________________
૧૩૦. ઘડામાંથી પાતરીમાં પાણી કાઢીને વાપર્યા બાદ ફરી તે જ પાતરીમાં
બીજી વાર પાણી લેવું હોય તો પાતરી લૂણાંથી લૂછીને પછી જ લેવું. ૧૩૧. બહારગામથી આવેલા ભક્તો-શ્રાવકોને કે સ્થાનિક ગામમાંથી પણ
ઉપાશ્રયે સામેથી વહોરાવવા લાવેલ કોઈ પણ ખાદ્યપદાર્થનો લાભ આપવો નહિ. વિશેષ કારણથી વહોરવું પડે તો ગુરુ ભગવંતની રજા
લઈને જ વહોરવું જેથી સાવધાની રહે અને કાળજી વધે. ૧૩૨. કોઈ પણ મહાત્માના એંઠા પાતરામાં ભક્તિના આશયથી પણ કોઈ
વસ્તુ મૂકવી નહિ. ૧૩૩. ગોચરી વાપરતી વખતે પાતરીમાં પાણી લઈને બેસવું ૧૩૪. આયંબીલ ન હોવા છતાં, તબિયત આદિના વિશેષ કારણ વિના
નિષ્કારણ માત્ર સ્વાદના હેતુથી આયંબીલશાળાના ઢોકળાં વગેરે
વાપરવા નહિ. ૧૩૫. ગોચરી વાપરવામાં વધુ પડતો સમય ન લગાડવો. એકાસણું પણ બે
ઘડીમાં પૂરું થાય તેવો ખટકો રાખવો. ૧૩૬. કાકડી, ટીડોડા વગેરે શાક કોઈવાર પૂરા સીઝેલા હોતા નથી, કાચા
પાકા હોય છે. શાક પૂરું ચડી ગયેલું છે તેની ખાત્રી કરીને પછી જે વહોરવું. અનાભોગથી ગોચરીમાં આવી જાય તો વાપરી ન જવું,
ગુરુભગવંતને પૂછીને જેમ કહે તેમ કરવું. ૧૩૭. ગૃહસ્થોની હાજરીમાં પાણી વાપરવું હોય તો આડું લૂણું રાખવું ૧૩૮. કાચું દૂધ બને ત્યાં સુધી ન જ વહોરવું. કાચા દૂધ-દહીં-છાશ કારણે
વાપરવા પડે તો કઠોળ સાથે દ્વિદળ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. બેઠક, પાત્ર, પાણી, લૂણું અને લુછણીયું પણ અલગ રાખવું. તે
લૂણાનો કાપ પણ અલગ કાઢવો. ૧૩૯ સંખડીના દોષથી બચવા જમણવારમાં વહોરવા જવાનું ટાળવું.
વ્યક્તિગત ધોરણે ગુરુદેવને પૂછીને જમણવારના રસોડાની ગોચરી
નહિ વાપરવાનો નિયમ કરી શકાય. 4 0 -