________________
૨૪.
નોંધ કરવી. ગામનું નામ, અંતર, દેરાસર, મૂળ નાયકનું નામ, જૈનોના ઘરની સંખ્યા, ઉતારાનું સ્થાન, મુખ્ય વ્યક્તિનું નામ વગેરેની વ્યવસ્થિત નોંધ કરવી. કોઈ પણ ગામમાં-નગરમાં દેરાસર-ઉપાશ્રયનો રસ્તો બરાબર યાદ રાખી લેવો. વિહાર કરતી વખતે ઝોળી-પોથી-પાકીટની ગાંઠ બરાબર ચેક કરી લેવી. વિહાર કરીને પહોંચ્યા બાદ પરસેવાનાં ભીનાં કપડાં, ઓઘા બંધન વગેરે સૂકવી દેવા. અને તે સૂકાઈ ગયા બાદ તરત લઈ લેવા. ઓઘાબંધન વગેરે વિહારની સામગ્રી એકત્ર કરીને, ગડી કરીને એકસાથે વ્યવસ્થિત પોટકી કરીને રાખવી. તેમ કરવાથી જીવજંતુ અંદર ન જાય. ઓઘો ભીનો ન થાય તે માટે કદાચ પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરવો પડે તો તે થેલી સંભાળીને રાખવી. ખોવાઈ ન જાય તેનું ધ્યાન
૨૫.
૨૬.
રાખવું
૨૭.
સામાન્ય રીતે વિહારમાં મૌનપણે ચાલવું પરંતુ વિહાર વખતે અંધારું હોય તો વાતો કરતાં કરતાં ચાલવું. સામેથી કોઈ વાહન, સાયકલ કે કોઈ વ્યક્તિ આવતી હોય તો અવાજને કારણે તેમને ખ્યાલ આવી જાય. વિહાર કરતી વખતે મકાનના ખોલેલાં બારી-બારણાં બંધ કરવા તથા દરેક ચીજ વ્યવસ્થિત મૂકવી. બાલદી-પરાત-તપેલાં વગેરે વસ્તુઓ તથા મકાન અધિકૃત વ્યક્તિને ભળાવી દેવું કોઈ ગૃહસ્થના ઘરેથી કોઈ વસ્તુ મંગાવેલી હોય તો તેમને બરાબર પહોંચાડી દેવી.
૨૮.
૩૪