________________
મહાત્માઓને એકવાર તો અચૂક કરવા. સાંજે સૂર્યાસ્ત પહેલા વંદન
કરી લેવા. પ્રતિક્રમણના સમયે છેલ્લી ઘડીએ વંદન કરવા ન નીકળવું ૩૩. મહેમાન મહાત્માને લેવા-મૂકવા જતી વખતે તેમની ઝોળી વગેરે
ઊંચકી લેવી. ૩૪. ભિક્ષા આદિ કોઈ પણ પ્રયોજનથી બહાર જતી વખતે ગુરુ ભગવંતની
રજા લઈને જવું. ગોચરી માટે કઈ તરફ જાઓ છો તેનો પણ ખ્યાલ
આપવો. ૩૫. કોઈ પણ પ્રયોજનથી બહાર જઈને આવ્યા પછી ગુરુ ભગવંતને
વડીલને આવી ગયાની જાણ કરવી. ૩૬. ગુરુ ભગવંતે-વડીલ મહાત્માએ કોઈ કાર્ય સોંપ્યું હોય તો તે તહત્તિ
પૂર્વક સહર્ષ સ્વીકારવું અને કાર્ય પૂર્ણ થતાં તેઓશ્રીને તેની જાણ કરવી. ૩૭. ગુરુ ભગવંત અથવા વડીલ મહાત્મા બોલાવે અથવા કાંઈ પૂછે તો
પોતાના આસન પર બેઠા બેઠા પ્રત્યુત્તર ન વાળવો. પરંતુ આસન પરથી તરત ઊભા થઈ તેમની પાસે તરત પહોંચી જવું અને
વિનયપૂર્વક કાર્ય પૂછવું પ્રત્યુત્તર આપવો. ૩૮. રત્નાધિક સાધુભગવંતોને ગુરુવંદન વિધિપૂર્વક વ્યવસ્થિત કરવા.
વંદનના ખમાસમણ ઊભા ઊભા દેવા. ઈચ્છકાર અને અભટ્ટીઓ સૂત્રના પાઠ સ્પષ્ટ અને ગદ્ગદ હૈયે બોલવા. ફટાફટ વંદન પતાવી ન દેવા. અહોભાવ સાથે વંદન કરવા. સામૂહિક ગુરુવંદનમાં અભુટ્ટીઓ એટલી ઝડપથી ન બોલવો કે
વિશ્વમાન વડીલ પૂજ્યશ્રી બધાના હાથ ઉપર હાથ પણ ન મૂકી શકે. ૪૦. નાના સાધુ ભગવંત અભુટ્ટીઓ ખામે ત્યારે રત્નાધિકે અહમવિ
ખામેમિ તુમ બોલવાનો અભ્યાસ પાડવો. ૪૧. ભક્તિભાવનાથી પ્રેરાઈને કોઈ સાધુ ભગવંત ગોચરીના કોઈ દ્રવ્ય
આદિનો લાભ આપવાની વિનંતી કરે ત્યારે પ્રતિકૂળતા-ત્યાગ જેવું