________________
૩૪. પોતાને કાયોત્સર્ગમાં વાર લાગી હોય અને તે પહેલાં આદેશ લેનાર વ્યક્તિએ શાંતિ બોલવાની શરૂ કરી દીધી હોય તો પોતે કાયોત્સર્ગ પારીને મનમાં શાંતિ બોલી લેવી. અન્યને વિક્ષેપ ન થાય તેનું ધ્યાન રાખવું.
૩૫.
૩૬.
બોલી ન લેવી. અન્ય સહ આરાધકોનો કાયોત્સર્ગ પણ શાંતિ શરૂ થતાં પહેલાં પૂર્ણ થઈ ગયો હોય, તે રીતે કાયોત્સર્ગ પારવો.
થઈ ગયા
પોતાનો કાયોત્સર્ગ, પગામ સજ્ઝાય વગેરે વહેલાં પૂરા હોય તો માનસજાપ વગેરે કરવાં. ડાફોડીયાં ન મારવાં, વાતો ન કરવી, મનમાં સંકલ્પ-વિકલ્પો ન કરવા.
૪૦.
પ્રતિક્રમણ દરમ્યાન ઊંઘ-ઝોકાં ન આવવા જોઈએ. આવે તો તેને વશ ન થવું.
૩૭. પ્રતિક્રમણ વિધિ અને મુદ્રાઓ સાચવીને કરવું. જે સૂત્રો ઊભા ઊભા બોલવા-સાંભળવાના હોય તેમાં ઊભા થવું. પ્રમાદવશ બની પ્રતિક્રમણ બેઠાં બેઠાં ન કરવું.
૩૮. પ્રતિક્રમણમાં અને ઈરિયાવહિયા આદિ દરેક ક્રિયામાં બે હાથ જોડીને આદરપૂર્વક સૂત્રો બોલવાં-સાંભળવાં. વિશેષ કારણથી પ્રતિક્રમણ બેઠાં બેઠાં કરવું પડે ત્યારે પણ આદરપૂર્વક હાથ જોડવાનું તો ન જ ચૂકવું. ૩૯. નમોસ્તુ વર્ધમાનાય જેવાં સમૂહમાં બોલવાના સૂત્રમાં સમૂહની સાથે લય પકડી રાખવો. સમૂહલય તોડવો નહિ.
સ્તવનનો આદેશ જેનો હોય તે બોલે, બાકીનાં સાંભળે. પોતાને તે સ્તવન આવડતું હોય તો પણ સાથે ગાવું ઉચિત નથી. વડીલ પૂજ્ય મહાત્માની અનુમતિ હોય તો ધ્રુવપંક્તિ ઝીલાવી શકાય. પણ લય ન તૂટે તેનું ધ્યાન રાખવું.
૪૧. નમોસ્તુ વર્ધમાનાય સૂત્ર સમૂહમાં અચૂક બોલવું. વર્ધમાન ભાવોલ્લાસથી બોલવું.
૩૦