________________
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
ગોચરી માટે ઘરોનું વિભાગીકરણ એવી રીતે કરવું કે એકના એક ઘર જલ્દી રિપીટ ન થાય.
ભક્તિઘેલાં ઘરોમાં ગોચરી વહોરતી વખતે વિશેષ સાવધાની રાખવી. નિષ્કારણ દોષિત વહોરાવી ન દે તેની કાળજી રાખવી. વધારે વહોરાવી દે તેની પણ કાળજી રાખવી.
ન
સંસારી સ્વજનો-ભક્તો વગેરેનાં ઘરોમાં પણ વહોરવામાં વિશેષ સાવધાની રાખવી. નિષ્કારણ દોષિત થવાની વિશેષ સંભાવના છે.
શહેરમાં નિર્દોષની વૃત્તિથી દૂર વહોરવા જતા હોઈએ પણ ત્યાં નજીકમાં અન્ય ઉપાશ્રય હોય તો ત્યાં કોઈ સાધુ-સાધ્વીજી બિરાજમાન હોય તો દૂર ત્યાં જવાનો હેતુ સચવાય નહિ. માટે ખાત્રી કરી લેવી. ત્યાં વારંવાર ન જવું.
કોઈ વિશિષ્ટ ચીજની સહુથી પહેલાં વિનંતી કરે, અથવા અત્યંત આગ્રહપૂર્વક તે ચીજની વિનંતી કરે તો તે ચીજની નિર્દોષતા નક્કી કરવા વિશેષ ચોકસાઈ કરવી.
૧૫.
એકના એક ઘરોમાં રોજ જવાથી દોષિત થવાની સંભાવના છે. ૧૬. ચાતુર્માસ કે માસકલ્પ જેવી લાંબી સ્થિરતામાં ગોચરી માટે લત્તા પાડેલા હોય અને નિયમિત ક્રમથી તે તે લત્તાનો વારો રાખો તો પણ દોષિત થવાની સંભાવના છે. દા.ત. આપણા લત્તામાં દર મંગળવારે આવે છે તેવો ખ્યાલ હોય તો ગૃહસ્થ મંગળવારે વિશેષ તૈયારી રાખે. ૧૭. વસ્તુની નિર્દોષતાને પકડવા માટે ઈન્દ્રિયોનો ઉપયોગ બરાબર મૂકવો.
દા.ત.
(A) બીજી કોઈ રસોઈ બનેલી દેખાતી નથી પણ માત્ર ૩-૪ ગરમાગરમ રોટલી જ છે અને તેનો ખૂબ આગ્રહ રાખે છે. તો સંભવિત છે કે, તમને આજુબાજુનાં ઘરમાં આવેલા જોઈ, બીજું કાંઈ તૈયાર ન હોવાથી ફટાફટ ૪-૫ રોટલી કરી દીધી હોય.
૧૭