________________
૧૧૪. મેવા, મિઠાઈ, ફુટ, ફરસાણ વગેરે વિશિષ્ટ દ્રવ્યોનો યથાશક્ય ત્યાગ
કરવો. ત્યાગ ન હોય તો પણ પ્રમાણોપેત જ વાપરવા. ૧૧૫. વર્તમાનકાળ ખૂબ વિષમ છે. ગૃહસ્થના ઘરમાં અને રસ્તા પર પુષ્કળ
કુનિમિત્તોની સંભાવના છે. ભિક્ષાર્થે ગૃહસ્થનાં ઘરમાં જવાનું થાય
ત્યારે ખૂબ સાવધાની રાખવી. દૃષ્ટિસંયમ ખૂબ રાખવો. ૧૧૬. ગોચરી વહેંચાયા બાદ અને પોતે વાપરીને ઊઠ્યા બાદ અન્ય સાધુ
ભગવંતોને કાંઈ હજુ આવશ્યક્તા હોય તો તે લાવવાનો લાભ આપવાની અચૂક વિનંતી કરવી. સાધુ ભગવંતોને પૂછવુંઃ આપને કાંઈ લાવવું છે? કેટલાક સાધુ ભગવંતને આવશ્યક્તા હોય તો પણ બીજી વાર મંગાવતા સંકોચ થતો હોય તો આ રીતે વિનંતી કરવાથી તેમનો સંકોચ ટળી જાય. કેટલીકવાર સાધુ ભગવંતો બીજી વાર મંગાવવાની આવશ્યક્તા હોય ત્યારે મનમાં એવી ધારણા કરતા હોય
છે કે, કોઈ વિનંતી કરશે તો મંગાવીશ. પૂછવાથી લાભ મળી જાય. ૧૧૭. સવારે સઝાય પછીના આદેશમાં ગુરુ ભગવંત શય્યાતરનું ઘર જે
જણાવે તે નામ બરાબર ધારી લેવું અને શય્યાતરના ઘરના ગોચરી
પાણી આદિ ન લેવાનો ખાસ ઉપયોગ રાખવો. ૧૧૮. ગોચરીના ૪૨ દોષો અવશ્ય ખ્યાલમાં હોવા જોઈએ. ગોચરી વહોરતી
વખતે દોષ પકડતા આવડવું જોઈએ. દોષ નિવારવાની ખૂબ ખેતના
રાખવી. ૧૧૯. માંડલીના પાંચ દોષ યાદ રાખવા અને પૂરી કોશિશથી ટાળવા. ૧૨૦. પાણી મોટે ભાગે દોષિત વાપરવું પડે છે. તેથી હૃદયમાં દોષનો ખટકો
રાખીને તેનો ઉપયોગ ખૂબ સંયમથી કરવો. ૧૨૧. ગ્લાન આદિ માટે આધાકર્મી ગોચરી જે પાત્રમાં લાવ્યા હોય તે પાત્રને
વિધિપૂર્વક શુદ્ધ કર્યા વિના બીજા ઉપયોગમાં લેવું નહિ. ગ્લાનાદિ
માટે વારંવાર દોષિત લાવવું પડતું હોય તો તેનું પાત્ર જૂદું રાખવું. —- ૨૮ -