રહ ન રાખવો. ૧૫. અત્યંત રુચિવાળા શ્રાવકો હોય અને તેમની સ્થિરતા રહેતી હોય તો મોટા સ્તવન-સઝાય કવચિત્ બોલવામાં વાંધો નહિ. ૧૬. અત્યંત તાત્ત્વિક અને ગૂઢ સ્તવન-સઝાય બને ત્યાં સુધી મોટા સમૂહ કે બાલજીવોની માંડલીમાં ન બોલવા. ક્યારેક બોલો તો સંક્ષેપમાં તેનો અર્થ સમજાવવો. અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ જેવાં માંગલિક ઉત્સવો ચાલતા હોય અથવા બેસતું વર્ષ કે બેસતા મહિના જેવા માંગલિક દિવસ હોય તે ન ૬૭ – Page #87 -------------------------------------------------------------------------- ________________ દિવસે પ્રતિક્રમણમાં કાણ-મોકાણના કે મૃત્યુના વર્ણનવાળી સઝાય ન બોલવી. જે સ્તવન-સઝાય બોલો તેના રાગ-ઢબબરાબર શીખી લેવા. સ્તવનસઝાયના શબ્દો શ્રોતાને બરાબર સમજાય તે રીતે સ્પષ્ટ બોલવા. બહુ માર્મિક કડી હોય તો રિપીટ કરવી. ૧૯. પ્રતિક્રમણ માંડલીમાં અતિગ્લાન, વિકૃષ્ટ તપસ્વી, અતિશ્રાન્ત વગેરેની હાજરી હોય ત્યારે લાંબા સ્તવન-સજઝાય બોલવાનો આગ્રહ ન રાખવો. ગ્લાનાદિની સ્થિરતાનો વિચાર કરવો. જેથીય-સ્તવન-સક્ઝાય બોલવાની ભાવના હોય તેનો સાંજે પ્રતિક્રમણ પહેલાં એકવાર સ્વાધ્યાય કરી લેવો જોઈએ જેથી બોલતી વખતે કોઈ અલના ન થાય. પ્રતિક્રમણ ચાલુ હોય ત્યારે મનમાં સ્તવન-સન્ઝાય યાદ ન કરવા. ૨૧. જે દિવસે નવાં સ્તવન-સજ્જાય ગોખ્યાં, તે જ દિવસે તે પ્રતિક્રમણમાં બોલવાનો આગ્રહ ન રાખવો. વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવું પુનરાવર્તન સ્વાધ્યાય દ્વારા બે-ત્રણ દિવસમાં બરાબર દઢ કરીને પછી બોલવું સ્તવન-સઝાય ખૂબ સુંદર હોય પણ બોલવામાં અલનાઓ થયા કરે તો શ્રોતાઓને ધારાભંગ થાય અને તેથી અસરકારક્તાને ધક્કો પહોંચે. ૨૨. પંચમીની કે એકાદશીની સંસ્કૃત થયો જેવી વિશિષ્ટ થયો સિવાય સંસ્કૃત થોય પણ બને ત્યાં સુધી સમૂહ પ્રતિક્રમણમાં ન બોલવી. માંડલીમાં ગૃહસ્થો સાથે હોય ત્યારે તેમને ગુજરાતી થોયનો અર્થ ખ્યાલ આવવાથી ભાવવૃદ્ધિનું કારણ બને. ઓછામાં ઓછું ૧૫દિવસે એકવાર પફખીસૂત્ર, અતિચાર, ખામણાં, અજિતશાંતિ, મોટી શાંતિ વગેરેનો સ્વાધ્યાય અવશ્ય કરી લેવો જોઈએ. સ્વાધ્યાય કરવાથી આ મહત્ત્વના સૂત્રો પાક્કા રહે. સૂત્રો પાક્કા હોય તો આદેશ માંગવાનો ઉત્સાહ થાય અને આદેશ મળે ત્યારે અલના ન થાય. આવશ્યક સૂત્રો એકદમ પાક્કા અને શુદ્ધ બોલવા જોઈએ. - ૮ - ૨૩. ૬૮ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨૫ ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. પ્રતિક્રમણ-વિધિના હેતુઓ સમજી રાખવા. તેવિશેષ ભાવોલ્લાસવૃદ્ધિનું કારણ બનશે. પ્રતિક્રમણમાં જે સૂત્ર કે જે ક્રિયા ચાલતી હોય તેમાં જ ઉપયોગ સ્થિર કરવો. તે વખતે બીજા બહારના વિચાર તો ન જ કરાય. પણ, એક સૂત્ર ચાલતું હોય ત્યારે બીજા સૂત્રના વિચાર પણ ન કરાય. સ્તવનસજ્ઝાયનો આદેશ માંગવાની ભાવના હોય તો કયું સ્તવન કે કઈ સજ્ઝાય બોલવી તેની વિચારણા પણ ચાલુ સૂત્રે ન કરાય. પ્રતિક્રમણ દરમ્યાન પરસ્પર વાતચીત, સૂચન, ઈશારા ન કરવા. ચાલુ પ્રતિક્રમણમાં મળવા આવેલા ગૃહસ્થને મુલાકાત ન આપવી. પ્રતિક્રમણના મહાયોગની આ આમન્યા ખાસ રાખવી જોઈએ. પ્રતિક્રમણ માંડલીમાં જ કરવું. કોઈ વિશેષ કારણથી અલગ કરવું પડે તો ગુરુ કે વડીલની અનુજ્ઞા લઈને જ કરવું. અત્યંત વિશિષ્ટ કારણ સિવાય પ્રતિક્રમણ પૂર્ણ થયાં પહેલાં અથવા પ્રતિક્રમણ વહેલું પૂર્ણ કરીને અધવચ્ચે પ્રતિક્રમણ માંડલીમાંથી બહાર નીકળવું ન જોઈએ. તેમ, પ્રતિક્રમણમાં પાછળથી જોડાઈને સાથે થઈ જવાની આદત પણ ન પાડવી. કાયોત્સર્ગ પારતી વખતે બે હાથ જોડીને મસ્તક નમાવીને ‘નમો અરિહંતાણં’ ઉચ્ચારપૂર્વક બોલવું. મનમાં પણ નમસ્કારનો ભાવ લાવવો. માંડલીમાં બધાનો કાયોત્સર્ગ પરાઈ ગયો છે તેની ખાત્રી કરીને જ આગળનું સૂત્ર બોલવું. ૩૧. કોઈને અભ્યસ્ત સ્પીડને કારણે કાયોત્સર્ગ જલદી પૂરો થઈ શકે છે. કોઈનો કાયોત્સર્ગ જલદી પરાતો જોઈ શંકા ન કરવી અને કોઈને કાયોત્સર્ગમાં વાર લાગે તો અરુચિ ન કરવી. ૩૨. કાયોત્સર્ગના ૧૯ દોષો જાણીને, કાયોત્સર્ગ દરમ્યાન તે દોષો ટાળવા. શાન્તિનો આદેશ મળ્યો હોય ત્યારે, કાયોત્સર્ગ જલદી પૂરો કરી શાન્તિ ૩૩. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૪. પોતાને કાયોત્સર્ગમાં વાર લાગી હોય અને તે પહેલાં આદેશ લેનાર વ્યક્તિએ શાંતિ બોલવાની શરૂ કરી દીધી હોય તો પોતે કાયોત્સર્ગ પારીને મનમાં શાંતિ બોલી લેવી. અન્યને વિક્ષેપ ન થાય તેનું ધ્યાન રાખવું. ૩૫. ૩૬. બોલી ન લેવી. અન્ય સહ આરાધકોનો કાયોત્સર્ગ પણ શાંતિ શરૂ થતાં પહેલાં પૂર્ણ થઈ ગયો હોય, તે રીતે કાયોત્સર્ગ પારવો. થઈ ગયા પોતાનો કાયોત્સર્ગ, પગામ સજ્ઝાય વગેરે વહેલાં પૂરા હોય તો માનસજાપ વગેરે કરવાં. ડાફોડીયાં ન મારવાં, વાતો ન કરવી, મનમાં સંકલ્પ-વિકલ્પો ન કરવા. ૪૦. પ્રતિક્રમણ દરમ્યાન ઊંઘ-ઝોકાં ન આવવા જોઈએ. આવે તો તેને વશ ન થવું. ૩૭. પ્રતિક્રમણ વિધિ અને મુદ્રાઓ સાચવીને કરવું. જે સૂત્રો ઊભા ઊભા બોલવા-સાંભળવાના હોય તેમાં ઊભા થવું. પ્રમાદવશ બની પ્રતિક્રમણ બેઠાં બેઠાં ન કરવું. ૩૮. પ્રતિક્રમણમાં અને ઈરિયાવહિયા આદિ દરેક ક્રિયામાં બે હાથ જોડીને આદરપૂર્વક સૂત્રો બોલવાં-સાંભળવાં. વિશેષ કારણથી પ્રતિક્રમણ બેઠાં બેઠાં કરવું પડે ત્યારે પણ આદરપૂર્વક હાથ જોડવાનું તો ન જ ચૂકવું. ૩૯. નમોસ્તુ વર્ધમાનાય જેવાં સમૂહમાં બોલવાના સૂત્રમાં સમૂહની સાથે લય પકડી રાખવો. સમૂહલય તોડવો નહિ. સ્તવનનો આદેશ જેનો હોય તે બોલે, બાકીનાં સાંભળે. પોતાને તે સ્તવન આવડતું હોય તો પણ સાથે ગાવું ઉચિત નથી. વડીલ પૂજ્ય મહાત્માની અનુમતિ હોય તો ધ્રુવપંક્તિ ઝીલાવી શકાય. પણ લય ન તૂટે તેનું ધ્યાન રાખવું. ૪૧. નમોસ્તુ વર્ધમાનાય સૂત્ર સમૂહમાં અચૂક બોલવું. વર્ધમાન ભાવોલ્લાસથી બોલવું. ૩૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪૪. ૪૨. સવારનું પ્રતિક્રમણ સાવ મનમાંનકરવું મનમાં કરી લેવાથી એકાગ્રતા અને ઉપયોગ કદાચ ન જળવાય. તેમ મોટા સ્વરે પણ ન બોલવું. માત્ર પોતાને સંભળાય તેવાં ધીમા સ્વરે બોલીને કરવું ૪૩. સવારનાં પ્રતિક્રમણમાં બેચૈત્યવંદન સાથે જ કરવા. બાકી ન રાખવા. વિશેષ સંયોગોમાં બાકી રાખવા પડે તો અવકાશ મળતાં તરત યાદ કરીને કરી લેવા. પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાં બે-ત્રણ મિનિટ આંખો બંધ કરીને દિવસ કે રાત્રિ દરમ્યાન લાગેલા દોષોને યાદ કરી લેવા, તે દોષો બદલ હૃદયમાં પશ્ચાત્તાપનો ભાવ ધારણ કરવો. તે દોષોની શુદ્ધિ કરવાનું દેઢ પ્રણિધાન કરવું અને યાદ કરેલા તે દોષોનું પ્રતિક્રમણ સૂત્રોનાં તે તે સ્થાનોમાં સંકલન કરવું. અભ્યાસથી આ બાબતમાં ફાવટ આવી જશે. ૪૫. વંદિતુ સૂત્ર વગેરે શ્રાવકને બોલવાનાં સૂત્રો પણ સાધુને આવડવા જોઈએ. કોઈ વાર શ્રાવકને પ્રતિક્રમણ કરાવવાનો અવસર આવે ત્યારે ઉપયોગી થાય. તદુપરાંત આ સૂત્રોની ગાથાઓ ચિંતન, અનુપ્રેક્ષા, ઉપદેશ આદિમાં ઉપયોગી થાય તેવી સુંદર છે. વંદન ઊભા ઊભા કરવા, તમામ ક્રિયા-પ્રતિક્રમણ ઊભા ઊભા વિધિપૂર્વક કરવા. બધા ખમાસમણ ઊભા થઈને આપવા, બેઠા બેઠા ન આપવા. ખમાસમણ વખતે માથું ભૂમિને અડવું જોઈએ. ૪૭. રાઈ પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ ભરફેસરની સઝાયને અનુસરીને બીજા પણ પ્રાચીન અને અર્વાચીન મહાપુરુષોનું નામસ્મરણ કરવાનો અભ્યાસ પાડવો. માંડલીનાં પ્રતિક્રમણમાં સૂત્ર, થોય, સ્તવન, સઝાય, શાંતિ આદિના આદેશ રોજ માંગવા. વિનયપૂર્વક એકાદવાર આદેશ માટેની યાચના કરવી. યાચના વડીલના ધ્યાનમાં આવી ગયા પછી પણ આદેશ માટે બૂમાબૂમ ન કરવી. ૫૦. આદેશ માંગતી વખતે ટોન વિનંતીનો હોવો જોઈએ. ૭૧ – ૪૬. વદન ઉs ૭૧. Page #91 -------------------------------------------------------------------------- ________________ પ૩. ૫૧. ઘણાં દિવસ સુધી આદેશ માંગવા છતાં કોઈ આદેશ ન મળે તો ક્યારેય ખોટું ન લગાડવું. આદેશ માંગવાનું બંધ ન કરવું. પર. પ્રતિક્રમણ સંથારામાં રહીને ન કરવું. સવારનું પ્રતિક્રમણ પણ સંથારામાંથી બહાર નીકળીને આસન ઉપર કરવું. પાંચ પ્રતિક્રમણ અને સાધુ ક્રિયાનાં સૂત્રોના અર્થ ખાસ શીખી લેવા અને ક્રિયા દરમ્યાન સૂત્ર બોલતી વખતે અર્થનો ઉપયોગ રાખવાનો અભ્યાસ પાડવો. ૫૪. ૧૭ સંડાસાના સ્થાન ખ્યાલ રાખવા અને સંડાસા પૂંજીને ખમાસમણ આપવાનો અભ્યાસ પાડવો. પપ. પ્રતિક્રમણ દરમ્યાન સ્તવન-સજઝાય તથા તમામ સૂત્રો ખૂબ ધ્યાનથી સાંભળવા. યથાયોગ્ય મુદ્રા સહિત બધા સૂત્રો બે હાથ જોડીને ભાવપૂર્વક બોલવા કે સાંભળવા. લમણે હાથ દઈને કંટાળાપૂર્વક બેસવું નહિ, ઝોકાં ખાવાં નહિ. પ૬. પ્રતિક્રમણ ભણાવતી વખતે તે તે સૂત્રોના ભાવને ખ્યાલમાં રાખીને બોલવાનો ટોન તે મુજબનો રાખવો. દા.ત. કરેમિ ભંતે સૂત્ર-સંકલ્પ અને પ્રણિધાનના ભાવ સાથે બોલવું. લોગસ્સ વગેરે સૂત્ર નમસ્કારના ભાવ સાથે મસ્તક સહેજ નમાવીને બોલવા. વાંદણા સૂત્રવિનયના ભાવ સાથે બોલવું. પ્રતિક્રમણ સૂત્ર ગદ હૈયે પશ્ચાત્તાપના ભાવથી બોલવું. સૂત્રમાં જ્યાં પ્રશ્નાર્થ આવતો હોય ત્યાં પ્રશ્નનો ટોન રાખવો. દા.ત. ઈચ્છકાર સુહરાઈ? સુખ તપ? વગેરે. સાંભળનારને પણ તેવા જ પ્રકારના ભાવ હૃદયમાં ઊભરાય તે રીતે સૂત્રો બોલવા. પ૭. સવારનું પ્રતિક્રમણ અવાજનો સંયમ સાચવવા માંડલીમાં નથી કરતા તો પણ ગુરુ ભગવંત કે વડીલ મહાત્મા પાસે આવીને કરવું. પોત પોતાની જગ્યાએ ન કરવું. ૫૮. સવારનાં પ્રતિક્રમણમાં ભરફેસરની સઝાય બોલતી વખતે તેમાં નિર્દિષ્ટ દરેક મહાપુરુષ અને મહાસતીના પ્રસિદ્ધ ગુણ કે મુખ્ય જીવનપ્રસંગને યાદ કરવા. ૭ર Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૦. પ૯. સવારનાં પ્રતિક્રમણમાં તીર્થનંદના સૂત્ર બોલ્યા બાદ તે સૂત્રમાં જે તીર્થોનાં નામનો નિર્દેશ નથી તેવા બીજા પણ પાંચ-પંદર તીર્થોને નામસ્મરણપૂર્વક ભાવવંદન કરી શકાય. પ્રતિક્રમણ શરૂ કરતાં પૂર્વેમાતરાની શંકા ટાળી દેવી, ચાલુ પ્રતિક્રમણમાં વચ્ચે માતરું કરવા જવું પડે તે પ્રતિક્રમણમાં વિક્ષેપ છે. પ્રતિક્રમણ દરમ્યાન થાય કે લઘુશાન્તિ-મોટી શાન્તિ બોલનારને બોલવામાં ભૂલ આવે તો કાયોત્સર્ગ પારીને પછી ભૂલ સુધારવી. પ્રતિક્રમણ કે અન્ય કોઈ પણ ક્રિયા કરતાં ઓઘો કે મુહપત્તિ હાથમાંથી પડી જાય અથવા આડ પડે તો ઈરિયાવહિયા કરીને પછી જ આગળની ક્રિયા કરવી. ૬૩. સવારે પ્રતિક્રમણ કર્યા પછી સુવું નહિ. મોડી રાત્રે આંખ ઉઘડી જાય ત્યારે પ્રતિક્રમણ કરી લેવું અને પછી સૂઈ જવું-તેમ ન કરવું. ૬૪. નીચે જણાવેલા સ્થાનોમાં ઈરિયાવહિયા કરવી? ૧. પ્રતિક્રમણ, પ્રતિલેખન, સજઝાય, ચૈત્યવંદન, માંડલા આદિ કોઈપણ ક્રિયા કરતા પહેલાં. ૨. ૧૦૦ ડગલાની બહાર જઈને આવ્યા બાદ. ૩. ગોચરી આલોવતી વખતે. ૪. પારિષ્ઠાપનિકાવિધિ બાદ. ૫. કાજો લેતા પૂર્વે અને કાજો પરઠવ્યા બાદ. ૬. ક્રિયામાં આડ પડે ત્યારે. ૭. ક્રિયા કરતા ઓઘો-મુહપત્તિ પડી જાય તો. ૮. ઊંઘીને ઊઠ્યા બાદ ૯. જાપ-સ્વાધ્યાય કરતા પૂર્વે ૧૦. વિહારમાં પાણી ઊતરવું પડે તો તે ઊતર્યા બાદ Page #93 -------------------------------------------------------------------------- ________________ -- સ્વાધ્યાય ઔચિત્ય | બને ત્યાં સુધી જ્ઞાનભંડારનાં પ્રતો-પુસ્તકોનો ઉપયોગ કરવો પુસ્તકોની માલિકી કરવી નહિ. જ્ઞાનભંડારનાં પ્રતો-પુસ્તકો બરાબર સાચવવા. તેમાં કાંઈ લખવું નહિ. પ્રતો હોય તો પાનાં બરાબર ગોઠવીને પોથીમાં વ્યવસ્થિત બાંધવા. પ્રતો-પુસ્તકો અભ્યાસ પૂર્ણ થતાં તરત જ્ઞાનભંડારમાં જમા કરાવવા. બહારગામના જ્ઞાનભંડારનાં હોય તો વ્યવસ્થિત જવાબદાર વ્યક્તિ સાથે મોકલવા અને પહોંચપત્ર મંગાવી લેવો. કોઈ પણ જ્ઞાનભંડાર કે ઉપાશ્રયમાંથી સંભાળનાર ગૃહસ્થવહીવટદારને પૂછયા વગર પુસ્તક લેવા નહિ. જ્ઞાનભંડારના કબાટ પુસ્તકો અસ્તવ્યસ્ત થઈ જાય તે રીતે ફેંદવા નહિ. અધ્યયનના દરેક વિષયની નોટ સુવાચ્ય અક્ષરે બનાવવી. બને ત્યાં સુધી સંક્ષેપમાં લખવું. બનાવેલી નોટો વ્યવસ્થિત સાચવવી. શક્ય બને તો ગોખેલા સૂત્રો એક નોટબુકમાં વ્યવસ્થિત લખી રાખવા જેથી અલગ અલગ પુસ્તકો રાખવા ન પડે. ગોખેલા સ્તવન-સઝાય-થોયની એક નોટ બનાવવી. સ્તવન-સક્ઝાય કે અધ્યયન આદિની નોટ અન્ય મહાત્મા કે જિજ્ઞાસુ જોવા માટે માંગે તો આપવી. ક્યારેય ના ન પાડવી. સંકુચિત ન બનવું ૭૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮. ૯. ૧૦. ૧૧. ૧૬. ભીંત તરફ મુખ રાખીને સ્વાધ્યાયમગ્ન રહેવું. અવરજવર વગેરેથી વિક્ષિપ્ત ન બનવું. ૧૭. વડીલ પૂજ્યશ્રી પાસે ગૃહસ્થો બેઠા હોય તો તે વાતચીતમાં ધ્યાન ન આપવું. વાતોમાં ધ્યાન જતું હોય તો ભણવા દૂર બેસી જવું. ગોખતી વખતે બે હાથ જોડીને, સાપડા પર પુસ્તક રાખીને સહેજ મોટા અવાજે બોલવું. ૧૨. ૧૩. ગોખેલું બધુ યાદ રાખવું. રોજ પુનરાવર્તન કરવું. ૧૪. રોજ રાત્રિસ્વાધ્યાય અવશ્ય કરવો. ૧૫. રોજ બે, ત્રણ કે પાંચ નવી ગાથા અવશ્ય ગોખવી. બીજા વિષયોનો અભ્યાસ-વાંચન વગેરે ચાલતું હોય તો પણ ગાથા કંઠસ્થ કરવાનું તો ન જ મૂકવું. છેવટે રોજની એક નવી ગાથા પણ ગોખવી. બીજાને વિક્ષેપ થાય તેવા મોટા અવાજે ન ગોખવું. સહાધ્યાયીની સાથે સ્વાધ્યાય કરવો. તેમ, એકલા જાતે સ્વાધ્યાય કરી શકાય તેની પણ ટેવ પાડવી. એકલા સ્વાધ્યાયની ટેવ ન રાખી હોય તો પરાધીન થઈ જવાય, અને સહાધ્યાયી સાંભળનાર ન હોય તો સ્વાધ્યાય છૂટી જાય. સાથે સ્વાધ્યાય કરવા કે ભણવા બેસવાનું થાય ત્યારે વાતોમાં ચડી ન જવું. એકલા સ્વાધ્યાય કરવા કે ભણવા બેસવાનું થાય ત્યારે મન વિચારે ચડી ન જાય, ઝોકાં ન ચડી જાય તેનો ખ્યાલ રાખવો. ઝોકાં આવતાં હોય તો ઊભા ઊભા સ્વાધ્યાય કરવો. ૧૮. પદાર્થોના સ્વાધ્યાયમાં પહેલાં મુદાસર બધો સ્વાધ્યાય કરી લેવો. સ્વાધ્યાય કરતાં કરતાં લાંબી ચર્ચા ન કરવી. શંકાના સ્થાનો કે ચર્ચાના કે ચિંતનના મુદ્દા યાદ રાખીને પાછળથી અનુકૂળતાએ તેના પર વિચારણા કરવી. પ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૯. પદાર્થનાં ઊંડાણમાં ઊતરવાનો પ્રયાસ કરવો. ઉપરછલ્લું અધ્યયન ન કરવું. ભણેલાં ગ્રન્થ કે વિષય બીજાને ભણાવી શકાય તે રીતે ભણવું ૨૧ પ્રતનું એક પાનું એક શ્લોકની ટીકા કે એક અધિકાર વાંચીને તેનો સાર યાદ કરી લેવો. પછી જ આગળનું વાંચવું. તે રીતે વાંચવાથી પદાર્થો આત્મસાત્ થાય. ૨૨. પહેલા મૂળ શ્લોક પોતાની બુદ્ધિથી બેસાડવો. પછી જ ટીકા વાંચવી અને પછી