________________
૧૯. પદાર્થનાં ઊંડાણમાં ઊતરવાનો પ્રયાસ કરવો. ઉપરછલ્લું અધ્યયન
ન કરવું.
ભણેલાં ગ્રન્થ કે વિષય બીજાને ભણાવી શકાય તે રીતે ભણવું ૨૧ પ્રતનું એક પાનું એક શ્લોકની ટીકા કે એક અધિકાર વાંચીને તેનો
સાર યાદ કરી લેવો. પછી જ આગળનું વાંચવું. તે રીતે વાંચવાથી
પદાર્થો આત્મસાત્ થાય. ૨૨. પહેલા મૂળ શ્લોક પોતાની બુદ્ધિથી બેસાડવો. પછી જ ટીકા વાંચવી
અને પછી ફરી મૂળ શ્લોક વાંચવો અને તેનો અર્થ બરાબર બેસાડવો. આવો અભ્યાસ કેળવવાથી ટીકાના આધાર વગર પણ અને જેની ટીકા નથી મળતી તેવા શ્લોકો-ગ્રન્થો પણ સમજવાનો ક્ષયોપશમ
ખીલશે. ૨૩. કોઈ શબ્દ નવો આવે તો કોષમાંથી તેનો અર્થ જોઈ લેવો. પંક્તિ
પરથી નવા શબ્દના સંભવિત અર્થનું અનુમાન થયું હોય તો પણ
તેનો ચોક્કસ અર્થ જાણ્યા વગર શબ્દને જવા નહિ દેવો. ૨૪. એક નાની ડાયરીમાં પોતાનો શબ્દકોષ બનાવવો. વાંચનમાં નવો કોઈ.
પણ શબ્દ આવે તો તેનો અર્થ શબ્દકોષમાંથી જાણીને અર્થસહિત તે
શબ્દ ડાયરીમાં નોંધી લેવો. ૨૫. પંક્તિનો સંતોષકારક અર્થ ન બેસે તો મથામણ કરીને વિદ્યાગુરુ
વગેરેને પૂછીને બરાબર બેસાડવો, ગબડાવી ન જવું રોજના સ્વાધ્યાયના કલાકોની વ્યવસ્થિત નોંધ કરવી. ગોખવાના કલાક, વાંચવાના કલાક, સ્વાધ્યાયના કલાક, વાંચનના કલાક, રાત્રિ સ્વાધ્યાયના કલાક, સ્વાધ્યાયની ગાથા-સંખ્યા વગેરેની નોંધ કરવી પોતે કંઠસ્થ કરેલાં તમામ સૂત્રો-ગ્રન્થોની તેની ગાથાસંખ્યા સાથે નોંધ રાખવી. સ્વાધ્યાયની ગાથાસંખ્યા જાણવા આ નોંધ ઉપયોગી બને. શક્ય હોય તો કંઠસ્થ કર્યાની તારીખ અને સ્થળ પણ નોંધવા.
ર૭.
૭૬