________________
{ પ્રતિક્રમણ-ઔચિત્યા
પ્રતિક્રમણમાં સૂત્રો બોલતી વખતે કે પ્રવચન કરતી વખતે સભાનું પ્રમાણ ખ્યાલમાં રાખીને તે મુજબ અવાજનું પ્રમાણ રાખવું. બધા સુધી અવાજ ન પહોંચે તેવો ધીમો અવાજ પણ ન ચાલે અને વધારે પડતો મોટો અવાજ પણ ન ચાલે. પ્રતિક્રમણમાં સૂત્રો ઉચ્ચારશુદ્ધિ અને સંપદા સાચવીને એટલા સરસ ભાવયુક્ત થઈને બોલવા જોઈએ કે પોતાનું અને પ્રતિક્રમણ કરનાર દરેકનું હૈયું ગદ્ગદ બને. તે તે સૂત્રના અર્થને અનુરૂપ ટોનથી સૂત્રો
૨.
બોલવા.
સમૂહમાં પ્રતિક્રમણ ભણાવતી વખતે સૂત્રશુદ્ધિ અને ભાવવાહિતાની સાથે સમયનો વિવેક અને સમૂહની સ્થિરતાને પણ ખ્યાલમાં રાખવા. સામાન્ય રીતે સુત્રો એકદમ ઉતાવળથી ગબડાવી ન જવા અને અત્યંત ધીમી ગતિએ પણ પ્રતિક્રમણ ન ભણાવવું. પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં આ વિવેક વિશેષ રાખવો. પરંતુ, ઉચ્ચારોની શુદ્ધિ, સ્પષ્ટતા અને ભાવવાહિતા ન તૂટે તેનું ખાસ ધ્યાન રાખવું. પ્રતિક્રમણ દરમ્યાન વિધિપાલન માટે મુદ્રાઓ બદલવાની હોય, તેમાં ક્યારેક બેઠેલી અવસ્થામાંથી ઊભા થવાનું હોય.. ક્યારેક ઊભેલી સ્થિતિમાંથી નીચે અથવા ઊભડક પગે બેસવાનું હોય. ક્યારેક મુહપત્તિ પડિલેહણ કરવાની હોય. વાંદણાંમાં આવર્ત સાચવવાના હોય... આવી મુદ્રાઓ બદલવાની હોય ત્યારે આગળનું સૂત્ર એકદમ