ફરી મૂળ શ્લોક વાંચવો અને તેનો અર્થ બરાબર બેસાડવો. આવો અભ્યાસ કેળવવાથી ટીકાના આધાર વગર પણ અને જેની ટીકા નથી મળતી તેવા શ્લોકો-ગ્રન્થો પણ સમજવાનો ક્ષયોપશમ ખીલશે. ૨૩. કોઈ શબ્દ નવો આવે તો કોષમાંથી તેનો અર્થ જોઈ લેવો. પંક્તિ પરથી નવા શબ્દના સંભવિત અર્થનું અનુમાન થયું હોય તો પણ તેનો ચોક્કસ અર્થ જાણ્યા વગર શબ્દને જવા નહિ દેવો. ૨૪. એક નાની ડાયરીમાં પોતાનો શબ્દકોષ બનાવવો. વાંચનમાં નવો કોઈ. પણ શબ્દ આવે તો તેનો અર્થ શબ્દકોષમાંથી જાણીને અર્થસહિત તે શબ્દ ડાયરીમાં નોંધી લેવો. ૨૫. પંક્તિનો સંતોષકારક અર્થ ન બેસે તો મથામણ કરીને વિદ્યાગુરુ વગેરેને પૂછીને બરાબર બેસાડવો, ગબડાવી ન જવું રોજના સ્વાધ્યાયના કલાકોની વ્યવસ્થિત નોંધ કરવી. ગોખવાના કલાક, વાંચવાના કલાક, સ્વાધ્યાયના કલાક, વાંચનના કલાક, રાત્રિ સ્વાધ્યાયના કલાક, સ્વાધ્યાયની ગાથા-સંખ્યા વગેરેની નોંધ કરવી પોતે કંઠસ્થ કરેલાં તમામ સૂત્રો-ગ્રન્થોની તેની ગાથાસંખ્યા સાથે નોંધ રાખવી. સ્વાધ્યાયની ગાથાસંખ્યા જાણવા આ નોંધ ઉપયોગી બને. શક્ય હોય તો કંઠસ્થ કર્યાની તારીખ અને સ્થળ પણ નોંધવા. ર૭. ૭૬ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૮. જે ગ્રન્થનું અધ્યયન-વાંચન કર્યું હોય તેની તિથિ, સ્થળ અને વિદ્યાગુરુનાં નામ સાથે વ્યવસ્થિત નોંધ કરવી. અધ્યયનના વિષયની નોંધપોથીમાં આગળના પાને ઉપકારી ગુરુવર્યોના નમસ્કારોની સાથે વિદ્યાગુરુનાં નામનો કૃતજ્ઞતાથી ખાસ ઉલ્લેખ કરવો. વાંચન-અધ્યયન દરમ્યાન વૈરાગ્યપ્રેરક, અધ્યાત્મપોષક શ્લોકો ગમી જાય, હૃદયને સ્પર્શી જાય તે શ્લોકોની નોંધ કરવી. વાંચન, અધ્યયન દરમ્યાન અશ્રુતપૂર્વ વિસ્મયકારક, વૈરાગ્યવર્ધક કે અધ્યાત્મપોષક પદાર્થો ધ્યાનમાં આવે તે નોંધી લેવા. મૂળ પાઠ અને તેનું સ્થાન પણ નોંધવું. ૩૨. સ્વાધ્યાયના લોભમાં આંખને હાનિ થાય તેવા ઝાંખા પ્રકાશમાં ન વાંચવું. લાઈટના પ્રકાશમાં કે તેની પ્રભામાં પણ ન વાંચવું અસક્ઝાયના બધા કારણો સમજી લેવા અને ક્યારે કયા સૂત્રો ન ભણાય તે ગુરુગમથી જાણી અકાલ-સ્વાધ્યાયનું નિવારણ કરવું ૩૪. અત્યંત પ્રસિદ્ધ શાસ્ત્રીય કથાનકો ચરિત્રો ખાસ વાંચી લેવા, ખ્યાલમાં રાખવા, યાદ રાખવા. ૩૫. વાંચન-અધ્યયન દરમ્યાન જાણવા મળેલા અતિવિશિષ્ટ પદાર્થો, મતમતાંતરો, વિશિષ્ટ યુક્તિઓ વગેરેની નોંધ કરવી. ૩૬. અન્યને સ્વાધ્યાયમાં વિક્ષેપ કરવો નહિ. બીનજરૂરી વાતોમાં તેમને પાડવા નહિ. શાસ્ત્રીય કથાનકો જે નવા વાંચવા-જાણવા મળે તે યાદ રાખવા. જરૂર લાગે તો ટૂંકમાં નોંધી રાખવા. તે કથાનકોનો અવારનવાર સ્વાધ્યાય કરવો અને તે કથાનકોનું આલંબન લઈને અનુપ્રેક્ષા તથા ધર્મધ્યાન કરવું. ૩૮. વાંચન-અધ્યયન દરમ્યાન ચમત્કત કરે તેવી કે સાધનામાં જોસ પૂરે ૭૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૯. ૪૦. ૪૧. ૪૨. ૪૩. તેવી કોઈ અભિનવ વાત જાણવા મળે તે અનુકૂળતા મળે ત્યારે સહવર્તીઓને જિજ્ઞાસુઓને જણાવવી. તેમ કરવાથી પરસ્પર શુભનું આદાન-પ્રદાન થાય, કલ્યાણમૈત્રી દઢ બને, પરસ્પરની સાધનામાં વેગ આવે અને સંવેગની વૃદ્ધિ થાય. ૪૬. કોઈ પણ શાસ્ત્રીય પદાર્થનાં ઊંડાણમાં ઊતરવાનો પ્રયત્ન કરવો. અલગ અલગ શાસ્ત્રપાઠોનો સંવાદ સાધવાનો અને · તુલના કરવાનો પ્રયત્ન કરવો. શાસ્ત્ર વચનો ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરવાનો પ્રયત્ન કરવો, તેનો અભ્યાસ પાડવો. શ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય આદિની વૃદ્ધિ-શુદ્ધિ થાય તે રીતે શાસ્ત્રઅધ્યયનને ભાવિત કરવું. કોઈ પણ ગ્રન્થનાં વાંચન-અધ્યયન બાદ તેનો સંપૂર્ણ વિષયાનુક્રમ ઉપસ્થિત રાખવો, યાદ રાખવો. કોઈ પણ ગ્રન્થનાં વાંચન-અધ્યયન પહેલાં તેની પ્રસ્તાવના, ગ્રન્થકારનો પરિચય વગેરે ખાસ વાંચવા. શક્ય બને તો જે ગ્રન્થનું અધ્યયન ચાલુ હોય તેના રચયિતા ગ્રન્થકાર મહર્ષિનાં નામની એક માળા તે ગ્રન્થનું અધ્યયન-વાંચન પૂર્ણ થાય ત્યાં સુધી રોજ ગણવી. રોજ પાઠ-વાંચન શરૂ કરતી વખતે ગ્રન્થકાર મહર્ષિને માનસિક નમસ્કાર કરવા. જે ગ્રન્થ વાંચો તેનાં વિશિષ્ટ સ્થળો ખાસ નોંધી રાખવા. ૪૪. ૪૫. પાંચેય પ્રકારના સ્વાધ્યાયમાં તત્પર બનવું. પુનરાવર્તન અને અનુપ્રેક્ષા સ્વાધ્યાયની ખાસ ટેવ પાડવી. નીચેના ગ્રન્થો ખાસ કંઠસ્થ કરી લેવા જેવા છે : • નવસ્મરણ • વર્ધમાન શક્રસ્તવ - વૈરાગ્યશતક - ઈન્દ્રિય પરાજય શતક - દશવૈકાલિક સૂત્ર · વીતરાગસ્તોત્ર • અધ્યાત્મ કલ્પદ્રુમ ૦ શાંત સુધારસ • ઉપદેશમાલા • પિંડવિશુદ્ધિ • અધ્યાત્મસાર • ૭૮ Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિ તત્ત્વાર્થસૂત્ર જ્ઞાનસાર યોગસાર ધર્મરત્ન પ્રકરણ : ચાર પ્રકરણ ત્રણ ભાષ્ય છ કર્મગ્રન્થ આચારાંગસૂત્ર રત્નાકર પચ્ચીસી • પંચત્ર • સિંદુર પ્રકર • કુલક સંગ્રહ • હૃદયપ્રદીપષત્રિશિકા • આત્મનિંદા કાર્નાિશિકા ઉપદેશમાલા પુષ્પમાલા. ૪૭. નીચેના ગુજરાતી ગ્રથો પણ આભરવાધ્યાય માટે ખાસ કંઠરથી કરી લેવા જેવા છે. • સમકીતના ૬૭ બોલની સઝાય સમતા શતક સામ્ય શતક પંચ પરમેષ્ઠી ગીતા - યોગદૃષ્ટિની સઝાય - ૧૮ પાપ સ્થાનકની સક્ઝાય - ૧૨ ભાવનાની સઝાય પાંચ મહાવ્રતની સઝાય છે અષ્ટપ્રવચનમાતાની સઝાય • પાંચ સમવાયની સઝાય • જબૂસ્વામીને રાસ અમૃતવેલની સજઝાય કોઈ પણ સૂત્ર ગોખતી વખતે તે તે ગાથાનો સામાન્ય શબ્દાર્થ તો અવશ્ય જાણી લેવો. નીચેના આચારગો શરૂઆતનાં વર્ષોમાં અર્થસહિત ભણી લેવા જોઈએ ? આવશ્યકસૂત્ર શ્રી દશવૈકાલિક સૂત્ર ઓઘનિયુક્તિ પિંડ વિશુદ્ધિ • ઉત્તરાધ્યયનસૂત્ર ધર્મસંગ્રહ ભાગ-૨થતિદિનચર્યા ગચ્છાચાર પન્ના પંચવસ્તક-પાકિસૂત્ર વૃત્તિઉપદેશપદ-સંઘાચાર ભાષ્ય • ઉપદેશ રહસ્ય માર્ગશુદ્ધિ પ્રકરણ - પંચાશક ૫૦. સંસ્કૃત બે બુક કર્યા બાદ કરવા જેવા કાવ્યોઃ • રઘુવંશ કરાત શિશુપાલવધ નૈષધીય ચરિત્ર કાદંબરી ૫૧. અધ્યયન ક્રવા યોગ્ય ન કાવ્યોઃ • સકલાહસ્તોત્ર • ભક્તામર સ્તોત્ર • કલ્યાણમંદિર સ્તોત્ર • ગૌતમીય • સોમસૌભાગ્ય - શાલિભદ્ર મહાકાવ્ય • શાન્તિનાથ Page #99 -------------------------------------------------------------------------- ________________ મહાકાવ્ય - હીરસૌભાગ્ય તિલક મંજરી - ભરતેશ્વર-બાહુબલિ મહાકાવ્ય પર. સંરકૂતકાવ્ય વગેરેનાં અશ્ચચન બાદ વાંચવા જેવાં વૈરાગ્ય ગ્રથો ઃ •શા સુધારસ વૃત્તિ અધ્યાત્મકલ્પદ્રુમ વૃત્તિ વૈરાગ્ય કલ્પલતા. ઉપમિતિભવપ્રપંચ - સંવેગકુમકંદલી આત્મપ્રબોધ પ્રશમરતિ સટીક - જ્ઞાનસાર સટીક ઉપદેશમાલા સટીક વૈરાગ્યરતિ પ૩. અવશ્ય વાંચવાચોગ્ય ચર્ચાિયો : ત્રિશષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર પરિશિષ્ટ પર્વ- ભરતેશ્વર આમ્બલિ વૃત્તિ-સુક્તસાગર પ્રભાવક ચરિત્ર પ્રબન્ધ ચિત્તામણિ પ્રબન્ધ પંચશતિ જગડૂ ચરિત્ર ૫૪. મોટી ઉંમરે સંસ્કૃત કર્યું હોય તેવા અથવા મંદ ક્ષયોપશમને કારણે કાચું-પાકું સંસ્કૃત માંડ થયું હોય, તે પણ વાંચી શકે તેવા ગ્રન્થો : સુલભ ચરિત્રાણિ - કથાસંગ્રહગૌતમપૃચ્છા દાનાદિકુલક ઉપદેશપ્રાસાદ શરુંજય માહાભ્ય ધન્યચરિત્ર શાન્તિનાથ ચરિત્ર • વર્ધમાન દેશના ૫૫. અવશ્ય વાંચન કરવા યોગ્ય યોગ-અધ્યાત્મના ગ્રન્થો : યોગ વિશિકા યોગબિંદુ યોગ શતકળ્યોગદષ્ટિ સમુચ્ચય૦ અધ્યાત્મબિંદુ અધ્યાત્મઉપનિષદ્ અધ્યાત્મસાર યોગશાસ્ત્ર સ્વોપણ વૃત્તિ પાતંજલ યોગસૂત્ર અધ્યાત્મગીતા પ૬. ખાસ અધ્યયન-વાંચન કરવા યોગ્ય પ્રકરણ ગ્રંથોપદાર્થોથો: •ચાર પ્રકરણ - કર્મગ્રન્થ ટીકા પ્રકરણ રત્નાકરના ચાર ભાગ અંતર્ગત વિવિધ પ્રકરણો તત્ત્વાર્થસૂત્ર પ્રકરણ રત્નાવલી અંતર્ગત વિવિધ પ્રકરણો પ્રકરણ રત્ન સંગ્રહ અંતર્ગત વિવિધ પ્રકરણો - ન ૮૦ ~~~~~~~ Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન સારોદ્ધાર • લોધ્રકાશ જીવસમાસ પ્રકરણ પન્નવણાસૂત્ર • જીવાજીવાભિગમ • કમ્મપયડી બંધશતક - પંચસંગ્રહ • ગુણસ્થાનક ક્રમારોહ દેવેન્દ્રનરકેન્દ્ર પ્રકરણ • બૃહત્ સંગ્રહણી - ક્ષેત્ર સમાસ મંડલ પ્રકરણ પ૭. પ્રાકૃત થયા બાદ વાંચવા યોગ્ય ખાસ ગ્રંથો • પાઈઅ વિજ્ઞાણ કહા • સમરાઈઐકહા • સિરિવાલકહા • ભવભાવના સંગરંગશાળા મહાવીર ચરિયું પાસનાહ ચરિયું • ચઉપન્ન મહાપુરુષ ચરિયું • પઉમચરિયું • વસુદેવ હિન્દી નેમિનાહ ચરિયું સુપાસનાહ ચરિયું • કુવલયમાલા • સુરસુંદરીચરિયું, કહારયણકોસ ૫૮. ક્ષયોપશમ સારો હોય અને ગુરુ ભગવંતની અનુજ્ઞા મળે તો વ્યાકરણનું અધ્યયન કરી શકાય. સિદ્ધહેમ વ્યાકરણમાં લઘુવૃત્તિ, મધ્યમવૃત્તિ - અવચૂરિ, બૃહત્તિ , લઘુવૃત્તિ અવસૂરિ, લઘુન્યાસ, બૃહન્યાસ, સ્વાદિશબ્દ સમુચ્ચય, ક્રિયારત્નસમુચ્ચય, ધાતુપાઠ, ઉણાદિસંગ્રહ, ન્યાયસંગ્રહ, હેમપ્રકાશ વ્યાકરણ વગેરે વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે. વિશિષ્ટ ક્ષયોપશમ હોય તો પાણિની આદિ અન્ય વ્યાકરણોનું અવગાહન અને તુલનાત્મક અભ્યાસ પણ કરી શકાય. ન્યાયનો અભ્યાસ ક્રવા માટેનો સામાન્ય અભ્યાસક્રમઃ ન્યાયભૂમિકા ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલિ -દિનકરી રામરુદ્રી • વ્યાતિપંચક-માથુરી ટીકા • વ્યાતિપંચક-જાગદીશી ટીકા • સિદ્ધાન્ત લક્ષણ ન્યાય કુસુમાંજલિ વ્યુત્પત્તિવાદ ૬૦. જેના ન્યાચના પ્રાથમિક ગ્રન્થોઃ જૈનતર્ક ભાષા સ્યાદ્વાદ મંજરીષદર્શન સમુચ્ચયનયપ્રદીપ પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર ૬૧. ન થાયના કઠિન ગ્રંથોઃ સ્યાદ્વાદ રત્નાકર • રત્નાકર અવતારિકા શાસ્ત્રવાર્તા સમુચ્ચય . ૫૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૨. ૬૩. ૬૪. • અનેકાન્ત વ્યવસ્થા • સન્મતિ તર્ક- નરહસ્ય · અનેકાન્ત જયપતાકાનયોપદેશ • દ્વાદશારનયચક્ર મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.સા.ના ખાસ અધ્યયન કરવા ચોગ્ય અન્ય વિશિષ્ટ ગ્રન્થો •અધ્યાત્મમતપરીક્ષા • ધર્મપરીક્ષા • પ્રતિમાશક - જ્ઞાનબિંદુ ભાષારહસ્ય સ્યાદ્વાદ રહસ્ય સામાચારી પ્રકરણ - કૂપદાન્ત વિશદીકરણ • કાત્રિશત્ દ્વત્રિશિકા - ગુરુ તત્ત્વવિનિશ્ચયવાદમાલા સૂરિપુરંદર પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા રચિત ખાસ અધ્યયન કરવા યોગ્ય અન્ય વિશિષ્ટ ગ્રન્થો : • લલિત વિસ્તરા ષોડશક પ્રકરણ અષ્ટક પ્રકરણ પંચાશક, ધર્મસંગ્રહણી સમ્યક્ત સપ્તતિકા પંચસૂત્ર વૃત્તિ વિંશતિ વિંશતિક ૪૫ આગમગ્રન્થો, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ તથા ઉપલબ્ધ વૃત્તિઓ વાંચી લેવાની ભાવના રાખવી. ગુરુ ભગવંતની અનુજ્ઞા મળતા આ આગમગ્રન્થો અવશ્ય વાંચવા. યોગો દ્વહન એ શ્રતની વિશિષ્ટ આરાધના છે અને આગમગ્રંથો ભણવા માટે તે જરૂરી છે. ગુરુ ભગવંતની આજ્ઞા અને સંયોગ મળે તે મુજબ યોગ કરવાનો ખાસ ઉત્સાહ દાખવવો. વ્યાખ્યાન પ્રાયોગ્ય ગ્રન્થોઃ • શાન્ત સુધારસ • શ્રાદ્ધવિધિ ધર્મબિન્દુ ધર્મરત્નપ્રકરણ • શ્રાદ્ધગુણ વિવરણ • ધર્મસંગ્રહ • યોગશાસ્ત્ર • ધ્યાનશતક - યોગવિંશિકા યોગદષ્ટિસમુચ્ચય લલિત વિસ્તરા પ્રશમરતિ, સમરાઈથ્ય કહા • મહાવીર ચરિયું ભરતેશ્વર-બાહુબલિ મહ જિણાણે સઝાય - ભગવતીસૂત્ર • ઉત્તરાધ્યયન સૂત્ર • સંવેગ રંગશાળા ભવભાવના તત્ત્વાર્થકારિક જ્ઞાનસાર અષ્ટક પ્રકરણ. ૨૫. ૬૬. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૭. વાચના પ્રાયોગ્ય ગ્રન્થો : •પાક્ષિક સૂત્ર વૃત્તિ આવશ્યકસૂત્ર દશવૈકાલિક સૂત્ર આચારાંગ સૂત્ર • ઉપદેશમાલા • યતિદિનચર્યા અધ્યાત્મ કલ્પદ્રુમ • ઉત્તરાધ્યયન સૂત્રપિંડ વિશુદ્ધિ યોગશતક યોગ વિંશિકા • ચરણ સિત્તરી- કરણ સિત્તરી ૬૮. કંઠરથ કરવા જેવા 7 નિત્ય પાઠ કરવા જેવા સ્તોત્રો ઃ નવસ્મરણ ઋષિમંડલ સ્તોત્ર-જિનપંજર સ્તોત્ર ગૌતમ અષ્ટક • શત્રુંજય લઘુકલ્પ૦ વર્ધમાન શક્રસ્તવ જિનસહસ્રનામ સ્તોત્ર - મન્નાધિરાજ સ્તોત્ર • પંચસૂત્ર • અમૃતવેલની સક્ઝાય છે વીતરાગસ્તોત્ર ૧૭મો પ્રકાશ દશમા પર્વમાં આવતા નંદન રાજર્ષિની સમાધિ ભાવનાના શ્લોકો ૬૯. ક્ષયોપશમ સારો હોય તો યશોવિજય ચોવીશી, આનંદઘન ચોવીસી, દેવચંદ્ર ચોવીસી કંઠસ્થ કરી લેવા જેવી છે. અન્ય ચોવીશીઓ પણ કંઠસ્થ કરવા જેવી છે. મોટી ઉંમરે દીક્ષા લીધી હોય અથવા અતિ મંદ ક્ષયોપશમ હોવાથી સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ ન થઈ શકે અને ગોખવાનો પણ ક્ષયોપશમ ન હોય તો, પ્રાચીન ગ્રન્થોના ગુજરાતી ભાષાન્તરો વાંચવા જોઈએ. ઘણાં ગ્રન્થોનાં ગુજરાતી ભાષાન્તરો થઈ ચૂક્યા છે. આવા ખાસ વાંચવાયોગ્ય ભાષાન્તર-ભાવાનુવાદવાળા કેટલાક ગ્રન્થોઃ શાન્ત સુધારસ, અધ્યાત્મ કલ્પદ્રુમ, પ્રશમરતિ, ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર, સંવેગરંગશાળા, ષોડશક પ્રકરણ, યોગશતક, યોગવિશિકા, યોગદૃષ્ટિ સમુચ્ચય. યોગબિંદુ, ઉપદેશરહસ્ય, ધર્મપરીક્ષા, અધ્યાત્મમત પરીક્ષા, પ્રતિમાશતક, લલિત વિસ્તરા, પંચાશક, જ્ઞાનસાર, ધર્મબિન્દુ, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, ઉપદેશપ્રાસાદ, શત્રુંજય માહાભ્ય, શ્રાદ્ધગુણ વિવરણ, શ્રીદશવૈકાલિક સૂત્ર, પાંડવ ચરિત્ર, કુમારપાળ પ્રતિબોધ, પાર્શ્વનાથ ચરિત્ર, શ્રીમહાવીરસ્વામી ચરિત્ર O Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૧. સંયમજીવનના હાર્દને સમજવા માટે શ્રમણ સૂત્રો સાથે, શ્રી દશવૈકાલિક સૂત્રના અર્થ તથા પિંડવિશુદ્ધિના અર્થ ખાસ ભણી લેવા. ૭૨. સંસ્કૃત-પ્રાકૃત વાંચનમાંતો માસ્ટરી મેળવવી. સાથે સાથે સંસ્કૃત-પ્રાપ્ત લખતા અને બોલતા પણ શીખવું. લખવા અને બોલવાનો પ્રયાસ કરતા રહેવું. શ્રમણ-મિત્રો સાથે પરસ્પર પ્રેરશ્નોત્સાહકપત્રવ્યવહાર ચાલતો જહોયતો સંસ્કૃત-પ્રાકૃતમાં લખવાનો અભ્યાસ પાડવો. ૭૩. પ્રસિદ્ધ છંદોનું જ્ઞાન મેળવી લેવું અને ભિન્ન ભિન્ન છંદોમાં શ્લોકો રચવાનો પણ અભ્યાસ પાડવો. ૭૪. જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરવા, જ્ઞાનભંડારનાં પુસ્તકોને પૂંઠાં ચડાવવાં, પુસ્તકોની વ્યવસ્થિત યાદી બનાવવી વગેરે જ્ઞાનની વિશેષ પ્રકારની ભક્તિ છે. પોતાની અનુકૂળતા અને આવડત હોય તે મુજબ આ લાભ ખાસ લેવો. ૭૫. પોતાની અધ્યયનની નોટો ઘણાં વર્ષ સુધી ટકે તેવી બનાવવી અને સંભાળીને રાખવી. રોજ રાત્રે ઓછામાં ઓછી ૫૦૦, ૨૦૦ કે ૧૦૦ ગાથાનો પણ સ્વાધ્યાય કર્યા વિના નહિ સૂવાની ટેક રાખવી. ગુરુગમથી શાસ્ત્રો ભણવા. ગુરુ ભગવંત જાતે વાંચવાની રજા આપે તો જ જાતે વાંચવા. કોઈ પણ ગ્રન્થાદિનું અધ્યયન-વાંચન ગુરુભગવંતની અનુજ્ઞા લઈને જ કરવું ૭૮. પાઠ-વાંચન ચાલુ હોય ત્યારે બીજી કોઈ અસંબદ્ધ વાત કે ચર્ચા કરવી નહિ. વાતો કરવા બેસી ન જવું. ચાલુ પાઠ કોઈ ગૃહસ્થને મળવા બેસી ન જવું ૭૯. જે ભણવું તે સંગીન ભણવું ઘણાં વિષયો એક સાથે ભણવાનો મોહ ન રાખવો. –– ૮૪ ~ ૭૬. