________________
૨૩.
કોઈ ઘરમાં પ્રવેશ કરતા ખ્યાલ આવે કે, અંદર અન્ય કોઈ સાધુસાધ્વીજી મહારાજ વહોરે છે તો અંદર ન જવું પણ તે ઘર જો અત્યંત ભાવિક હોય તો તે ઘર છોડીને જતા ન રહેવું. બહાર એક ખૂણામાં ઊભા રહેવું. સાધુ-સાધ્વીજી વહોરીને નીકળી જાય પછી લાભ
આપવો. અથવા ૨-૪ ઘરે જઈ ફરી ત્યાં આવી લાભ આપવો. ૨૪. કોઈ પ્રસંગ વિશેષે કોઈ શ્રાવકનાં ઘરે પગલાં હોય, ચાતુર્માસ
પરિવર્તન કરેલું હોય, અતિથિ સંવિભાગના તપસ્વીને ત્યાં વહોરવા જવાનું થાય, ક્ષીરસમુદ્રનું પારણું હોય વગેરે પ્રસંગે ગોચરી દોષિત
થવાની શક્યતા છે. વિવેકથી કાળજીથી વહોરવું. ૨૫. સાધુ-મહારાજની તપશ્ચર્યા-પચ્ચકખાણની બને ત્યાં સુધી ગૃહસ્થને
ખબર પડવા ન દેવી. ગોચરી જનાર સાધુ ભગવંતે બધા મહાત્માનું આહાર-પ્રમાણ, પચ્ચકખાણ, ત્યાગ, વિશેષ અભિગ્રહ, રુચિ, સ્વાથ્યની અનુકૂળતા -પ્રતિકૂળતા વગેરે બાબતોનો સંપૂર્ણ ખ્યાલ રાખવો. ગોચરી ગણતરીપૂર્વક લાવવી, આડેધડ ન લાવવી. ગોચરી વહોરતી વખતે ચીજનું પ્રમાણ અને વહોરાવનારનો
ભાવોલ્લાસ ખ્યાલમાં રાખીને વિવેકપૂર્વક વહોરવું. ૨૯. કોઈ ઘરમાં પ્રવેશ કરતાં અંદર કલહ જેવું વાતાવરણ લાગે તો તે
ઘરમાં ન જવું. ૩૦. ક્યારેક કોઈ ચીજનો ખાસ ખપ હોય અને અમુક ઘરથી મળવાની
પૂરી સંભાવના હોય તો - સામાન્ય ઉદીરણાથી તેમને સ્મૃતિ થઈ જાય તો ઠીક, નહિતર સીધી વાંચા કરી લેવી. બીજું શું છે? બીજું
શું છે? આવા પ્રશ્નોથી મૂંઝવી નહિ નાખવા. ૩૧. ગ્લાન માટે ફળ વગેરે વિશેષ ચીજની આવશ્યક્તા હોય અને સૂચના
કરવાની હોય તો ઘર ભાવવાળું છે તેટલું જ માત્ર નહિ જોવું સંપન્નતા જોઈને સૂચના કરવી.
૧૯