________________
૩૯.
૪૦.
૪૧.
૪૨.
૪૩.
તેવી કોઈ અભિનવ વાત જાણવા મળે તે અનુકૂળતા મળે ત્યારે સહવર્તીઓને જિજ્ઞાસુઓને જણાવવી. તેમ કરવાથી પરસ્પર શુભનું આદાન-પ્રદાન થાય, કલ્યાણમૈત્રી દઢ બને, પરસ્પરની સાધનામાં વેગ આવે અને સંવેગની વૃદ્ધિ થાય.
૪૬.
કોઈ પણ શાસ્ત્રીય પદાર્થનાં ઊંડાણમાં ઊતરવાનો પ્રયત્ન કરવો. અલગ અલગ શાસ્ત્રપાઠોનો સંવાદ સાધવાનો અને · તુલના કરવાનો પ્રયત્ન કરવો. શાસ્ત્ર વચનો ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરવાનો પ્રયત્ન કરવો, તેનો અભ્યાસ પાડવો.
શ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય આદિની વૃદ્ધિ-શુદ્ધિ થાય તે રીતે શાસ્ત્રઅધ્યયનને ભાવિત કરવું.
કોઈ પણ ગ્રન્થનાં વાંચન-અધ્યયન બાદ તેનો સંપૂર્ણ વિષયાનુક્રમ ઉપસ્થિત રાખવો, યાદ રાખવો.
કોઈ પણ ગ્રન્થનાં વાંચન-અધ્યયન પહેલાં તેની પ્રસ્તાવના, ગ્રન્થકારનો પરિચય વગેરે ખાસ વાંચવા.
શક્ય બને તો જે ગ્રન્થનું અધ્યયન ચાલુ હોય તેના રચયિતા ગ્રન્થકાર મહર્ષિનાં નામની એક માળા તે ગ્રન્થનું અધ્યયન-વાંચન પૂર્ણ થાય ત્યાં સુધી રોજ ગણવી. રોજ પાઠ-વાંચન શરૂ કરતી વખતે ગ્રન્થકાર મહર્ષિને માનસિક નમસ્કાર કરવા.
જે ગ્રન્થ વાંચો તેનાં વિશિષ્ટ સ્થળો ખાસ નોંધી રાખવા.
૪૪.
૪૫. પાંચેય પ્રકારના સ્વાધ્યાયમાં તત્પર બનવું. પુનરાવર્તન અને અનુપ્રેક્ષા સ્વાધ્યાયની ખાસ ટેવ પાડવી.
નીચેના ગ્રન્થો ખાસ કંઠસ્થ કરી લેવા જેવા છે :
• નવસ્મરણ • વર્ધમાન શક્રસ્તવ - વૈરાગ્યશતક - ઈન્દ્રિય પરાજય શતક - દશવૈકાલિક સૂત્ર · વીતરાગસ્તોત્ર • અધ્યાત્મ કલ્પદ્રુમ ૦ શાંત સુધારસ • ઉપદેશમાલા • પિંડવિશુદ્ધિ • અધ્યાત્મસાર •
૭૮