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૦. વિવિધ વિષયોના સ્પષ્ટ બોધ, શાસ્ત્રીય ખુલાસા અને ચાલી આવતી પરંપરાગત જાણકારી માટે પ્રશ્નપદ્ધતિ, હીરપ્રશ્નોત્તર, સેનપ્રશ્ન વગેરે પ્રશ્નોત્તર ગ્રન્થો ખાસ વાંચવા જેવા છે. ૮૧. ધર્મદ્રવ્યની વ્યવસ્થાના માર્ગસૂચક દ્રવ્યસતતિા ગ્રન્થનું ગુર્વાશા મળે ત્યારે અવશ્ય વાંચન કરી લેવું ૮૨. જૈન ઈતિહાસના બોધ માટે વિવિધ પટ્ટાવલી ગ્રન્થો, તીર્થકલ્પા, પ્રબન્ધ સંગ્રહો અને ઈતિહાસપ્રસિદ્ધ મહાપુરુષોનાં ચરિત્રો વાંચવા. ૮૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ - ~-૧૦ સામાન્ય જ્ઞાન ઔચિત્ય | રોજની તિથિ-તારીખ અને વારનો અચૂક ખ્યાલ રાખવો. રોજના સૂર્યોદય, નવકારશી અને સૂર્યાસ્તના સમયનો અચૂક ખ્યાલ હોવો જોઈએ. પોરિસિં, સાઢપોરિસિ, પુરિમુ, પાદોનપોરિસી વગેરેનો સમય કાઢતા આવડવું જોઈએ. સૂર્યોદય પછી પોણો પ્રહર થાય તે પાદોન પોરિસી. પોરિસી ભણાવીને પાતરાનું પડિલેહણ કરવાનું હોય છે. કેટલાક સમુદાયમાં છ ઘડીની સામાચારી છે. બધા જ પ્રકારનાં પચ્ચકખાણનો પાઠ આવડવો જોઈએ. વ્યવસ્થિત સ્પષ્ટ ઉચ્ચાર સાથે પચ્ચદ્માણ બોલવા. બધા જ પ્રકારનાં પચ્ચખાણ પારવાના પાઠ આવડવા જોઈએ. પૌષધ ઉચ્ચરાવવાનો અને પારવાનો પાઠ (સાગરચંદો) શીખી લેવા જોઈએ, આવડવા જોઈએ. શુદ્રોપદ્રવ ઉઠાવણના કાયોત્સર્ગનો વિધિ અને તેની થોય આવડવા જોઈએ સકલાહંતુ ચૈત્યવંદન વડીલને જ બોલવાનું હોય છતાં દરેકને સંપૂર્ણ ઉપસ્થિત જોઈએ પંદર દિવસે ઓછામાં ઓછો બેવાર તેનો સ્વાધ્યાય કરવો. Page #106 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ ભગવંતના ઓછામાં ઓછા ત્રણ ચૈત્યવંદન આવડવા જોઈએ. ૐ નમઃ પાર્શ્વનાથાય ચૈત્યવંદન અવશ્ય આવડવું જોઈએ. બીજ-પાંચમ-આઠમ-અગીયારસનાં ચૈત્યવંદન, સ્તવન, થોય શીખી લેવા. પર્યુષણ પર્વનાં તથા નવપદજીનાં ચૈત્યવંદન, સ્તવન, થોય, સક્ઝાય વગેરે શીખવા. દિવાળીનાં દેવવંદનનાં ચૈત્યવંદન-સ્તવન-ચોય કંઠસ્થ કરવા. ત્રણેય ચોમાસાના સુખડીકાળ, કામળીકાળ અને અચિત્ત પાણીના કાળનો ખ્યાલ હોવો જોઈએ. ૧૩. ભક્ષ્યાભઢ્યના વિષયની, કથ્થાકથ્યના વિષયની, આચર્ણ અનાચાર્ણના વિષયની પૂરી જાણકારી રાખવી. - ૧૪. અમુક ઋતુમાં, અમુક સમય પછી કે અમુક નક્ષત્ર પછી અભક્ષ્ય બનતી હોય તેવી કાલકૃત-અભક્ષ્ય ચીજોના કાળની સમજ મેળવી લેવી જોઈએ. જ્ઞાનપંચમી, મૌન એકાદશી, દિવાળી, ચોમાસી ચૌદશ વગેરે પર્વોની દેવવંદન-જાપ વગેરે આરાધના અવશ્ય કરવી. ૧૬. લોચ પૂર્વનો અને લોચ પછીનો વિધિ કંઠસ્થ રાખવો. લોચ કરતા શીખવું. લોચ કરાવનારને તકલીફ ઓછી રહે તે રીતે લોચ કરવાની હથોટી કેળવી લેવી. લોચ કરનાર-કરાવનારની સેવાસહાયતા-ભક્તિનું ખાસ લક્ષ્ય રાખવું ચૈત્ર સુદ ૧૩પર ત્રણ દિવસ અચિત્તરજનો કાયોત્સર્ગ કરવાનું ખાસ યાદ રાખવું. તેનો વિધિ ખ્યાલમાં રાખવો. ચૈત્ર સુદ ૧૧/૧૨/૧૩ અથવા ૧૨/૧૩/૧૪ અથવા ૧૩/૧૪/૧૫ એમ ત્રણ દિવસ સળંગ કાયોત્સગ કરાય છે. ૧૯. કોઈ બિમાર હોય, વૃદ્ધ હોય, વિશેષ બિમાર હોય, સીરીયસ હોય, ૭. Page #107 -------------------------------------------------------------------------- ________________ મરણપથારીએ હોય ત્યારે તેમને શું સંભળાવવું નિર્ધામણા કેવી રીતે કરાવવા તે આવડવું જોઈએ. ૨૦. કોઈ ગૃહસ્થ બિમાર હોય અને સમાધિપ્રદાન માટે જવાનું આવે ત્યારે તે માટે હંમેશા ઉત્સાહિત રહેવું. જવાનું ટાળવાનો પ્રયત્ન નહિ કરવો અને પરિસ્થિતિ ગંભીર હોય તો ક્ષણનોય વિલંબ કર્યા વિના તરત ત્યાં જવા માટે નીકળી જવું. શુદ્ધિમાં હોય તો આરાધના પામી જાય. ૨૧. નિર્ધામણા કરાવવા માટે ઉપયોગી બને અને આત્મસમાધિ માટે પણ ખૂબ ઉપકારક બને તેવા સ્તવનો, સજઝાયો, પદો વગેરે કંઠસ્થ કરવા. પુણ્યપ્રકાશનું સ્તવન, પદ્માવતીનો સંથારો, ચઉસરણ પયત્રા, મરણસમાધિપયન્ના, અમૃતવેલની સઝાય વગેરે સમાધિકારક રચનાઓ ગોખવી તે પ્રકારની રચનાઓ એક ડાયરીમાં નોંધી રાખવી. વર્ષ દરમ્યાન આવતા ભિન્ન ભિન્ન પર્વોની, તેના મહિમાની અને તે દિવસે કરવાની વિશેષ આરાધનાની જાણકારી રાખવી. વર્ધમાન તપ, વિસસ્થાનક તપ, વરસીતપ, મૌન એકાદશી તપ, પોષદશમી તપ, સિદ્ધિતપ શ્રેણિતપ, ધર્મચક્રતપ, મોક્ષદંડકતપ, સિંહાસનતપ, સમવસરણતપ, અક્ષયનિધિતપ, જ્ઞાનપંચમી તપ વગેરે પ્રસિદ્ધ તપ-અનુષ્ઠાનોની અને તે તપશ્ચર્યા દરમ્યાન કરવાના વિધિની જાણકારી રાખવી. ૨૪. જન્મસૂતક અને મરણ સૂતકની મર્યાદા ગુરુપરંપરાથી જાણીને યાદ રાખવી, નોંધી રાખવી. ગુજરાતી તિથિ અને રાજસ્થાની (શાસ્ત્રીય) તિથિ વચ્ચેનો ફરક ખ્યાલમાં રાખવો. વદ પક્ષમાં રાજસ્થાની તિથિ એક મહિનો આગળ હોય છે. ૨૬. વિક્રમ સંવત, વીર સંવત, ઈસ્વીસન કઈ ચાલે છે તેનો ખ્યાલ રાખવો. ૨૭. પાક્ષિકદિ પ્રતિક્રમણમાં ચાર ખામણાં વખતે માંડલીના વડીલેબોલવાના શબ્દ દરેક સાધુ ભગવંતને ખ્યાલમાં હોવા જોઈએ - ૮૮ – ૨૫. ૮૮ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૮. ૨૯. ૩૦. ૩૪. પ્રથમ ખામણા બાદ – તુષ્ણેહિં સમં બીજા ખામણા બાદ - અહમવિ વૃંદામિ ચેઈયાઈ ત્રીજા ખામણા બાદ - આયરિઅ સંતિઅં ચોથા ખામણા બાદ – નિત્થારગપારગા હોહ - ૩૫. પાક્ષિક તપ, ચાતુર્માસિક તપ, સંવત્સારિક તપ વગેરેની વિગતો ખ્યાલમાં રાખવી. પ્રસિદ્ધ શાસ્ત્રીય ક્થાનકો-ચરિત્રો ખાસ વાંચી લેવા, યાદ રાખવા, ખ્યાલમાં રાખવા. ૩૧. પાંચ જ્ઞાનના પાંચ દુહા આવડવા જોઈએ. ૩૨. નવપદના અને વીસસ્થાનકના દુહા પણ ગોખી લેવા જોઈએ. પર્યુષણનું ચૈત્યવંદન સ્તવન, થોય, ૨૭ ભવનું સ્તવન, હાલરડું, પંચકલ્યાણક સ્તવન વગેરે શક્ય બને તો ગોખવા. ૩૩. ભરહેસરની સજ્ઝાયના બધા જ પાત્રોની જીવનકથા ખ્યાલ હોવી જોઈએ. ઉપાધ્યાયશ્રી યશોવિજય મ.સા., પૂ. આનંદઘનજી મ.સા., પૂ. દેવચંદ્રજી મ.સા.ના સ્તવનો-પદોના અર્થ અને રહસ્યોનો અનુકૂળતાએ અભ્યાસ કરવો. નીચેની બાબતો ખાસ ખ્યાલમાં હોવી ઘટે : • પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણો • દંસવિધ યતિધર્મના નામ ૦ ૧૭ પ્રકારના સંયમ • નવ વાડ અને અબ્રહ્મના ૧૮ પ્રકાર ૦ ૨૨ પરિષહના નામ • ચરણ સિત્તરી - કરણ સિત્તરી ૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ •૧૮ હજાર શીલાંગરથની ઘટના •પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ ગોચરીના ૪૭દોષ ૩૬. ગુજરાતી ભાષા પર સારું પ્રભુત્વ જોઈએ. ઉચ્ચારશુદ્ધિ, જોડણીની શુદ્ધિ, વ્યાકરણની શુદ્ધિ, લિંગ-ક્રિયાપદ-વચન વગેરેની શુદ્ધિ બોલવા લખવામાં ખાસ જોઈએ. ૩૭. અક્ષર સારા અને સુવાચ્ય લખવા માટે પ્રયાસ કરવો. અક્ષર સુધારવા. જે પ્રદેશમાં વિચરવાનું થાય તે પ્રદેશની ભાષાનું સામાન્ય જ્ઞાન મેળવી લેવું. તે ભાષામાં સામાન્ય વાતચીતનો વ્યવહાર કરી શકાય તેટલું તો શીખી જ લેવું. મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્રમાં વિશેષ વિચરવાનું બને તેથી ગુજરાતી ઉપરાંત રાજસ્થાની અને મરાઠી ભાષા થોડી જાણી લેવી. રાષ્ટ્રભાષા હોવાથી હિન્દી ભાષામાં ખાસ કુશળતા મેળવવી અને ગુજરાતમાં પણ અલગ અલગ પ્રદેશની બોલી કે વ્યવહારમાં વપરાતા ખાસ શબ્દોનો પરિચય કેળવી લેવો. અંગ્રેજી ભાષા ગૃહસ્થાવસ્થાથી શીખેલા હોય તો તે ભાષાજ્ઞાન ટકાવી રાખવું. ગુરુ મહારાજ જ્યારે રજા આપે ત્યારે અંગ્રેજી ભાષા પર વિશેષ પ્રભુત્વ સંપાદિત કરવું ૪૦. ગણિતનું જ્ઞાન પણ શ્રમણને સારું હોવું જોઈએ. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન, વર્ગમૂળ, ઘનમૂળ, ભાંગાં કાઢવાની રીત, ત્રિરાશિ મૂકવાની રીત, અપૂર્ણાંક સંખ્યાના સરવાળા વગેરે પ્રાથમિક બાબતો આવડવી જોઈએ. ૪૧. દિશાઓનું સામાન્ય જ્ઞાન પણ જોઈએ. સૂર્યોદયને આધારે અંદાજિત પૂર્વદિશા મળી જાય. પૂર્વાભિમુખ ઊભા રહો તો ડાબી બાજુ ઉત્તર, જમણી બાજુ દક્ષિણ અને પાછળ પશ્ચિમ દિશા આવે. હોકાયંત્રના આધારે ઉત્તરદિશા મળે તો ઉત્તરાભિમુખ ઊભેલી વ્યક્તિની જમણે પૂર્વ, ડાબે પશ્ચિમ અને પાછળ દક્ષિણ આવે. ૩૯ ૯૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૪૨. સૂતી વખતે ઉત્તરમાં માથું કરવાનું ટાળવું. પરંતુ જિનાલય, વડીલો તરફ પગ ન થાય તે મુખ્ય લક્ષ્યમાં લેવું. ૪૩. ૪૪. ભૂમિતિનું પણ પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો ૧૮૦ અંશ થાય, ૯૦ અંશને કાટખૂણો કહેવાય, વર્તુળના કેન્દ્રથી પરિઘ સુધીના અંતરને ત્રિજયા કહેવાય, પરિઘના એક બિન્દુથી કેન્દ્રમાં પસાર થઈને પરિઘના બીજા બિન્દુને અડતી રેખાને વ્યાસ કહેવાય, વર્તુળની ગોળાઈને પરિઘ કહેવાય, પરિઘનું માપ મેળવવાનું સૂત્ર-૨૪ ત્રિજ્યા, વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર-૪ (ત્રિજ્યા)૨, ચોરસનું ક્ષેત્રફળ કાઢવાનું સૂત્ર(લંબાઈ)`, લંબચોરસનું ક્ષેત્રફળ કાઢવાનું સૂત્ર- લંબાઈ x પહોળાઈ વગેરે બાબતો શીખી લેવી જોઈએ. સામાન્ય જ્ઞાનરૂપે ગુજરાતી મહિનાનાં નામ, અંગ્રેજી મહિનાનાં નામ, લંબાઈના વિવિધ માપોનું કોષ્ટક, માઈલ અને કિલોમીટરનો સંબંધ (૫ માઈલ = ૮ કિલોમીટર), વજનના વિવિધ માપોનું કોષ્ટક, સમય માપવાના સેકન્ડ વગેરે વિવિધ માપોનું કોષ્ટક, ચોરસફૂટ, ઘનફૂટ વગેરે માપોનો ખ્યાલ... આ બધી જાણકારી મેળવી લેવી. ૪૫. ચાર દિશાની જેમ ચાર ખૂણાની પણ જાણકારી રાખવી. પૂર્વ અને ઉત્તર વચ્ચે ઈશાન ખૂણો, ઉત્તર અને પશ્ચિમ વચ્ચે વાયવ્ય ખૂણો પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે નૈઋત્ય ખૂણો તથા દક્ષિણ અને પૂર્વ વચ્ચે અગ્નિ ખૂણો આવે. ૪૬. દરેક અંગ્રેજી મહિનાની દિવસ સંખ્યા તથા લીપ-ઈયરનો ખ્યાલ હોવો જોઈએ. ૪૭. ભારત દેશની સામાન્ય ભૂગોળ તો ખ્યાલમાં હોવી જોઈએ. ૪૮. સુધર્માસ્વામીની સંપૂર્ણ પાટપરંપરા અથવા મુખ્ય પ્રભાવક આચાર્ય ભગવંતોનાં નામ તથા જીવન અંગેનો સામાન્ય ખ્યાલ તો હોવો જ જોઈએ. ૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪૯. ૫૦. ૫૧. ૫૨. ૫૩. વર્તમાનમાં વિદ્યમાન તપાગચ્છના તમામ સમુદાયોની ગુરુપરંપરા ક્યાં ક્યાં મળે છે, તે જાણકારી મેળવવી. પોતાની ઓછામાં ઓછી ૫-૭ પેઢીની ગુરુ પરંપરાના પૂજ્યોનાં જીવનકવનનો વિસ્તૃત પરિચય મેળવવો. અવસર મળે અને ગુર્વાશા મળે તો પ્રાચીન લિપિ ઉકેલતા શીખી લેવું જોઈએ. અવસર મળે અને ગુર્વાશા મળે તો સમેતશિખરજી, અંતરીક્ષજી વગેરે તીર્થોના વિવાદનો સંપૂર્ણ ઇતિહાસ જાણી લેવો જોઈએ. અવસર મળે અને ગુર્વાશા મળે તો પબ્લિક ટ્રસ્ટ એક્ટની પ્રાથમિક સમજણ મેળવી લેવી જોઈએ. સાતક્ષેત્રની સંપત્તિની રક્ષાના સંદર્ભમાં આ અભ્યાસ જરૂરી છે. R Page #112 -------------------------------------------------------------------------- ________________ (૧૧)તપ-ત્યાગ ઔચિત્ય ૧. ૨. નવકાર શક્ય બને તો નિત્ય એકાસણાં જ કરવાં. નવકારશીમાં સ્વાધ્યાયવ્યાઘાત, પાચનતંત્ર કેનિસર્ગતંત્રની અનિયમિતતા-અસ્તવ્યસ્તતા, સુસ્તિ-જડતા, દોષિત ગોચરીની સંભાવના, ઉષ્ણની અપેક્ષા વગેરે અનેક દોષો સંભવિત છે. તેથી બને તો એકાસણાં જ કરવા. એકાસણાં શક્ય ન હોય તો બેસણાં કરવાં પણ છૂટી નવકારશી તો ટાળવી. નવકારશી, પોરિસી કે સાઢપોરિસી વગેરે જે પચ્ચકખાણ ધાર્યું હોય તેનો સમય થઈ ગયાની પૂરી ખાત્રી કરીને પછી જ પચ્ચકખાણ પારવું થોડો સમય ઉપર જવા દેવો. શારીરિક આદિ કારણસર નવકારશી પચ્ચકખાણે વાપરવું પડે તો પરિમિત બે કે ત્રણ દ્રવ્યથી સ્કૂર્તિથી નવકારશી કરી લેવી. ચા નો ત્યાગ જ રાખવો. માંદગી આદિકારણથી પણ “ચા”ની ટેવન પાડવી. શક્ય હોય તો સાંજે સૂર્યાસ્તની બે ઘડી પહેલાં પાણી ચૂકવવાની ટેવ પાડવી. છેવટે એક ઘડી પહેલા ચૂકવવાની ટેવ તો રાખવી. સાવ છેલ્લી મિનિટોમાં પાણી ચૂકવવાની ટેવ ન પાડવી. પૂરી ખાતરી વગર સૂર્યોદય થઈ ગયો છે, નવકારશી પચ્ચખાણ આવી ગયું છે, સૂર્યાસ્ત થઈ ગયો છે વગેરે વિધાનો ન કરવા. ગુરુ ભગવંતને પૂછીને જ, તેઓશ્રી જે કહે તે જ પચ્ચખાણ ધારવુંલેવું. કોઈ વિશેષ પચ્ચકખાણની ભાવના હોય તો ભાવના જણાવી શકાય પણ આગ્રહ ન રાખવો. Page #113 -------------------------------------------------------------------------- ________________ રાઈ પ્રતિક્રમણ કરતી વખતે પચ્ચખાણ માટે હજુ ગુરુ ભગવંતને પૂછવાનું બાકી હોય તો તપચિંતવણી કાયોત્સર્ગમાં પોતાની ધારણાની સાથે એવું ધારવું કે પૂજ્ય ગુરુ ભગવંત જેની અનુજ્ઞા ફરમાવે તે પચ્ચકખાણ મારે કરવાનું છે. પર્વતિથિએ આયંબીલ-ઉપવાસ આદિ વિશેષ તપશ્ચર્યા કરવી. વિશેષ તપ ન થઈ શકે તો મીઠાઈ આદિ દ્રવ્યોનો તે દિવસે અચૂક ત્યાગ કરવો. ૧૧. ૧૨. ૧૦. વરસમાં ઓછામાં ઓછું એક શુદ્ધ આયંબિલ અને ઓછામાં ઓછી એક લુખ્ખી નીવી કરવાનો અભ્યાસ રાખવો. પાપડ, ખીચીયા, મુખવાસ, છૂંદો મુરબ્બો, અથાણાં, સ્વાદીષ્ટ ચૂર્ણો આમળા, લૂકોઝ પાવડર, ટેન્ગ પાવડર, શીંગ-ચણા વગેરે પરચૂરણ દ્રવ્યોનો શક્ય બને ત્યાં સુધી ત્યાગ જ રાખવો. ગોચરી વાપરતા પૂર્વે ધન્ના અણગાર જેવાં તપસ્વી મહામુનિઓનું નામસ્મરણ કરવું. મિષ્ટાન્ન-ફરસાણ આદિ વિશિષ્ટ દ્રવ્યોનો સંપૂર્ણ ત્યાગ ન થઈ શકે તો પણ મહિનામાં પાંચ કે સાત વારથી વધારે નહિ વાપરવાનો નિયમ રાખવો અને તેમાંય પ્રમાણમર્યાદા ધારી શકાય. ૧૪. સવારનું અને સાંજનું પચ્ચખાણ તેમજ તિવિહાર કે મુઠસીનું પચ્ચકખાણ પણ ગુરુમહારાજ કે રત્નાધિક પાસે લેવું. જાતે જ ન લઈ લેવું. Page #114 -------------------------------------------------------------------------- ________________ ભાષા ઔચિત્ય કોઈની પણ સાથે વાત કરતી વખતે અથવા સ્વાધ્યાય કરતી વખતે, બીજાને વિક્ષેપ ન થાય તે માટે અવાજ ધીમો રાખવો. રાત્રિના સમયે આ કાળજી વિશેષ રાખવી. ૨. કોઈ ગૃહસ્થ વંદનાર્થે આવીને બેઠા હોય અને તેમનો અવાજ મોટો હોય તો તેમને વિવેકપૂર્વક અવાજ ધીમો રાખવા સૂચના કરવી. અવાજ સ્વાભાવિક રીતે મોટો જ હોય અને તેમની સાથેની વાત થોડી લાંબી ચાલવાની હોય તો, વડીલની રજા લઈને બીજે દૂર બેસવું. - રાત્રે બધાને સૂવાનો સમય થાય ત્યારે, સામાન્યથી ૧૦ વાગ્યા પછી ગૃહસ્થો મકાનમાં ન આવે, ન બેસે તે ઈચ્છનીય ગણાય. દૂર-દૂર પોતપોતાના આસન પર બેઠા બેઠા બે મહાત્માઓ વાર્તાલાપ ચલાવે તે ઉચિત નથી. કાંઈ વાત કરવી જરૂરી હોય તો પોતાના આસનેથી ઊઠી બીજાના આસને જઈને વાત કરવી. કોઈની સાથે વાત કરતી વખતે તે વાતમાં સામેની વ્યક્તિને રસ પડે છે કે નહિ, તે વાત તેની બુદ્ધિમાં ઉતરે એવી છે કે નહિ, તે વાત સાંભળવા માટે તેને સમયની કેટલી અનુકૂળતા છે.. વગેરે બાબતોને ઈગિતથી જાણીને પછી ઉચિત લાગે તે રીતે જ વાતનો વિસ્તાર કરવો. સામેની વ્યક્તિને કંટાળો આવતો હોય, રસ ન પડતો હોય, બગાસા આવતા હોય, વારંવાર ઘડિયાળ સામે જોતા હોય, ઊંચા-નીચા થતા હોય, વાત ટૂંકાવવાનો કે બદલવાનો પ્રયત્ન કરતો હોય તો વાત ટૂંકાવી નાંખવી, લંબાવવી નહિ. Page #115 -------------------------------------------------------------------------- ________________ o j jj બીજી વ્યક્તિ કાંઈ કહેતી હોય ત્યારે ડાફોડીયાં ન મારવા, બીજી ધૂનમાં ન રહેવું, વાત ધ્યાનથી સાંભળવી. વચ્ચે માથું ખંજવાળવું કાન ખોતરવાં, બગાસાં ખાવાં બીજો કોઈ કાગળ કે ચોપડી હાથમાં લઈને તેમાં નજર ફેરવવી, ઘડિયાળ સામે જોયા કરવું વગેરે પ્રવૃત્તિ અનાદરસૂચક છે. વાત ફજૂલ કે અહિતકર હોય તો પ્રેમથી વિનંતીપૂર્વક વાત અટકાવવી અથવા અનાદર ન થાય તે રીતે સિફતપૂર્વક વાતને બીજા પાટે ચડાવી દેવી. વાત કરતી વખતે અસત્ય કે અપ્રિય ન બોલાઈ જાય તેનું ધ્યાન રાખવું કોઈને કાંઈ સંભળાવી દેવાની ચળ મનમાં ન રાખવી. બારણું બંધ કરો, લાઈટ ચાલુ કરો, બંધ કરો આ લાવો-લઈ જાઓ, ફોન કરી દેજો, જઈ આવજો વગેરે સાવદ્ય વચન અને આદેશ વચન ન બોલાઈ જાય તેનો ખૂબ ઉપયોગ રાખવો. ઈચ્છાકાર વચન-પ્રયોગ ન ચૂકાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નાના સાધુને પણ આદેશ નહિ કરવો. મિતભાષી બનવું ખૂબ બોલવાની-વાતોડીયાપણાની ટેવ ન પાડવી. ૧૨. કોઈના પણ દિલને દુઃખ થાય તેવું બોલવું નહિ. ૧૩. કાંઈ પણ બોલતા પહેલાં મનમાં સંકલન કરવી. તે બોલવાની શું પ્રતિક્રિયા આવી શકે તેની પહેલા વિચાર કરીને પછી જ બોલવું સ્પષ્ટતાપૂર્વક બોલવું જે બાબતની જાણકારી ન હોય તે બાબતનું વિધાન ન કરવું. તે બાબતના પ્રશ્નના જવાબમાં મને ખ્યાલ નથી તેમ વિનમ્રતાપૂર્વક કહી ૧૦. ૧૧. ૧૪. દેવું. ૧૫. ઉસૂત્રવચન બોલાઈ ન જાય તેની સતર્કતા રાખવી. ૧૬. નબળી ભાષાનો પ્રયોગ ક્યારેય નહિ કરવો. કટાક્ષો નહિ કરવા. