________________
--
સ્વાધ્યાય ઔચિત્ય |
બને ત્યાં સુધી જ્ઞાનભંડારનાં પ્રતો-પુસ્તકોનો ઉપયોગ કરવો પુસ્તકોની માલિકી કરવી નહિ. જ્ઞાનભંડારનાં પ્રતો-પુસ્તકો બરાબર સાચવવા. તેમાં કાંઈ લખવું નહિ. પ્રતો હોય તો પાનાં બરાબર ગોઠવીને પોથીમાં વ્યવસ્થિત બાંધવા. પ્રતો-પુસ્તકો અભ્યાસ પૂર્ણ થતાં તરત જ્ઞાનભંડારમાં જમા કરાવવા. બહારગામના જ્ઞાનભંડારનાં હોય તો વ્યવસ્થિત જવાબદાર વ્યક્તિ સાથે મોકલવા અને પહોંચપત્ર મંગાવી લેવો. કોઈ પણ જ્ઞાનભંડાર કે ઉપાશ્રયમાંથી સંભાળનાર ગૃહસ્થવહીવટદારને પૂછયા વગર પુસ્તક લેવા નહિ. જ્ઞાનભંડારના કબાટ પુસ્તકો અસ્તવ્યસ્ત થઈ જાય તે રીતે ફેંદવા નહિ. અધ્યયનના દરેક વિષયની નોટ સુવાચ્ય અક્ષરે બનાવવી. બને ત્યાં સુધી સંક્ષેપમાં લખવું. બનાવેલી નોટો વ્યવસ્થિત સાચવવી. શક્ય બને તો ગોખેલા સૂત્રો એક નોટબુકમાં વ્યવસ્થિત લખી રાખવા જેથી અલગ અલગ પુસ્તકો રાખવા ન પડે. ગોખેલા સ્તવન-સઝાય-થોયની એક નોટ બનાવવી. સ્તવન-સક્ઝાય કે અધ્યયન આદિની નોટ અન્ય મહાત્મા કે જિજ્ઞાસુ જોવા માટે માંગે તો આપવી. ક્યારેય ના ન પાડવી. સંકુચિત ન બનવું
૭૪