________________
૬૦.
૬૧.
૬૨.
૬૩.
૬૪.
૬૫.
૬૬.
સાધુ ભગવંતોને સહાયક બનવાની એક પણ તક ચૂકવી નહિ. રોજ સવારે ઊઠીને ઉપયોગ મૂકો કે -
કયા મહાત્માને વિશિષ્ટ તપ ચાલે છે ?
- કયા મહાત્મા ગ્લાન છે ? કયા મહાત્મા સેવ્ય અને વિશેષ પૂજ્ય છે ? - કોની વિશેષ સેવા આજે કરવા યોગ્ય છે ?
- કયા મહાત્મા ગુરુનિર્દિષ્ટ કોઈ વિશિષ્ટ કાર્યમાં રોકાયેલા છે ? તેથી, કોના પ્રતિલેખનાદિ વૈયાવચ્ચ આજે મારે વિશેષ કર્તવ્ય છે ?
વિહારમાં માતરું કરવું હોય ત્યારે ખભે ઊંચકેલ પોથી કે પાકીટ ઉતારવાનો ખાસ ઉપયોગ રાખવો.
પોથી-પાકીટ વગેરેમાં દવા-ઔષધિ વગેરે હોય તો તે પોથી-પાકીટ દેરાસરમાં પ્રવેશ કરતા પૂર્વે બહાર ઉતારવાનો ખાસ ઉપયોગ રાખવો. ખાસ કરીને, ચાલુ વિહાર દરમ્યાન વચ્ચે કોઈ દેરાસરમાં દર્શન કરતી વખતે આ ભૂલ થવાની સંભાવના છે.
કોઈ મહાત્માએ વિશેષ તપ પૂર્ણ કર્યો, વિશેષ ગ્રન્થ પૂર્ણ કર્યો, સારું સ્તવન બોલ્યા, સારી અજિતશાંતિ બોલ્યા, પ્રથમવાર પક્ષીસૂત્ર બોલ્યા, ગ્લાનની જોરદાર સેવા કરી, સરસ પ્રવચન આપ્યું... વગેરે પ્રસંગોમાં સરસ ઉપબૃહણા કરવી.
ગુરુ મહારાજ કે વડીલ મહાત્મા પર્યુષણમાં પ્રવચન, પ્રતિક્રમણ, જન્મવાંચન માટે અથવા અન્ય મહાત્માના સંઘાટક તરીકે કોઈ સંઘમાં આરાધના કરવા જવાનું કહે તો ઉલ્લાસથી સ્વીકારી લેવું, ના ન પાડવી. સંઘ આપણી આરાધનામાં આપણને અનેક રીતે સહાયક છે. આપણી ખૂબ કાળજી અને ભક્તિ કરે છે. સંઘનું ઋણ અદા કરવાની આ અણમોલ તક છે. પોતાની વ્યક્તિગત આરાધના થોડી ગૌણ કરીને પણ સંઘની આરાધનામાં સહાયક બનવું.
કોઈ ગ્લાનની સેવા માટે ક્યાંય રોકાવું પડે કે હોસ્પીટલમાં સાથે રહેવા જવાનો અવસર આવે ત્યારે સહર્ષ તે અવસરને વધાવી લેવો.
८