________________
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
માર્ગમાં ક્યાંય વૃક્ષ નીચે કે અન્યત્ર પાણી વાપરવા કે વિસામો કરવા બેસવાનું હોય ત્યારે તે જગ્યાના માલિકને પૂછીને બેસવું. તે વૃક્ષ નીચે કોઈ બેસેલું હોય તો તેમની પણ રજા લેવી. કોઈ ન હોય તો અણુજાણ જસુગ્ગહો બોલીને બેસવું.
વિહાર શરૂ કરતાં પૂર્વે જિનદર્શન, પ્રદક્ષિણા, ૧૨ કે ૩ નવકાર આદિ યથાશક્ય મંગલ કરીને પ્રયાણ કરવું.
વિહારમાં રસ્તો ચોક્કસપણે ખ્યાલ ન હોય તો પૂછીને જ આગળ વધવું. નવો ફાંટી પડતો હોય ત્યાં પૂછીને ખાત્રી કરી લેવી.
રસ્તો બને ત્યાં સુધી કોઈ દુકાનદારને પૂછવો. જનરલ સ્ટોર, કરીયાણાંની દુકાન, કાપડની દુકાન જેવી દુકાનમાં પૂછવું. હોટલગલ્લાં વગેરે સ્થાનોમાં બને ત્યાં સુધી ન પૂછવું. ઊભેલી રીક્ષા-ટેક્સી વગેરેના ડ્રાઈવરને પણ પૂછી શકાય. બસસ્ટોપ જેવાં સ્થાને ઊભેલા ભદ્ર જણાતા વ્યક્તિને પૂછી શકાય પણ નિરાંતથી ઊભા હોય, વ્યગ્ર કે વ્યસ્ત ન હોય તેને જ પૂછવું. જરૂર પડે ચાલતા રાહદારીને પણ ઊભા રાખીને પૂછી શકાય. પરંતુ, ઉતાવળમાં હોય તેને ન પૂછવું. જે સહજ રીતે હાથ જોડે, આદર દર્શાવે તેમને પૂછી શકાય. બને ત્યાં સુધી સ્કુટર, મોટરસાયકલ, સાયકલ વગેરે ઊભા રખાવીને ન પૂછવું. બને ત્યાં સુધી ભાઈઓને જ રસ્તો પૂછવો.
કોઈને રસ્તો પૂછ્યો પણ તેમણે સંદિગ્ધ જવાબ આપ્યો અથવા તેમના જવાબ પર એકદમ ભરોસો ન બેઠો તો બીજાને પૂછી ફરી ચોકસાઈ કરી લેવી પડે, પણ તેમની સામે જ અથવા તેમની નજર પડે તે રીતે બીજાને ન પૂછવું. થોડા આગળ જઈને પછી પૂછવું.
૨૧. રસ્તાઓ બરાબર યાદ રાખવા. માર્ગમાં બીજા ફાંટા પડતા હોય, બીજા રસ્તાઓ મળતા હોય તો ક્યો ફાંટો - ક્યો રસ્તો ક્યાં જાય છે તેની જાણકારી રાખવી.
૨૨. એક વિહારની ડાયરી રાખવી. તેમાં દીક્ષાદિવસથી માંડીને વિહારોની
૩૩