________________
૨૯
કોઈ અજેન સંત, મોટા રાજકીય નેતા કે અન્ય ક્ષેત્રની પ્રતિષ્ઠિત વ્યક્તિ મળવા આવે ત્યારે શાસનનું અને શ્રમણપદનું પૂરેપુરું ગૌરવ જળવાય અને આવનારનું પણ ઔચિત્ય સચવાય તેવો વ્યવહાર કરવો. પોતાના માટે અથવા અન્ય સાધુ ભગવંત સાથે હોસ્પીટલ કે દવાખાને
જવાનું હોય તો સામાન્ય સ્વચ્છ-ચોwાં કપડાં ઓઢીને જવું. ૩૧. મકાનની ઉપયોગમાં લેવાની બધી જગ્યા સ્વચ્છ રાખવી.
કોઈ ગૃહસ્થ સાથે મિત્ર-સ્વજનનો વ્યવહાર ન કરવો. “આવો-પધારો જેવા આવકારવાચક શબ્દો ન પ્રયોજવા. જાય ત્યારે “આવજોપધારજો જેવા શબ્દોથી વ્યવહાર ન કરવો. હાથ મીલાવવા, ખભે
હાથ મૂકવો વગેરે ગૃહસ્થોચિત વ્યવહાર ન કરવો. ૩૩. કયા સમયે કયો યોગ - કયો વ્યવહાર પ્રધાન છે તે પારખતા આવડવું
જોઈએ.
– ૪ -
૧૪