________________
૩૨.
દૂધ, શાક, ફળ, મીઠાઈ, મેવા જેવી વિશિષ્ટ ચીજો નિર્દોષ હોય, પ્રમાણ પણ પૂરતું હોય અને વહોરાવનારનો ભાવોલ્લાસ પણ ખૂબ હોય તો પણ, એક ઘરેથી વધારે નહિ વહોરવી. વિવેક જાળવીને
વહોરવું ૩૩. બહારથી “ધર્મલાભ' બોલીને જ ઘરમાં દાખલ થવું બને ત્યાં સુધી,
અંદરથી પ્રતિસાદ મળે પછી જ ઘરમાં પ્રવેશ કરવો. બાલમુનિ જેવા કોઈ ખાસ મહાત્માના ઉદ્દેશથી વહોરાવે તો તે ઉદ્દેશથી ન વહોરવું કોઈ પણ વાપરશે તેવી ચોખવટ કરીને વહોરવું. વહોરતી વખતે એવું કોઈ નિમિત્ત નહિ આપવું કે, આપણા નીકળ્યા
પછી આપણા નિમિત્તે ઘરમાં કોઈ વિખવાદ થાય. ૩૬. ગોચરી માટે નીકળતા રસ્તામાં કોઈ ઘરમાંથી વિનંતી કરે તો બને
ત્યાં સુધી પહેલી વિનંતીનો અનાદર નહિ કરવો. નમસ્કાર મહામંત્ર, ગૌતમસ્વામીનું નામસ્મરણ વગેરે મંગલ કરીને ગોચરી માટે નીકળવું. ગોચરી વગેરે ભક્તિનો ખૂબ ઉલ્લાસ દાખવવો ઉત્સાહથી લાભલબ્ધિ વિકસે છે. વધઘટની ગોચરી લાવવા માટે તત્પરતા દાખવવી. ગોચરી વહોરવા જતી વખતે મનમાં નેગેટીવ વિચારણા ન લાવવી, ગોચરી મળશે તો ખરી ને? નહિ મળે તો શું કરીશું? આવા વિકલ્પો
મનમાં ન લાવવા. ૪૦. સંયોગોવશાતુ ગોચરી ન મળે, અનુકૂળ ન મળે, પૂરતી ન મળે તો
મનમાં જરા પણ દીનતા ન લાવવી. “મળે તો સંયમવૃદ્ધિ, ન મળે તો
તપોવૃદ્ધિ - એ સૂત્રથી આત્માને ખૂબ ભાવિત કરવો. ૪૧. બને ત્યાં સુધી દાબડીયા પદ્ધતિ ન રાખવી. ઝોળીનો ઉપયોગ કરવો. ૪૨. ચેતના ચુસ્ત ઢાંકણાવાળા રાખવા. ૪૩. નિર્દોષની ખેવના સાથે મહાત્માઓની ભક્તિનો પણ ખૂબ ખ્યાલ
- ૨૦ -
૨૦