________________
૭૭.
૭૮.
૭૯.
વિહારમાં વડીલ મહાત્માની સાથે ચાલવું તેમ વૃદ્ધ કે ગ્લાન મહાત્માની સાથે કોઈએ અવશ્ય ચાલવું. એકલા ન મૂકવા.
સવારે પડિલેહણ બાદ સજ્ઝાય કરીને ઉપયોગના આદેશ વડીલ ગુરુ ભગવંત પાસે માંગવા. વડીલ કે રત્નાધિક હાજર હોય તો જાતે મનમાં ન માંગી લેવા.
ગુરુ ભગવંત કે વડીલ પૂજ્યશ્રી સવારે રાઈ પ્રતિક્રમણ કે જાપ કરતા હોય ત્યારે તેઓશ્રી પાસે સજ્ઝાયના આદેશ માંગવા ઉચિત નથી. ક્રિયામાં વિક્ષેપ ન કરવો.
૮૦. વિદ્યાગુરુનો વિશેષ વિનય કરવો. વસ્ર-પ્રતિલેખન, પાત્ર પ્રતિલેખન આદિ ભક્તિ કરવા તત્પર રહેવું.
૮૧. ગોચરી વાપરવાનું શરૂ કરતા પૂર્વે ‘વાપરું છું તેમ કહીને વડીલશ્રીની રજા લેવી.
૮૨. લોચ પછીની ક્રિયા બાદ તમામ રત્નાધિકને અવશ્ય વંદન કરવા. ૮૩. પોતાની દરેક દીક્ષાતિથિએ પૂજ્ય વડીલોના આશીર્વાદ લેવા, હિતશિક્ષાની વિનંતી કરવી.
૧૦