________________
૬૦.
પ૯. સવારનાં પ્રતિક્રમણમાં તીર્થનંદના સૂત્ર બોલ્યા બાદ તે સૂત્રમાં જે
તીર્થોનાં નામનો નિર્દેશ નથી તેવા બીજા પણ પાંચ-પંદર તીર્થોને નામસ્મરણપૂર્વક ભાવવંદન કરી શકાય. પ્રતિક્રમણ શરૂ કરતાં પૂર્વેમાતરાની શંકા ટાળી દેવી, ચાલુ પ્રતિક્રમણમાં વચ્ચે માતરું કરવા જવું પડે તે પ્રતિક્રમણમાં વિક્ષેપ છે. પ્રતિક્રમણ દરમ્યાન થાય કે લઘુશાન્તિ-મોટી શાન્તિ બોલનારને બોલવામાં ભૂલ આવે તો કાયોત્સર્ગ પારીને પછી ભૂલ સુધારવી. પ્રતિક્રમણ કે અન્ય કોઈ પણ ક્રિયા કરતાં ઓઘો કે મુહપત્તિ હાથમાંથી પડી જાય અથવા આડ પડે તો ઈરિયાવહિયા કરીને પછી જ આગળની
ક્રિયા કરવી. ૬૩. સવારે પ્રતિક્રમણ કર્યા પછી સુવું નહિ. મોડી રાત્રે આંખ ઉઘડી જાય
ત્યારે પ્રતિક્રમણ કરી લેવું અને પછી સૂઈ જવું-તેમ ન કરવું. ૬૪. નીચે જણાવેલા સ્થાનોમાં ઈરિયાવહિયા કરવી? ૧. પ્રતિક્રમણ, પ્રતિલેખન, સજઝાય, ચૈત્યવંદન, માંડલા આદિ
કોઈપણ ક્રિયા કરતા પહેલાં. ૨. ૧૦૦ ડગલાની બહાર જઈને આવ્યા બાદ. ૩. ગોચરી આલોવતી વખતે. ૪. પારિષ્ઠાપનિકાવિધિ બાદ. ૫. કાજો લેતા પૂર્વે અને કાજો પરઠવ્યા બાદ. ૬. ક્રિયામાં આડ પડે ત્યારે. ૭. ક્રિયા કરતા ઓઘો-મુહપત્તિ પડી જાય તો. ૮. ઊંઘીને ઊઠ્યા બાદ ૯. જાપ-સ્વાધ્યાય કરતા પૂર્વે ૧૦. વિહારમાં પાણી ઊતરવું પડે તો તે ઊતર્યા બાદ