________________
૮.
૯.
૧૦.
૧૧.
૧૩.
૧૪.
લેવો. તે માટે વડીલોની સાથે વિહારમાં રહેવું. જેમની પાસે પાણીનો ઘડો ન હોય તેમનો ખાસ ખ્યાલ રાખવો.
૧૫.
ગામમાં પ્રવેશ કરતાં અને નીકળતા પગ પૂંજવાનો ખાસ ઉપયોગ રાખવો.
ન
૧૨. રોડની ધારે ચાલવું, વચ્ચે ન ચાલવું. બાજુમાં કેડી હોય તો કેડી પર જ ચાલવું.
ગ્રુપમાં ગુરુ મહારાજ કહે તે એકાદ મહાત્મા પાસે સોય, કાતર, નેઈલકટર રાખવા. પરંતુ તેને ખૂબ સાચવવા. ખોવાઈ જાય અને ગૃહસ્થના હાથમાં આવે તો અધિકરણ બને. વિહારમાં કાંટો વાગે તો કાઢવા માટે સોય-ચીપીયો સાથે રાખવા તથા કાંટો કાઢતા શીખી લેવું. વિહારમાં ફર્સ્ટ એઈડની કીટ, ગુરુ ભગવંતો કહે તે કોઈ પણ એકાદ મહાત્મા પાસે રાખવી. વિહારમાં કોઈને કાંઈ ઈજા થાય તો ઉપયોગી બને.
વિહારમાં શક્ય બને ત્યાં સુધી બધાએ સાથે રહેવું. છેવટે બે-ત્રણના ગ્રુપમાં તો રહેવું જ. સાવ એકલાં ન ચાલવું. એક હરોળમાં ન ચાલવું, આગળ-પાછળ ચાલવું.
રોડની જમણી બાજુના છેડે ચાલવું જેથી સામેથી આવતા વાહનો દેખાય અને પાછળના વાહનો તો ડાબી બાજુથી દોડતા હોય. છતાં ઓવરટેક કરનાર પાછળના વાહનોથી પણ ખૂબ સાવચેતી રાખવી.
બહુ અંધારામાં વિહાર ન કરવો. વાહનને કારણે રોડની ધાર પરથી નીચે ઊતરવું પડે ત્યારે ખાસ જોઈ લેવું. ક્યારેક મોટો ખાડો હોય તો તકલીફ થાય. અંધારામાં ખાસ કાળજી રાખવી. રોડ ઉપર ક્યારેક પાળી વગરના ખુલ્લા પુલ હોય છે. તેથી ખૂબ સાવધાની રાખવી. વિહારમાં ક્યાંય પણ માતરું-સ્થંડિલ કરતાં પૂર્વે ‘અણુજાણહ જસુગ્ગહો’ બોલવાનું ન ભૂલવું.
૩ર