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૭. કોઈએ વિશ્વાસથી કહેલી અંગત વાત જાહેર ન કરવી. ગંભીરતા રાખવી. ૧૮. બીજાને રાગ-દ્વેષના પરિણામ થાય તેવું વચન ન બોલવું. અન્યનાં જ્ઞાનાદિની પરિણતી વધે તેવાં વચન બોલવા. પરિમિત વચનોમાં પોતાને કહેવાનું કહેવાઈ જાય તે રીતે બોલવાનો અભ્યાસ પાડવો. નિરર્થક લંબાણ નહિ કરવું દિવસમાં શક્ય તેટલું મૌન પાળવું. ૨૧. બીજાની મજાક-મશ્કરી થાય તેવા વચન ન બોલવા. ૨૨. મીન એકસાથે વા-વગા કલાકનું ધારવું. એકસાથે વધારે ન ધારવું. બોલવું પડે તેવી સંભાવના હોય ત્યારે મૌન ન ધારવું. ૨૩. આપણું મૌન બીજાને સંક્લેશકારક ન બનવું જોઈએ તેમ આપણું મૌન સચવાય તે માટે બીજાને ચારગણું બોલવું પડે તે પણ ઉચિત ૨૦. નથી. ૨૪. ઈશારાથી પોતાનો અભિપ્રાય બીજાને સમજાવતા આવડવું જોઈએ. તો, મૌન દરમ્યાન મામૂલી કારણમાં બોલવું ન પડે. તે જ રીતે, બીજાના ઈગિતને ઈશારાને સમજતા આવડવું જોઈએ. ૨૫. મૌન અથવા એઠા મુખને કારણે મૂંગા માણસ જેવાં બીજાને ત્રાસ થાય તેવા હૂંકારા ન ચાલવા જોઈએ. વાપરતી વખતે કાંઈ કહેવું પડે તો પાણીથી મુખ ચોÉ કરીને બોલવું બીજાનાં મનને કારણે આપણને થોડી તકલીફ પડે તો મનમાં સંફ્લેશ ન કરવો. તેમનાં મૌનમાં સહકાર આપવો. ૨૭. કોઈ વ્યક્તિ કોઈ વાત કહેતી હોય ત્યારે પૂરા ઉપયોગપૂર્વક તે વાત સાંભળવી. પહેલા બીજી ધૂનમાં રહેવું અને પછી તેની પાસે ફરી બોલાવવું તે ઉચિત નથી. તેમ, કોઈની વાત સાંભળવામાં ઉપેક્ષા સેવવી તે પણ ઉચિત નથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૮. દૂરત, અનુપયોગ કે કાનની તકલીફ જેવાં કોઈ પણ કારણસર આપણી વાત સામી વ્યક્તિને ન સંભળાય કે ન સમજાય અને તેથી બે-ત્રણ વાર વાત રિપીટ કરવી પડે તો જરા પણ કંટાળવું નહિ. ચીડ કરવી નહિ. મોઢા પર કંટાળાના ભાવ લાવવા નહિ. ૨૯. “જે કારપૂર્વક કોઈ વાત કરવી નહિ. ૩૦. ગૃહસ્થ કોઈ પ્રયોજનથી આવીને બેઠા હોય અને પછી જવા માટે હું જાઉં? જેવા પ્રશ્નથી રજા માંગે તો સંમતિદર્શક જવાબ ન આપવો. પણ માત્ર “ધર્મલાભ” કહેવો. ૩૧. બોલતી વખતે મુહપત્તિના ઉપયોગનો ખાસ અભ્યાસ પાડવો. ખાંસી, છીંક, બગાસા વખતે પણ મુહપત્તિનો ઉપયોગ રાખવો. ૩૨. કાજો લેતા લેતા પણ બને ત્યાં સુધી બોલવું નહિ. ૩૩. વ્યાખ્યાન કે વાચના ચાલુ હોય ત્યારે કોઈની સાથે ધીમા અવાજે પણ વાત કરવી નહિ. ૩૪. સાધુ ભગવંતોને તેમનાં નામથી જ આદરપૂર્વક બોલાવવા. કોઈ ઉપનામ પાડવા નહિ. ૩૫. બાપા, કાકા, મામા, દાદા, બેટા જેવા સાંસારિક સંબંધવાચક શબ્દોનો ઉપયોગ સાધુ મહારાજ માટે કરવો નહિ. ૩૬. સંસારી સંબંધીઓનો ઉલ્લેખપિતાજી, માતાજી, ભાઈ,બહેનવગેરે રૂપે કરવાનો પ્રસંગ આવે ત્યારે આગળ “સંસારી' વિશેષણનો પ્રયોગ કરવો. તેવા સંબંધવાચક શબ્દના સંબોધનનો પ્રયોગ તો ક્યારેય ન કરવો. ૩૭. ઉપશમિત થયેલા કલહની ઉદીરણા થાય તેવા વચન બોલવા નહિ. ૩૮. ખાવું પીવું ધોવું, પેશાબ કરવો, સંડાસ જવું બંધ કરવું, ઉઘાડવું વગેરે ગૃહસ્થપ્રાયોગ્ય કે સાવદ્ય ભાષાનો પ્રયોગ કરવો નહિ. જાહેરમાં પ્રવચનમાં સંઘની, ટ્રસ્ટીની કે અન્ય કોઈની ટીકા ન કરવી કોઈને ઉતારી ન પાડવા. ટ્રસ્ટી આદિની કાંઈ ભૂલ જણાય તો ખાનગીમાં ધ્યાન દોરી શકાય. ૩૯ ૯૮ Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ભજ્યાદિઆરાધનાઔચિત્ય, ૧. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. રચિત અમૃતવેલની સજઝાય અવશ્ય ગોખી લેવી જોઈએ. રોજ એકવાર અવશ્ય તેનો સ્વાધ્યાય કરવા યોગ્ય છે. આત્મપરિણતીને નિર્મળ કરવાનું આ એક ઉત્તમ સાધન છે. પંચસૂત્રનું પ્રથમ સૂત્ર કંઠસ્થ કરી લેવા જેવું છે. શક્ય બને તો રોજ ત્રિકાલ, નહિતર છેવટે રોજ ઓછામાં ઓછો એકવાર તેનો પાઠ કરવા જેવો છે. પ્રતિદિન શ્રીનમસ્કાર મહામંત્રની એકમાળા તો અચૂક ગણવી. ગૃહસ્થાવસ્થામાં પોતે જે પ્રભુજીની નિત્ય પૂજા કરતા તે પ્રભુજીનાં નામની એક માળા કૃતજ્ઞભાવે અવશ્ય ગણવી જોઈએ. જે દિવસે જે સ્થાનમાં સ્થિરતા હોય તે સ્થાનનાં દેરાસરના મૂળનાયક પ્રભુજીનાં નામની એક માળા ગણવાનો અભ્યાસ પાડવો. ૬. વિહાર કરીને કોઈ પણ ક્ષેત્રમાં પહોંચ્યા બાદ ત્યાંનાં દેરાસરમાં દર્શન ચૈત્યવંદન કર્યા પહેલાં મુખમાં પાણી પણ ન નાંખવું. ૭. વિહાર દરમ્યાન વચ્ચેના કોઈ ગામમાં દેરાસર હોય તો બને ત્યાં સુધી તેનાં દર્શન ઉલ્લંઘવા નહિ. દર્શન કરીને જ આગળ વધવું. પ્રભુ દર્શન એ સમ્યગુદર્શનનું પ્રધાન કારણ છે. તેથી જુદા જુદા દેરાસરનાં દર્શન કાજે ચૈત્યપરિપાટીનો ખાસ રસ કેળવવો. પવતિથિના દિને ચૈત્યપરિપાટી અવશ્ય કરવી. – ૯૯ - Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. જે ગામ શહેરમાં જવાનું થાય તે ગામ-શહેરનાં અને નિકટનાં અન્ય તમામ દેરાસરોનાં દર્શન એકવાર તો અચૂક કરવા. જે ક્ષેત્રમાં માસકલ્પ, ચાતુર્માસ જેવી લાંબી સ્થિરતા હોય તે ક્ષેત્રના મૂળનાયક પ્રભુજીનું એક નવું સ્તવન તો અવશ્ય કંઠસ્થ કરવું. ચોવીસેય તીર્થંકર પરમાત્માનું ઓછામાં ઓછું એક સ્તવન કંઠસ્થ કરવું. શક્ય બને તો ચૈત્યવંદન પણ કંઠસ્થ કરવા. અરિહંત પરમાત્માના પ્રાતિહાર્યો, અતિશયો, કલ્યાણકો વગેરેનાં વર્ણન વારંવાર વાંચવા. તે બધી માહિતી યાદ રાખવી. ચોવીસ જિનેશ્વર પરમાત્માના માતા-પિતાના નામ, લંછન, નગરીનું નામ, અવગાહના, આયુષ્ય વગેરે શક્ય બને તો યાદ રાખવા. પૂ. પદ્મવિજય મ.સા. આદિના ચોમાસી દેવવંદનનાં ચૈત્યવંદનોમાં આ વિગતો સમાવિષ્ટ છે. ચૈત્યવંદનચોવીસી ગોખી લેવાથી આ વિગતો સહેલાઈથી યાદ રહે. અરિહંત પરમાત્માની વિશિષ્ટ આરાધનારૂપે વીસ સ્થાનક તપ, પંચકલ્યાણકતપ વગેરે આરાધના કરવાની ભાવના રાખવી. આત્મસ્વાધ્યાય માટે સમકિતના ૬૭ બોલની સજ્ઝાય ખાસ ગોખવા જેવી છે. અર્થના ઉપયોગપૂર્વક રોજ અથવા અઠવાડીયે એકવાર પણ તેનો સ્વાધ્યાય થાય તો તે ખૂબ ઉપકારક બને. ૧૬. રોજ સવારે ઊઠીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી ગુરુ મહારાજના આશીર્વાદ લેવા. તે જ રીતે રાત્રે સૂતી વખતે ગુરુચરણમાં મસ્તક નમાવીને આશીર્વાદ લેવા. ૧૭. જીવનના વિશિષ્ટ ઉપકારીઓને રોજ કૃતજ્ઞભાવે ખાસ યાદ કરવા. ૧૮. જીવનમાં બનતી, જોવા મળતી, સાંભળવા મળતી વિવિધ ઘટનાઓમાંથી અનિત્યાદિ ભાવનાઓનો અર્ક કાઢી તેનાથી આત્માને ખૂબ ભાવિત કરતા રહેવું. ૧૦૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૯. કોઈ પણ ક્રિયા-અનુષ્ઠાન કરતા પૂર્વે જિનેશ્વરદેવે આ બતાવેલ છે તેમ વિચારીને મનમાં તે અનુષ્ઠાન પ્રત્યે ખૂબ આદર-અહોભાવ લાવવા. ૨૦. કોઈ પણ ગુણ-અનુષ્ઠાનને અનુકૂલ અને ત~તિપક્ષદોષના અપાયોની વિચારણાથી આત્માને ખૂબ ભાવિત કરવો. દેરાસરમાં પ્રદક્ષિણાની સગવડતા હોય તો પ્રદક્ષિણા અવશ્ય કરવી. ૨૨. એક જ સંકુલમાં, એક જ કંપાઉન્ડમાં દેરાસર હોય તો શક્ય બને ત્યાં સુધી સાંજે પણ દર્શન કરવા. પરંતુ, વિજાતીયની પુષ્કળ અવરજવર હોય તેવા સમયે જવાનું ટાળવું ૨૩. પ્રભુજીને રોજ નાનકડી પણ ગદ્યપ્રાર્થના કરવી. ખાસ કરીને પોતાનાં દોષ નિવારણ અને ગુણ પ્રદાન માટે પ્રભુજીને ગદ્ગદ હૈયે પ્રાર્થના કરવી. ૨૪. શક્ય બને તો દેરાસરમાં સકલ સંઘ વતી વધારાનાં ત્રણ ખમાસમણ દેવા. પ્રથમ સકલ સંઘ વતી દેવા. ૨૫. ચૈત્યવંદન કરતી વખતે સકલ સંઘને યાદ કરવો. ૨૬. ઉપકારી ગુરુવર્યોના નામનો કૃતજ્ઞભાવે જાપ કરવો. ૨૭. દેરાસરમાં ચૈત્યવંદન બાદ જમીન પર મસ્તક ઢાળીને અત્યંત શરણાગતભાવ વ્યક્ત કંરવો. રોજ સવારે ઊઠીને ઉપયોગ મૂકવો કે આજે પોતે ક્યા સ્થળે છે? આજે તિથિ-તારીખ-વાર ક્યા છે? તથા, આજે પોતાના તપ-સ્વાધ્યાય વગેરે કર્તવ્ય શું છે? ૨૯ રોજ રાત્રે સૂતી વખતે ઉપયોગ મૂકવોઃ કયા ગામમાં છું? •યા મકાનમાં છું? – ૧૦૧ ૧૦૧. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨૧. ૩૩. • માતરું પરઠવવાની જગ્યા ક્યાં છે? અત્યારે કેટલા વાગ્યા છે? મારે કેટલા વાગે ઊઠવાનું છે? • કોઈ ગ્લાનાદિની રાત્રિવેળા દરમ્યાન મારે ખાસ કોઈ ભક્તિ કાળજી કરવાની છે? ૩૦. વિશિષ્ટ તીર્થભૂમિની સ્પર્શના થાય ત્યારે શક્ય બને તો અટ્ટમ, ઉપવાસ,આયંબિલ જેવું કોઈ વિશેષ પચ્ચકખાણ કરવું પરમાત્માના કલ્યાણક, પૂર્વના મહાપુરુષો કે ઉપકારી ગુરુવર્યોના સ્વર્ગારોહણતિથિ આદિ દિને તે નિમિત્તે યથાશક્તિ પચ્ચક્કાણ કરવું ૩૨. શક્ય બને તો દર પંચમીનો ઉપવાસ અને વિધિપૂર્વક જ્ઞાનપંચમીની આરાધના કરવી જોઈએ. શક્ય બને ત્યાં સુધી વિધિપૂર્વક નવપદની ઓળી કરવી, છેવટે નવ આયંબીલ તો જરૂર કરવા. ૩૪. શક્ય બને તો ત્રણ ચોમાસીના છઠ્ઠ અથવા છેવટે ઉપવાસ અચૂક કરવા. ૩૫. શક્ય બને ત્યાં સુધી ઓછામાં ઓછી પાંચ પર્વતિથિએ તો ઉપવાસ, આયંબિલ જેવું વિશેષ પચ્ચકખાણ અવશ્ય કરવું ૩૬. શક્ય બને તો બેસતા વર્ષનું આયંબિલ કરવું ૩૭. રોજ નવસ્મરણ ન ગણતા હો તો પણ બેસતા મહિને તો માંગલિકરુપે અવશ્ય ગણવા. ત્રણ ચોમાસી ચૌદસ, દિવાળી, જ્ઞાનપંચમી, તથા મૌન એકાદશીના દેવવંદન અચૂક કરવા. ૩૯. દિવાળી તથા મૌન એકાદશીનું ગણણું અચૂક ગણવું ૪૦. ચૈત્રી-કાર્તિકી પૂનમે શત્રુંજયનો પટ્ટ જુહારવો, ૨૧ ખમાસમણ દેવા. ૧૦ર Page #122 -------------------------------------------------------------------------- ________________ ૪૧. ૨૪ ભગવાનનાં કલ્યાણકનું કોષ્ટક પોતાની પાસે રાખવું અને જે તિથિએ જે ભગવાનનું જે કલ્યાણક હોય તેની શક્ય બને તો એક માળા ગણવી. પાંચ કલ્યાણકના જાપ માટે પ્રભુજીનાં નામ સાથે નીચેના મંત્ર જોડી ૪૨. દેવા. ૧. ચ્યવન ...............................પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ..................................અહત નમઃ ૩. દીક્ષા...........................નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન...............................સર્વજ્ઞાય નમઃ ૫. નિર્વાણ. .પારંગતાય નમઃ | ૪૩. શક્ય બને ત્યાં સુધી પોષ દસમીની આરાધના નિમિત્તે દર મહિનાની વદ દસમે જાપ આદિ વિધિ સહિત એકાસણું કરવું. ૪૪. સંવત્સરીનો અટ્ટમ પર્યુષણમાં અથવા તે પહેલાં કે પછી શક્ય બને ત્યાં સુધી અવશ્ય કરવો. શક્ય ન જ બને તો ઉપવાસ-આયંબિલ આદિથી વાળી આપવો. તે જ રીતે ચોમાસીનો છઠ્ઠ અને પક્ઝીનો ઉપવાસ પણ વાળી આપવો. ૪૫. પ્રભુજી સન્મુખ બોલવાની ગુજરાતી સ્તુતિઓનો મોટો ભંડોળ કંઠસ્થ રાખવા જેવો છે. રોજ દેરાસરમાં તીર્થભૂમિમાં, ક્યારેક અસ્વસ્થતા હોય ત્યારે કે ક્યારેક કોઈને માંદગીમાં શાતા-સમાધિ આપવા માટે ખૂબ જ ઉપયોગી બને. અરિહંત વંદનાવલી કે રત્નાકર પચ્ચીસી જેવા સ્તુતિસંગ્રહ વિશેષ ભાવોત્પાદક બની શકે. ૪૬. અવારનવાર પંચ પરમેષ્ઠિના ગુણોનો વિચાર કરવો. પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણો યાદ કરવા. ૪૭. અવારનવાર પંચ પરમેષ્ઠિના ઉપકારોને યાદ કરવા. ૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૪૮. અવારનવાર પંચ પરમેષ્ઠિનું તેમના વર્ણ અનુસાર ધ્યાન કરવું ૪૯. ડ્રીંકારમાં ૨૪ ભગવાનની વર્ણાનુરૂપ યોજના કરીને ધારણા કરવી. ૫૦. નવપદજીના ગુણોનું ચિંતન કરવું ૫૧. નવપદજીનું વર્ણાનુસાર ધ્યાન કરવાનો પ્રયોગ કરવો. પર. શત્રુંજયના ૨૧ ખમાસમણના દૂહા ગોખી લેવા અને માંદગી આદિમાં તેનાં આલંબનથી શત્રુંજ્યતીર્થની માનસભક્તિ કરવી. પ૩. શાસ્ત્રમાં અપુનબંધકનાં, સમ્યકત્વનાં, ભવાભિનંદીનાં, ધર્મસિદ્ધિનાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં વગેરે આત્માની વિવિધ સ્થિતિઓનાં લક્ષણો દર્શાવવામાં આવ્યા છે. તે લક્ષણોનાં આલંબનથી આત્માની સ્થિતિ તપાસતા રહેવું ૫૪. રોજ અનુકૂળતાએ એકાદવાર સહવર્તી સર્વ મહાત્માઓના ગુણોને યાદ કરીને મનોમન ભાવપૂર્વક તે સર્વ મહાત્માઓને વંદન કરવા. પપ. ભૂતકાળના અને વર્તમાનના વિશિષ્ટ ઉદારદિલ દાનેશ્વરીઓને યાદ કરીને તેમના દાનધર્મની અનુમોદના કરવી. પ૬. ભૂતકાળના અને વર્તમાનના વિશિષ્ટ નૈષ્ઠિક બ્રહ્મવ્રતધારકોનું સ્મરણ કરીને અહોભાવથી તેમને ભાવવંદન કરવા. ૫૭. