________________
૧૨.
૧૩.
ત્યાં સુધી શ્રાવકના અતિચાર જેવાં સમયે નીકળવું જેથી ક્રિયામાં માંડલીની સાથે સહેલાઈથી જોડાઈ શકાય. ગ્રુપના સાધુઓએ અલગ અલગ સજઝાયો ગોખેલી હોય તો વૈવિધ્ય, નવીનતા અને સઝાય બોલવાનો ઉત્સાહ જળવાયેલા રહે. જો કે, આત્મપરિણતી વિશોધક વિશિષ્ટ સઝાયો તો અન્યને આવડતી હોય તો પણ પોતે ગોખવી જોઈએ. ક્ષયોપશમની મંદતા કે સક્ઝાયવિષયક અનુત્સાહ આદિ કારણથી કોઈ સાધુ ભગવંતને મર્યાદિત બે-ત્રણ પાંચ-સઝાયો જ આવડતી હોય તો, તેમને આવડતી સઝાય, બને ત્યાં સુધી બીજાએ પ્રતિક્રમણમાં બોલવી નહિ, જેથી પેલા મહાત્માનો સક્ઝાય બોલવાનો ઉત્સાહ ટકેલો રહે. સર્વસામાન્ય રીતે દરેક મહાત્માએ ઓછામાં ઓછા ૧૫ ચૈત્યવંદન, ૧૦ થોયનાં જોડાં, ૨૦ સક્ઝાય અને ૩૦સ્તવનો તો ગોખી જ લેવા જોઈએ. રસ અને ક્ષયોપશમ વિશેષ હોય તો ચૈત્યવંદન-થોય-સ્તવન
સઝાયનો શક્ય તેટલો મોટો સ્ટોક કંઠસ્થ રાખવો જોઈએ. ૧૪. પ્રતિક્રમણ-માંડલીમાં સમૂહ મોટો હોય અને વર્ગ નવો હોય ત્યારે
સામાન્યથી બહુ લાંબા સ્તવન-સઝાય પસંદ ન કરવા. લાંબા હોય તો યથાયોગ્ય ટુકડા પાડી બે-ત્રણ દિવસે પૂરા કરવા. એક જ દિવસે
આખી લાંબી સઝાય સંભળાવી દેવાનો આગ્રહ ન રાખવો. ૧૫. અત્યંત રુચિવાળા શ્રાવકો હોય અને તેમની સ્થિરતા રહેતી હોય તો
મોટા સ્તવન-સઝાય કવચિત્ બોલવામાં વાંધો નહિ. ૧૬. અત્યંત તાત્ત્વિક અને ગૂઢ સ્તવન-સઝાય બને ત્યાં સુધી મોટા સમૂહ
કે બાલજીવોની માંડલીમાં ન બોલવા. ક્યારેક બોલો તો સંક્ષેપમાં તેનો અર્થ સમજાવવો. અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ જેવાં માંગલિક ઉત્સવો ચાલતા હોય અથવા બેસતું વર્ષ કે બેસતા મહિના જેવા માંગલિક દિવસ હોય તે
ન ૬૭ –