________________
૧૬. જિનાલય, રત્નાધિક મહાત્મા, સ્થાપનાજી, પુસ્તકો વગેરેને પગ ન થાય તે રીતે સંથારો કરવો.
૧૭.
પ્રારંભ કરવાનો હોય... વગેરે વિશેષ પ્રસંગે તમામ રત્નાધિકને વંદન કરીને આશીર્વાદ મેળવવા.
૧૮.
સ્થાપનાજીથી ઊંચા ન બેસવું. વિશેષ રત્નાધિકથી ઉચ્ચાસને ન બેસવું. જાડા આસને ન બેસવું. ચોમાસામાં રત્નાધિકથી ઊંચી પાટ પર ન સૂવું.
વિહાર દરમ્યાન સ્થાપનાચાર્યજી પાકીટ વગેરેમાં રાખ્યા હોય તો, નાભિથી ઉપર રહે તે રીતે રાખવા.
૧૯. પુસ્તકને સાપડા, ટેબલ, વીંટીયા કે કામળી પર રાખવું, નીચે ન મૂકવું.
૨૦. પુસ્તક ખોળામાં રાખીને વાંચવું-લખવું હોય તો એક ચોખ્ખું કપડું ખોળામાં રાખી તેના પર પુસ્તક રાખવું.
૨૧. પુસ્તક-પેન વગેરે પડી ન જાય કે તેને પગ ન અડે તેનું ધ્યાન રાખવું. જમીન પર નીચે ન મૂકવા.
૨૨. કાપ કાઢતી વખતે વડીલોનો અને પોતાનો કાપ સાથે હોય તો પહેલાં રત્નાધિકનાં કપડાં લેવા, પછી જ પોતાના કપડાં લેવા. પોતાનાં કપડાંની પાછળ વડીલોનાં કપડાં તે જ પાણીમાં લેવા નહિ.
જ
૨૩. લૂણાંનાં કાપમાં પણ પહેલાં વડીલોનાં લૂણાં લેવા.
૨૪. પહેલી તથા બીજી પોરિસીનું પાણી સમયસર લઈ આવવું . બીજી પોરિસીના પાણીની જરૂર મોડી પડવાની છે તેથી જ્યારે જરૂર પડશે ત્યારે લઈ આવશું તેવું ન રાખવું. વર્તમાન દેશ-કાળ-સંઘયણને ખ્યાલમાં રાખવા.
૨૫. માંડલીનું દરેક કાર્ય તેના સમયે કરવું. અવિલંબ તે વિનયનું ચિહ્ન છે.
૩