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, ભરત ચક્રવર્તી, મરૂદેવા માતા, જીરણ શેઠ વગેરે ભૂતકાળના અને વર્તમાનના પણ વિશિષ્ટ ભાવધર્મના આરાધકોને ભાવવંદન કરવા. ૫૮. વર્ધમાન તપની ૧૦૦ ઓળીના તથા સળંગ ૫૦૦ આયંબિલના આરાધકોની યાદી તૈયાર કરીને તે તપસ્વીઓને રોજ ભાવવંદન કરી શકાય. ૫૯. વિશિષ્ટ ઉગ્ર તપસ્વીઓની નામાવલી તૈયાર કરી તે તપસ્વીઓને નિત્ય ભાવવંદન કરી શકાય. ૧૦૪ ~ ૧૪ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૬૨. ૬૦. પ્રભુશાસનમાં થયેલા વિશિષ્ટ જ્ઞાની શાસ્ત્રસર્જક આચાર્ય ભગવંતોને યાદ કરી રોજ ભાવવંદન કરી શકાય. ૬૧. શાસ્ત્રોમાંથી ભાવસાધુનાં લક્ષણો જાણી તેનું આલંબન લઈને આત્મસંશોધન કરવું શ્રી દશવૈકાલિકસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે શાસ્ત્રોમાં ઠેર ઠેર મુનિ માટે જુદા જુદા સુંદર નામો અને વિશેષણો પ્રયોજવામાં આવ્યા છે. તેનો સંગ્રહ કરી તે બધા નામો અને વિશેષણોને પોતાના જીવનમાં સાર્થક કરવાનો વિશેષ પ્રયાસ કરવો. ૬૩. સાધનાને વધુ સક્રિય અને જીવંત બનાવવાની પ્રેરણા જેમાંથી મળે તેવા શાસ્ત્રવચનોનો સાધના સૂત્રો રૂપે સંગ્રહ કરી તે સંગ્રહનું અવાર નવાર પારાયણ કરવું ૬૪. સાધનાની ઊંચી ભૂમિકાઓ અને યાવત્ ક્ષપક શ્રેણીના ભાવો સંપાદિત થાય તેવા મંગળ મનોરથો રોજ કરવા. પૂર્ણિમા વગેરે વિશિષ્ટ પર્વોમાં માનસિક રીતે શ્રી શત્રુંજ્યતીર્થની ભાવયાત્રા કરવી. શત્રુંજયતીર્થનાં એક એક સ્થાન, એક એક ટૂંક વગેરેને માનસપટ પર લાવી ભાવયાત્રા કરવી. દર્શનશુદ્ધિ માટે યોગ્ય અવસરે વિહરમાન તીર્થંકર શ્રી સીમંધરસ્વામીની ભાવયાત્રા કરવી. આત્મવિશુદ્ધિ અને વિશ્વકલ્યાણ માટેના કેટલાક પ્રાર્થના-વાક્યોની નોંધ કરવી અને તે પ્રાર્થનાવાક્યોથી અવસરે એકાગ્રતાપૂર્વક પ્રાર્થના કરવી. તેવા પ્રાર્થના સૂત્રોના જાપ પણ કરી શકાય. જે જે દેરાસરોનાં દર્શન થાય તેના મૂળનાયક પ્રભુનાં નામ યાદ રાખવા અને તે રીતે ક્રમશઃ રોજ યાદ કરવા. આ રીતે રોજ માનસિક ચૈત્ય પરિપાટી કરવાનો અભ્યાસ કરવાથી જીવનભર કરેલા હજારો દેરાસરોના મૂળનાયક પ્રભુનાં નામો સરળતાથી યાદ રહી જાય. - ૧૦૫ ~ ૨૫. ૬૭. ૬૮. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬૯. ગ્રુપમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રવૃત્તિ, પરિણતી અને ભાવોલ્લાસ વધે તે માટે ગુરુ ભગવંતની અનુમતિથી યોગ્ય અવસરે આવી સામૂહિક આરાધના અવારનવાર યોજી શકાય. • તીર્થભૂમિમાં અથવા પર્વદિને જિનાલયમાં બધા સાધુ ભગવંત સાથે મળીને સામૂહિક ચૈત્યવંદન. • સામૂહિક ચેત્યપરિપાટી માંડલી બનાવીને સમૂહ સ્વાધ્યાય ગમતાનો ગુલાલ શાસ્ત્રવચન દરમ્યાન ચિત્તને ચમત્કૃત કરે તેવી જે વિસ્મયકારક વાત વાંચવામાં આવી હોય તેનું પરસ્પર આદાન-પ્રદાન. અનુમોદન-ઉત્સવ : દરેકને પોતાને જોવા-જાણવા મળેલી અનુમોદનીય વાતોનું આદાન-પ્રદાન. • ચિંતન-વિનિમયઃ સંયમ જીવનમાં વૈરાગ્ય અને પરિણતી વિકાસ પામે તેવી વિચારણાઓનું પરસ્પર આદાનપ્રદાન કરવું • ગુરુવર્યોના ગુણાનુવાદ : વિદ્યમાન કે સ્વર્ગસ્થ પૂજ્ય ગુરુવર્યોની ગુણ-સુવાસને પ્રસરાવતા અનુભવેલા પ્રસંગપુષ્પોનું આદાનપ્રદાન કરવું ૭૦. શક્ય હોય ત્યાં સુધી દેરાસરમાં બધા પ્રભુજીને ત્રણ-ત્રણ ખમાસમણ દેવા. પ્રભુજી ઘણાં હોવાથી કદાચ તે શક્ય ન બને તો છેવટે દરેક પ્રભુજી સમક્ષ “નમો જિણાણે' બોલીને નમસ્કાર અચૂક કરવા. ૭૧. વિદ્યમાન પરિચિત-સમુદાયવર્તી સાધુ ભગવંતોના નામોની યાદી અઠવાડીયે એકાદવાર વાંચીને ભાવવંદન કરવા. ૭૨. જે ક્ષેત્રમાં ચાતુર્માસ રહ્યા છો, તે ક્ષેત્રનાં મુખ્ય દેરાસરના દરેક પ્રભુજી સમક્ષ ચાતુર્માસ દરમ્યાન એકવાર તો ચૈત્યવંદન અવશ્ય થઈ જાય તેવી ભાવના રાખવી. ૧૦૬ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૭૩. રોજના ઓછામાં ઓછા ત્રણ કલાક સ્થિરાસનનો અભ્યાસ પાડવો. ૭૪. રોજ દેરાસરમાં દેવવંદનન કરતા હો તો પણ પાંચ પર્વતિથિ દેવવંદન કરવાની ટેવ પાડી શકાય. ૭પ. રોજ પોતાના વિશેષ ઉપકારીઓને તજ્ઞભાવે યાદ કરી તે ઉપકારોને સફળ કરવા ચારિત્રજીવનમાં વિશેષ ઉજમાળ બનવાનું પ્રણિધાન કરવું ૭૬. દ્રવ્યસંખ્યા, વિગઈ, વિશિષ્ટદ્રવ્યો આદિના ત્યાગના તથા સ્વાધ્યાય, ભક્તિ આદિ માટેના નિયમો રાખવા. ૭૭. ચાતુર્માસના પ્રારંભે ચાતુર્માસ માટેના વિશિષ્ટ અભિગ્રહો-નિયમો ધારવા. ન ૧૦૭ ૧૦૭. ~ Page #127 -------------------------------------------------------------------------- ________________ { શરીરસંયમઔચિત્ય | છે 4 ૧. વડીલ મહાત્માનીં માતરાનો પ્યાલો પરઠવવા જવું છે માટે પોતે પણ તેમાં માતરું કરી લેવું તેવો આગ્રહ રાખવો. પૂરી શંકા હોય તો જ માતરું કરવું, નહિતર વારંવાર માતરું કરવાની ટેવ પડી જાય. માતરાની શંકા બહુ રોકવી નહિ. તેમ, વારંવાર માતરું કરવાની ટેવ પણ પડવા ન દેવી. શરીરને તો જેમ ઘડીએ તેમ ઘડાય. અવસરે ક્યારેક થોડો વખત માટે શંકા રોકવી પડે તો રોકી શકાય તે રીતે શરીરને કેળવવું. સ્પંડિલની શંકા રોકવી નહિ. નિયમિતતા માટે શરીરને કેળવવું. કબજીયાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. કબજીયાત થાય તો તેની ઉપેક્ષા ન કરવી. કબજીયાત અનેક રોગોનું મૂળ છે. મોઢામાં ચાંદા, મસા, ભગંદર, માથાનો દુઃખાવો વગેરે અનેક રોગો થઈ શકે છે. સ્વાદીષ્ટ ચૂર્ણો, ગોળીઓ, મુખવાસ રાખવાનહિ, વાપરવા નહિ. વિશેષ કારણથી રેચકકે પાચકદવા લેવી પડે તો પણ તેની આદત પાડવી. ચ્યવનપ્રાસ, ગુલકંદ વગેરે રાખવા નહિ, લેવા નહિ. વિશેષ કારણથી લેવા પડે તો પણ ગુરુ ભગવંતને પૂછીને જ લેવા. અજીર્ણ ન થાય તે રીતે, તેટલો જ અને તેવો જ ખોરાક લેવો. ૮. ઉણોદરીનો ખાસ અભ્યાસ પાડવો. પાચનતંત્ર અને નિસર્ગતંત્રને ખોરાકના નિયંત્રણ દ્વારા નિયંત્રિત રાખતા શીખી જવું જોઈએ. જેથી, દવાના ઉપયોગને ખૂબ નિવારી શકાય. - ૧૦૮ - રે છે $ ૧૦૮ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ૧૩. ૧૦. અજીર્ણ થાય તો ઉપવાસ કે લાંઘણ કરી દેવા. ૧૧. દિવસે સૂવાની બિલકુલ ટેવ ન પાડવી. વિહાર આદિના શ્રમને કારણે સૂવું પડે તો પણ વધારે વખત સૂઈ ન રહેવું. ૧૫-૨૦ મિનિટ જેવાં ટૂંકા સમયમાં ઊઠી જવું. સવારે વહેલા ઊઠવાની ટેવ પાડવી. વિહાર ન હોય અને સ્થિરતા હોય તો પણ ઊઠવામાં પાંચ વાગ્યાથી મોટું ન કરવું. સૂર્યાસ્ત પછી એકપ્રહરે સંથારાપોરિસી ભણાવવાનો સમય છે. સામાન્ય સંયોગોમાં તેથી વહેલા ન સૂવું તેમ રાત્રે ખૂબ મોડે સુધી જાગવાની ટેવ પણ ન પાડવી. વિશેષ આરાધના માટે જાગવાનું હોય તો ગર્વજ્ઞાથી જાગવું. તેવા પ્રસંગે સંથારાપોરિસિ સમયસર ભણાવી લેવી. ૧૪. કાપ કાઢવા બેઠા પછી ઊભા થતી વખતે ભીની જગ્યામાં પગ લપસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ૧૫. ભીંતને અડીને ન બેસવું, સહેજ દૂર બેસવું. ટેકો દઈને બેસવાની ટેવ ન પાડવી, ટટ્ટાર બેસવું. ૧૬. પોતાની જગ્યાએથી નિષ્કારણ ઊઠવું નહિ. નિષ્કારણ આંટા ન મારવા. સ્થિરાસનનો અભ્યાસ કેળવી કાયાની ચંચળતાને રોકવી. ૧૭. બને ત્યાં સુધી લાંબા પગ કરીને બેસવું નહિ. બને ત્યાં સુધી ધાબળા વાપરવા નહિ. ઠંડી સહન ન જ થાય તો વધારાની કામળી રાખવી. પણ ધાબળા ન વાપરવા. માંદગી જેવાં કારણથી ધાબળાની જરૂર પડે તો ગૃહસ્થ પાસેથી વાચી લેવા અને જરૂર પૂરી થતાં પાછાં ભળાવી દેવા પણ પોતાની માલિકી કરવી નહિ. ૧૯. કોઈ ગ્લાન સાધુ ભગવંતને ડૉકટર કે વૈદ્ય પાસે લઈ જવાનું થાય અથવા કોઈ ગ્લાન સાધુ ભગવંત માટે ડોકટર કે વૈદ્યને બોલાવવાનું થાય ત્યારે જે મુખ્ય પ્લાન છે અને જેમના પ્રયોજનથી જ ડોકટર કે વૈદ્ય સાથેની આ મુલાકાત ગોઠવાઈ છે તે સિવાય અન્ય મહાત્માએ મામૂલી તકલીફો માટે ડોકટર-વૈદ્યને બતાવવાની ઈચ્છા ન કરવી. ન ૧૦૯ ~ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ડૉક્ટર કે વૈદ્ય ફી લેતા હોય કે ન લેતા હોય, આવ્યા છે તો બતાવી દઈએ - આવી પ્રકૃતિ ન રાખવી. આમ કરવાથી ડૉકટર-વૈદ્યનો ભક્તિભાવ-ઉત્સાહ તૂટે અને મુખ્ય જેમની ચિકિત્સા કરવાની છે તેમાં પણ તેમનો રસ ઘટે. ગામેગામ જે કોઈ ડૉકટર-વૈદ્ય જાણકારી મળે તેને તબિયત બતાવતા રહેવાની ટેવ ન રાખવી. તેનાથી દેહાધ્યાસ પોષાય અને ડૉકટર-વૈદ્યને દુર્ભાવ થાય. જૂદા જૂદા અભિપ્રાયો મળવાથી મૂંઝવણ થાય. ૨૧. ડૉકટર કે વૈધે જણાવેલી દવા લેવાની હોય તો જ મંગાવવી. એકસાથે વધારે ન મંગાવવી. કોઈ પણ દવા લેતાં પહેલાં તે અભક્ષ્ય નથી તેની ખાત્રી કરી લેવી. ડૉકટર-વૈદ્યને પોતાની કે અન્ય સાધુ ભગવંતની તબિતય બતાવતી વખતે પોતે તે વિષયમાં થોડુંઘણું જાણતા હોય તો પણ જાણકારી પ્રદર્શિત ન કરવી. વચ્ચે પોતાનો કોઈ અભિપ્રાય ન આપવો. ૨૪. નિયંત્રિત જીવનચર્યાથી શરીરની સુંદરસ્તી સ્વાભાવિક રીતે જળવાઈ રહે છે. કોઈ તકલીફ-બિમારી ઊભી જ ન થાય. તે માટે શાસ્ત્રોક્ત ઉપવાસ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગવગેરે તપપ્રકારો ખૂબ ઉપકારક છે છે. તબિયત બગડે અને દવા લેવી પડે તો અનેક પ્રકારના દોષો સેવવા પડે. એલોપથી ચિકિત્સામાં તો પુષ્કળ આરંભ-સમારંભ અને આડઅસરની પણ શક્યતા છે. તેથી તબિયત બગડે જ નહિ તેનું ખાસ ધ્યાન રાખવું. ૨૫. બોલાવીએ ત્યારે ભક્તિભાવનાથી ડોકટર ઉપાશ્રય આવી જતા હોય તો પણ નાના-નાના કારણોથી ધક્કા ન ખવડાવવા. ૨૬. બને ત્યાં સુધી, અત્યંત વિશિષ્ટ કારણ સિવાય, પગ કે શરીર દબાવડાવવા નહિ. પોતાની શારીરિક પ્રકૃતિને બરાબર જાણી લેવી. ગોચરી, તપ વગેરે પોતાની શારીરિક પ્રકૃત્તિને લક્ષ્યમાં રાખીને કરવા. તબિયત બગડે તેવો પ્રકૃતિવિરુદ્ધ કે અતિમાત્રાએ આહાર ન લેવો. - ૧૧૦ - ૨૭. ૧૧૦ Page #130 -------------------------------------------------------------------------- ________________ { સંયમમર્યાદાઔચિત્ય ૧ બહેનો સાથે હસીખીલીને વાત ન કરવી. અનાવશ્યક વાતો ન કરવી. છાપાં ન વાંચવા. છાપાની પૂર્તિઓ-મેગેઝીનો તો ન જ વાંચવા. ઓછામાં ઓછા ૧૦વર્ષના પર્યાય સુધી છાપાના ત્યાગનો અભિગ્રહ કરવો. કૌતુકથી પણ છાપામાં નજર ન કરવી. ૧૦ વર્ષ સુધી વાર્તાના-ઉપદેશ આદિના ગુજરાતી પુસ્તકો પણ ન વાંચવા. માત્ર સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થો અને અધ્યયનોપયોગી ગુજરાતી પુસ્તકો જ વાંચવા. વૈરાગ્યપોષકવિશિષ્ટ સાહિત્ય ગુર્વાશાથી વાંચવાની છૂટ રાખી શકાય. છાપાં વાંચતા હોય તેમણે પણ બને ત્યાં સુધી છાપાં જાહેરમાં ન વાંચવા. લોકોની અવરજવરના સમયે ન વાંચવા. બપોર પછી જ વાંચવા. સવારના પહોરમાં છાપાં વાંચવા બેસી ન જવું. જેમાં વાંચનસામગ્રી અને ફોટાનું સ્તર હલકું હોય તેવા છાપાં ખાસ ટાળવા. ભીંતો ઉપરલાગેલા પોસ્ટરો ઉપર અનાભોગથી પણ નજર ન પડે તે માટે ચાલતી વખતે દૃષ્ટિસંયમ ખૂબ રાખવો. આલોચનાની રોજેરોજ બરાબર નોંધ કરવી. અવારનવાર આલોચનાનાં બધા સ્થાનો જોઈ લેવા. દરેક બાબતની આલોચના વ્યવસ્થિત નોંધવી. ૧૧૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ sj ૧૧. ૮. પૂજ્ય ગચ્છાધિપતિશ્રીને દર પંદર દિવસે કે મહિને આલોચના અચૂક મોકલી આપવી. આળસમાં લાંબુ ખેંચાઈ ન જાય તે ધ્યાન રાખવું. સૂક્ષ્મ આલોચના યાદ રાખવી, નોંધવી નહિ. શક્ય બને ત્યાં સુધી પૂ ગચ્છાધિપતિશ્રી પાસે તે આલોચના રૂબરૂમાં મૌખિક કરવી. આલોચનાના કે અન્ય કોઈ પણ પત્રમાં તિથિ, તારીખ, સ્થળ અને પોતાનું નામ અવશ્ય લખવા. ૧૦ વર્ષ કે તેવી મર્યાદા સુધી આલોચનાના પત્ર આદિના અપવાદ સિવાય કોઈની પણ સાથે પત્રવ્યવહાર નહિ કરવાનો અભિગ્રહ ધારી શકાય. ૧૨. કોઈ ગૃહસ્થનો પરિચય કરવો નહિ. ગૃહસ્થો સાથે વાતો કરવા બેસવું નહિ. સંસારી સ્વજનો વગેરે વંદનાર્થે આવે તો આડીઅવળી વાતો ન કરવી. ટૂંકી ધર્મપ્રેરણા કરવી અથવા અનુમોદનીય વાતો કરવી. તેમના ગૃહસંસારની વાતો પૂછવી નહિ. તે વાતોમાં રસ ન લેવો. ૧૩. સંસારી માતાપિતા વગેરે ઉપકારી આવે તો ગુરુ ભગવંતની આજ્ઞા લઈ તેમને મળવું તેમને આરાધનાની પ્રેરણા કરવી. મોહની લાગણી ન રાખવી પણ ઋણમુક્તિનો ભાવ રાખવો. ૧૪. રાત્રે સ્વાધ્યાય કરવા માટે જાહેરમાં બેસવું, એકાન્તમાં ન બેસવું. દિવસે પણ તદન એકાન્તમાં કે અલગ રૂમમાં ન બેસવું. ૧૫. અન્યની સાથે સ્વાધ્યાય કરવા. ભણવા બેસવાનું થાય ત્યારે એકદમ અડીને લગોલગ ન બેસવું. ૧૬. કારણવશાતુ ક્યારેક દિવસે સૂવું પડે તો કપડો શરીર પર ઓઢીને સૂવું રાત્રે પણ કપડાં કે કામળી ઓઢીને જ સૂવું. વ્યાખ્યાનસભામાં કે પોતાનાં આસન ઉપર પણ બેસતી વખતે ઢીંચણ સુધી ચોલપટ્ટો ઢાંકેલો રહે તે રીતે બેસવું. ઊઠતા-બેસતાં, ઊભડક પગે બેસતા અથવા આસને પગ ઊંચા રાખીને બેસતા બરાબર ઉપયોગ રાખવો. ૧૭. ૧૧૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૮. ૧૯. ૨૦. સંસારી માતુશ્રી સાથે પણ એકલા એકાન્તમાં બેસી વાત કરવી નહિ, રસ્તામાં ઊભા રહીને વાત ન કરવી. વડીલ પૂજ્યશ્રીની નજર પડે તે રીતે ઊપાશ્રયમાં બેસવું. ૨૧. નબળા નિમિત્તોથી હંમેશા દૂર રહેવું. મનમાં વિકાર કે કલુષિતતા પેદા કરે તેવા નિમિત્તોથી બચવું. વિજાતીય સાથે વાત કરવાનો પ્રસંગ ટાળવો. વાત કરવી જ પડે તો નીચી દ્દષ્ટિ રાખીને વાતો કરવી. ૨૨. ન સજાતીયનો પણ સ્પર્શ ન કરવો. વંદન વખતે હાથ મૂકવા સિવાય સ્પર્શ ન કરવો. શારીરિક મજાક-મસ્તી બિલકુલ ન કરવી. માંદગી આદિ કારણસર પગ-માથું-શરીર દબાવવાની સેવાની જરૂર પડે તો પણ બને ત્યાં સુધી બાળ કે યુવાન સાધુએ બાળ કે યુવાન સાધુની સેવા ન લેવી. ગ્રુપના પ્રૌઢ સાધુએ આવી સેવા માટે ઉત્સાહિત રહેવું. ૨૩. ગૃહસ્થો પાસે પણ શરીર-વિશ્રામણાની ટેવ ન પાડવી. ગૃહસ્થ ભક્તિભાવથી આગ્રહ કરે તો પણ નિષેધ કરવો. સામાન્ય કારણમાં કે અકારણ પગ દબાવડાવવાની આદતથી દેહાધ્યાસની પુષ્ટિ થાય છે. ૨૪. સમૂહમાં પાઠ ચાલતો હોય તો દરેકના પ્રત-પુસ્તક અલગ રાખવા જેથી એકદમ નજીક અડીને બેસવું ન પડે. બે જણ વચ્ચે સામાન્ય અંતર રાખવું. નાના બાળકોને રમાડવા નહિ. ૨૫. ૨૬. યુવાનો-કિશોરો સાથે પણ મજાક-મસ્તી-સ્પર્શ વગેરે કરવા નહિ. ૨૭. પોતાનું આસન કે બેઠક અલગ રૂમમાં ન રાખવા. એકાન્તમાં એકલા ન બેસવું. જાહેરમાં બધાની સાથે જ બેસવું. ૨૮. સ્વાધ્યાયાદિનાં પ્રયોજનથી પણ માત્ર બે સાધુ ભગવંતે એકાન્તમાં નહિ બેસવું. તેમ, એકલા કોઈ ગૃહસ્થ સાથે રૂમમાં કે એકાન્તમાં બેસીને વાત ન કરવી, જાહેરમાં બેસવું. ૧૧૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨૯. ગેલેરીમાં-બાલ્કનીમાં ઊભા ન રહેવું. મકાનની બારીમાંથી પણ બહાર નજર ન કરવી. બારીમાંથી નજીકના કોઈ ગૃહસ્થનાં ઘરમાં નજર પડતી હોય તો બારી ખુલ્લી ન રાખવી. બેઠા બેઠા ગૃહસ્થનાં ઘરમાં નજર પડે તેવી જગ્યાએ આસન ન રાખવું. ૩૦. સાધુ ભગવંતની ચીજ પણ તે ચીજના માલિક સાધુ ભગવંતને પૂછ્યા વગર અડવી નહિ-લેવી નહિ. ૩૧. નિષ્કારણ મકાનની બહાર નીકળવું નહિ. મકાનમાં પણ નિષ્કારણ આંટા મારવા નહિ. ૩૨. કોઈ પ્રસંગવિશેષથી બધા મહાત્માને એકસાથે બહાર જવાનું થાય ત્યારે