________________
૪૪.
૪૫.
૪૬.
૪૭.
૪૮.
૪૯.
૫૦.
૫૧.
કરવો. વહોરેલી વસ્તુ એવી રીતે લાવવી કે, ગ્લાનાદિની ભક્તિ થાય. દા.ત. ઉષ્ણ પ્રવાહી દ્રવ્ય ઉપલબ્ધ થયું હોય તે ચેતના જેવા માપસરના સાધનમાં વહોર્યું હોય તો ઉષ્ણ રહે.
પ્રવાહીદ્રવ્ય રસ્તામાં છલકાય નહિ અને તરપણીનો દોરો, ઝોળી, કપડા વગેર ખરડાય નહિ તેની કાળજી રાખવી.
ગોચરી વહોરતા-વહોરીને લાવતા દોરો, ઝોળી, પલ્લા, કપડો વગેરે બગડ્યા હોય તો આવીને તરત તેનો કાપ કાઢી લેવો.
ગોચરીનાં દ્રવ્યથી ઝોળી-કપડો વગેરે રસ્તામાં વધારે પડતા બગડ્યા હોય તો પછી તેવી હાલતમાં ગોચરી માટે વધારે ન ફરવું. તરત મકાને પાછા આવી જવું.
ગોચરી જતા પૂર્વે લઘુનીતિ-ગુરુનીતિની શંકા હોય તો ટાળીને પછી જ નીકળવું.
ગોચરી જતી વખતે લૂણું અને પરસેવાનો ટુકડો અવશ્ય સાથે લેવા. ગોચરી દરમ્યાન પરસેવો થાય તો તરત લૂછી નાંખવો. ઉનાળાની ઋતુમાં ખૂબ પરસેવો થતો હોય ત્યારે કોઈ પણ ઘરમાં પ્રવેશ કરીને પહેલાં મુખનો પરસેવો લૂછીને પછી જ ઝોળીમાંથી પાતરું બહાર કાઢવું. મકાનમાં આવ્યા બાદ પણ પહેલા મુખનો પરસેવો લૂછીને પછી જ ઝોળીમાંથી પાતરા બહાર કાઢવા.
ગોચરી નીકળતી વખતે ઝોળીની ગાંઠ બરાબર બાંધવી. બાંધેલી હોય તો બરાબર ચેક કરી લેવી.
ગોચરી નીકળતી વખતે તમામ પાતરા-તરપણી-ચેતનાનું દૃષ્ટિપડિલેહણ કરી લેવું. ચેતના-તરપણીમાં લૂણું. નવકારવાળી, દોરો વગેરે કોઈ ચીજ પડેલી ન હોય તે તપાસી લેવું.
૫૨. બને ત્યાં સુધી, પાતરાનું પડિલેહણ કર્યા બાદ તેમાં નવકારવાળી, દોરો વગેરે મૂકી રાખવાની આદત ન પાડવી.
૨૧