________________
પ૩.
૫૧. ઘણાં દિવસ સુધી આદેશ માંગવા છતાં કોઈ આદેશ ન મળે તો ક્યારેય
ખોટું ન લગાડવું. આદેશ માંગવાનું બંધ ન કરવું. પર. પ્રતિક્રમણ સંથારામાં રહીને ન કરવું. સવારનું પ્રતિક્રમણ પણ
સંથારામાંથી બહાર નીકળીને આસન ઉપર કરવું. પાંચ પ્રતિક્રમણ અને સાધુ ક્રિયાનાં સૂત્રોના અર્થ ખાસ શીખી લેવા અને ક્રિયા દરમ્યાન સૂત્ર બોલતી વખતે અર્થનો ઉપયોગ રાખવાનો
અભ્યાસ પાડવો. ૫૪. ૧૭ સંડાસાના સ્થાન ખ્યાલ રાખવા અને સંડાસા પૂંજીને ખમાસમણ
આપવાનો અભ્યાસ પાડવો. પપ. પ્રતિક્રમણ દરમ્યાન સ્તવન-સજઝાય તથા તમામ સૂત્રો ખૂબ ધ્યાનથી
સાંભળવા. યથાયોગ્ય મુદ્રા સહિત બધા સૂત્રો બે હાથ જોડીને ભાવપૂર્વક બોલવા કે સાંભળવા. લમણે હાથ દઈને કંટાળાપૂર્વક બેસવું નહિ,
ઝોકાં ખાવાં નહિ. પ૬. પ્રતિક્રમણ ભણાવતી વખતે તે તે સૂત્રોના ભાવને ખ્યાલમાં રાખીને
બોલવાનો ટોન તે મુજબનો રાખવો. દા.ત. કરેમિ ભંતે સૂત્ર-સંકલ્પ અને પ્રણિધાનના ભાવ સાથે બોલવું. લોગસ્સ વગેરે સૂત્ર નમસ્કારના ભાવ સાથે મસ્તક સહેજ નમાવીને બોલવા. વાંદણા સૂત્રવિનયના ભાવ સાથે બોલવું. પ્રતિક્રમણ સૂત્ર ગદ હૈયે પશ્ચાત્તાપના ભાવથી બોલવું. સૂત્રમાં જ્યાં પ્રશ્નાર્થ આવતો હોય ત્યાં પ્રશ્નનો ટોન રાખવો. દા.ત. ઈચ્છકાર સુહરાઈ? સુખ તપ? વગેરે. સાંભળનારને પણ
તેવા જ પ્રકારના ભાવ હૃદયમાં ઊભરાય તે રીતે સૂત્રો બોલવા. પ૭. સવારનું પ્રતિક્રમણ અવાજનો સંયમ સાચવવા માંડલીમાં નથી કરતા
તો પણ ગુરુ ભગવંત કે વડીલ મહાત્મા પાસે આવીને કરવું. પોત
પોતાની જગ્યાએ ન કરવું. ૫૮. સવારનાં પ્રતિક્રમણમાં ભરફેસરની સઝાય બોલતી વખતે તેમાં
નિર્દિષ્ટ દરેક મહાપુરુષ અને મહાસતીના પ્રસિદ્ધ ગુણ કે મુખ્ય જીવનપ્રસંગને યાદ કરવા.
૭ર