________________
પ૩. પાણીના ખાલી ઘડામાં પુસ્તક, લૂણું નવકારવાળી જેવી કોઈ પણ
વસ્તુ મૂકવાની આદત ન પાડવી. ૫૪. વહોરીને આવ્યા બાદ ગોચરી વડીલ મહાત્માને અચૂક બતાવીને પછી
જ મૂકવી. વડીલ માંડલીમાં પધારવાના જ છે તેથી ગોચરી જોવાના જ છે તે પદ્ધતિ ન રાખવી. ગોચરી વાપરવા આવવાના હોય તો પણ બતાવીને જ મૂકવી. દરેક ચીજ ઉપર-નીચે કરીને બતાવવી. માત્ર
નામ જણાવી ન દેવા. ૫૫. ગોચરી વહોરતી વખતે પણ ચેતના સરપણી વગેરેમાં દૃષ્ટિ કરીને પછી
વહોરવું પદ. સાકર, સુંઠ, પીપરામૂળ, જીરું વગેરે વસ્તુ ઢાંકણામાં કઢાવી, બરાબર
જોવડાવીને પછી જ વહોરવી. તેવી કોઈ પણ ચીજ અલગ નાના પાત્રમાં ટોકસી વગેરેમાં લેવી. સીધી દૂધ વગેરેમાં ન નખાવવી. મકાને
આવ્યા બાદ ધ્યાનથી ચેક કરીને પછી જ તેનો ઉપયોગ કરવો. પ૭. દૂધ વગેરે મીઠું-મોળું જેવું હોય તેવું વહોરવું. દૂધમાં સાકરની અપેક્ષા
ન રાખવી. કદાચ જરૂરી હોય તો પણ ખાંડ વહોરવી, બુરું (દળેલી ખાંડ) બને ત્યાં સુધી ન લેવું. ખાંડનો ડબ્બો હાથવગો હોય, બુરું શોધવું પડે. , કોઈ એક ઘરમાંથી વહોરીને નીકળ્યા બાદ ગૃહસ્થને કોઈ વિશેષ ચીજ યાદ આવે અને તેની વિનંતી કરે તો, બને ત્યાં સુધી તે ચીજ
માટે પાછા ન ફરવું. ૫૯. શ્રાવક ઉપાશ્રયે ગોચરીની વિનંતી કરવા આવે અને વાનગીનું નામ
દઈને પધારવાની વિનંતી કરે તો હળવાશથી તેને વિવેક આપવો કે
આ રીતે વાનગીના નામ આપીને વિનંતી નહિ કરવી. ૬૦. ગોચરીવહોરીને સાધુમહારાજ મકાનમાં આવે ત્યારે આવતાની સાથે
તેમને કોઈ પણ બાબતનો ઉપાલંભન આપવો. દા.ત. કેમ આટલું બધું
મોડું થઈ ગયું? કેમ આટલી બધી ગોચરી લઈ આવ્યા? વગેરે. - ૨૨ -
૫૮.