________________
૨૦. ગોચરી વહોરવા આદિ પ્રયોજનથી બહાર જતી વખતે ઉપર અતિમેલો કપડો ઓઢીને ન જવું.
૨૧. કપડાનો કાપ જલ્દી નહિ કાઢવો તેમ વર્તમાન દેશ-કાળની અપેક્ષાએ કપડાં અતિશય મેલાં પણ નહિ થવા દેવા. મેલાં કપડાં સાધુનું ભૂષણ છે તે છતાં મેલાં કપડાં વર્તમાન વિષમ કાળમાં નિંદા-જુગુપ્સાનું કારણ ન બને અને કોઈ અધર્મ ન પામે તે પણ ખ્યાલમાં રાખવું.
૨૨.
૨૩.
૨૪.
૨૫
૨૭.
કોઈની વિશેષ વાત ચાલતી હોય, તો તે વખતે ત્યાં વચ્ચે જવું નહિ. બીજાની વાતમાં પૂછ્યા વગર વચ્ચે બોલવું નહિ.
૨૮.
વાતવાતમાં પૂછ્યા વગર પોતાનો અભિપ્રાય આપવો નહિ અને બીજાના અભિપ્રાયને તોડવો નહિ. વિશેષ નુકસાનકારક બાબત હોય તો શાંતિથી વિનયપૂર્વક જણાવી શકાય.
૨૬. સમૂહમાં કોઈ વિષયની વાત-ચર્ચા ચાલતી હોય ત્યારે વચ્ચે કોઈની સાથે વાર્તાલાપનો પોતાનો અલગ દોર ચાલુ ન કરવો. અંદરોઅંદર ગુપસુપ ન કરવી.
કોઈ ગૃહસ્થ વંદન કરે ત્યારે ધર્મલાભ આપવો.
ખૂબ મોટા અવાજે બોલવું નહિ, ખૂબ ઝડપી ન બોલવું, ખૂબ ઉતાવળથી ચાલવું નહિ, ઘાંઘાં થઈને કામ કરવું નહિ.
કોઈ અજાણી વ્યક્તિ ઉપાશ્રયમાં આવે ત્યારે તેમને સંકોચ થાય રીતે તેમની સામે જોયા ન કરવું. કદાચ કોઈ અજ્જૈન, અજાણ્યા અથવા ધર્મક્ષેત્રમાં નવા હોય તો તેમને સંકોચ ટળે તે માટે તેમના આગમનનું પ્રયોજન પૂછવું.
વડીલ ગુરુભગવંતને કે અન્ય કોઈ સાધુ ભગવંતને મળવા માટે કોઈ ગૃહસ્થ આવ્યા હોય અને જેમને મળવા આવ્યા છે તે મહાત્મા હાજર ન હોય તો પણ આવનાર ગૃહસ્થને સંતોષકારક વ્યવસ્થિત જવાબ આપવો.
૧૩