________________
૪૪.
૪૨. સવારનું પ્રતિક્રમણ સાવ મનમાંનકરવું મનમાં કરી લેવાથી એકાગ્રતા
અને ઉપયોગ કદાચ ન જળવાય. તેમ મોટા સ્વરે પણ ન બોલવું.
માત્ર પોતાને સંભળાય તેવાં ધીમા સ્વરે બોલીને કરવું ૪૩. સવારનાં પ્રતિક્રમણમાં બેચૈત્યવંદન સાથે જ કરવા. બાકી ન રાખવા.
વિશેષ સંયોગોમાં બાકી રાખવા પડે તો અવકાશ મળતાં તરત યાદ કરીને કરી લેવા. પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાં બે-ત્રણ મિનિટ આંખો બંધ કરીને દિવસ કે રાત્રિ દરમ્યાન લાગેલા દોષોને યાદ કરી લેવા, તે દોષો બદલ હૃદયમાં પશ્ચાત્તાપનો ભાવ ધારણ કરવો. તે દોષોની શુદ્ધિ કરવાનું દેઢ પ્રણિધાન કરવું અને યાદ કરેલા તે દોષોનું પ્રતિક્રમણ સૂત્રોનાં તે તે
સ્થાનોમાં સંકલન કરવું. અભ્યાસથી આ બાબતમાં ફાવટ આવી જશે. ૪૫. વંદિતુ સૂત્ર વગેરે શ્રાવકને બોલવાનાં સૂત્રો પણ સાધુને આવડવા
જોઈએ. કોઈ વાર શ્રાવકને પ્રતિક્રમણ કરાવવાનો અવસર આવે ત્યારે ઉપયોગી થાય. તદુપરાંત આ સૂત્રોની ગાથાઓ ચિંતન, અનુપ્રેક્ષા, ઉપદેશ આદિમાં ઉપયોગી થાય તેવી સુંદર છે. વંદન ઊભા ઊભા કરવા, તમામ ક્રિયા-પ્રતિક્રમણ ઊભા ઊભા વિધિપૂર્વક કરવા. બધા ખમાસમણ ઊભા થઈને આપવા, બેઠા બેઠા
ન આપવા. ખમાસમણ વખતે માથું ભૂમિને અડવું જોઈએ. ૪૭. રાઈ પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ ભરફેસરની સઝાયને અનુસરીને
બીજા પણ પ્રાચીન અને અર્વાચીન મહાપુરુષોનું નામસ્મરણ કરવાનો અભ્યાસ પાડવો. માંડલીનાં પ્રતિક્રમણમાં સૂત્ર, થોય, સ્તવન, સઝાય, શાંતિ આદિના આદેશ રોજ માંગવા. વિનયપૂર્વક એકાદવાર આદેશ માટેની યાચના કરવી. યાચના વડીલના
ધ્યાનમાં આવી ગયા પછી પણ આદેશ માટે બૂમાબૂમ ન કરવી. ૫૦. આદેશ માંગતી વખતે ટોન વિનંતીનો હોવો જોઈએ.
૭૧ –
૪૬.
વદન ઉs
૭૧.