________________
૩.
૪.
૬.
૭.
૪
વિહાર-ઔચિત્ય
વિહાર કરતી વખતે લૂછણીયું, માતરીયું, સાબુ, ચૂનો, પ્યાલો, ઢાંકણું, કાપની દોરી, લૂણું, પરસેવાનો ટુકડો, ટોકસો, ટોકસી વગેરે ઝીણી ચીજો ખાસ યાદ કરીને લઈ લેવી, ભૂલાઈ ન જાય.
વિહાર કરતી વખતે મકાનમાં બધે ફરીને નજર નાંખી લેવી. કોઈ મહાત્માની કોઈ પણ ચીજ રહી ગઈ હોય તો ખ્યાલ આવે.
લૂણાં, લૂછણીયાં, કપડા-કાગળના ટુકડા વગેરે લઈ લેવા. સામા મુકામે પહોંચ્યા પછી તે જેમના ભૂલાઈ ગયા હોય તેમને આપી દેવા. વધારાના હોય તેને પરઠવવા વગેરેની વ્યવસ્થા કરવી.
મુકામે પહોંચીને મકાનમાં ઊતરતા પૂર્વે શ્રાવક પાસેથી અવગ્રહ યાચીને પછી ઊતરવું. ઉપાશ્રયમાં અન્ય કોઈ મહાત્માઓ બિરાજમાન હોય તો તેમની અનુજ્ઞા લઈને ઊતરવું. અવગ્રહ યાચ્યા વગર ઊતરવું નહિ.
મકાનમાં જઈને સહુ પહેલાં તરત કાજો લઈ લેવો. ગોચરી-સ્વાધ્યાય વગેરે કાર્યમાં જે જે જગ્યાનો ઉપયોગ કરવાનો હોય તે દરેક જગ્યાનો કાજો લેવો.
કાજો લીધા બાદ તરત કપડાં સૂકવવાની દોરી બાંધવી. પરસેવાથી ભીનાં થયેલાં કપડાં સૂકવી દેવા.
બપોરના વિહારમાં ઘડામાં પાણી પૂરતું લેવું. પાણીના ઘડામાંથી વડીલોને તથા અન્ય મહાત્માઓને પાણી માટે વિનંતી કરવી. લાભ
૩૧