________________
{ નિહાર ઔચિત્ય
૧.
ઠલ્લે જવા માટેનું પાણી ગૃહસ્થની હાજરીમાં ન ભરવું. ગૃહસ્થો શૌચક્રિયામાં બીનજરૂરી વધારે પાણી ઢોળવા ટેવાયેલા હોય છે. પરિમિત પાણી જોઈને કદાચ તેમને અરુચિ થાય. ગૃહસ્થને ખબર પડે તે રીતે ઠલ્લે જવા માટે તરપણી લઈને નીકળવું નહિ. ઠલ્લે જઈને આવ્યા બાદ ગૃહસ્થની હાજરીમાં તે તરપણી પાત્રાઆસન પર રાખવી નહિ. આંખના પીયાં, કાનનો-નાકનો મેલ, નખનો મેલ વગેરે ગમે ત્યાં, ગમે તે રીતે ફેંકવો નહિ. બેઠાં બેઠાં નખ દાંતથી કાતર્યા કરવાની ટેવ ન રાખવી. નખ વધે ત્યારે જયણાપૂર્વક ઉતારીને અંદર મેલ હોય તો રાખમાં ચોળીને એક કપડાંની ચીંદરડીમાં બાંધીને યોગ્ય જગ્યાએ વિધિપૂર્વક પરઠવવી. નખ ઉતારીને ગમે ત્યાં ન ફેંકવા. બેઠા બેઠા પગ વગેરેની ચામડી ખોતર્યા કરવાની કુટેવ ન પાડવી. ખરેલી ચામડી ગમે ત્યાં ન ફેંકવી, વિધિપૂર્વક પરઠવવી. ખોતરવામાંઉખેડવામાં સચિત્ત ચામડી પણ ઊતરે માટે મકાનમાં આગમસૂત્રો વગેરેનાં અધ્યયન ચાલતા હોય તેથી ૧૦૦ડગલાની બહાર પરઠવવી. દાંત પડી જાય તો ગમે ત્યાં ફેંકવો નહિ. વિધિપૂર્વક યોગ્ય જગ્યાએ ૧૦૦ ડગલાંથી દૂર જઈને પાઠવવો. માતરું પરઠવ્યા પછી પ્યાલો માતરીયાથી લૂછીને મૂકવાનો આગ્રહ
૭.
૫