________________
આહાર-ઔચિત્ય
૩.
કોઈના ઘરે ભિક્ષાર્થે ગયા, કોઈ ચીજ પ્રથમ નજરે જ દોષિત લાગી, દોષિતનો નિર્ણય થઈ ગયો. દોષિત છે માટે તે ચીજ વહોરવાની નથી તો હવે તે ચીજ માટે લાંબી પૂછપરછમાં પડવું નહિ, તે ચીજ વહોરવી નહિ. વાપરીને પોતાની જગ્યા લૂછ્યા વગર ઊભા થઈ જતા ન રહેવું. કોકમ, પાંદડા વગેરે ગોચરીમાં આવ્યા હોય તે શક્ય બને તો વાપરી જ લેવા. કદાચ ન જ વપરાય તો વાપરીને ઊઠતી વખતે જાતે લઈને રાખમાં ચોળીને વિધિપૂર્વક પરઠવી દેવા, રાખના પ્યાલામાં રાખી ન મૂકવા. કોઈ પણ ગામમાં જૈનનો લત્તો, જૈનોના ઘર વગેરે બરાબર યાદ રાખવા. કોઈ એક બિલ્ડીંગ-સોસાયટીમાં અમુક જૈનોનાં અને અમુક અજૈનોના ઘર હોય તો જૈનોનાં ઘર ક્યાં છે તે યાદ રાખવા. ગોચરીમાં કઈ ચીજ કયા ઘરેથી વહોરી તેનો પણ શક્ય બને ત્યાં
સુધી ખ્યાલ રાખવો. ક્યારેક કોઈ એક ચીજની કપ્યતા બાબત - ગુર્વાજ્ઞાથી વિશેષ ચોકસાઈ કરવી પડે ત્યારે ઘર ખ્યાલ હોય તો
કામ લાગે. કોઈ એક ઘરે અમુક ચીજની વિનંતી કરી પણ ખપ ન હોવાથી ન લીધી. તો પણ તે ઘર ખ્યાલ રાખવું પાછળથી, તેની બિમાર વગેરેના કારણે) આવશ્યક્તા જણાય તો જઈ શકાય.
-૧૫ ~