________________
૬૭.
૬૮.
૬૯.
૭૦.
૭૧.
૭૨.
૭૩.
૭૪.
વિહારમાં કે દેરાસર વગેરે સ્થળે જતા-આવતા કોઈ પણ સાધુ મહાત્મા સામે મળે ત્યારે મસ્તક નમાવીને બે હાથ જોડીને ભત્થએણ વંદામિ’
કહેવું.
૭૫.
રત્નાધિકના-વડીલ પૂજ્યોનાં કપડાં, લૂણાં, પાતરી, ટોકસી વગેરે ભૂલથી પણ વપરાશમાં ન આવી જાય તેનો ઉપયોગ રાખવો.
કોઈ મહાત્મા કોઈ ચીજ વાપરવા માંગે તો તરત ઉલ્લાસથી આપવી. મહાત્માનો લાભ મળ્યાની ધન્યતા અનુભવવી. કદાચ તે ચીજ તેમનાથી તૂટે, ફૂટે, બગડે તો પણ મન ન બગાડવું.
ગુરુ મહારાજ વડીલ વગેરેના અભ્યુત્થાનાદિ વિનય બરાબર સાચવવા. બહારથી પધારે ત્યારે દાંડો-કામળી, કપડાં વગેરે લઈ લેવા તથા વસ્ત્રો સૂકવવા.
નાના સાધુ મહારાજને પણ ‘તું’ કારથી બોલાવવા નહિ.
કોઈ સાધુ-ભગવંતને બીજાની પડિલેહણ વગેરેની ભક્તિ નહિ લેવાની ટેક કે તેવી જ તીવ્ર ઈચ્છા હોય તો તેમને નારાજ કરીને પણ ભક્તિ કરવાનો આગ્રહ ન રાખવો.
સવારે ઊઠતાંની સાથે અને રાત્રે સૂતી વખતે ગુરુદેવનાં ચરણોમાં મસ્તક રાખી આશીર્વાદ મેળવવા.
સ્થાપનાચાર્યજી જ્યાં હોય ત્યાં જઈને ક્રિયા કરવી. વિશેષ કારણ સિવાય સ્થાપનાજી ખસેડવા નહિ.
સ્થાપનાચાર્યજી પર તડકો આવતો હોય, ઉજેહી આવતી હોય તો આદરથી બાજુમાં પધરાવવા અથવા તડકો-ઉજેહી ન આવે તેમ કરવું. ૭૬. સ્થાપનાચાર્યજીનું પડિલેહણ કરતી વખતે મુખનો ઉચ્છ્વાસ ન લાગે તેનું ધ્યાન રાખવું અને હાથ સહેજ પાણીથી સ્વચ્છ કરીને પછી જ સ્થાપનાજીનું પડિલેહણ કરવું.
૯