________________
૧૨૨. ગોચરીના સમયે આવશ્યક પૂછતાછ રૂપે ભોજન સંબંધી વાત કરવી
પડે તે સિવાય ભોજનસંબંધી કોઈ વાત ન કરવી. સૂર્યાસ્તથી સૂર્યોદય
વચ્ચેના સમયમાં તો કદાપિ ન કરવી. ૧૨૩. અન્ય સાધુ ભગવંતોને વાપરવાનું નથી અને માત્ર એક વડીલ
મહાત્માએ જ વાપરવાનું છે અને પોતે જ પોતાની ગોચરી વહોરવા ગયા તો આવીને પોતાની ગોચરી પોતાનાથી બીજા નંબરના મહાત્માને
બતાવીને પછી વાપરવું. ૧૨૪. શક્ય હોય તો બે સંઘાટક સાથે ગોચરી વહોરવા જવાની શાસ્ત્રીય
મર્યાદા જાળવવા જેવી છે. ૧૨૫. કારણસર ઔષધિ-દવાનો સંનિધિ રાખવો પડે તો પણ ગૃહસ્થ પાસે
વાચીને વાપરવાનો સાપેક્ષભાવ જાળવી શકાય. અથવા વડીલના હાથે
લેવી. દવા વડીલને બતાવીને પૂછીને-જણાવીને વાપરવી. ૧૨૬. માંડલીમાં જ ગોચરી વાપરવી. કારણ વિશેષથી જુદી વાપરવી પડે
તો વડીલની અનુમતિ લઈ લેવી. ૧૨૭. સંપૂર્ણ સંયોજના ત્યાગ ન થઈ શકે તો છેવટે એક લૂખી રોટલી અને
એક કોળિયો ભાત સંયોજના વગર વાપરવાનો અભ્યાસ કેળવવો. ૧૨૮. ગોચરી માંડલીમાં નિયત દ્રવ્યો સિવાય કોઈ વિશેષ દ્રવ્ય સામેથી
માંગવા નહીં. વહેચનાર આપે ત્યારે ખપ હોય તો લેવા. અન્યની ભક્તિ કરવા માટે પહેલેથી વધારે લેવું અને પછી તેમાંથી ભક્તિ કરવી - તે પદ્ધતિ ન અપનાવવી. પોતાના માટેના દ્રવ્યમાંથી અન્ય મહાત્માને વિનંતી કરી શકાય. નિયત દ્રવ્યો પણ પોતાની જાતે નહિ
લેવા. ૧૨૯. વિહારના ગામોમાં જ્યારે ગોચરી દોષિત જ લેવી પડે તેમ હોય ત્યારે
પરિમિત ટંક, પરિમિત દ્રવ્યો અને સાદા દ્રવ્યો દ્વારા સાપેક્ષભાવ જાળવી રાખવો.
- ~-ન ર૯ ]
૨૯