________________
૨૮. જે ગ્રન્થનું અધ્યયન-વાંચન કર્યું હોય તેની તિથિ, સ્થળ અને
વિદ્યાગુરુનાં નામ સાથે વ્યવસ્થિત નોંધ કરવી. અધ્યયનના વિષયની નોંધપોથીમાં આગળના પાને ઉપકારી ગુરુવર્યોના નમસ્કારોની સાથે વિદ્યાગુરુનાં નામનો કૃતજ્ઞતાથી ખાસ ઉલ્લેખ કરવો. વાંચન-અધ્યયન દરમ્યાન વૈરાગ્યપ્રેરક, અધ્યાત્મપોષક શ્લોકો ગમી જાય, હૃદયને સ્પર્શી જાય તે શ્લોકોની નોંધ કરવી. વાંચન, અધ્યયન દરમ્યાન અશ્રુતપૂર્વ વિસ્મયકારક, વૈરાગ્યવર્ધક કે અધ્યાત્મપોષક પદાર્થો ધ્યાનમાં આવે તે નોંધી લેવા. મૂળ પાઠ અને
તેનું સ્થાન પણ નોંધવું. ૩૨. સ્વાધ્યાયના લોભમાં આંખને હાનિ થાય તેવા ઝાંખા પ્રકાશમાં ન
વાંચવું. લાઈટના પ્રકાશમાં કે તેની પ્રભામાં પણ ન વાંચવું અસક્ઝાયના બધા કારણો સમજી લેવા અને ક્યારે કયા સૂત્રો ન
ભણાય તે ગુરુગમથી જાણી અકાલ-સ્વાધ્યાયનું નિવારણ કરવું ૩૪. અત્યંત પ્રસિદ્ધ શાસ્ત્રીય કથાનકો ચરિત્રો ખાસ વાંચી લેવા, ખ્યાલમાં
રાખવા, યાદ રાખવા. ૩૫. વાંચન-અધ્યયન દરમ્યાન જાણવા મળેલા અતિવિશિષ્ટ પદાર્થો,
મતમતાંતરો, વિશિષ્ટ યુક્તિઓ વગેરેની નોંધ કરવી. ૩૬. અન્યને સ્વાધ્યાયમાં વિક્ષેપ કરવો નહિ. બીનજરૂરી વાતોમાં તેમને
પાડવા નહિ. શાસ્ત્રીય કથાનકો જે નવા વાંચવા-જાણવા મળે તે યાદ રાખવા. જરૂર લાગે તો ટૂંકમાં નોંધી રાખવા. તે કથાનકોનો અવારનવાર સ્વાધ્યાય કરવો અને તે કથાનકોનું આલંબન લઈને અનુપ્રેક્ષા તથા ધર્મધ્યાન
કરવું.
૩૮. વાંચન-અધ્યયન દરમ્યાન ચમત્કત કરે તેવી કે સાધનામાં જોસ પૂરે
૭૭