________________
(B) મહાત્માને આવતા જોઈને ગેસ બંધ કર્યો હોય તો, તાજો બંધ કરેલો છે તે ગંધથી ખ્યાલ આવી જાય. (C) મહાત્માને બાજુમાં આવેલા જોઈ ફટાફટ પાપડ શેક્યા હોય તો પાપડ તાજા શેકેલા છે તે ગંધથી ખ્યાલ આવી જાય. (D) ઘરના સભ્યો કોઈ ચીજ માટે અંદરોઅંદર ગુસપુસ કરે તો તેનાથી પણ થોડો અણસાર આવી જાય. (E) વગર પૂછ્યું કોઈ ચીજ માટે વારંવાર એવો પરિચય આપે છે કે, મહારાજ સાહેબ! આ તમારા માટે નથી બનાવ્યું તો તે વસ્તુની
ખાસ ચોકસાઈ કરવી. ૧૮ કેટલાક ચાલાક ભક્તો, સાધુને ઉદ્દેશીને બનાવેલી વિશિષ્ટ ચીજ,
પોતાના ઘરે સાધુ મહારાજને શંકા આવી જશે તે ખ્યાલથી છૂપી રીતે પડોશીના ઘરે વહોરાવવા મોકલી દેતા હોય છે. આવી ચાલાકીથી
સાવધાન રહેવું ૧૯ બિલ્ડીંગમાં નીચેથી વહોરતા વહોરતા ઉપર જવું જેથી -
(A) ચડવામાં શ્રમ ઓછો લાગે. (B) સીધા ઉપર ચડો તો નીચેવાળાને ખ્યાલ આવી જાય અને લાભાકાંક્ષી હોય તો વસ્તુ ગરમ કરવા જેવી કોઈ ગરબડ કરી નાંખે. ગૃહસ્થ લાભાકાંક્ષી હોય અને કેસર-બદામવાળા દૂધની વિનંતી કરેઆગ્રહ કરે અને તેનું પ્રમાણ થોડું હોય તો સાદુ દૂધ જ વહોરવું. મોટું ગ્રુપ હોવાથી બે-ત્રણ ઝોળી ગોચરી માટે નીકળતી હોય તો એકના એક એરિયામાં બે ઝોળી ભેગી ન થાય તે રીતે વ્યવસ્થા ગોઠવવી.. કોઈ બિલ્ડીંગમાં કે એરિયામાં અન્ય કોઈ સાધુ-સાધ્વીજી વહોરવા
ગયાનો ખ્યાલ આવે તો બને ત્યાં સુધી ત્યાં જવાનું ટાળવું. - ૧૮
૨૦.
૨૨.