________________
વ્યવહાર ઔચિત્ય છે
૧.
જે
છે
ગૃહસ્થની હાજરીમાં ગોચરી સંબંધી વાતચીત બને ત્યાં સુધી કોડભાષામાં પણ ન કરવી, કરવી જ પડે તો કાનમાં ધીમેથી કરવી. સમૂહમાં બેઠા હો ત્યારે બે વ્યકિતએ અંદરોઅંદર ખાનગીમાં ધીમા અવાજે કોઈ ચાલુ વાત પણ કરવી નહિ. ઠલ્લા-માત્રા સંબંધી ડિલભૂમિ વગેરે બાબતની વાતચીત બને ત્યાં સુધી ગૃહસ્થની હાજરીમાં ન કરવી. જુગુપ્સા વગેરે દોષો સંભવિત છે. ગૃહસ્થની હાજરીમાં ક્યારેય કોઈ બાબતની ચર્ચામાં પરસ્પર ઉતરવું નહિ. ફાવે તો મકાનમાં આખો દિવસ પાંગરણી ઓઢીને જ બેસવું. ગૃહસ્થોની સામે તો પાંગરણી અવશ્ય ઓઢવી. વિજાતીયની હાજરીમાં અચૂક ઓઢેલી રાખવી. આગેવાનો, ટ્રસ્ટીઓ, અજેન વ્યક્તિઓ, કોલેજીયન યુવાનો, શિક્ષિતો કે હાઈ સોસાયટીના માણસો સામે પાંગરણી ઓઢ્યા વગર ન જ
રે
બેસવું
છે
બેસતી વખતે ઢીંચણ નીચેના પગ ઢંકાઈ જાય તે રીતે ચોલપટ્ટાથી પગ ઢાંકેલા રાખવા. પ્રવચનસભામાં જાહેરમાં કે ગૃહસ્થોની હાજરીમાં ખેળીયાનો ઉપયોગ કરવાનું બને ત્યાં સુધી ટાળવું. ઉપયોગ કરવો જ પડે તો બીજાને જુગુપ્સા ન થાય તે રીતે ઉપયોગ કરવો.
s