________________
૨૪
૨૫
૨૬.
૨૭.
૨૮.
૨૯.
૩૦.
પ્રતિક્રમણ-વિધિના હેતુઓ સમજી રાખવા. તેવિશેષ ભાવોલ્લાસવૃદ્ધિનું કારણ બનશે.
પ્રતિક્રમણમાં જે સૂત્ર કે જે ક્રિયા ચાલતી હોય તેમાં જ ઉપયોગ સ્થિર કરવો. તે વખતે બીજા બહારના વિચાર તો ન જ કરાય. પણ, એક સૂત્ર ચાલતું હોય ત્યારે બીજા સૂત્રના વિચાર પણ ન કરાય. સ્તવનસજ્ઝાયનો આદેશ માંગવાની ભાવના હોય તો કયું સ્તવન કે કઈ સજ્ઝાય બોલવી તેની વિચારણા પણ ચાલુ સૂત્રે ન કરાય.
પ્રતિક્રમણ દરમ્યાન પરસ્પર વાતચીત, સૂચન, ઈશારા ન કરવા. ચાલુ પ્રતિક્રમણમાં મળવા આવેલા ગૃહસ્થને મુલાકાત ન આપવી. પ્રતિક્રમણના મહાયોગની આ આમન્યા ખાસ રાખવી જોઈએ.
પ્રતિક્રમણ માંડલીમાં જ કરવું. કોઈ વિશેષ કારણથી અલગ કરવું પડે તો ગુરુ કે વડીલની અનુજ્ઞા લઈને જ કરવું.
અત્યંત વિશિષ્ટ કારણ સિવાય પ્રતિક્રમણ પૂર્ણ થયાં પહેલાં અથવા પ્રતિક્રમણ વહેલું પૂર્ણ કરીને અધવચ્ચે પ્રતિક્રમણ માંડલીમાંથી બહાર નીકળવું ન જોઈએ. તેમ, પ્રતિક્રમણમાં પાછળથી જોડાઈને સાથે થઈ જવાની આદત પણ ન પાડવી.
કાયોત્સર્ગ પારતી વખતે બે હાથ જોડીને મસ્તક નમાવીને ‘નમો અરિહંતાણં’ ઉચ્ચારપૂર્વક બોલવું. મનમાં પણ નમસ્કારનો ભાવ લાવવો. માંડલીમાં બધાનો કાયોત્સર્ગ પરાઈ ગયો છે તેની ખાત્રી કરીને જ આગળનું સૂત્ર બોલવું.
૩૧. કોઈને અભ્યસ્ત સ્પીડને કારણે કાયોત્સર્ગ જલદી પૂરો થઈ શકે છે. કોઈનો કાયોત્સર્ગ જલદી પરાતો જોઈ શંકા ન કરવી અને કોઈને કાયોત્સર્ગમાં વાર લાગે તો અરુચિ ન કરવી.
૩૨. કાયોત્સર્ગના ૧૯ દોષો જાણીને, કાયોત્સર્ગ દરમ્યાન તે દોષો ટાળવા. શાન્તિનો આદેશ મળ્યો હોય ત્યારે, કાયોત્સર્ગ જલદી પૂરો કરી શાન્તિ
૩૩.