________________
પર.
૫૩.
૫૧. વાચના પૂર્ણ થયા પછી પણ વિદ્યાગુરુને વંદન કરવા.
ગુરુ કે વિદ્યાગુરુ વડીલ મહાત્મા વાચના આપતા હોય અથવા કોઈ ખાસ વાત કરતા હોય ત્યારે વચ્ચે ન બોલવું. ગુરુ ભગવંતની રજા વગર એક પણ કાર્ય કરવું નહિ. ઉચ્ચ કોટિનો સમર્પણભાવ કેળવવો. વિશેષ આરાધનાના લોભથી પણ સમર્પણભાવ
ન મૂકવો. ૫૪. રોજ પ્રવચન સાંભળવા જવાનું થતું હોય તો પણ પર્યુષણ, ચોમાસી
ચૌદસ, ચાતુર્માસ પ્રવેશ, ચાતુર્માસ પરિવર્તન, જ્ઞાનપંચમી, મૌન એકાદશી જેવા પર્વો કે વિશિષ્ટ પ્રસંગોએ પ્રવચનમાં અવશ્ય જવું. વડીલોની શોભા વધે તેમ કરવું કોઈ જાહેર સ્થાનમાં વિશેષ પ્રવચન
હોય ત્યારે સાથે જવું. ૫૫. વડીલ મહાત્માને કારણ વિશેષથી બહાર જવાનું થાય તો એક-બે
મહાત્માએ અવશ્ય સાથે જવું. કોઈ મહાત્માને ડોકટર-વૈદ્યને બતાવવા જવાનું થાય ત્યારે વિશેષ | બિમારી ન હોય તો પણ એક મહાત્માએ તો સાથે અવશ્ય જવું.
આવા પ્રસંગે ઉત્સાહથી જાય તેને વિશેષ આરોગ્યનું પુણ્ય-બળ મળે
પ૬.
છે.
૫૭. વરઘોડા-સામૈયા-ધામધૂમનો રસ કેળવવો નહિ. તેમ, વરઘોડા
સામૈયા-પૂજા-પૂજન વગેરમાં જવાનો કંટાળો પણ ન રાખવે, શાસનની
શોભાનું કાર્ય છે. વડીલની ઈચ્છા જાણીને તે મુજબ ભાગ લેવો. ૫૮. વિનય, સમર્પણ, પ્રજ્ઞાપનીયતા આદિ ગુણો કેળવવા દ્વારા ગુરુજનોની
નીતરતી કૃપાદૃષ્ટિને ઝીલવી. ૫૯. વડીલોની આપણી ઉપર વિશેષ કૃપાદૃષ્ટિ હોય તો તેનો ગેરલાભ
ઉઠાવવો નહિ. વડીલોનાં અંતરમાંથી બીજાનું સ્થાન ખસે તેવા પ્રયત્નો ક્યારેય કરવા નહિ.