________________
૬.
૭.
૮.
૯.
રસ્તા, બિલ્ડીંગ, ઘર યાદ રાખવા માટે કોઈ બોર્ડ, દુકાન, મંદિર વગેરેની નિશાનીથી ધારણા કરી લેવી.
કોઈ એક ગામમાં ચાતુર્માસ કે માસકલ્પ જેવી મોટી સ્થિરતા હોય ત્યારે નીચેની બાબતો સામાન્યથી ખ્યાલમાં રાખી લેવી.
- વહેલી રસોઈ થઈ જતી હોય તેવા ઘર.
- બપોરે બીજા ઘરો કરતાં જમવાનો સમય જે ઘરમાં મોડો હોય તેવા ઘર.
- સામાન્યથી જૂદા જૂદા ઘરની રસોઈની પ્રણાલિકા.
- બપોરે કે સાંજે ગરમ દૂધ સ્વાભાવિક ઉપલબ્ધ હોય તેવા ઘર.
- કોરી રોટલી સ્વાભાવિક ઉપલબ્ધ હોય તેવા ઘર.
- ચોપડ્યા વગર ખાખરા સેવાનો રિવાજ હોય તેવાં ઘર.
- રાત્રીભોજન ત્યાગવાળાં ઘર
- ઉકાળેલું પાણી વાપરતા હોય તેવાં ઘર.
- વરસીતપ જેવી તપશ્ચર્યા ચાલતી હોય તેવાં ઘર.
- સ્વાસ્થ્ય આદિના કારણે મોળી રસોઈ વાપરતા હોય તેવા ઘર.
-
· ગ્લાન કે તપસ્વી મહાત્માને યોગ્ય ચીજો સ્વાભાવિક રીતે ઉપલબ્ધ થતી હોય તેવા ઘર.
ગોચરી જનાર સાધુ-ભગવંતોએ આવી બધી માહિતી વ્યવહારિક સૂઝથી જાણી લેવી જોઈએ.
સવાર-સાંજની ગોચરી માટે નજીકના વિશેષ ઘરો ખાસ ખ્યાલ રાખવા. બપોરની ગોચરી માટે બને ત્યાં સુધી દૂરના ઘરો પસંદ કરવા. દૂરના લત્તામાં ગોચરી જવાથી નિર્દોષતા પણ વિશેષ જળવાય અને ભાવ પણ વિશેષ હોય. તે રીતે, ઉપરના માળો પર રહેતા ઘરોમાં જવાનો અનેરો ઉત્સાહ રાખવો.
૧૬