________________
૪૨.
૪૪.
૪૩. રત્નાધિક, ગ્લાન, વૃદ્ધ, બાળ, શૈક્ષક વગેરેના વસ્ત્ર-પાત્રાદિનું પડિલેહણ કરવું તે ભક્તિ છે. ખૂબ આદરપૂર્વક ભક્તિ કરવી. ધડાધડી ન કરવી. ખેંચાખેંચ ન કરવી.
૪૫.
૪૬.
૪૭.
૪૮.
૪૯.
કોઈ વિશેષ કારણ ન હોય તો બને ત્યાં સુધી તેમની વિનંતીનો અનાદર ન કરવો. કારણવશાત્ વિનંતી સ્વીકારી ન શકાય તો પણ ખૂબ આદર અને વિનયપૂર્વક નિષેધ કરવો.
૫૦.
સાધુ ભગવંત પડિલેહણની ભક્તિ કરવા આવે તો પણ તેમની વિનંતીનો અનાદર ન કરવો. નિષેધ કરવો હોય તો પણ તેમની ભાવનાનું બહુમાન કરવા પૂર્વક આદરસહિત નિષેધ કરવો.
વડીલ મહાત્મા કોઈ કાર્ય સોંપે તો તે કાર્ય તરત કરવું, સરસ કરવું, સહર્ષ કરવું, વ્યવસ્થિત કરવું, પૂર્ણ કરવું એ કામ પૂર્ણ કરીને જણાવવું. અન્ય મહાત્માના સ્વાધ્યાય-ભક્તિ આદિનો ઉત્સાહ વધારવો, તોડવો તો ક્યારેય નહિ.
ગ્લાનસેવા-વૈયાવચ્ચ માટે સદા તત્પરતા દાખવવી.
દેરાસરમાં પાછળ વડીલ સાધુભગવંતો બેઠા હોય તો તેમની આગળ જઈને ઊભા ન રહેવું. ચૈત્યવંદન કરવા પણ તેમની પાછળ બેસવું. આમ કરવાથી આજ્ઞાપાલન દ્વારા પ્રભુની ભક્તિ જ થાય છે.
બને ત્યાં સુધી ગુરુ ભગવંત-વડીલ મહાત્માની સાથે જિનાલયે જવું. સમૂહ ચૈત્યવંદનમાં પણ રત્નાધિકનો ક્રમ જાળવવો. સામૂહિક ચૈત્યવંદનમાં વિશેષ લાભ છે.
વડીલ-રત્નાધિક મહાત્મા દેરાસરમાં ચૈત્યવંદન કરવા બેઠા હોય તો તેમની આગળથી પ્રદક્ષિણા ન કરવી, તેમની પાછળથી કરવી.
ગાથા લેવી-આપવી હોય, વાચના લેવી હોય, શંકા પૂછવી હોય, પચ્ચક્ખાણ લેવું હોય, આલોચના લેવી હોય... વગેરે પ્રસંગે પહેલા વંદન કરવા.
ε