________________
૮.
૯.
૧૦.
૧૧.
૧૬.
ભીંત તરફ મુખ રાખીને સ્વાધ્યાયમગ્ન રહેવું. અવરજવર વગેરેથી વિક્ષિપ્ત ન બનવું.
૧૭.
વડીલ પૂજ્યશ્રી પાસે ગૃહસ્થો બેઠા હોય તો તે વાતચીતમાં ધ્યાન ન આપવું. વાતોમાં ધ્યાન જતું હોય તો ભણવા દૂર બેસી જવું.
ગોખતી વખતે બે હાથ જોડીને, સાપડા પર પુસ્તક રાખીને સહેજ મોટા અવાજે બોલવું.
૧૨.
૧૩. ગોખેલું બધુ યાદ રાખવું. રોજ પુનરાવર્તન કરવું.
૧૪.
રોજ રાત્રિસ્વાધ્યાય અવશ્ય કરવો.
૧૫.
રોજ બે, ત્રણ કે પાંચ નવી ગાથા અવશ્ય ગોખવી. બીજા વિષયોનો અભ્યાસ-વાંચન વગેરે ચાલતું હોય તો પણ ગાથા કંઠસ્થ કરવાનું તો ન જ મૂકવું. છેવટે રોજની એક નવી ગાથા પણ ગોખવી. બીજાને વિક્ષેપ થાય તેવા મોટા અવાજે ન ગોખવું.
સહાધ્યાયીની સાથે સ્વાધ્યાય કરવો. તેમ, એકલા જાતે સ્વાધ્યાય કરી શકાય તેની પણ ટેવ પાડવી. એકલા સ્વાધ્યાયની ટેવ ન રાખી હોય તો પરાધીન થઈ જવાય, અને સહાધ્યાયી સાંભળનાર ન હોય તો સ્વાધ્યાય છૂટી જાય.
સાથે સ્વાધ્યાય કરવા કે ભણવા બેસવાનું થાય ત્યારે વાતોમાં ચડી ન જવું.
એકલા સ્વાધ્યાય કરવા કે ભણવા બેસવાનું થાય ત્યારે મન વિચારે ચડી ન જાય, ઝોકાં ન ચડી જાય તેનો ખ્યાલ રાખવો. ઝોકાં આવતાં હોય તો ઊભા ઊભા સ્વાધ્યાય કરવો.
૧૮. પદાર્થોના સ્વાધ્યાયમાં પહેલાં મુદાસર બધો સ્વાધ્યાય કરી લેવો. સ્વાધ્યાય કરતાં કરતાં લાંબી ચર્ચા ન કરવી. શંકાના સ્થાનો કે ચર્ચાના કે ચિંતનના મુદ્દા યાદ રાખીને પાછળથી અનુકૂળતાએ તેના પર વિચારણા કરવી.
પ