________________
૨૬. કામ ગમે તેમ પતાવી દેવું તે વેઠ કહેવાય. કામ વ્યવસ્થિત સમયસર
કરવું તે કર્તવ્ય બજાવ્યું કહેવાય અને ખૂબ ઉલ્લાસ-અહોભાવથી કાર્ય કરવું તે ભક્તિ કહેવાય. માંડલીના કાર્યને પણ ભક્તિમાં કન્વર્ટ કરતાં
શીખી જવું જોઈએ. ૨૭. માંડલીનું કાર્ય તે કર્તવ્ય છે, ફરજ છે. તેનાથી છટકવાનો પ્રયાસ
ક્યારેય નહિ કરવો. વિશેષ કારણથી પોતાને સોંપાયેલું કાર્ય કોઈ દિવસે કરવાની અનુકૂળતા ન હોય તો વ્યવસ્થાપકને સમયસર
વિનમ્રભાવથી જણાવવું ૨૮. બીજાને માંડલીનું કોઈ કાર્ય સોંપાયેલું હોય અને તે કાર્યની કોઈ
દિવસે પ્રતિકૂળતા હોય તો તેવું કાર્ય કરવાનો ખૂબ ઉલ્લાસ અને તત્પરતા દાખવવા. વ્યવસ્થાપક મહાત્માને વારંવાર વિનંતી કરવી કે કોઈને પણ કોઈ પણ કાર્યની પ્રતિકૂળતા હોય તો માંડલીનાં તે કાર્યનો
લાભ મને આપવાનો અનુગ્રહ કરશો. ૨૯. માંડલીનાં કાર્યમાં ક્યારેય પોતાની પસંદગી ન રાખવી. વ્યવસ્થાપક
જ્યારે, જે અને જેટલાં કાર્ય સોપે ત્યારે, તે અને તેટલાં કાર્યો ખૂબ જ ઉત્સાહથી સ્વીકારવા-કરવા. માંડલીનાં કાર્યનો લાભ મળે તેની ખૂબ ધન્યતા અનુભવવી અને કોઈ કાર્યની વિનંતીનો અસ્વીકાર થાય અથવા મનગમતું કાર્ય ન મળે તો મનમાં ખેદ ન લાવવો. પરસ્પર
મનદુઃખ થાય તેવી કાર્ય માટેની ખેંચાતાણી ન કરવી. ૩૦. માંડલીનાં કાર્યમાં કયારેય બીજાનો વાદ નહિ કરવો. બીજાને ઓછું
કામ, મને વધારે કેમ? બીજાને વધારે કામ, મને ઓછું કેમ?
બીજાને અમુક કામ, મને અમુક કામ કેમ? વગેરે. ૩૧. રત્નાધિક મહાત્મા ઊભા હોય, વ્યગ્ર હોય, ઉતાવળમાં હોય, વ્યસ્ત
હોય કે વિક્ષિપ્ત હોય ત્યારે વંદન ન કરવા, તે સિવાયના સમયે વંદન
કરવા.
૩૨. પદસ્થ મહાત્માઓને દિવસમાં બે વાર વંદન કરવા. અન્ય રત્નાધિક