________________
૧૫.
૯. જાહેરમાં - અન્યની હાજરીમાં અધોભાગમાં ખંજવાળવું નહિ. ૧૦. વાતો કે સ્વાધ્યાય અન્યને વિક્ષેપ થાય તે રીતે મોટા અવાજે ન કરવા. ૧૧. દિવસના સમયે પણ અન્ય મહાત્મા આદિશ્રમ વગેરે કારણથી સૂતેલા
હોય તો તેમની ઊંઘમાં વિક્ષેપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ૧૨. કોઈ મહાત્મા ગ્લાન હોય તો આપણી વાતચીત-સ્વાધ્યાય તેમને
વિક્ષેપક ન બને તેનું ખાસ ધ્યાન રાખવું. ૧૩. કોઈ પણ કાર્ય સોપતી વખતે સામેની વ્યક્તિનો મૂડ બરાબર જાણી
લેવો. ૧૪. કોઈને કોઈ સૂચન, ઠપકો, પ્રેરણા કરવા હોય ત્યારે મૂડ બરાબર
તપાસી લેવો. યોગ્યતા અને અવસર જોઈને જ સૂચનાદિ કરવા. કોઈ ગૃહસ્થને દવા વગેરે કોઈ ચીજનો લાભ આપવાનો હોય ત્યારે તેની શક્તિ અને ભાવનાનો પૂરો અંદાજ મેળવીને પછી જ કાર્ય સોપવું. આ કાર્ય અધિકૃત વડીલ મહાત્માનું છે, તેમણે ચોકસાઈ
કરીને પછી જ ગૃહસ્થને કાર્ય ભળાવવું. ૧૬. ખૂબ ભાવિક અને શક્તિસંપન્ન હોય તો પણ એકના એક ગૃહસ્થને
આર્થિક ઘસારો પહોંચે તેવા લાભ વારંવાર ન આપવા. ૧૭. દાનના સુત્યો કરવાની પ્રેરણા પ્રવચનમાં જનરલ કરી શકાય, પરંતુ
વ્યક્તિગત પ્રેરણા કોઈને ન કરવી. સામેથી દાનની ભાવના વ્યક્ત કરે તો તેની ભાવના અને રુચિનો અંદાજ મેળવીને, સાધુજીવનની
મર્યાદામાં રહી યોગ્ય માર્ગદર્શન આપી શકાય. ૧૮. જેની આર્થિક ચિંતા પોતે કરવી પડે તેવું કોઈ પણ કાર્ય ઉપાડવું નહિ.
કોઈ પણ પ્રકારના આર્થિક કારભારમાં પડવું નહિ. ૧૯. જે ઔષધ-ઉપકરણાદિનો ખપ પડે તે વસ્તુનો સીધો લાભ ગૃહસ્થને
આપવો પણ પૈસા રાખવા કે રખાવવા નહિ. ન્ય ૧૨ -
૧૨