________________
શરૂ કરી દેવું. નવી મુદ્રામાં આખો સમૂહ જોડાઈ જાય તેટલો સમયાવકાશ આપવો. ગૃહસ્થોનો સામાયિક લેવાની વિધિ ચાલતો હોય ત્યારે પ્રતિક્રમણ ભણાવવાનો આદેશ મોટેથી ન માંગવો. તેમ કરવાથી વિક્ષેપ ઊભો થાય. પ્રતિક્રમણ વિધિ દરમ્યાન બોલાતા થાય, સૂત્રો, સ્તવન, સજઝાય આદિ આદેશો પ્રતિક્રમણ શરૂ થતાં પહેલાં આપી દેવાની વ્યવસ્થા એક અપેક્ષાએ સારી છે. તેવી પદ્ધતિ ન હોય તો પણ પ્રતિક્રમણ દરમ્યાન વિધિ કે સૂત્ર ચાલું હોય ત્યારે વચ્ચે આદેશ ન માંગવા. વચ્ચે સહેજ વિરામ આવે ત્યારે જ માંગવા. પ્રતિક્રમણનાં સૂત્ર-સ્તવન વગેરે બોલતાં બોલનાર વચ્ચે જરા અટકે ત્યારે તરતજ તેને યાદ ન કરાવવું. આપમેળે યાદ આવે તે માટે ક્ષણવાર રાહ જોવી. ક્યારેક શ્વાસ લેવા બોલનાર અટક્યા હોય છે, વિસ્મૃતિને કારણે નહિ. સૂત્ર-સ્તવન આદિમાં બોલનારની કોઈ અલના થાય તો મોટેથી કે કર્કશ ટોનથી ભૂલ ન કાઢવી. ધીમા અવાજે અને ખૂબ મૃદુતાથી ભૂલ બતાવવી. નવુંગોખેલું હોવાનાં કારણે, કાચું ગોખેલું હોવાનાં કારણે કે ગભરાટ આદિ કારણથી કોઈને સૂત્ર આદિમાં વધારે ભૂલો પડવાની સંભાવના જણાતી હોય તો તેમની ભૂલ સુધારવાની જવાબદારી તેમની બાજુમાં રહેલા એક ચોક્કસ વ્યક્તિએ સંભાળી લેવી જોઈએ. અનેક જણ
ભૂલો કાઢવા માંડે તો ભૂલો વધારે પડે. ૧૦. બને ત્યાં સુધી ચાલુ પ્રતિક્રમણમાં વચ્ચે માત્રુ આદિ કારણસર ઊઠવું
ન પડે, તેનું ખાસ ધ્યાન રાખવું. દૈનિક પ્રતિક્રમણમાં તો આ નિયમન સહેલાઈથી થઈ શકે. પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં નીકળવું પડે તો પણ
કોઈને આડ ન પડે અને વિક્ષેપ ન થાય તે રીતે નીકળવું. શક્ય બને - ૬૬ -