એકાદ સાધુ ભગવંતને વસ્તીપાલક તરીકે રાખીને જવું. મકાન રેઢું ન મૂકવું. ૩૩. ગૃહસ્થોની ધંધાની, બજારની, સગપણની, લગ્ન વગેરેની વાતો જાણવાનું કૌતુકન રાખવું તેવી વાતો સાંભળવી નહિ, તેવી વાતોમાં રસ ન લેવો અને તેવી બાબતમાં કોઈ પણ અભિપ્રાય કે સલાહ-સૂચન ન આપવા. ૩૪. ક્યારેય શરતની ભાષા વાપરવી નહિ. ૩૫. કયારેય સોગંદ ખાવા નહિ. ૩૬. કોઈ દ્રવ્ય વાનગી વાપરવાની હરિફાઈ કરવી નહિ. ૩૭. કોઈને ભવિષ્યની કોઈ ઘટના માટે નિશ્ચિત અંદેશો આપવો નહિ. ભવિષ્યકથન કરવું નહિ. ૩૮. ગૃહસંસારની કોઈ પણ બાબતો માટે મુક્ત પ્રદાન કરવું નહિ, માર્ગદર્શન આપવું નહિ. ૩૯. કોઈ પણ વાતમાં વટ ઉપર ન આવી જવું. ૪૦. હાથમાં હાથ મીલાવવા, દોસ્તની જેમ ખભે હાથ મૂકવો વગેરે ગૃહસ્થોચિત વર્તન વ્યવહાર કરવા નહિ. ૧૧૪ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૪૧. આવો, પધારો, આવજો વગેરે શબ્દોથી ગૃહસ્થને આવકાર કેવિદાય આપવા નહિ. પૈસા રાખવા તો નહિ જ. કોઈ ગૃહસ્થ પાસે રખાવવા પણ નહિ. કોઈ શ્રાવક ભક્ત લાભ માંગે તો ખપની ચીજનો લાભ આપી દેવો પણ પૈસા મૂકાવવા નહિ. ગૃહસ્થના આર્થિક વ્યવહારોમાં ક્યાંય પડવું નહિ. અરીસામાં ક્યારેય જોવું નહિ. ગૃહસ્થના મકાનમાં ઊતરવાનું થાય અને ત્યાં જો અરીસો લગાવેલો હોય તો તેની ઉપર પડદો નંખાવી દેવો. ૪૬. વિહાર દરમ્યાન કોઈવાર કોઈ ગૃહસ્થનાં મકાનમાં ઊતરવાનું થાય તોવિજાતીયની તસ્વીરો વગેરે ટીંગાવેલા હોય તેવા મકાનમાં ન ઊતરવું ૪૭. વિહાર આદિ દરમ્યાન રસ્તામાં કોઈ સાધ્વીજી મહારાજ મળે તો રસ્તામાં વાતો કરવા ઊભા ન રહેવું સંસારી સ્વજન કે અન્ય ગૃહસ્થ મળવા આવે ત્યારે ગુરુ મહારાજ કે વડીલ મહાત્માની રજા લઈને મળવા બેસવું અને ગુરુ મહારાજ વડીલની નજર રહે તેવા સ્થાને બેસવું. ૪૯. ફોટા પડાવવા નહિ. કોઈ ગૃહસ્થ ફોટો પાડવાનો આગ્રહ સેવે તો પણ સંમતિ આપવી નહિ. બને ત્યાં સુધી ધાર્મિક પ્રસંગોના ફોટા આલ્બમ પણ જોવા નહિ. સંગીતકાર, નૃત્યકાર, બેન્ડવાલા, મંડપ, રંગોળી, ડેકોરેશન, રોશની, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય વરઘોડા, સામૈયા, આમંત્રણ-પત્રિકા વગેરે ઉત્સવ-મહોત્સવની બાબતો ગૃહસ્થનો વિષય છે. તેવી બાબતોનો રસ કેળવવો નહિ. કોઈ વાર તેવી બાબતોમાં માર્ગદર્શન આપવું પડે તો સંયમમર્યાદા જરા પણ ન ચૂકાય તેનું ખાસ ધ્યાન રાખવું. Page #135 -------------------------------------------------------------------------- ________________ પર. ભગવાનના ફોટાઓ, મૂર્તિઓ, ચિત્રપટ્ટો, તામ્રપટ્ટો, માળાઓ વગેરે ચીજો પણ ભેગી કરવાનો શોખ ન કરવો. આરાધના માટે જરૂરી હોય તે ગુરુ મહારાજ કે વડીલ મહાત્માને પૂછીને રાખવું. પ૩. જિનાલય-નિર્માણ, ઉપાશ્રય-નિર્માણ આદિ સંઘનાં કાર્યોમાં માર્ગદર્શન આપવું પડે તો પણ સંયમજીવનની મર્યાદા ક્યાંય ન ચૂકાય તેનું ખાસ ધ્યાન રાખવું. ૫૪. નાના મોટા મહોત્સવની પત્રિકાઓ મેળવીને ગૃહસ્થો-ભક્તોને મોકલ્યા કરવાની ટેવ ન પાડવી. પપ. આપણે કોઈ પણ કાર્યગૃહસ્થ પાસે કરાવવું નહિ. પાણી લાવવું કાજો કાઢવો, કાપ કાઢવો વગેરે કોઈ પણ કાર્ય ગૃહસ્થ પાસે કરાવવા નહિ. મકાનમાં કાજો પણ જાતે જ લેવો. કચરા-પોતાં કરાવવા નહિ. મકાન સ્વચ્છ રાખવું ૫૭. પરઠવવાનાં કપડાં, કાગળ વગેરેના ટૂકડા કરવાનું કે પરઠવવાનું કાર્ય જાતે જ કરવું. ગૃહસ્થને ન ભળાવવું. ૫૮. કાગળના ટૂકડા કરતી વખતે વ્યક્તિ, પશુ વગેરેના ફોટા ફાટી ન જાય તેનું ધ્યાન રાખવું ૫૯. રસ્તા પર ચાલતી વખતે લખેલાં અક્ષરોપર, કાગળ પર કે રસ્તા પર કોઈ જગ્યાએ દોરેલા ચિત્ર ઉપર પગ ન મૂકવો. ગૃહસ્થોના પગ લૂછવાના પગલૂછણીયાથી પગ ન લૂછવા. ૬૧. દવા-ઔષધિની ડબ્બી કે શીશી ખાલી થાય ત્યારે ગમે તે ઉપાશ્રયમાં મકાનમાં મૂકી ન દેવી. કોઈ ગૃહસ્થને ભળાવી દેવી. ૬૨. કોઈ ઉપાશ્રય કે મકાનમાંથી ઘડો, પ્યાલો, ડીસ કે અન્ય કોઈ પણ ચીજ રાખવી હોય તો અધિકૃત ગૃહસ્થને પૂછીને રાખવું. ૬૩. જ્ઞાનભંડાર કે ઉપાશ્રયના કબાટમાંથી કોઈ પણ પુસ્તક ખૂબ ઉપયોગી ૬૦. ૧૧૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૬૫. હોય તો પણ માલિકીભાવથી રાખીનલેવું વધારાના પહેલા પુસ્તકમાંથી કોઈ પણ પુસ્તક રાખવું હોય તો અધિકૃત વ્યક્તિને પૂછીને જ લેવું. ૬૪. બને ત્યાં સુધી કાગળો, નોટો, ચોપડીઓ વગેરેની ઝેરોક્ષ કરાવવી નહિ. કોઈ ઉતારાની જરૂર હોય તો જાતે લખીને ઉતારી લેવું. વિશેષ કારણથી ઝેરોક્ષ કરાવવી પડે તો ગુરુ-વડીલની રજા લઈ લેવી. શ્રાવકોને ભેટ આપવા માટે પેન, સ્ટીકરો, ચોપડીઓ વગેરેનો સંગ્રહ કરવો નહિ. ગૃહસ્થને કોઈ ચીજ ભેટ આપવી નહિ. વાંચવા યોગ્ય સારા પુસ્તકો વાંચવાની ભલામણ કરી શકાય. ૬૬. તપશ્ચર્યા-પદવી આદિના પ્રસંગોમાં સાધુ-સાધ્વીજી કે ગૃહસ્થોને ચીજવસ્તુઓ ભેટ આપવાની પ્રથા પાડવી નહિ. ૬૭. પાઠશાળા, જિનપૂજા વગેરે ધર્મપ્રવૃત્તિમાં નાના બાળકોને જોડવાના હેતુથી પણ બાળકોને જાતે ચોકલેટ, પેન્સીલ, કંપાસ વગેરે પ્રભાવના આપવાની પ્રવૃત્તિ ન કરવી. સામાન્યથી પૂજા-પૂજન કે જાહેરસભા જેવા પ્રસંગોમાં ગાવું નહિ. ગુરુ ભગવંત કે વડીલ મહાત્મા સામેથી આદેશ ન કરે તો આવી રીતે જાહેરમાં ગાવું નહિ. ૬૯. ફોન, ફેક્સ કે ઝેરોક્સ કરાવવા નહિ. વિશિષ્ટ પ્રયોજનથી કરાવવા પડે તો ગુરુ મહારાજને પૂછીને જ કરાવવા. તેની આલોચના અવશ્ય લેવી. ૭૦ ટપાલ બિલકુલ નહિ લખવાની ટેક રાખવા જેવી છે. તેવી ટેકન હોય અને કારણવિશેષથી ટપાલ વ્યવહાર કરવો પડે તો પણ મુખ્ય વડીલની ટપાલો જે સરનામે આવતી હોય તે સરનામે જ પોતાની ટપાલો મંગાવવી. પોતાનું જૂદું સરનામું ન આપવું. જતી અને આવતી બંને ટપાલ ગુરુ ભગવંતને વંચાવવી. ૭૧. ગુરુ કે વડીલથી ગુપ્તપણે કોઈની સાથે પત્ર-વ્યવહાર ન રાખવો. ૧૧૭. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭૬. ૭૨. અન્યને જુગુપ્સાનું કારણ ન બને તે માટે અથવા અસહિષ્ણુતાના કારણથી અતિશય મેલાં કપડાં ન અનુકુળ આવે તો પણ એકદમ ઉજળાં કપડાં પહેરવાની વૃત્તિ ન રાખવી, ઓછામાં ઓછા ૨૦કે ૧૫દિવસ પહેલાં કાપ નહિ કાઢવાની ટેક રાખવી. અડધા કાપથી ચાલે તેવું હોય તો આખો કાપ ન કાઢવો. ૭૪. અતિવિશિષ્ટ કારણ સિવાય સવારે વહેલાસર ઊઠી જવું મોડા ઊઠવાની આદત સંયમજીવનમાં શોભે નહિ. ૭૫. શ્રમણપણાને ન છાજે તે રીતે જોરજોરથી હસવું નહિ. કોઈની મશ્કરી કરવી નહિ. કોઈની મિમીક્રી કરવી નહિ. મકાનમાં વિજાતીયની અવરજવર ઓછી રહે તે ઈચ્છનીય. સાંજે સૂર્યાસ્ત પછી અને સવારે સૂર્યોદય પહેલાં તો મકાનમાં વિજાતીયની હાજરી ન જ રહે તે ચુસ્તતા ખાસ રાખવી. ૭૭. મચ્છર આદિના નિમિત્તે મકાનમાં ધૂપ કે ધુમાડા કરાવવા નહિ. અગરબત્તીઓ મૂકાવવી નહિ કે અન્ય તેવા આરંભ-સમારંભવાળા ઉપાયો કરવા નહિ. ૭૮. લોચ કરાવવા માટે અત્યંત એકાત્ત સ્થાનમાં કે બંધ રૂમમાં બેસવું ૭૯. મૂક બધિર, મંદબુદ્ધિ, અપંગ આદિ કોઈની મશ્કરી કરવી નહિ. જે આસન પર કે સ્થાન પર કોઈ બહેન બેઠેલા હોય તે ઊભા થયા પછી બે ઘડી ન થાય ત્યાં સુધી તે સ્થાન પર બેસવું નહિ. જે સ્થાન પર પુરુષ બેઠેલા હોય તે સ્થાન પર સાધ્વીજીએ ત્રણ પ્રહર સુધી ન બેસવું ૮૧. સાધ્વીજી મહારાજ આદિ કોઈપણ વિજાતીય સાથે પત્રવ્યવહાર રાખવો નહિ, વિશેષ કારણથી પત્રવ્યવહાર થાય તો ગુરુ ભગવંતની અનુજ્ઞા મેળવીને જ પત્રવ્યવહાર કરવો. જતી-આવતી બધી ટપાલ ગુરુભગવંતને-વડીલને અવશ્ય વંચાવવી. ૧૧૮ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧. ૩. ૪. ૬. ૭. ૮. (૧૬ ઉપયોગઔચિત્ય એક કાર્યમાંથી બીજા કાર્યમાં જતા વચ્ચે સમય ન બગાડવો. તરત બીજા કાર્યમાં લાગી જવું. સમય એ અત્યંત કિંમતી ધન છે. એક મિનિટ પણ ખોટી ન વેડફાય તેની ખાસ કાળજી રાખવી. બોલતી વખતે મુહપત્તિનો ઉપયોગ રાખવો. પ્રયત્નપૂર્વક તેની ટેવ પાડવી. ચાલતા-ચાલતા વાતો કરવી નહિ, જેથી ઈર્યા સમિતિનો ઉપયોગ રહે અને ચાલતી વખતે બોલવાથી મુહપતિનો ઉપયોગ છૂટી જવાની શક્યતા રહે. તેમાંય વિહાર દરમ્યાન હાથમાં દાંડો, ઘડો વગેરે વસ્તુ પકડેલી હોય ત્યારે મુહપત્તિનો ઉપયોગ ખૂબ જ મુશ્કેલ છે. કાપ કાઢતા કાઢતા પણ બને ત્યાં સુધી બોલવું નહિ, વાતો કરવી નહિ. કારણ કે ત્યારે પણ મુહપત્તિનો ઉપયોગ ન જળવાય. વિશેષ કારણથી લીધેલી છૂટ કે સેવેલો અપવાદ કારણ દૂર થતા તરત છોડી દેવા. ચાલતી વખતે ઈર્યાસમિતિનો ઉપયોગ ખાસ જાળવવો. નીચે બરાબર જોઈને ચાલવું. મકાનની અંદર ચાલવાનું થાય ત્યારે પણ ઈર્યાસમિતિ અચૂક પાળવી. મકાનમાંથી નીકળતા ‘આવસહિ’ અને પ્રવેશ કરતા નિસિહિ’ બોલવાનો ઉપયોગ રાખવો. ૧૧૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ નીચેની બાબતો ક્યારેક ભૂલાઈ જવાની શક્યતા છે તેથી તે તે સમયે તે તે બાબતોને ખાસ ઉપયોગ મૂકીને યાદ કરી લોઃ ૧. સીમંધરસ્વામી અને શંત્રુજયનું ચૈત્યવંદન ૨. ઓઘો બાંધવાનું ૩. પોરિસિ ભણાવવાનું ૪. દાંડાનું તથા દંડાસણનું પડિલેહણ ૫. પચ્ચકખાણ પારવાનું ૬. ૧૭ ગાથા ગણવાનું ૭. વાપર્યા પછીનું ચૈત્યવંદન ૮. દેરાસરનાં દર્શન ૯. પડિલેહણના આદેશ ૧૦. ચોમાસામાં કાળનો કાજો ૧૧. સાંજે માંડલાં ૧૨. સાંજે માતરુ પરઠવવાની વસ્તી જોવાનું ૧૩. મુઠસીનું પચ્ચકખાણ પારવાનું ૧૪. એકાસણું આદિમાં વાપરી લીધા બાદતિવિહાર-મુઠસીનું પચ્ચકખાણ ૧૫. ચૈત્ર સુદ ૧૩ ઉપર ૩ દિવસ અચિત્તરજ કાર્યોત્સર્ગ ૧૬. કાજો લેવાનું ૧૭. સવારે સઝાયના આદેશ માંગવાનું ૧૦. લૂણા-ટોકસા આદિનું પડીલેહણ અધ્યયનની નોટ હોય, આલોચનાનો પત્ર હોય કે પત્રના કવર પરનું સરનામું હોય; સ્વચ્છ, સારા અને સુવાચ્ય અક્ષરથી લખવાની ટેવ પાડવી. અત્યંત ઝીણા અક્ષરમાં ન લખવું. અતિશ્રમ વગેરેને કારણે રાત્રે પ્રતિક્રમણ બાદ પોરિસિના સમય પહેલાં ખૂબ નિદ્રા આવતી હોય તો ગુરુ ભગવંતને પૂછીને વહેલી પોરિસી ભણાવીને સૂઈ જવું. પરંતુ, પોરિસિનો સમય સાચવવાની ખેવનાથી ૧૦. ૧૧. ૧૨૦ Page #140 -------------------------------------------------------------------------- ________________ થોડી વાર પછી ઊઠીને પોરિસિ ભણાવી લઈશ, હાલ થોડી વાર આરામ કરી લઉં તેવો વિચાર ન રાખવો. તેમ કરવાથી ક્યારેકપાછું ઊઠાય નહિ તો પોરિસિ ભણાવવાનું જ રહી જાય! એકાસણા, જાપ, કાયોત્સર્ગ કે નિયત સ્વાધ્યાયાદિ આરાધનામાં અખંડિતતા અને નિયમિતતા જાળવી રાખવી. કોઈ વિશેષ કારણથી ક્યારેક તે આરાધના કામચલાઉ મૂકવી પડે તો તે કારણ દૂર થતા ફરી તરત ચાલુ કરી દેવી, પ્રમાદ ન કરવો. ૧૩. આયંબીલખાતા-પાણીખાતામાં જે પાણી ઉકાળવામાં આવે છે તે મોટેભાગે પગારદાર માણસોના ભરોસે હોય છે. તેથી પાણી બરાબર ઉકળેલું છે કે નહિ? પાણી કેટલા વાગે ઉકળેલું છે? કાચાપાણીવાળા વાસણોનો ઉપયોગ કર્યો નથી ને? વગેરે બાબતોની ચોકસાઈ કરીને પછી જ પાણી વહોરવું. * ૧૪. ઠારેલા પાણીમાં પાંગરણી, પડો, મુહપત્તિ ઓઘાની દસ વગેરે ન પડે તેનો ખાસ ઉપયોગ રાખવો. ૧૫. કીડીઓ છૂટીછવાઈ ખૂબફરતી હોય તો ચાલતી વખતે ઈર્યાસમિતિનો વિશેષ ઉપયોગ રાખવો. જરૂર લાગે તો દિવસે પણ મકાનમાં ચાલવા માટે દંડાસણનો ઉપયોગ કરવો. ૧૬. કીડીઓ ઉભરાય તો તેની ઉપેક્ષા ન કરવી. જયણા કરવા માટે ખૂબ સમય આપવો પડે તો આપવો. તે બાબતમાં સમયનો હિસાબ ન કરવો. બરાસનો ભૂકો, ઘોડાવજનો પાવડર, તપકીરનો ભૂકો વગેરેના પ્રયોગથી કીડીઓ ચાલી જાય છે. મકાનમાં કે મકાનની આજુબાજુ આવવા જવાના માર્ગમાં વચ્ચે કિીડીઓની લાઈન ચાલતી હોય તો બધાને ખ્યાલ આવે તે માટે કીડીઓની લાઈનની બાજુમાં ચૂનો નાંખવો. જેથી ખ્યાલ આવે અને જયણા રહે. ૧૮. ગોચરી વખતે કીડીઓ બહુ આવી જતી હોય તો યોગ્ય ઉપાય કરવો. જરૂર લાગે તો લાકડાની પાટ ઉપર વાપરવા બેસવું. ૧૭. ૧૨૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ૧૯. પ્રવચન પૂર્ણ કર્યા બાદ “વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડ” બોલવાનો ખાસ ઉપયોગ રાખવો. પોતે લખેલ લેખકે પુસ્તકના અંતે અથવા પ્રસ્તાવનામાં “વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડ” તેમ લખવાનો ખાસ ઉપયોગ રાખવો. પોતાના લખેલા લેખ, પુસ્તક, ગ્રન્થ આદિ પ્રકાશિત કરતા પૂર્વે અન્ય કોઈ વિદ્વાન પાસે સંશોધન કરાવીને પછી પ્રકાશિત કરાવવા. દવાની ગોળી પર અક્ષર લખેલા હોય તો તે દૂર કરીને પછી જ ગોળી મુખમાં નાંખવી. ૨૩. અક્ષર છાપેલા હોય તેવાં કપડાં, ચશ્માં વગેરે ન પહેરવાં. અક્ષરો દૂર કરીને પછી જ વાપરવાં. બોલતી વખતની જેમ ખાંસી, છીંક, બગાસા વખતે પણ મુહપત્તિનો ઉપયોગ રાખવો. ૨૫. કોઈ પણ ક્રિયા તેના સમયે કરવી. વિશેષ કારણ સિવાય આગળ પાછળ ન કરવી. ૨૬. સૂતી વખતે કાનમાં કૂંડલ નાંખવાનો-માથાબંધન બાંધવાનો ખાસ ઉપયોગ રાખવો. ૨૭. વાપર્યા બાદ ચૈત્યવંદન કર્યા પહેલાં પાણી વાપરવું નહિ. ગરમ પાણીના સેકની કોથળી માલિકીની રાખવી નહિ. સામાન્ય કારણોમાં સેકની થેલીનો ઉપયોગ કરવો નહિ. વિશેષ કારણથી જરૂર પડે ત્યારે ગૃહસ્થ પાસેથી યાચવી. સેકનું કાર્ય પૂર્ણ થયા બાદ તે થેલીનાં પાણીમાં ચૂનો નાંખી થેલી બરાબર હલાવવી. તે પછી જ પાણી ખાલી કરવું. પાણી ગરમ હોય તો થોડું ઠંડુ થયા બાદ પરઠવવું. પાણી ખાલી કર્યા બાદ થેલીનું ઢાંકણું ખુલ્લું રાખી ઊંધી લટકાવવી. ૧૨૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૯. વરસાદની ઋતુમાં વરસાદનું પાણી કે વાછટ મકાનમાં આવતા હોય અને તે માટે બારી-બારણાં બંધ કરવા જરૂર બનતા હોય તો વરસાદની સંભાવના દેખાય ત્યારે જ વરસાદ શરૂ થયા પહેલાં જ બારી-બારણાં બંધ કરવાનો ઉપયોગ રાખવો. ભીનાં થયા પછી બારી-બારણા બંધ કરવાથી-ખોલવાથી અપકાયની વિરાધના થાય છે. ૩૦. ચાતુર્માસમાં કાળનો કાજો લેવાનો ઉપયોગ ખાસ રાખવો. ન ૧૨૩ ૧૨૩ ~ Page #143 -------------------------------------------------------------------------- ________________ { પરિણતિલક્ષી ઔચિત્ય | ૧. ઠઠ્ઠામશ્કરી, ટોળ-ટપ્પામાં બિલકુલ પડવું નહિ. બીજા પોતાની મશ્કરી કદાચ કરે તો જવાબ ન વાળવો, ગળી જવું. કોઈની નબળાઈ, અનાવડત કેવિકલતાની હાંસી ક્યારેય ન કરવી. તેવી પરિસ્થિતિમાં હૂંફ આપવી, સહાયક બનવું. બીજાની નબળાઈ, અનાવડત, ભૂલ વગેરે પ્રગટ થવાથી તેની લઘુતા થાય. કોઈની લઘુતા થાય તેવું વચન બોલવું નહિ. તેવું વર્તન કરવું નહિ. બીજાની ભૂલને શક્ય બને તો પોતે સુધારી લેવી, ઢાંકી દેવી પણ પ્રગટ તો ન જ કરવી. વિશેષ પરિસ્થિતિમાં વડીલને જણાવવું જરૂરી હોય તો પણ ખાનગીમાં જણાવવું. નાની-મોટી વાતોમાં ચાડી ખાવાની વૃત્તિન રાખવી. હંમેશા સહુના સ્વમાનની રક્ષા કરવી. કોઈનો સ્વમાનભંગ ન