________________
દિવસે પ્રતિક્રમણમાં કાણ-મોકાણના કે મૃત્યુના વર્ણનવાળી સઝાય ન બોલવી. જે સ્તવન-સઝાય બોલો તેના રાગ-ઢબબરાબર શીખી લેવા. સ્તવનસઝાયના શબ્દો શ્રોતાને બરાબર સમજાય તે રીતે સ્પષ્ટ બોલવા.
બહુ માર્મિક કડી હોય તો રિપીટ કરવી. ૧૯. પ્રતિક્રમણ માંડલીમાં અતિગ્લાન, વિકૃષ્ટ તપસ્વી, અતિશ્રાન્ત વગેરેની
હાજરી હોય ત્યારે લાંબા સ્તવન-સજઝાય બોલવાનો આગ્રહ ન રાખવો. ગ્લાનાદિની સ્થિરતાનો વિચાર કરવો. જેથીય-સ્તવન-સક્ઝાય બોલવાની ભાવના હોય તેનો સાંજે પ્રતિક્રમણ પહેલાં એકવાર સ્વાધ્યાય કરી લેવો જોઈએ જેથી બોલતી વખતે કોઈ અલના ન થાય. પ્રતિક્રમણ ચાલુ હોય ત્યારે મનમાં સ્તવન-સન્ઝાય
યાદ ન કરવા. ૨૧. જે દિવસે નવાં સ્તવન-સજ્જાય ગોખ્યાં, તે જ દિવસે તે પ્રતિક્રમણમાં
બોલવાનો આગ્રહ ન રાખવો. વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવું પુનરાવર્તન સ્વાધ્યાય દ્વારા બે-ત્રણ દિવસમાં બરાબર દઢ કરીને પછી બોલવું સ્તવન-સઝાય ખૂબ સુંદર હોય પણ બોલવામાં અલનાઓ થયા કરે તો શ્રોતાઓને ધારાભંગ થાય અને તેથી અસરકારક્તાને
ધક્કો પહોંચે. ૨૨. પંચમીની કે એકાદશીની સંસ્કૃત થયો જેવી વિશિષ્ટ થયો સિવાય
સંસ્કૃત થોય પણ બને ત્યાં સુધી સમૂહ પ્રતિક્રમણમાં ન બોલવી. માંડલીમાં ગૃહસ્થો સાથે હોય ત્યારે તેમને ગુજરાતી થોયનો અર્થ ખ્યાલ આવવાથી ભાવવૃદ્ધિનું કારણ બને. ઓછામાં ઓછું ૧૫દિવસે એકવાર પફખીસૂત્ર, અતિચાર, ખામણાં, અજિતશાંતિ, મોટી શાંતિ વગેરેનો સ્વાધ્યાય અવશ્ય કરી લેવો જોઈએ. સ્વાધ્યાય કરવાથી આ મહત્ત્વના સૂત્રો પાક્કા રહે. સૂત્રો પાક્કા હોય તો આદેશ માંગવાનો ઉત્સાહ થાય અને આદેશ મળે ત્યારે અલના
ન થાય. આવશ્યક સૂત્રો એકદમ પાક્કા અને શુદ્ધ બોલવા જોઈએ. - ૮ -
૨૩.
૬૮