થાય તેની કાળજી રાખવી. કોઈની પણ ભૂલ તેને જાહેરમાં ન બતાવવી. ૮. એકની પ્રશંસા કરવા જતાં બીજાની લઘુતા થાય તેવી કોઈની પ્રશંસા ન કરવી. કોઈનાં સારા કાર્યની, સદ્ગુણની ઉપબૃહણા અવશ્ય કરવી અને તરત કરવી. પાછળથી મોડે મોડે ઉપબૃહણા કરવાથી તેનો પાવર ઘટે છે. –-૧૨૪ – ૧૨૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. અધિકારની રૂએ કે કલ્યાણમૈત્રીના સંબંધથી કોઈની ભૂલ બતાવવાનું ફરજરૂપ બન્યું હોય તો પણ ભૂલ તરત ન બતાવવી. પોતાનો અધિકાર હોય તો પણ એકની એક વ્યક્તિને વારંવાર ટોકવાનું ન રાખવું. યોગ્ય અવસરે પ્રેમપૂર્વક જણાવી દેવું. વારંવાર ટોકવાથી વિપરીત અસર થાય છે. નાની, ક્ષમ્ય કક્ષાની અને ક્યારેક જ થયેલી બીજાની ભૂલ ગળી જવી. તેવી ભૂલ માટે સૂચન, શિખામણ કે ઠપકો આપવાનું ટાળવું. અનાભોગ, અનાવડત, ઉતાવળ વગેરે કારણથી કોઈના દ્વારા નાનીમોટી ભૂલ થઈ ગયા પછી હવે બાજી કઈ રીતે સુધારવી તેની જ વિચારણા કરવી, આમ કર્યું હોય તો આ ભૂલ ન થાત તેવા નિરર્થક સલાહ-સૂચનમાં ન પડવું. પરસ્પર વિવાદ-વિખવાદ ક્યારેય કરવો નહિ, ગૃહસ્થોની હાજરીમાં તો હરગીજ નહિ. પોતાના વિચારો બીજાને જણાવવા, પ્રેમથી સમજાવવા, પણ ઠોકી બેસાડવાનો પ્રયત્ન ન કરવો. કોઈ પણ બાબતમાં સામેની વ્યક્તિના આશયને-દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો. માત્ર શબ્દો ન પકડવા. કોઈ વ્યક્તિએ પોતાના અમુક અનુચિત વચન કે વર્તન બદલ ભૂલ સ્વીકારી લીધી હોય, માફી માંગી લીધી હોય કે દિલગીરી વ્યક્ત કરી લીધી હોય પછી તે બાબત કાયમ માટે ભૂલી જવી. ૧૮. કોઈનો બદલો લેવાની વૃત્તિ ન રાખવી. ૧૯. ૨૦. કોઈની વાત અડધેથી કાપી તેમને અપમાનિત ન કરવા. ક્રોધ કરવો જ નહિ. પ્રકૃતિની પરવશતાને કારણે કદાચ કોઈ વાર ક્રોધના આવેગને રોકી ન શકાય તો પણ એટલો વિવેક તો અચૂક રાખવો. ઘણાંની ઉપસ્થિતિમાં, પ્રવચનસભા-પ્રતિક્રમણ-પૂજા-પૂજન ૧૨૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ વગેરે જાહેર પ્રસંગોમાં કોઈની પણ ઉપર ગુસ્સો ન કરવો, ચીડન કરવી. ૨૧. શ્રાવકો વારાફરતી વંદન કરવા આવતા હોય તેથી વારંવાર પચ્ચખાણ આપવું પડે કે અનેકવાર કરેમિ ભંતે ઉચ્ચરાવવું પડે તો કંટાળવું નહિ. કોઈને વિરતિનાં વૃંદાવનમાં પ્રવેશ કરાવવાનો મને લાભ મળે છે અથવા ગણધરભગવંત રચિત સૂત્ર બોલવાનું મને સૌભાગ્ય મળે છે તેવો ભાવ લાવીને ધન્યતા અનુભવવી, કંટાળો ન લાવવો. ૨૨. પર્યુષણ જેવા દિવસોમાં ઉપાશ્રયમાં આવી, કોઈ વિશેષ પચ્ચકખાણ ન હોય તો પણ વ્યક્તિગત પચ્ચકખાણ લેવાનો આગ્રહ સેવતા હોય તો તેવી બાબતમાં પ્રવચન દરમ્યાન વિવેક આપી દેવાય પણ વ્યક્તિગત કોઈને ટોકવા નહિ. ૨૩. કોઈ પણ જીવ આપણા વચનથી-વર્તનથી દુર્બોધ નપામે કેશ્રમણ સંસ્થા પ્રત્યે પૂર્વગ્રહવાળો ન બને તેની તો ખાસ કાળજી રાખવી. ૨૪. કોઈનું નાનકડુંપણ સાસગુણ દેખાય તોભાવભીની ઉપબૃહણા અનુમોદના અવશ્ય કરવા. ૨૫. કોઈની નબળી વાત કરવી નહિ, સાંભળવી નહિ. ૨૬. કોઈ દ્વારા અન્ય કોઈ એક વ્યક્તિના સદ્ગણોની પ્રશંસા થતી હોય ત્યારે પ્રશસ્યમાન વ્યક્તિ પરનું બહુમાન કોઈનાં પણ દિલમાં તૂટે તેવું કાંઈ બોલવું નહિ. ૨૭. ગુરુદેવની અનુજ્ઞા લઈને વૈરાગ્યવર્ધક અને સંયમશુદ્ધિપ્રેરક ગ્રન્થો, પુસ્તકો કે વાચનાની નોંધો વાચવી. ૨૮. જ્યારે જ્યારે મોકો મળે ત્યારે પૂજ્ય વડીલોની વાચનાઓ અવશ્ય સાંભળવી. વાચનાથી ઉત્સાહવૃદ્ધિ અને સંયમશુદ્ધિનું ખૂબ બળ મળે ૨૯બે જણે ધીમે ધીમે ગુપચુપ કરવી નહિ. ૧૨૬ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૩૬. ૩૭. ૩૮. ૩૯. ૩૫. કોઈનું કોઈ કાર્ય સેવા-ભક્તિના લાભની બુદ્ધિથી કરવું. પ્રત્યુપકારની અપેક્ષા ન રાખવી. ૪૦. કોઈને કોઈના પર દુર્ભાવ થાય તેવી વાત ક્યારેય કરવી નહિ. પોતાની પ્રશંસા-આપબડાઈ ક્યારેય કરવી નહિ. ૪૧. બીજા પોતાની પ્રશંસા કરવા પ્રેરાય તેવો પ્રયાસ પણ ન કરવો. કોઈ પ્રશંસા કરે તો તેમને અટકાવી દેવા અથવા ઔચિત્યભંગ ન થાય તે રીતે પોતે ત્યાંથી દૂર ખસી જવું. આપણી દરેક સફળતા-વિશેષતા-ઉત્તમતા માટે યશ દેવ-ગુરુને આપવો. અન્યને આપવો. પ્રશંસાથી બહુ રાજી ન થવું, ફુલાઈ ન જવું. કોઈ કાર્યની યોગ્ય કદર-પ્રશંસા ન થાય તો મનમાં દીનતા ન લાવવી. કદરની અપેક્ષા જ શા માટે ? કોઈની પણ પાસેથી અમુક ચોક્કસ પ્રકારનાં વચન કે વર્તનની અપેક્ષા ન રાખવી. દરેકના ક્ષયોપશમ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. બધા આપણી ધારણા અનુસાર જ વર્તે તેવી અપેક્ષા ન રખાય. બીજાનો નાનો પણ ગુણ જોઈને ખૂબ રાજી થવું, ઉપબૃહણા કરવી. અન્યનો ઠપકો, આક્રોશ સમતાથી સહી લેવા. ભૂલ ન હોવા છતાં કોઈ ઠપકો આપે તો પ્રસન્નતાથી સાંભળી લેવો. બને ત્યાં સુધી ખુલાસો કરવો નહિ. ખુલાસો જરૂરી લાગે તો પણ તરત ન કરવો. અન્યના સત્કાર્ય આદિનો યશ અજાણતા પણ આપણા નામે ન ચડે તેનો ખાસ ઉપયોગ રાખવો. આત્મસંશોધન કરી પોતાના દોષો શોધી કાઢવા. પોતાના એક-એક દોષના નાશ માટે દેઢ પ્રણિધાન કરવું. થોડા થોડા સમયે તે પ્રણિધાનને યાદ કરી પોતાના તે દોષથી બચવા ખૂબ જાગૃત રહેવું. અન્યની અનુપ્રેક્ષા, ચિંતન, સુવાક્યો વગેરેનો પ્રવચન-પુસ્તકમાં ૧૨૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૪૬. ઉપયોગ કરતી વખતે ખ્યાલ હોય તો મૂળ સર્જકનાં નામનો ઉલ્લેખ કરવો. આ આપણી પોતાની બુદ્ધિની નીપજ છે તેવો ભ્રમ કોઈનેય ન ઉપજે તેવી રીતે રજૂઆત કરવી. ૪૨. કોઈને ભોંઠા પાડવા નહિ. કોઈની ભૂલ પુરવાર કરવાનો કે તેની પાસે ભૂલનો એકરાર કરાવવાનો પ્રયાસ ન કરવો. યોગ્ય અવસર જણાય તો ભૂલ સુધારવાનો વાત્સલ્યપૂર્વક અને વિવેકપૂર્વક પ્રયાસ કરાય. ૪૪. કોઈને શારીરિક વિકલતા કે ક્ષયોપશમની મંદતા હોય તો મશ્કરી ન કરવી. સહાયક બનવું. ૪૫. ઠઠ્ઠામશ્કરી, ગપ્પા-વિકથામાં પડવું નહિ. માન-સન્માનના લોભથી વ્યાખ્યાતા, લેખક, પ્રભાવક, પદવીધર બનવાના અભરખા ન કરવા. ગુરુદેવ સામેથી વ્યાખ્યાન આદિની આજ્ઞા ન કરે ત્યાં સુધી સ્વયં ઈચ્છા ન કરવી. જીવનમાં ખૂબ અંતર્મુખતા કેળવવી. બાહ્યપ્રવૃત્તિમાં રસ ન કેળવવો. ૪૮. લઘુ પર્યાયમાં ઉત્સવ-મહોત્સવ વગેરેનો રસ કેળવવો. ગૃહસ્થોનો બહુ પરિચય ન કેળવવો. ૪૯. મનમાં કોઈ સંકલ્પ-વિકલ્પ ઊઠવા ન દેવા. મનને સતત શુભમાં રમતું રાખવું ૫૦. કોઈ ગૃહસ્થની પણ નિંદા-મશ્કરી ક્યારેય કરવી નહિ. ૫૧. ચતુર્વિધ સંઘ પ્રત્યે દિલમાં અત્યંત બહુમાનભાવ રાખવો. પર. મરણસમાધિ માટે રોજ ગગદ હૈયે પ્રભુજીને પ્રાર્થના કરવી. ઐસી દશા હો ભગવદ્ જેવા સ્તવનનું આલંબન લઈ શકાય. પ૩. રોજ અંતઃકરણથી સર્વ જીવોની ક્ષમાપના કરવી. ૫૪. રોજ ખૂબ ભાવથી ચતુર્વિધ સંઘને નમસ્કાર કરવા. – ૧૨૮ - Page #148 -------------------------------------------------------------------------- ________________ ૫૫. સહવર્તી મહાત્માઓના ગુણોને યાદ કરીને રોજ ખૂબ ભાવથી વંદન કરવા. પ૬. રોજ સૂતી વખતે બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુ, શ્રી સ્થૂલિભદ્રસ્વામી, શ્રીજંબુસ્વામી આદિનું નામસ્મરણ કરીને સૂવું. ૫૭. રોજ સમગ્ર વિશ્વનાં કલ્યાણની ભાવના ખૂબ ભાવપૂર્વક ભાવવી. ૫૮. કોઈના પણ અપરાધોને મનમાં સંઘરી ન રાખવા. ૫૯. ક્યારેય રીસાઈ ન જવું, મોઢું ચડાવીને ન બેસવું. ખોટું ન લગાડવું. રીસથી વાપરવાનું ન છોડવું. ૬૦. શારીરિક પીડામાં પણ દીન ન બનવું. મનને સ્વસ્થ રાખવું, પ્રસન્ન રાખવું ૬૧. દરેક પ્રવૃત્તિમાં આત્માને કેન્દ્રમાં રાખવો. આત્મશુદ્ધિ અને આત્મગુણપ્રાપ્તિનું લક્ષ્ય રાખવું જ્ઞાન, પર્યાય, પદ, ઉંમર કે પ્રભાવકતા બીજા કરતાં વિશેષ હોય તો ક્યારેય મોટાઈનો ભાવ મનમાં ન લાવવો. હૃદયને સ્પર્શી ગયા હોય તેવા વડીલોની વાચનાના હિતશિક્ષાના વચનો નોંધી રાખવા અને અવારનવાર વાંચી જવા. સંયમશુદ્ધિ અને નિર્મળ પરિણતિ માટે ગુરુ ભગવંતની અનુમતિ લઈને વિશિષ્ટ નિયમો-અભિગ્રહો ધારણ કરવા. ૬૫. પોતાનો ત્યાગ આદિના તમામ નિયમો પોતાની આરાધનાપોથીમાં નોંધી રાખવા અને અવારનવાર વાંચી જવા. ૬૬. હું મુનિ છું તે વાતનું સતત સ્મરણ રાખવું. કોઈ પણ વચન કે વ્યવહાર ગૃહસ્થ જેવા ન હોવા જોઈએ. ૬૭. વૈરાગ્યની જ્યોતને સતત જવલંત રાખવી. દરેક ઘટનાને વૈરાગ્યની દૃષ્ટિથી મૂલવતા શીખવું ૧૨૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૭૧. ૬૮. દરેકની રુચિ, ક્ષયોપશમ, પાત્રતા ભિન્નભિન્ન પ્રકારના હોય છે. આપણી રુચિ બીજા પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન ન કરવો. આપણી ધારણા કે અપેક્ષા મુજબ જ બીજાએ પણ વર્તવું જોઈએ તેવી અપેક્ષા ન રાખવી. ૬૯. અણગમતી આજ્ઞા કે શિખામણનો પણ આદરપૂર્વક સહર્ષ સ્વીકાર કરવો. ૭૦. મનને ખૂબનિર્મળ રાખવું તેને કોઈ પણ સંકલ્પ-વિકલ્પોથી કે કષાયના વિચારોથી મલિન ન થવા દેવું. કોઈ પણ ઘટના-પ્રસંગ આત્મહિતમાં જ ઉતરે તે જ રીતે તેનું અર્થઘટન કરવું ૭૨. અનુકૂળતા-પ્રતિકૂળતાના ભેદ ન રાખવા. જેદ્રવ્ય, જે સંયોગો ઉપસ્થિત થાય તેને અનુકૂળ થઈ જવું. ૭૩. શિખામણ એ કરીયાતા જેવી ચીજ છે. વગર અધિકાર, વગર માંગે અને વિશેષ યોગ્યતા સિવાય શિખામણ આપવી નહિ. યુદ્ધ, હુલ્લડ, હત્યા, બળાત્કાર વગેરે સનસનાટી ઉપજાવે તેવા સમાચારો વાંચવા-સાંભળવા-જાણવાનું ટાળવું તેવા સમાચારોથી મન કલૂષિત થવાની શક્યતા ઘણી છે. ૭૫. અચાનક આવી પહોંચનારા મૃત્યુને ખ્યાલમાં રાખી સતત સાવધાની રાખવી. પ્રત્યેક સમયે કર્મબંધ થાય છે અને તે પણ મુખ્યતયા મનના પરિણામના આધારે થાય છે. તેથી, મનના અધ્યવસાય હંમેશા શુભ રાખવા, બગડવા ન દેવા. કોઈના પર કોઈ આક્ષેપ કરવા નહિ. ૭૮. સ્વાશ્રયી અને સ્વાવલંબી બનવું. પરાધીન ન બનવું. દરેક બાબતમાં બીજા પાસે અપેક્ષાવાળા ન બનવું અપેક્ષા પરિપૂર્ણ ન થાય તો સંકલેશ ન કરવો. —- ૧૩૦ - ૭૪. ૭૬. ૭૭. ૧૩) Page #150 -------------------------------------------------------------------------- ________________ ૭૯. ૮૦. ૮૧. ૮૨. ૮૩. ૮૪. ૮૫. ૮૬. અધ્યયન, વૈયાવચ્ચ, સહાયતા, સંઘાટ્ટકભાવ, સાંત્વના, પ્રેરણા, માર્ગદર્શન, સ્થિરીકરણ વગેરે ઉપકાર કરનારા વિશિષ્ટ ઉપકારીઓના નામ સાથે તે તે ઉપકારોને યાદ રાખવા. ક્યારેય કોઈને ઉતારી ન પાડવા, તોડી ન પાડવા. પોતાના દોષો, ક્ષતિઓ, નબળાઈઓ, ઉણપોને મનમાં નોંધી રાખવા અને તે દૂર કરવાનો સક્રિય પ્રયત્ન કરવો. ૮૮. રોજ રાત્રે સૂતાં પહેલાં આત્મગવેષણા કરવી અને આત્માના દોષો, ક્ષતિઓ, ભૂલોને શોધવી. વેપારી રોજના હિસાબ માટે રોજમેળ રાખે છે અને વાર્ષિક હિસાબ સરવૈયા દ્વારા જાણે છે તેમ દૈનિક, માસિક અને વાર્ષિક આત્મ-સંશોધન કરી પોતાના આત્મવિકાસનો તાગ મેળવતા રહેવું. સરકાર, સંસ્થા, વેપારીપેઢી વગેરે આગામી વરસ કે મહિના માટેનું બજેટ બનાવે છે, પ્લાનિંગ કરે છે તેમ પોતાની ટૂંકા ગાળાની અને લાંબાગાળાની સાધના માટે પ્લાનીંગ કરવું જોઈએ. પોતાની આરાધના-સાધના પોતાની જવાબદારી અને ક્ષમતાને અનુરૂપ છે કે નહીં; તે તપાસતા રહેવું. પોતાના તપ, જાપ, સ્વાધ્યાય, સેવાયોગ વગેરેની વ્યવસ્થિત સંપૂર્ણ નોંધ રાખવી. આ નોંધ માત્ર પોતાની સ્મૃતિ અને આંતરિક અનુમોદન પૂરતી જ ઉપયોગમાં લેવી. બીજાને બતાવતા ન રહેવું, કહેતા ન રહેવું. ૮૭. મનોવૃત્તિઓનું સંશોધન કરતાં રહેવું, દેખીતી સારી પ્રવૃત્તિ પાછળ પણ કોઈ ખરાબ વૃત્તિ કાર્યરત હોય તેવું બની શકે. તેથી, આંતરિક મલિન વૃત્તિઓને શોધીને તેનું સંશોધન કરતાં રહેવું. નાની-નાની તુચ્છ-ક્ષુદ્ર ફરીયાદો ન કરવી. જેમ કે... ♦ ઠંડી બહુ પડે છે ! ૧૩૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ • ગરમી ખૂબ લાગે છે ! ૦ મચ્છર ઘણાં છે! • આજે ખૂબ થાકી ગયા! • રસ્તો ઘણો ખરાબ છે! • વિહાર ખૂબ લાંબો નીકળ્યો! ૮૯. પારકી પંચાતમાં પડવું નહિ. પરચિતાને અધમાધમ ગણવામાં આવી ૯૧. ચ . ૯૦. નાની-નાની વાતોની નિરર્થકખોટી-લાંબી ચર્ચા કરવી નહિ. સંસારી સ્વજનોના ધંધા, કમાણી, સગપણ, લગ્ન, મકાન વગેરે બાબતોમાં રસ ન લેવો. તે બહુ જાણવાની જિજ્ઞાસા ન રાખવી. અનુમોદન થઈ જવાની અને મમત્વભાવ જાગવાની તેમાં સંભાવના રહેલી છે. ૯૨. કોઈ બાબતનું કૌતુકન રાખવું. રસ્તા પરથી સરઘસ-જુલુસ નીકળે અથવા ઝઘડો-મારામારી થવાનો અવાજ આવે તો તે જોવા-જાણવાનું કુતૂહલ નસેવવું. ૯૩. વિહાર દરમ્યાન ભિક્ષાચર્યા દરમ્યાન કે અન્ય પ્રયોજનથી બહાર ગયા હોય ત્યારે રસ્તામાં અકસ્માત, ઝઘડા, મદારી કે અન્ય કૌતુકના નિમિત્તો મળે તો તે જોવા ઊભા ન રહી જવું. કૌતુકવૃત્તિ પર જીત મેળવવા પ્રયત્ન કરવો. ૯૪. મનમાં કોઈ કુવિચાર, કુવિકલ્પ, દુર્ભાવ વગેરે પેદા થાય તો તેને પકડી ન રાખવા. ગુરુને વડીલને તરત જણાવી દેવું. ૫. શ્રી સંઘ આપણી વસ્ત્ર-પાત્ર-ગોચરી વગેરે દ્વારા કેટલી બધી ભક્તિ કરે છે! કેટલા વંદન, સત્કાર, સન્માન કરે છે! તો મારે કેવું ઊંચું સંયમ પાળવું જોઈએ! આ જવાબદારીનો ભાર સતત શિરે રાખવો. ૧૩ર Page #152 -------------------------------------------------------------------------- ________________ ૯૬. અંતર્મુખતાનો રસ ખૂબ કેળવવો. સંયમ જીવનના પ્રારંભના ૧૫ વર્ષ તો બિલકુલ જ્ઞાન ધ્યાનમાં ખોવાઈ જવું. ૯૭. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કોઈ પણ જાતના પૂર્વગ્રહ રાખવા નહિ. કાયમી ગલત અભિપ્રાય કોઈ માટે ક્યારેય બાંધી દેવા નહિ. દરેક વ્યક્તિમાં સુધારણાની પૂરી સંભાવના છે. ૯૮. કોઈ પણ પ્રસંગમાં સામેની વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો. ૯૯. કોઈ પણ બાબતમાં સંપૂર્ણ પરિસ્થિતિ જાણ્યા વિના ઉતાવળથી અભિપ્રાય આપી ન દેવો. ૧૦૦. કોઈ પણ બાબતમાં ઉતાવળથી આવેલજન્ય એંધાણ આપીન દેવા. થોડી ધીરજ રાખવી. ૧૦૧. છીછરા ન બનવું. ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે બોલી ન નાંખવું. ગંભીર બનવું ૧૦૨. કોઈ પણ મહાત્માની નોટબુક, અંગત નોંધપોથી કે અન્ય કોઈપણ ચીજને પૂછયા વગર અડવું નહિ. કોઈની અંગત બાબતો ચોરીછૂપીથી જાણવાનો-વાંચવાનો પ્રયાસ ન કરવો. ૧૦૩. બે વ્યક્તિની ધીમેથી વાત ચાલતી હોય તો તે સાંભળવાનું કુતૂહૂલ ન રાખવું ૧૦૪. કોઈ પણ નાની-મામૂલી વાતને મોટી ચર્ચાનો વિષય ન બનાવવો. ૧૦પ. સ્વભાવ ખૂબ ઉમદા બનાવવો. જરા પણ તુચ્છતા ન રાખવી. ૧૦૬. પ્રકૃતિગત દોષોને દૂર કરવા પ્રયાસ કરવો. તે દોષોનો ક્યારેય બચાવ ન કરવો. તે દોષોને પુષ્ટ ન કરવા. દોષ-પ્રતિપક્ષ વિચારણા કરવી, દોષાનુકુલ વિચારણામાં ન ચડવું. ૧૦૭. મચ્છર ઘણાં હોય, માખી ઘણી હોય, અતિશય ઠંડી, અતિશય ગરમી, અતિશય તડકો, વરસાદ વગેરે સંયોગોમાં માનસિક અરુચિ કેવાચિક ૧૩૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ અણગમો વ્યક્ત કરવા દ્વારા દુર્ગાન ન કરવું. દરેક પરિસ્થિતિમાં સમભાવ રાખવો. ૧૦૮. આપણા માટે કોઈને રાહ જોવી પડે તે રીતે દરેક પ્રસંગે તૈયાર રહેવું પરંતુ કોઈના માટે રાહ જોવી પડે તો કંટાળવું નહિ. ૧૦૯. બીજા બેસે તે પહેલાં સારી જગ્યા લઈ લઉં, બીજા સાધુ-સાધ્વીજી વહોરી જાય તે પહેલાં ઠંડું પાણી વહોરી લઉં-આવી શૂદ્ર વૃત્તિ ન રાખવી. ૧૧૦. ઉપબૃહણાનો આચાર હંમેશા પાળતા રહેવું. કોઈની પણ વિશિષ્ટ આરાધના જોઈને ઉચિત ઉપબૃહણા અચૂક કરવી. ૧૧૧. કોઈ વિશેષ હિતશિક્ષા, વિશેષ શ્લોક, વિશેષ તાત્ત્વિક વિચારણા વગેરે અન્ય કોઈ પાસેથી જાણેલી કે કોઈના લેખ-પુસ્તકમાંથી વાંચેલી બાબતનો કોઈની પાસે, પ્રવચનમાં કે પુસ્તક-લેખ આદિમાં ઉલ્લેખ કરતી વખતે તે પોતાની વિચારણા કે પોતાનું ચિંતન છે તેવી છાપ ઉપસાવવાનો જરા પણ પ્રયત્ન ન કરવો. તેવો ભાવ પણ મનમાં ન લાવવો. ખ્યાલ હોય તો જ્યાંથી જાણેલું હોય તે સ્થાનનો ઉલ્લેખ અવશ્ય કરવો. ૧૧૨. અન્યના લેખ, સ્તવન, કાવ્ય, પુસ્તક, ચિંતન વગેરે ખૂબ ગમી ગયા હોય અને પ્રચારાર્થે પુનઃપ્રકાશિત કરવાનું મન થાય તો પણ મૂળ લેખક-સંપાદકની રજા લઈ લેવી અને તેમાં પોતાનું નામ ક્યાંય પણ નમૂકવું. મૂળ કર્તાના નામે જ પ્રકાશિત કરવું. ૧૧૩. ચિત્તવૃત્તિઓને ઓળખવા સતત પ્રયત્નશીલ રહેવું. કોઈપણ જાતની ઠગાઈ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ૧૧૪. કોઈ પણ દોષનો ત્યાગ ગુણની પ્રાપ્તિ આચાર કે પ્રવૃત્તિનાં સ્તર ઉપર આવે તેટલાથી સંતોષ ન માનવો. પરિણતિના સ્તર ઉપર તે બાબતને લાવવા માટે તદનુરૂપ ભાવનાઓનું પરિશીલન હંમેશા કરતાં રહેવું. ૧૩૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫. જે આરાધનાઓ કરીએ છીએ તેના દ્વારા વૈરાગ્ય, અનાસક્તિ, નિરીહતા, સમતા, અંતર્મુખતા વગેરેના સંસ્કાર આત્મામાં પડે તેનું ખાસ લક્ષ્ય રાખવું. આરાધનાની પ્રવૃત્તિ તો અહીં રહી જવાની છે, સંસ્કાર સાથે આવવાના છે. જેટલો રસ અને ભાવ વધુ ભળે, તેટલા સંસ્કાર પડે. ૧૧૬. નિસ્પૃહતા ગુણને કેળવવા ખાસ પ્રયત્ન કરવો. સ્પૃહા સંક્લેશ, દુર્ભાવ, અપેક્ષા, અસંતોષ વગેરે અનેક દોષોની જનની છે. ૧૧૭. બીજાની ભૂલો-ક્ષતિઓ મનમાં સંઘરી રાખવી અને પછી કોઈ પ્રસંગ ઊભો થાય ત્યારે તે ભૂલો યાદ કરાવીને સંભળાવી દેવાની ચળ રાખવી નહિ. ૧૧૮. કોઈ બાબતમાં કોઈની સાથે ક્લેશ કે મનદુઃખનો પ્રસંગ બને તો મિચ્છામિ દુક્કડં માંગીને પરસ્પરની ક્ષમાપના કરી લેવી. પરંતુ બન્નેનો આવેશ સંપૂર્ણ શાન્ત થાય પછી જ ક્ષમાપના કરવી. પોતાનો આવેશ શાંત થયો હોય પરંતુ સામેની વ્યક્તિનો કષાય હજુ સંપૂર્ણ શમ્યો નથી તેવું લાગતું હોય તો મિચ્છામિ દુક્કડં માંગવાની ઉતાવળ કરવી નહિ. ૧૧૯. અધિકૃત વ્યક્તિએ આશ્રિત વગેરેને થયેલી ભૂલ બદલ ઠપકો આપવો પડે તો પણ વારંવાર નહિ આપવો. ભૂલ થતાંની સાથે તરત નહિ આપવો. જાહેરમાં નહિ આપવો. કટુતાથી નહિ આપવો. ૧૨૪. વડીલોનો ઠપકો કે શિખામણ મળે તો ખોટું ન લગાડવું, સામે દલીલો ન કરવી. શિખામણ કે ઠપકાને સહર્ષ સ્વીકારીને પાત્રતા ટકાવવી, વિકસાવવી. ૧૨૫. નાની-નાની ક્ષુલ્લક બાબતોમાં દલીલો કે ચર્ચા કરીને પોતાનો કક્કો ખરો કરવાનો પ્રયત્ન ન કરવો. ૧૩૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ છે પરિશિષ્ટ ‘હિતશિક્ષા - પત્રસંપુટ ૧. કારતક ચાતુર્માસી હિતશિક્ષાપત્રક વિજય જયઘોષસૂરિ તરફથી અનુવંદના પત્ર મળ્યો. કારતક ચોમાસી ક્ષમાપના જાણી. અત્રેથી મારા તરફથી અને સર્વે તરફથી પણ સહૃદય ત્રિવિધ ક્ષમાપના જાણશો અને સર્વેને અનુવંદના સાથે જણાવશો. વિશેષમાં, પાંચમા આરામાં સેવા સંઘયણ છે, શરીર નરમ-ગરમ અને વાંકુ ચાલ્યા કરે પણ એને સંભાળવામાં-પંપાળવામાં જીવની સંયમની, ત્યાગની, વૈરાગ્યની, સમતાની પરિણતિ ઘટે નહિ તેની કાળજી નાના-મોટા સર્વેએ રાખતા રહેવી જરૂરી છે. આના માટે ભાજીપાલો, ચટણી વગેરેનો વિશેષથી ત્યાગ કરવો. જેથી આત્મા તે તરફ રુચિ અને ગૃદ્ધિવાળો ન બને. કોબી-ફલાવર આપણે લેતા નથી, અને એ ન જ લેવાની ટેક રાખવી. મેવો જીવનમાં શક્તિ આપે કે ન આપે તે વાત જુદી પણ ગૃદ્ધિ-મમતા-રુચિ દ્વારા આત્મપરિણતિ તો બગાડે. માટે બદામ, ખજુર અને બીજા બધી જાતના મેવાનો સત્ત્વ ફોરવી ત્યાગ કરવો અને સંપૂર્ણ ન બને તો એકાંતર પણ ત્યાગ કરવો. શિયાળામાં શાક પણ અનેક બને છે, પ્રમાણ પણ વધારે હોય છે માટે આપણે એ અંગે પણ સાવધાની રાખીને ત્યાગ થાય તેટલો કરવો. શિયાળાના દિવસ નાના હોય છે અને રાત મોટી હોય છે તેથી પાઠ કરવા અને જાપ કરવા માટે ૪-૫ કલાક મળે. જો જીવ વાતો પ્રમાદ ઊંઘમાં ટાઈમ બરબાદ કરે તો રત્નત્રયની પરિણતિ આત્મસાતુ નહિ થાય, ભાવસંયમ ન રહે. માટે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી મૌન કરી જ્ઞાન, ધ્યાન, જાપ વગેરેમાં ઉત્સાહપૂર્વક તલ્લીન બનવું. 136 Page #156 -------------------------------------------------------------------------- ________________ સવારના ઠંડી હોય તેથી પ્રતિક્રમણ બેઠા-બેઠા કરવાની ટેવ ન રાખતા ઠંડીને સહન કરી વ્યવસ્થિત ઊભા-ઊભા કરવાનો આગ્રહ રાખવો. અષાઢ ચોમાસીના લીધેલા ચાર માસ માટેના અભિગ્રહો જેમ પૂરા થાય તેમ કારતક ચોમાસામાં ચાર માસ માટે શક્ય નવા અભિગ્રહ લેવા જોઈએ, જૂના અભિગ્રહમાં જે ભૂલ થઈ હોય તેની આલોચના પણ લેવી. વિશ સ્થાનકની આરાધના કરનાર કે ન કરનારે પણ રોજ વિશે સ્થાનકોને યાદ કરવા પૂર્વક બને તો ૩-૩ ખમાસમણ દેવા, ન બને તો એક-એક પણ ખમાસમણ દેવું. આ રીતે વીશસ્થાનકની આરાધના કરવી જોઈએ. એ રીતે વિશે સ્થાનકના નામ સાથે વિશ લોગ્ગસ્સનો કાઉસ્સગ્ન થાય તો કરવો. આ રીતે વિશ વિહરમાનના નામ આપણે રોજ યાદ કરવાપૂર્વક. એક કે ત્રણ ખમાસમણ આપીને અને ૨૦ લોગસ્સનો કાઉસ્સગ્ન કરીને આરાધના કરવા ઉત્સાહ ફોરવવો. જીવનમાં રોજ આપણા મન-વચન-કાયાની ભૂલો, પ્રમાદ, આળસ, કષાય વગેરેનો આવેગ કે આવેશને જાણવાનો અને સંકલ્પપૂર્વક શક્ય પ્રયત્ન કરીને ઘટાડવાનો પ્રયત્ન કરવો. આચારમાં વ્યવસ્થિત ચુસ્ત કાળજીવાળા બનવું. મનની નિર્મળતાના આધારે આરાધનાનું ફળ અને મોક્ષની નિકટતા છે, માટે દરેક વાતમાં મનની નિર્મળતા કેળવવા લક્ષપૂર્વક કાળજી રાખશો. એ જ આરાધનામાં ઉજમાળ રહેશો. કામકાજ હોય તે જણાવશો. દેવદર્શનમાં યાદ કરશો. જાણવા જેવું અવશ્ય જણાવશો. કારતક સુદ-૧૫, વડોદરા. વિજય જયઘોષસૂરિની અનુવંદના 137 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨. ફાગણ ચાતુર્માસીનો હિતશિક્ષાપત્ર વિજય જયઘોષસૂરિ તરફથી અનુવંદના વિશેષમાં ચાતુર્માસિક ક્ષમાપના જાણી, મારા તરફથી પણ જાણશો. વિશેષમાં જીવન જોત-જોતામાં પૂર્ણ થઈ જશે. વર્તમાનકાળમાં આયુષ્ય ૭૫ વર્ષ આસપાસ હોય છે. અશક્તિ, રોગ, ઘડપણ પણ આરાધનામાં જીવને સત્ત્વહીન બનાવે છે. જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય, સંવેગની મંદતાથી જીવ અનેક રીતે મમતા, રાગ-દ્વેષ, આળપંપાળમાં અથડાતો કાળ પસાર કરે છે. એને શાંતિ, સમતા, આંતર અનુભવ થતો નથી. સંસાર દાવાનળ છે. મોહનો મહાબંધનરૂપે અનુભવ નથી માટે વૈરાગ્યગ્રંથો, ભાવનાગ્રંથોનું અધ્યયન વધારજો. આચારમાં જેટલા વ્યવસ્થિત કડક બનશો તેટલો જીવને વૈરાગ્ય વધશે. માટે જીવન આળસુ, પ્રમાદી, માન-પાનનાં લક્ષવાળું, ખાવાપીવાની અનુકૂળતાની દૃષ્ટિવાળું ન રાખતા. જે સરખાયા તે તયકખાયા - જેના જીવનમાં બાહ્યથી સારવસ્તુઓ જોવા મળે છે તેના જીવનનો આનંદ સુકાયેલો હોય છે, એ લુખ્ખો-આનંદ રહિત હોય છે. જે બાહ્ય રીતે અનુકૂળ ફેન્સી ક્વોલીટી વગેરેથી રહિત ઓછું-વતુ, મોડું-વહેલું નભાવી લેનાર એની પરવાહ વગરના હોય છે તે જીવનમાં આત્માના, વૈરાગ્યના, સંવેગના આનંદમાં ભરપૂર હોય છે. માટે પુદ્ગલાનંદિપણું છોડી સાધુ-ગુરુઓના કઠોર શબ્દ સહન કરતા થાવ અને પદગલિક વસ્તુઓની અપેક્ષા. પરાધીનતાને છોડનારા થાવ. આચારગ્રંથોને દશવૈકાલિક, ઓઘનિર્યુક્તિ વગેરેને અર્થથી ખૂબ ભાવિત કરો. ન્યાય, વ્યાકરણ જેટલું અપેક્ષાએ જરૂરી નથી તેના કરતા કંઈગણું વૈરાગ્ય અને આચારની પ્રવૃત્તિ, જ્ઞાન અને એનો આનંદ જરૂરી છે. માટે એમાં પ્રયત્ન કરશો. બીજાનું સહન કરીને બધા પર આદરભાવ વધારજો. એ જ વિજય જયઘોષસૂરિની અનુવંદના. ફાગણ સુદ-૧૪, કાંદીવલી. 138 Page #158 -------------------------------------------------------------------------- ________________ ૩. અષાઢ ચાતુર્માસી હિતશિક્ષાપત્ર એક બધા સાધુસાધ્વીજી ભગવંતોએ નીચેની સૂચનાઓ ખાસ ધ્યાનમાં લઈને અમલ કરવો. ૧. રોજ વિહારમાં વહેલા ઊઠતા હતા તેમ આરાધના માટે, જાપ માટે, સ્વાધ્યાય માટે બધાએ ૪ વાગે ઊઠી જવાનું રાખવું અને રાત્રે ૧૦ પહેલા ન સૂવું. ૨. સ્વાધ્યાય નિયમિત ૭ કલાક કરવો. અભ્યાસ પણ કાળજીથી વ્યવસ્થિત કરવા બધાએ લક્ષમાં લેવું. ૩. તપવિશેષ બને તો કરવો, ન બને તો ઓળી-એકાસણાં તો અવશ્ય કરવા. છૂટા તો ન જ રહેવું. બેસણું પણ બનતા સુધી ન કરવું. ૪. મિષ્ટાન્ન, ફરસાણ, બદામ વગેરે ત્યાગ કરવા. ઘી વગેરે ઉપરથી ન લેવા. મલાઈ ખાસ ન લેવી. દૂધ પણ પરિમિત રાખવું. દહીં પણ તપ વગેરે સિવાય ન લેવું. ત્યાં થતા સામૂહિક તપનાં પારણા તથા અત્તરપારણામાં પણ ઉપરોક્ત વસ્તુઓ ન લેવી. શક્ય બને તો ત્યાં વહોરવા ન જવું. જીવનમાં વિનય અને વિવેક વગર ધર્મ આવતો નથી, રહેતો નથી, વધતો નથી. માટે ગુરુઓનો-વડીલોનો અને પરસ્પર સાધુઓનો વિનય-મર્યાદા-સભ્યતા-શિષ્ટતા જાળવવી. તો જ મન સ્વસ્થ અને શાંત પ્રસન્ન રહેશે અને આરાધના વધશે. બધી જ વાતોમાં સંયમનું લક્ષ, દોષોનો હાસ વગેરેનો ખ્યાલ રાખવો. ૬. બને એટલું બોલવાનું ઓછું કરવું. મૌનનો અભ્યાસ-ટેક રાખવી. જાપ નિયમિત વાળા કે ૧ કલાક કરવો જેથી પરમાત્મા સાથે લાગણી બંધાય. આત્મા પવિત્ર અને સ્વસ્થ બને. ૭. ક્રિયાઓ ગુરુજી પાસે અને ઊભા-ઊભા કરવાનું રાખવું. 139 Page #159 -------------------------------------------------------------------------- ________________ ૮. પ્રતિક્રમણ માંડલીમાં કરવાનો આગ્રહ રાખવો. જુદું પ્રતિક્રમણ ન કરવું. એ અનેક રીતે નુકશાનકારક છે. વ્યાજબી નથી. વાચના લેવી. ન મળે તો ના કલાક અધ્યાત્મિક-તાત્ત્વિક પ્રેરક પુસ્તકો વાંચવા કે પ્રવચનમાં જવું. ૧૦. સ્વભાવ શાંત-સ્વસ્થ બનાવવો. ભાષા મૃદુ-મધુર બનાવવી. ગુસ્સો, અવજ્ઞા, તિરસ્કાર ન આવે તેની વારંવાર કાળજી લેવી. કોઈની નિંદા ન કરવી. ૯. ૧૧. આરાધના માટે બાહ્ય વ્યવહાર ઘટાડવા અને અંતર્મુખ થવા પ્રયત્ન અને કાળજી કરવી. ૧૨. સહવર્તીઓની સેવા કરવા વિશેષ કાળજી રાખવી. ૧૩. આંતરિક ભાવો, કષાયો, વિષયો, અસદ્ વિચારણા, સંક્લેશ વગેરેની આલોચના દ્વારા હૃદયની શુદ્ધિ કરવી. ૧૪. સાધ્વીજી-બહેનો વગેરેના પરિચય વાર્તાલાપ વગેરે ન કરવા. ટૂંકમાં પતાવવા. વિનયાદિ ગુણગણાલંકૃત સાધુ-સાધ્વી ભગવંતો... જોગ વિજય જયઘોષસૂરિની અનુવંદના... સહુ સુખ-શાતામાં હશો. પ્રવેશ સુખરૂપ થયો હશે. સંયમજીવનની વિશુદ્ધ આરાધના કરવા-કરાવવા આંતરિક વિશુદ્ધિ વધારવા માટે આ લખેલ ઉપાયોને જીવનમાં ઉતારવા કાળજીપૂર્વક અને લાગણીપૂર્વક પ્રયત્ન કરશો. સહુને અનુવંદના જણાવશો. વિ.સં.-૨૦૫૯, અષાઢ સુદ-૭ તા. ૬-૭-૦૩, મુંબઈ, ઘાટકોપર (૫.) નવરોજી લેન ઉપાશ્રય 140 વિજયજયઘોષસૂરિની અનુવંદના. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૪. સાંવત્સરિક હિતશિક્ષાપત્રા વિજય જયઘોષસૂરિ તરફથી અનુવંદના.... સુખ-શાતા જાણશો. સાંવત્સરિક ક્ષમાપના મારા તરફથી અને અત્રે સર્વે તરફથી જાણશો. સ્વીકારશો. વિશેષમાં. ૧. વ્યક્તિગત આરાધનામાં ઉત્સર્ગ આચારો પાળવા શક્ય કાળજી અને લક્ષ રાખવું. આ જેને હોય તે આરાધક બને. આ જેને ન હોય તે વિરાધક બને. જેને ઉત્સર્ગ આચારને શક્ય સંયોગોમાં પાળવાનું લક્ષ નથી તે પાળે તો પણ આરાધક નથી. તે નબળો અધુરો આચાર પાળે તે અપવાદ નથી. આવા આચારને અનાચાર શબ્દથી ન કહીએ તો પણ એ એના જેવો-વિશિષ્ટ ફળ વગરનો છે. ૩. જે સંપૂર્ણ ઉત્સર્ગ-આચાર ન પાળી શકે તેમણે પણ તે ઉત્સર્ગ આચારનાં લક્ષ સાથે શક્ય એટલા એના નિકટના આચારને પાળવાનો આગ્રહ, લક્ષ, જાણકારી, ઉપયોગ રાખવો જોઈએ. જે આ ન રાખે તેના અપવાદરૂપ લાગતા આચારો વિશેષ જયણા, કાળજી વગરના અધિક છૂટછાટવાળા હોવાથી તે પણ અપવાદ ન કહેવાતા અનાચાર કહેવાય છે. ૪. બધી બાબતમાં, બધા વ્યવહારોમાં, બધા આચારોમાં, બધી પ્રવૃત્તિમાં ઉત્સર્ગની રૂચિ, ઉત્સર્ગની ઉપસ્થિતિ, ઉત્સર્ગનો ઉપયોગ આ આરાધક આત્મા માટે અનિવાર્ય છે. આ ઉપરની ત્રણેની કે ત્રણમાંથી કોઈની પણ મંદતા એ ઉત્સર્ગની પ્રધાનતાને દૂષિત કરે છે, ગૌણ કરે છે. નિર્જરાને અલ્પ કરે છે. ૫. જીવનમાં આચારની વ્યવસ્થિત પક્કડ જીવને શ્રદ્ધાપરિણતિમાં આગળ વધારે છે, ભાવ સમ્યકત્વ-ચારિત્રને યોગ્ય બનાવે છે. આચારની 141 Page #161 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષા, ઢીલાશ, ગૌણતા જીવને ચારિત્રથી અને સમ્યકત્વથી પણ ભ્રષ્ટ કરે છે માટે આચારદઢતાવાળાને ભવાંતરમાં ધર્મ મળે છે. આચારમાં શિથિલને ધર્મ મળતો નથી, ગમતો નથી, ઉત્સાહ જાગતો નથી. દરેક પ્રસંગોમાં શક્ય આચારનાં પાલનને ભાવચારિત્ર કહેવાય છે. માટે જીવનમાં આચારોનું જ્ઞાન મેળવી એની વારંવાર યાદગિરિઉપસ્થિતિપૂર્વક આચારોમાં દઢતા કેળવશો. વિ.સં. ૨૦૬૦, ભાદરવા સુદ-૧૫, ગોરેગામ, મુંબઈ. 142 Page #162 -------------------------------------------------------------------------- ________________ ािसियसमायिउवलवियर tramसिवदवा - પ્રભુભત્યાદિ આરાધના ઓયિત્વ सवमा તપ-ત્યાગ ઔચિત્ય, પ્રતિલેખન–અમાજના ઔચિત્ય वणबहानसमाउभारावाश्यनगदवासडनारायल मानामधनवामEREसामयादरावासEUAधानका DHBIमलवासाधवामंचावासवासचाचणवासघाव AINARENY पवधानण्यापरडावसाबमा AMIRamasan गरजप्रपात सयमहिमाकयागसमावसका। विज्ञानपाराश्नावश्यासारवासवदवा वारासादकारटाचारगासाहरमाणमापक भारसाहतवादास्यासयममाघडवलावया પ્રતિક્રમણ ઔચિત્ય जायगावावरायला उवासंघाचादरावासद्यायलवासवान वामनावमवावांचलवासाबमाण वाचण्यापमहरजासाबमा सयमदमकायासमाणापमा नावश्यासारवणामघाटवाण कारवाचारमासाहमाण्माणका तबाहरवासियममाधवलचियाण CAP | સામાન્ય ઔચિત્યા BHARAT GRAPHICS, A'BAD PH. : (079) 22134176,9925020106 પધ્યાય વિત્ય येईसातारा गवासंघापना PSIसवमा DUIDERA